31. મથલ - પીરાણા પૈસા નહીં આપવા - વર્ષ 1944 થી 1955 ના અરસામાં
શ્રી કચ્છ કડવા પાટીદાર ભાઈઓને
શ્રી મથલ સંસ્થા તરફથી બે બોલ
પ્રિય જ્ઞાતિ બંધુઓ આપણી કડવા પાટીદાર જેવી ઉચ્ચ જ્ઞાતિને પીરાણા પંથ જરા પણ
શોભતો નથી. માટે સૈયદોએ પોતાનો સ્વાર્થ સાધવા માટે આ પીરાણા પંથનો પ્રચાર કર્યો
છે. માટે આપને સમજવું જોઈએ કે આપણા પરસેવાના રક્ત બિન્દુ ટપકથી ભેગી કરેલી
સ્વકમાઈના નાણામાંથી ધર્માદાનું નામ પાડી કાકા અને સૈયદોને આપીએ છીએ તે જ
નાણામાંથી પાપીઓ આપણને ભ્રષ્ટ કરવાની બાજીઓ રચે છે તે નાણામાંથી એક ત્રાંબીઓ પણ
કુપાત્રને પીરાણે મોકલવો નહિ — આપણા જ દાનથી તે પાપી મોજ ઉડાવે છે.
આપણા દાનથી કાકા,
મજા મજો ઉડાવે
છે.
આપણા દાનથી સૈયદો હજારો જીવ કાપે છે.
માટે પીરાણે હુંડી ના મોકલતાં આપણી જ્ઞાતિમાં ગરીબ બંધુ તથા નિરાધાર વિધવાઓ
અને ગરીબના બાળકોના ચીંથરે હાલ જોવામાં આવે છે. અહહા વખતના અનુસારે બિચારાને પેટ
પુરતું અન્ન મળવાના સાંસા પડે છે. પરંતુ ધર્માદાના તે નાણામાંથી ગરીબોને મદદ આપી
આધાર કરવામાં શું પુન્ય ઓછું છે. વાંઢાય દ્વારાના સાધુ દયાલદાસજીએ આપણી જ્ઞાતિની
સેવા તન ને મનથી બજાવે છે અને આપણી જ્ઞાતિના અંધ સુરદાસ બાળકોનું પાલન પોષણ અને
વિદ્યા અભ્યાસ કરાવે છે તો તેવા આશ્રમોને આધાર કરવો ને ગામો ગામ — સંસ્થાઓ ખોલી
ધાર્મિક પુસ્તકો વસાવો જેથી આપની જ્ઞાતિનો ભાગ્ય ઉદય થાય. અત્યારે ગામ વાંઢાયમાં
ગામ શ્રી મથલના હાલમાં શુભ નિવાસ ગુજરાતમાં મોતીસરીના પટેલ હરજી કરમશીએ હાલમાં
આપની કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર બંધાવ્યું છે તો તેવી જ લાગણી આપ સર્વે જ્ઞાતિ
ભાઈઓને હોવી જોઈએ અને પીરાણે જતો પૈસો બંધ કરી આપની જ્ઞાતિ અર્થે પૈસા વાપરવા આપ
સર્વે ભાઈઓને અમારી નમ્ર પ્રાર્થના છે.
લી. સેવકો
પાટીદાર પટેલ ખીમજી નાગજી
વાલજી કાનજી
હંસરાજ દેવજી
પચાણ પેથા
પ્રણામ સ્વીકારશોજી
શ્રી પ્રકાશ પ્રિ. વર્કસ ૫૭ ગાડોદિયા માર્કેટ દેહલી મેં
છપા.