Book: Abhilekh -2, 2024 (અભિલેખ -2, 2024)

Index

30. ભુજ સ્વામિનારાયણના સાધુનો સાધુ દીક્ષાના આપવા માટે મુખ્ય અમદાવાદ સ્વામિનારાયણ મંદિરને પત્ર - દિનાંક 04-Sep-1945

ભુજ સ્વામિનારાયણના સાધુનો સાધુ દીક્ષા ન આપવા માટે મુખ્ય અમદાવાદ સ્વામિનારાયણ મંદિરને પત્ર

શ્રી સ્વામીનારાયણો વિજ્યતેતરામ

          સ્વસ્તિ શ્રી અમદાવાદ મહાશુભસ્થાને ઉત્તમો ઉત્તમ કૃતનિવાસ પરમ પવિત્ર પરમ પૂજ્ય શુભાશુભ વિવેકવાન ધર્મકુળ તીલક ધર્મ વંશ મુગટમણી બીજા શ્રીતયથોકૃત સ્વધર્મ મર્યાદા સ્થાપન તત્પર શ્રી ભક્તિ ધર્મ નંદન ચરણાર્વિંદ લુબ્ધ માનસ ભૃગ ભાગવદ ધર્મનીષ્ટ પરમ દયાળુ એવંગ સુભોપમાં યોગ્ય ગુરૂરાજ ધર્મ ધુરંધર ધર્મ આચાર્ય શ્રી ૧૦૮ ધર્મ માર્તંડ શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજ ચરણ કમળ સમીપ સઝામાં. એતાંન શ્રી નરનારાયણદેવ ચરણ કમળ સમીપ શ્રી ભુજ નગરથી લિખી. આપના ચરણરજ સેવક સાધુઓ તથા હરીભક્તો (કચ્છ) દેશના સાલાગ દંડવત્‌ પ્રણામ પૂર્વક જય શ્રી સ્વામીનારાયણ વાંચશો. અત્રે આપની કૃપાથી કુશળતા વર્તે છે. સંતો, હરીભક્તો સુખેથી શ્રીજી મહારાજનું ભજન સ્મરણ કરે છે. આપની કુશળતાનો પત્ર તા.૨૨—૮—૪૫નો કોઠારી ઈશ્વરભાઈ મરગાભાઈના હાથનો લખાવેલો મળ્યો.

          અબડાસાના ગામ શ્રી રવાપર, ઘડાણી, દયાપર, વિગેરે ગામના કણબીઓએ સાધુની પંગતમાં ભેળવવા સંબંધી આપ પાસે અરજી દ્વારા એ રજુ કરેલ હકીકત જુઠી છે. અત્રે તે બાબતે કાંઈ થયું નથી. સાં.૧૯૪૩ {Year: 1886-87} ની સાલે આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજ અત્રે પધારેલા તેવી રીતે મહારાજ શ્રી રૂબરૂ તે લોકોએ સાધુ દીક્ષા આપવા અરજ કરેલ હતી. ત્યારે મહારાજ શ્રી તરફથી ચોખ્ખુ કહેવામાં આવ્યું જે તમારી કોમને સાધુ દીક્ષા આપી શકાય નહીં. આવો ચોખ્ખો જવાબ આપ્યો છે. એ પ્રમાણે પ્રથમ નિર્ણય થઈ ગયો છે. એટલે તે બાબત કાંઈ કરવાનું રહેતું નથી. અર્થાત્‌ સાધુ દીક્ષા આપી શકાતી નથી. એ જ વિનંતી ત્યાં સંતો હરીભક્તો સર્વેને જય શ્રી સ્વામીનારાયણ કહેશો. અત્રેથી સર્વના વાંચશો.

