હમણાં હમણાં થોડાક મહિનાથી પિરાણાપંથી પાટીદાર ભાઈઓ અને
એમના આગેવાનો તરફથી એવો પ્રચાર કરવામાં આવે છે કે અમો પણ એમના પંથને આવકારીએ છીએ
અને એમના ધર્મગુરૂ કાકા કરશનની સાથે સહકારમાં કચ્છમાં ફરીએ છીએ,
હળીએ મળીએ છીએ વિગેરે વિગેરે આ હકીકત અમારા ધ્યાન પર
લાવવામાં આવી છે. આમાં સત્ય હકીકત શું છે
તે જણાવી અમે નીચે પ્રમાણે સ્પષ્ટતા કરવા માગીએ છીએ.
સાબરકાંઠાના કેટલાક ભાઈઓ અમને મળ્યા અને અમારા હાથે કન્યા—છાત્રાલયનું
ખેડબ્રહ્મા મુકામે ખાતમુહૂર્ત કરવું એવી અમને વિનંતી કરી કન્યા કેળવણીનું કાર્ય
હોવાથી અમે એમાં સંમત્તિ આપી. આ કન્યા કેળવણીનું કાર્ય હોવાથી અને અમે વચન આપી
દીધેલું હોવાથી અમે ખેડબ્રહ્મા ગયા. ખાતમુહૂર્ત વિધિ પતાવી,
ત્યાંના ભાઈઓને મળ્યા અને થોડાક ભાઈઓએ અમે જાતે જઈને
પિરાણું જોઈએ એવી ઈચ્છા દર્શાવી અને તે મુજબ ટેલીફોન વ્યવહાર કરીને અમારી મુલાકાત
પિરાણાની ગોઠવી અને અમે એ મુજબ પિરાણાની મુલાકાત લીધી. અમે પિરાણામાં જઈને જે
નિરીક્ષણ કર્યું એનો ટુંકમાં સાર એટલોજ કે એ એક મુસલમાન પીરની દરગાહ છે. અને
ત્યાંનો વહીવટ ઈમામશા ટ્રસ્ટ મુસ્લીમ સંસ્થા કરે છે. ત્યાંના હિન્દુઓ પાઘડીવાળા
કાકા હાજર હતા. સદરહુ મુલાકાત વખતે સર્વશ્રી દેવજી ખીમજી (ગાંધીધામ),
બચુભાઈ મુલજી (દેશલપર),
વેલજી હીરજી ભાનુસાલી,
જીવરાજ ધનજી પટેલ (વડાલીવાળા) આ ચાર ભાઈઓ અમારી સાથે હતા.
ત્યારબાદ માર્ચ ૧૯૮૯ની આસપાસ કાકાશ્રી કચ્છમાં આવ્યા અને એમના અનુયાઈઓ એ
જોરશોરથી પિરાણાનો ગામેગામ પ્રચાર કર્યો. કાકા જ્યારે દેશલપર ગામે આવ્યા ત્યારે
તેમનાં થોડાંક અનુયાયીઓ અમને વાંઢાય લેવા આવ્યા. એમ કહીને કે અમને કાકશ્રી યાદ કરે
છે. સામાન્ય સૌજન્યના નિયમ પ્રમાણે અને અમે કાકાશ્રીને પિરાણા મળેલ હોવાથી પરીચિત
હોઈ એ ભાઈઓ સાથે દેશલપર ગયા. ત્યાં મારી જાણ બહાર કાકાશ્રીના અને અમારા સાથે ફોટા
પડાવ્યા. અને આ ફોટાઓના આધારે આ પિરાણાપંથી ભાઈઓ એવો જોરશોરથી પ્રચાર કરે છે કે
સંત વાલદાસજી મહારાજ પણ અમારા ધર્મને માન્ય ગણે છે,
ટેકો આપે છે. અને અમારા ધર્મગુરૂ કાકા કરશન સાથે સહકાર કરે
છે. એવું સાંભળ્યું છે.
અમે આ પ્રચાર હોય તો એ સદંતર જુઠાણું છે એમ જાહેર કરીએ છીએ. સનાતની હિન્દુ
ભાઈઓ એવા જુઠા અને એવા તર્કીબી પ્રચારથી ભોળવાઈ ન જાય એવી વિનંતી કરીએ છીએ. અમારા
મત પ્રમાણે પિરાણા પંથ પછી ગમે તેવા નામ કે લેબાસમાં હોય પણ તે સો એ સો ટકા
ઈસ્લામી ધર્મ છે. અને સનાતન કે વૈદિક કે હિન્દુ ધર્મની સાથે કશું પણ લાગતું વળગતું
નથી.
મુંબઈ તા. ર—૭—૧૯૮૯
સહી,
વાલદાસજી ગુરૂ શ્રી
ઓધવરામજી
વાંઢાય તથા શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ,
હરિદ્વાર