શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજને અપીલ
હાલે સાંભળવા મળ્યું છે જે પીરાણાના કાકા રામજી લક્ષ્મણ મહારાજનું નામ ધારણ
કરી ફરી કચ્છમાં લાવવા ચળવળીયાઓનો પ્રયાસ સફળ થયો છે તે તા.૩૦—૬—પ૯ના માનકુવા
પધારશે તેવી જાહેરાત કચ્છમિત્ર છાપામાં વાંચી.
આ સમાચારથી સમાજમાં અસંતોષ પેદા થાય તે સ્વાભાવિક છે. પ થી ૬ વર્ષ પહેલાં કાકા
રામજી લક્ષ્મણને કચ્છમાં લાવેલ ને તે માટે મોટી ખટપટ ઉભી થઈ સરકારને તે માટે પગલાં
લેવાં પડયાં. આ રીતે એક શાન્તિથી સંપ અને સુલેહથી જે સમાજ પોતાની રીતે ચાલ્યો જતો
હોય તો આવી ચળવળ શા માટે ઉભી કરે છે તે સમજાતું નથી.
જ્ઞાતિ પ્રગતિના પંથે :—
સમાજમાં હાલે પાટીદાર બોર્ડીગ નખત્રાણા,
પાટીદાર વાડી ભુજ, તથા પાટીદાર વાડી માંડવી,
તથા જ્ઞાતિમાં સળગતા પ્રશ્નોને હલ કરવા આવા ભારતના
સિદ્ધાંતને લાગે વળગે તેવાં કાર્યો—સમાજના અગ્રગણ્ય ભાઈઓ કાર્ય કરી રહ્યા છે તે
જોઈને ચળવળીયાને પોતાનું નાક કાપી અપશુકન કરવા માટે અને અસંતોષ પેદા કરવા માટે નામ
ફેરવી કાકાને બદલે મહારાજ રામજી લક્ષ્મણ નામ આપી કચ્છમાં પ્રચાર કરવા માગે છે. આ
કાકા પીરાણાના ઈમામશાહ બાવાના ગાદીપતિ છે ને હિન્દુ સમાજ તજી દરગાહના નિયમ અનુસાર
તેની કાયદેસર વિધિ કરી ગાદી ઉપર આવે છે અને પીરાણા ધર્મ પળાવવા તેના સાથીદારોના
બળથી અજ્ઞાન ભોળા ખેડૂત વર્ગને સાચો નકલંકી અવતાર મનાવી હિન્દુ ધર્મની ફરજમાંથી
અર્ધદગ્ધ ધર્મને માર્ગે લઈ જવા પ્રચાર કરે છે. આ ધર્મમાં ન દોરાય તે માટે સમાજ ખુબ
જાગૃત છે અને દર વરસે ૧ થી ર મંદિરો ઉભાં કરી સનાતન ધર્મને માર્ગે સમાજ જઈ રહી છે
તે જગ જાહેર છે. આવાં મંદિરો લગભગ ૬૦ થી ૬ર ઉભાં કરવામાં આવ્યાં છે.
આ જાગૃતિ સ્વાર્થી અને જુનવાણી વર્ગને ગળે ઉતરતી નથી અને પોતાની મમતા પોસવા
આવાં હથિયાર લાવી જ્ઞાતિમાં અસંતોષ ઉભો કરે છે તો સમાજને અમારી નમ્ર પ્રાર્થના છે
જે આવા દંભી, લાલચુ, સ્વાર્થી ચળવળીયાઓથી જાગૃત રહે ને પોતાના સાચા સનાતન ધર્મને
ન ભૂલે. જે જ્ઞાતિ પોતાની જાત હિન્દુ ધર્મને ભુલાવી બીજાનો ધર્મ સ્વીકારે તે સમાન
બીજો અધર્મ શું. ગમે તેવો ધર્મ સારો હોય તો પણ હિન્દુ ધર્મની ફરજ નહિં ચુકે તેવી
અમોને શ્રધ્ધા છે.
અને આવા વિધર્મીઓને ઉત્તેજન નહિં આપે અને પોતાની સ્વ કમાઈ જ્ઞાતિની ભાવી પ્રજા
માટે કેળવણીમાં તથા દેશ હીતના સારાં કાર્યોમાં તેવા પૈસા ખર્ચે અને આવા નામધારીઓથી
જાગૃત રહે તેવી અમારી પ્રાર્થના છે.
લી. જ્ઞાતિ સેવક
કચ્છ કડવા પાટીદાર સમાજનો અભ્યાસી
શશી પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ-કચ્છ
મથલ તા. ૭—૭—પ૯
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજને વિનંતી
ગામ મથલ મધ્યે મળેલ સનાતની સમાજની મીટીંગમાં સર્વાનુમતે
થયેલ ઠરાવ
ઠરાવ
આજની સભા કચ્છના કડવા પાટીદાર સનાતન સમાજને વિનંતી કરે છે જે હાલે કચ્છના
પીરાણાના કાકા રામજી લક્ષ્મણને આપણા જુનવાણી ધરાવતા કેટલાક ભાઈઓ તેમને ખાસ
પીરાણેથી કાકા રામજી લક્ષ્મણને તથા તેના સાથીદારો સહિત એક મંડળ કચ્છમાં પીરાણા
ધર્મનો પ્રચાર કરવા આવેલ છે અને કાકા રામજી લક્ષ્મણના બદલે સાધુ મહારાજ એવું નામ
આપવામાં આવ્યું છે. તો સનાતન સમાજના ભાઈઓને વિનંતી કરવામાં આવે છે જે આ કાકો જે
ગામમાં જાય ત્યાં તેને તે ગામના તેમને ધર્મને માનનારોઓ તરફથી સામૈયા કે સ્વાગત તથા
જમણમાં તથા તેમના પ્રચારમાં જવું નહિં તેમજ સાથ કે સહકાર આપવો નહિં એવું ઠરાવવામાં
આવ્યું છે. આ નિર્ણય જ્યારથી સનાતન ધર્મની સ્થાપના થઈ ત્યારે આ નિર્ણય લેવામાં
આવ્યો છે. તો તે જ ઠરાવને ફરીવાર આપના ધ્યાનમાં મુકવા આ સભા ભલામણ કરે છે.
લી.
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ
શશી પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ-કચ્છ