માસ શ્રાવણ વદ—૧૩ મંગળ સાં.૨૦૦૨ તા.૪—૯—૪૫

1.    સાધુ શ્રી વલ્લભદાસજી સહી દા. પોતાના

2.    સાધુ નિલકંઠદાસજી સહી દા. શાસ્ત્રી ધર્મજીવનદાસ સ્વામીના કહેવાથી

3.    શાસ્ત્રી ધર્મજીવનદાસની સહી દા. પોતાના

4.    સાધુ ભક્તિવલ્લભદાસજી સહી દા. પોતે

5.    સાધુ કૃષ્ણકેસવદાસજી સહિ દા. સાધુ ભક્તિ વલ્લભદાસ સ્વામીના કહેવાથી

6.    સાધુ મોરલી મનોહરદાસની સહી દા. પોતાના

7.    સાધુ કૃષ્ણ સ્વરૂપદાસની સહી દા. પોતાના

8.    સાધુ ધર્મ કિશોરદાસની સહી દા. પોતાના

9.    સાધુ ઘનશ્યામપ્રિયદાસની સહી દા. સાધુ શ્રીહરીદાસના

10. સાધુ લક્ષ્મીનારાયણદાસની સહી દા. પાર્ષદશાંમજી ભક્તના

11. સાધુ હરીકૃષ્ણદાસની સહી દા. પોતાના

12. સાધુ જગજીવનદાસની સહી દા. પોતાના

13. સાધુ નારાયણપ્રસાદદાસની સહી દા. પોતાના

14. સાધુ તદરૂપદાસજીના સહી દા. ભોગીલાલ

15. સાધુ હરીવલ્લભદાસની સહી દા. પાર્ષદ શામજી ભગતના

16. સાધુ મોહનદાસજીના સહી દા. પોતાના

17. મીસ્ત્રી જેરામરામજી સહી દા. પોતાના

18. કોઠારી વ્રજલાલ જીવણ દા. પોતાના

19. જત રાઘવજીની સહી દા. પોતાના

20. જેઠી હીરાલાલની સહી દા. પોતાના

21. મોહનલાલ વજેશંકરની સહી દા. પોતાના

22. જેઠી શંકરલાલ ગેલાભાઈની સહી દા. પોતાના

23. કયાથ મનોહર માવજી સહી દા. પોતાના

24. સોની વાગજી મોનજી સહી દા. પોતાના

25. જેઠી નાનાલાલ ગેલાભાઈની સહી દા. પોતાના

26. ઠા. જેઠા વેલજીની સહી દા. પોતાના

27. મેતા માણેકલાલ સહી દા. પોતાના

28. મેતારામ વાગજીની સહી દા. પોતાના

29. ઠ.જાદવજી પીતાંબરદાસ દા. પોતાના

30. જણસારી મુળજી લધાની સહી દા. પોતાના

31. ઠ.ચતુરભુજ સુંદરજી સુતાર મોરારજી મુલજીભાઈ દા. પોતાના

32. ગોર હેમતરામ બેચરની સહી દા. પોતાના

33. શા માધવજી હરખાની સહી દા. પોતાના

34. ઠ.ધનજી લખમશીની સહી દા. પોપટલાલ ધનજી

35. ઠ. ખેતશી દેવજીની સહી દા. પોતાના

36. ગુજર સુથાર વાલજીભાઈ પ્રેમજી સહી દા. પોતાના

37. ઉપાધ્યાય પ્રભાશંકર અલબેશ્વર સહી દા. પોતાના

38. મિસ્ત્રી હીરાલાલ મનજી ચૌહાણ ગામ માનકુવા

39. પા.વાલજી મેગજીની સહી દા. પોતાના

40. કણબી કરશન નારાયણની સહી દા. પોતાના

41. કા.બેચર શામજીની સહી દા. પોતાના

42. ગામ શ્રી સુખપર પ.હરજી લધાની સહી દા. પોતાના

43. પ. હીરા ભીમજીની સહી દા.

44. હરજી લધાના પા.મુળજી રવજી દા. પોતાના

45. પા.મુળજી ગોપાલની સહી દા.

