Book: Abhilekh -2, 2024 (અભિલેખ -2, 2024)

Index

29. ક. ક. પા. સનતાની સમાજ દ્વારા વિદ્યાર્થી હોશ્ટેલનું પ્લાનિંગ - દિનાંક 29-Jul-1945

ક. ક. પા. સનાતની સમાજ દ્વારા વિદ્યાર્થી હોસ્ટેલનું પ્લાનિંગ

 

સં.૨૦૦૨ના આસો વદ ૫ રવિવાર હ્નટ્ઠશ્ૐ ઞ્૨૯—ઝ્ુલ્—૧૯૪૫દ્ધના સાંજના શ્રી નખત્રાણા પૂર્વ નિવાસના કમ્પાઉન્ડમાં શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજના કાર્યવાહકોની તથા કોટડા, વિરાણી, નખત્રાણાના ત્રણેય વાસના કુલ મળી લગભગ હજારથી અગિયારસો ભાઈ—બહેનોની સભા ભરવામાં આવી હતી અને તે સભામાં નીચે પ્રમાણે ઠરાવોની ચર્ચા કરી પાસ કરાવેલ તેની નોંધ નીચે પ્રમાણે છે.

૧.  શ્રી પ્રભુની પ્રાર્થના

૨. પ્રમુખની દરખાસ્ત રજુ કરનાર પટેલ નથુભાઈ નાનજી દ્વારા પટેલ રતનશી ખીમજી વિરાણીવાળા તથા પૂજ્ય મહારાજ શ્રી ઓધવરામજી વાંઢાયવાળાને ટેકો આપનાર પટેલ કાનજી અબજી નાથાણી નખત્રાણાવાળા

 

પ્રમુખનું વિવેચન

તે બાદ પટેલ નથુ નાનજીનું વિવેચન

          આ સભામાં જ્ઞાતિને ઉંચા વિચારોમાં લાવવા  તથા જ્ઞાતિના બાળકોને કેળવણી તથા આપણી જ્ઞાતિમાં ધર્મ સંબંધી જે ઝઘડાઓ છે તેનો નિવેડો લાવવા વગેરે બાબતોની ચર્ચાઓ થઈ હતી અને ઉપરની વસ્તુઓનો નીવેડો લાવવા નીચે જણાવેલા ઠરાવો પણ સર્વાનુમતે પાસ કરવામાં આવેલ હતા જે ઠરાવોની વ્યાખ્યા નીચે મુજબ છે.

૧. ઠરાવ આપણી જ્ઞાતિમાં કોઈપણ ભાઈ અગર બહેન અને તે ગમે તે ગામના રહીશ હોય અને તે સનાતન ધર્મને માને અને તે માનવામાં તે ભાઈ અગર બહેનોને કોઈપણ જાતની ધર્મ સંબંધી વિટંબણા પીરાણા સતપંથવાળા તરફથી થાય તો આપણે દરેક ભાઈઓ એટલે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ તેને તન, મન અને ધનથી મદદ કરવી. તે સિવાય ધર્મ અને નાત આ બે વસ્તુઓ કાયદાની દૃષ્ટિએ જુદી હોવાથી ગમે તે ધર્મ પાળનારા વ્યકિતને જ્ઞાતિ તરફથી જે મિલકતો માંગવામાં આજે સ્થાવર જંગમ મિલકતોમાં કોઈપણ જાતનો કોઈપણ પાર્ટી અટકાવ કરી શકે નહીં. તે સંબંધમાં આ સભા એવો ઠરાવ કરે છે તે બાબતની ચોખ બંને પાર્ટીઓ કાયદેસર રીતે કરી આપણી આ કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈઓમાંથી એક કમિટિ નિમવામાં આવે છે અને તે કમિટિને ઉપરની વસ્તુનો નિકાલ લેવા માટે જે જાતના ઈલાજો લેવા જોઈએ તેજાતના ઈલાજો લેવા સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે.

કમિટિના ભાઈઓના નામ

૧.

 ભાઈ રતનશી ખીમજી— વિરાણી

૨.

 ભીમજીભાઈ કેશરા— કોટડા

૩.

 લધાભાઈ પચાણ— કોટડા

૪.

 રામજીભાઈ લાલજી —ગઢશીશા

૫.

 શીવજીભાઈ શામજી —કોટડા ખેડોઈ

૬.

 હરજીભાઈ લધા— લુડવા હરજી લધાની સહી દા. પોતાના

૭.

 રામજીભાઈ કેશરા— નખત્રાણા

૮.

 લાલજીભાઈ કરશન —દેશલપર મ લાલજી કરસન દા. પોતાના

૯.

 જીવરાજભાઈ વસ્તા —માનકુવા

         

ઉપર પ્રમાણે કમિટિ નિમવામાં આવી હતી. ને તેના અંગે કાયદેસર ખર્ચ સમાજને ખર્ચે નિવેડો લાવવા સત્તા આપવામાં આવી હતી.

 

૨. ઠરાવ

કેળવણી સંબંધનો

          આપણી જ્ઞાતિના બાળકોને યોગ્ય રીતે કેળવણી આપવી અને તે કેળવણી આપવા માટે જ્ઞાતિની એક બોર્ડીંગ સ્થાપન કરવી અને તે બોર્ડીંગ ચલાવવા માટે જ્ઞાતિમાંથી વાર્ષિક સભ્યો મેળવવા અને તેની વ્યવસ્થા કરવા માટે એક કાર્યવાહક કમિટિ નીમવી.

 

૩ ઠરાવ

          આપણી જ્ઞાતિના ધર્માદાના લાગાઓ જે રીતે આપણે આપતા આવ્યા છીએ તેમાં બની શકે તો વિશેષ વધારો કરવાની કોશિષ કરવી તથા જે ભાઈઓ જે ધર્માદા લાગા આપવામાં જો આનાકાની કરતા હોય તો આ સમાજ ભલામણ કરે છે અને તે પૈસાનો હિસાબ દરેક ગામવાળાઓએ પોતપોતાના ગામના પંચો હસ્તક રાખવો અને તે હિસાબ તે ગામનાભાઈઓ જ્યારે જ્યારે જોવા માગે તો તેને હિસાબ બતાવવા ભલામણ કરે છે. ઉપરવાળા ધર્માદા લાગાઓની વાર્ષિક આવકના હિસાબ શ્રાવણ વદ ૬ સુધીમાં પોતપોતાના ગામના રહેતા ભાઈઓ ભેગા કરી નક્કી કરવો અને તેમાંથી આપણે આગળ ઠરાવ્યા મુજબ દર સાલની જે આવક થાય તેમાંથી રોકડા ૧૦ ટકા પ્રમાણેની રકમ જે થાય તે આપણી જ્ઞાતિના ખજાનચીને મોકલી આપીને તેમની પહોંચ મેળવવી.

          ઉપરના ઠરાવો ઉપર રતનશીભાઈ ખીમજીએ બહુ રસરૂપે વ્યાખ્યા કહી સંભળાવી હતી તથા પૂજ્ય મહારાજશ્રીએ પણ તે સંબંધમાં બહુ જ જુદા જુદા ઈતિહાસોના દાખલા સહિત વ્યાખ્યા કરી હતી. તે સિવાય ઉપરના ઠરાવો માટે ટુંકમાં નીચે લખ્યા નામવાળાભાઈઓએ પણ સહકાર આપ્યો હતો.

          ભીમજીભાઈ કેશરા, લધાભાઈ પચાણ તથા રામજીભાઈ લાલજી ગઢશીશાવાળા તથા શીવજીભાઈ શામજી કોટડા ખેડોઈવાળા તથા હરજીભાઈ લધા લુડવાવાળા તથા ભાણજીભાઈ પચાણ નખત્રાણાવાળા તથા દેવજીભાઈ કચરા તથા કરશનભાઈ શીવજી નખત્રાણાવાળા તથા દેવશી કાનજી ભગત વગેરે ભાઈઓએ સહકાર આપ્યો હતો. તે બાદ બોર્ડીંગ ક્યા સ્થળમાં સ્થાપવી જેની વિચારણાઓમાં ઘણી રસાકસી થયા બાદ નીચે પ્રમાણે ઠરાવવામાં આવ્યું હતું જે જ્યાં સુધી આપણી જ્ઞાતિના વિસેક છોકરાઓ લાભ લે તેવા રૂપની તથા તે બોર્ડીંગ ચલાવવા માટે જ્યાં સુધી આપણે સંપૂર્ણ પહોંચી વળવા શક્તિશાળી ન થઈએ ત્યાં સુધી હાલ આપણને જેટલી મદદ મળે તે પુરતા બાળકોને ભણાવવાની સગવડ શ્રી ઈશ્વરરામજી ગુરુકુળમાં વિદ્યા દાન મેળવવું અને તે બાળકોને રહેવા તથા જમવાની સગવડ માતાજી ઉમિયાજીના કમ્પાઉન્ડમાં જ મકાનો હાલ આવેલા છે તેમાં તેમની વ્યવસ્થા રાખવી. એ પ્રમાણે ઠરાવવામાં આવેલું હતું. તે બાદ તે બોર્ડીંગ ચલાવવાના વાર્ષિક સભ્યોની નોંધણી ચાલુ કરવામાં આવી હતી. જેમાં તે જ સભામાં લગભગ સોળથી સતરસો કોરીના વાર્ષિક સભ્યોના નામ તે સભામાં શ્રીમાન ભાઈઓએ આપ્યા હતા ને તે બાદ એમ નક્કી કરવામાં આવ્યું હતું. જે આ નામાવાળા લીસ્ટનો ખરડા માટે ગામોમાં મુખ્ય મુખ્ય આગેવાનોને એક એક કોપી મોકલીને તે વાર્ષિક સભ્યોના વિશષે નામો મેળવવા માટે ગામોના મુખ્ય આગેવાનોને ભલામણ કરવામાં આવી હતી. તે બાદ સભા બરખાસ્ત કરવામાં આવી હતી.

                                      પ્રમુખશ્રીની સહી, રતનશી ખીમજી સનાતન સમાજના પ્રેસીડેન્ટની સહી દા. પોતાના

સેક્રેટરીની સહી, પા. નથુ નાનજી દા. પોતાના

 

Leave a Reply

Share this:

Like this: