વિ.માં તમારો પત્ર પોતો છે વાંચી વિગત જાણી છે. તમને જરૂર પ્રભુ આરામ કરશે એવી
મને ખાત્રી છે. મેં આપનાં નામનો સામાન્ય ૧પ—ર૦ રૂપિયા ખર્ચ કરી અનુષ્ઠાન કરવા કરી
લીધું છે.
અને સાથે સાથે આપને મારી ઈચ્છા પ્રમાણે રૂ. ૧૦૦૦/ નો ખર્ચ હરદ્વારમાં કરાવીશ
તેવો દ્દઢ સંકલ્પ મનમાં ધારણ કરી લેશો. શરીર ઉપરાંત કાંઈ નથી તેમ તમે ખુબ દાનો
કર્યા છે.
હું બધુય જાણું છું. અને હજી પણ કરશો. મને ભરોસો છે કે આપને નીરાંત થઈ જશે.
હું ગુજરાત ઉદ્ઘાટન માટે જઈશ પણ હજી તેમનો કાંઈ નક્કી પત્ર નથી. આવવાથી નક્કી
થશે.
અને ગુજરાત પછી મુંબઈ આંખો બતાવવા જઈશ. દિવસ ૧પ—ર૦ મુંબઈમાં રહેવાનું થશે.
મુંબઈથી જે મારો સંકલ્પ છે તે આપને લખીશ. બાકી આપ હિમ્મતમાં રહેજો. આપનું આયુષ્ય
મારા હિસાબે હજુ ઘણું છે પછી તો સર્વજ્ઞ ઈશ્વર છે પણ ભક્ત વત્સલ છે. ભક્તોનું જરૂર
સાંભળે છે. જેથી મેં પ્રભુ પાસે અર્જ આપણાં માટે કરી છે. તે જરૂર પ્રભુ સાંભળશે.
આપ જેવા જ્ઞાતિ હિતેચ્છુ પરોપકારી હજી દુનિયામાં ચીરકાળ રહો તેમાં જીવોનું કલ્યાણ
છે. નાનાં બચ્ચાઓનાં પૂણ્ય પ્રભાવે જરૂર આપનું આયુષ્ય વધશે.
બસ એજ
ત્યાં સર્વેને હરિહર કહેશો અને હું મુંબઈમાં હરીદાસ શેઠના બંગલામાં ઉતરીશ.