46. મુળજી રવજીના કણબી રવજી વાગજીની સહી દા. પોતાના

47. કા.જીણા ખોડાની સહી દા. શામજી વાગજીના

48. પા.પરબત પ્રેમજીની સહી દા. પોતાના

49. હા.માવજી હરજીની સહી દા. પોતાના

50. હા.કાનજી હરજીની સહી દા. પોતાના

51. હા. હરજી માવજીની સહી દા. પોતાના

52. હા.લાલજી કુંવરજીની સહી દા. પોતાના

53. હા.શામજી પુંજાની સહી દા. પોતાના

54. હા.દેવજી લધાની સહી દા. પોતાના

55. હા.દેવજી કુંવરજીની સહી દા. માવજી હરજીના ગામ—માધાપરના

56. હા.મનજી નારાયણની સહી દા. પોતાના

57. હા.સવજી ભીમજી દા. પોતાના

58. નારાયણ વાલજીની સહી દા. પોતાના

59. હા.મુળજી દેવજીની સહી દા. પોતાના

60. હા.વાગજી મેઘજીની સહી દા. મુળજી દેવજીના ધણીના કહેવાથી

61. હા.કાનજી મેગજીની સહી દા. મુળજી દેવજીના

62. હા.ગોપાલ હરજીની સહી દા. પોતાના

63. ગામ શ્રી ભુવાનીપુર તથા ફોટડી હા. રતના જેશાની સહી દા. હરજી શામજીના

64. હા.રૂડા દેવરાજની સહી દા. મુળજી દેવજીના ધણીના કહેવાથી ગામ—શ્રી મેઘપર

65. પા.પ્રેમજી હરજીની સહી દા. હીરજી શામજીના ધણીના કહેવાથી

66. હા.નાથા નાનજીની સહી દા. પોતાના

67. હા હરજી રવજીની સહી દા. પોતાના

68. ગામ શ્રી રામપર માવજી કેશરાની સહી દા. નાથા નાનજીના

69. હા.મુળજી નારાયણની સહી દા. પ્રેમજી શામજીના ધણીના કહેવાથી ગામ—દહીંસરા

70. નારાયણ દેવજીની સહી દા. પોતાના

71. હા.હીરજી શામજી દા. પોતાના ગામ

72. ગોડપર પા.ધનજી કરસન સહી દા. પોતાના

73. હા.રામજી હીરાની સહી દા. ધનજી કરસનના

74. પા.કુંવરજી નારાયણની સહી દા. પોતાના

75. હા.અરજણ મુલજી દા. કાનજી મુળજીના ધણીના કહેવાથી

76. કા.કાનજી રામની સહી દા. પોતાના

77. કા.લખમણ જીવાની સહી દા. કુંવરજી નારાયણ

78. કા.રામજી નારાયણ કુંવરજીના કા.નાથા માવજીની સહી દા. પોતાના

79. ગામ—શ્રી સુરજપુર કા.ધનજી રતનાની સહી દા. પોતાના

80. ગામ બળદીયાના પ.માવજી કુંવરજી દા. પોતાના

81. કા.રામજી દેવજીની સહી દા. પોતાના

82. કા.કરસન રામજીના સહી દા. પોતાના

83. કા.રામજી આંણદાણી શામજી મુળજીના કા.શામજી મુળજીની સહી દા. પોતાના

84. હા.માવજી લીબાણીની સહી દા. પોતાના

85. ગામ—કેરા ગોવિંદ પેથાની સહી દા. બેચર સામજી ધણીના કહેવાથી ગામ—કોડકી

86. કા.હરજી મુળજીની સહી દા. પોતાના

87. કા.હીરજી રામજીની સહી દા. હરજી મુળજીના ધણીના કહેવાથી

88. કા.ગોવિંદ લાલજી બળદીયાવાળાની સહી દા.પોતાના.

 

Leave a Reply

Share this:

Like this: