Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક
યુવક મંડળ મફત રાત્રિશાળાનો
સને ૧૯૩૮ તા. ૧-૧૦-૩૮ થી ૩૧-૩-૧૯૪૦ સુધી
માસ અઢારનો
રિપોર્ટ અને અહેવાલ
॥ श्रीउमायै नमः ॥
॥ श्री सरस्वत्यै नमः ॥
विणा पुस्तक
धारणी मणिमया लंकृतलंकारणि ।
जाडयां
ध्वान्त निवारणो जनमनसंताप संहारणी ॥
ब्रह्मानन्द
विचारणो स्वजनता सर्वापदुत्सारणी ।
प्राप्तेवात्र
सरस्वति भगवती विद्युत विस्तारणी ॥
પ્રકાશક: વ્યવસ્થાપકો,
શ્રી કચ્છ ક. પા. જ્ઞા. સુ. યુ. મંડળ મફત રાત્રિશાળા –
કરાચી
ઉદ્દેશ
૧. પાટીદાર જ્ઞાતિમાં વિદ્યાનો પ્રચાર કરી અજ્ઞાનતા
અને અભણતા દુર કરવાં.
૨. જ્ઞાતિની
સામાજીક, ધાર્મિક, નૈતીક અને વ્યવહારીક શિક્ષણ આપી ઉન્નતીને રસ્તે લઈ જવાના
પ્રયત્નો કરવા.
૩. અજ્ઞાન
વસાત્ કુધર્મને પંથે ચડી ગયેલી પાટીદાર જ્ઞાતીને શુદ્ધ સનાતન ધર્મના સિદ્ધાંતો
સમજાવી સુપંથે લઈ જવાની કોશીશ કરવી.
૪. વિદ્યાર્થીઓની શારીરિક તથા માનસીક સ્થિતિમાં
કેમ વૃદ્ધિ થાય તેવા ઉપાયો લેવા.
૫. વિદ્યાર્થીજનોને સદાચાર,
સુનીતિ તથા સદાચરણનું
શિક્ષણ આપવાનાં દરેક પગલાં લેવા.
વ્યવસ્થાપકો :
શ્રી કચ્છ ક. પાટીદાર જ્ઞા. સુધારક રાત્રીશાળા,
કરાંચી
નીયમો અને ટાઈટલ પેજ નાં ૩જો જુઓ.
॥ ॐ श्रीउमायै
नमः॥
શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ,
મફત રાત્રી શાળાનો અઢાર માસનો રીપોર્ટ,
કરાંચી.
નિવેદન
વ્હાલા જ્ઞાતિ
બંધુઓ,
શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ
સુધારક યુવક મંડળ રાત્રીશાળાનું નામ કાને
પડતાં અમારા વાંચકગણને કદાચ આશ્ચર્ય જેવું લાગશે,
કારણ કે અજ્ઞાનરૂપી અઘોર અંધારામાં ફાંફા મારતી પાટીદાર
જ્ઞાતિને વળી આ વિદ્યારૂપી રત્ન ક્યાંથી પ્રાપ્ત થયું હશે ! એવો પ્રશ્ન આશ્ચર્ય
સાથે ઉત્પન્ન થાય, એ સ્વાભાવિક જ છે. એટલે એ પ્રશ્નનો ઉકેલ કરવા માટે,
તેમજ એ વિદ્યારૂપી રત્ન કેવી રીતે કયાં સંજોગોમાં અને
કેટકેટલી વિટંબણાઓ વ્હોરીને પાટીદાર જ્ઞાતિને આ રત્ન પ્રાપ્ત થયું છે,
તે વિષેની ટુંકમાં રૂપરેખા આપી પાઠકગણને પરીચય કરાવવાનનું
અમો ઉચીત ધારીએ છીએ.
આ વીશમીસદીના જાગતા જમાનામાં આપણએ જોઈ શકીએ છીએ કે,
અન્ય દરેક જ્ઞાતિ વિદ્યારૂપી નૌકામાં બેસીને,
કેવી પૂરપાટ આગળ ધપી રહી છે,
પોતાની ઉન્નતિના માટે કેટલી તનતોડ મહેનત કરી રહી છે,
તેમજ ઉચ્ચ પદવીઓનું સ્થાન મેળવી કેવી રીતે પોતાની જ્ઞાતિને
ઉચ્ચ કક્ષામાં લાવે છે, ત્યારે આપણી જ્ઞાતિ હજુએ અજ્ઞાનરૂપી અંધારામાં આમથી તેમ
આથડી રહી છે. આનું કારણ માત્ર આપણી અજ્ઞાનતા યાને વિદ્યાનો અભાવ. પરંતુ વિશેષ
કરીને આપણી જ્ઞાતિમાં અજ્ઞાનતાનું મૂળ ઊડું કેમ પેસી ગયું હશે ?
આ રહસ્ય જાણવા માટે કિંચિત ઉંડાણમાં ઉતરવાની જરૂર છે જેમ કે
:—
“પીરાઈ ક્રિયાને લાલબાઈ દઈને વિદ્યારૂપી દાન દેવા તરફ લક્ષ
રાખો” જેથી ભવિષ્યની પ્રજામાં જ્ઞાનરૂપી જ્યોતિ પ્રગટે.
“વિનાશ કાળે વિપરીત બુદ્ધિ”એ ઉક્તિ અનુસાર આપણી જ્ઞાતિ ઉપર કોઈ અણધારી આફતનું વાદળ ચઢી આવવાનું હશે તેમ
જ્ઞાતિએ અવનતિને પગથીએ ઉતરવા માંડ્યું, તેથી છેક ધર્મનું ભાન ભૂલી જતાં,
અજ્ઞાનરૂપી રાહુના અંધકારરૂપી બાહુપાશમાં સપડાઈ ગઈ. વર્ષોના
વર્ષો સુધી આ અંધકારમાં આમથી તેમ ગોથાં ખાતી રહી,
પરંતુ કોઈએ તેની બાંય પકડી બહાર કાઢવાની હીંમત કરી નહિં.
કોઈ મદદ કરે પણ શી રીતે—
“
दैवे विमुखतां याते न काऽप्यस्ति सहायवान् ”
જ્યાં વિધાતા વિમુખ હોય, ત્યાં સહાયતાની આશા શી રીતે રાખી શકાય. એટલે કોઈએ મદદ કરી
નહીં. લાંબા વખત સુધી એ અજ્ઞાનરૂપી અંધારામાં અહીં તહીં ભટકવા જ કર્યું,
પરંતુ આવી રીતે ધર્મનો વિનાશ થતો જોઈ,
ભગવાનને ચિંતા થઈ કારણ કે પરમાત્માએ ગીતાજીમાં કહ્યું છે કે
:—
यदा यदा हि
धर्मस्य ग्लार्निभवति भारत ।
अभ्युत्थानमधर्मस्य
तदाऽऽत्मानं सृजाम्यहम् ॥
તેવી જ રીતે આપણી જ્ઞાતિમાંથી ધર્મની ગ્લાની થતી જોઈ તેના
ઉદ્ધાર્થે ખરેખર દેવાંશીરૂપ નારાયણ (લીંબાણીકુળભૂષિત નારાયણજી રામજી)એ આપણી
પાટીદાર જ્ઞાતિમાં અવતાર લઈ જ્ઞાનરૂપી પોતાના તેજોમય કિરણોને ફેલાવી,
અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે આપણને ધર્મના સુપંથ પર
લાવવા ઠેક ઠેકાણે “શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ”ના નામે
મંડળો ખોલાવ્યાં. એ મહાન આત્મા કે જેણે —
अज्ञानतिमिरांधानां
झानांजन सलाकया ।
नेत्रमुन्मीलितं
येन तस्मे श्रीगुरवे नमः ॥
તેના જેટલા યશોગાન ગાઈએ તેટલાં ઓછાં જ છે. કોટી કોટી ધન્ય
છે એ ધર્મપ્રેમી પુરૂષને.
વ્હાલા ભાઈઓ ! આપણે અત્યાર સુધી અજ્ઞાન અવસ્થામાં કેમ રહ્યા,
અને અન્ય જ્ઞાતિઓથી પછાત કેમ છીએ,
તેનું કારણ હવે આપને સમજાયું હશે; ઉપરોક્ત ધર્મવીરની અનુકંપાથી આપણી જ્ઞાતિનો અજ્ઞાનરૂપી પડદો દૂર થતાં
અન્ય જ્ઞાતિઓનું સુધારાનું ક્ષેત્ર આપણા કરતાં
કેટલું આગળ પડતું છે તે આપણે જોઈ શક્યા તે બધું વિદ્યા કેળવણીનું જ પરીણામ
છે એવું આપણને ભાન થયું, વખત જતાં આપણી જ્ઞાતિના ઘણા ખરા વિચારશીલ અને જીજ્ઞાસુ યુવકોને થયું કે — ‘ગતં ન શોચવ્યમ્’
એટલે કે થઈ ગયેલ ભૂલનો પશ્ચાતાપ કરવો નકામો છે. અત્યારસુધી અજ્ઞાન અવસ્થામાં
રહેવાનું આપણા ભાગ્યમાં લખાયું હશે, તે ભોગવ્યા વિના છુટકો નહોતો—
“
यद् विधिना ललाट
लिखितं तन्मार्जितु कः क्षमः ”
પરંતુ હવે જાગ્યા ત્યાંથી સવાર ગણીને હજી પણ વિદ્યા સંપાદન કરવાની કોશીષ કરશું
તો બીજી જ્ઞાતિઓની સાથોસાથ અને પગલે પગલે ચાલવાનું દુર્લભ નથી. વિદ્યાનો પ્રચાર
કરવાનો કાયદો તો કયારનો એ આપણા જ્ઞાતિમંડળોમાં ઘડાઈ ગયો હતો પણ આજ દિવસ સુધી કોઈપણ
જ્ઞાતિ મંડળે અમલમાં મુક્યો ન હતો, તેથી એવી કોઈ તકની રાહ જોઈને અમો બેઠા હતા;
દૈવયોગે બે વર્ષ પહેલાં મ્યુનિસિપાલીટીએ અભણ સ્ત્રી
પુરુષોને વિદ્યાની તાલીમ આપવા માટે સ્કુલો
ખોલવાનો ઠરાવ પાસ કરી, જનતાને ઉત્તેજન આપ્યું તેથી સુધારકોની વિચારરૂપી ઉંઘ ઉડી ગઈ
અને મંડળના ચોથા કાયદાને અમલમાં મુકવો તેવો ઠરાવ કરતાં સામે નાણાંનો સવાલ
ઉઠ્યો, કારણ કે સ્કૂલને લગતો સામાન,
ફર્નીચર, ઈલેક્ટ્રીક બતીઓ તેમજ મકાનનું ભાડું અને માસ્તરોના પગાર
વગેરેમાં નાણાંની તો ખાસ જરૂર છે જ.
આપણી જ્ઞાતિની આર્થિક સ્થિતી તો એટલી કમજોર છે કે,
તેમની પાસેથી સ્કુલના નિભાવ માટે આશા રાખવી એ “કુંજાના
તળીયામાં રહેલું પાણી પીવાની કાગડાની
ઇચ્છા બરોબર છે.” આ આર્થિક સવાલે પુનરૂપી આપણાં સાહસીક સુધારકોને મુંઝાવવા
માંડ્યા. જો જ્ઞાતિમાં સંપ હોય અને દરેક જણ,
આ કાર્યમાં થોડો ઘણો પણ પોતાનો ઉદાર હાથ લંબાવે તો આ સવાલ
કાંઈ કઠીન જેવો નથી. પરંતુ જ્યાં કુસંપ અને ઈર્ષા જડ ઘાલી બેઠાં હોય,
ત્યાં એ આશા રાખવી વ્યર્થ છે. કદાચ એકાદ જણથી આ ખોટ પુરી
પાડી શકાય આવી આશા રાખવી એ ખરેખર ઈચ્છવા જેવું નથી. છતાં જેને જ્ઞાતિ સેવાની
પુરેપુરી ધગશ છે અને જ્ઞાતિને ઉન્નતિને પગથીએ લઈ જવાની જેની તીવ્ર અભિલાષા છે તેવા
વીર યુવકોએ હિંમત બાંધીને પોતાની ઈચ્છા બતાવી
કે, જો કોઈ ભાઈ જ્ઞાતિ સેવા અર્થે શિક્ષક તરીકેનું કામ ઉપાડી
લેવા તત્પર થતો હોય, તો સ્કૂલને લગતી બીજી દરેક ખોટ યેન કેન પ્રકારેણ પુરી પાડવા
અમો તૈયાર છીએ.
ખરેખર ધન્ય છે તેમની ઉદારતાને ! શિક્ષક તરીકેનું કામ સંભાળી લેવા માટે પોકાર
કુટુંબના સેવાભાવી અને શાળા પ્રત્યે ધગશવાળા લાલજીભાઈ પેથાભાઈએ પોતે તે કામ
કરવા માટે પોતાની ઈચ્છા બતાવી; તેથી સુધારકોની એક મુંઝવણનો ઉકેલ થતાં ઉત્સુક યુવકોની
પ્રેરણાને વિશેષ ઉત્તેજન મળ્યું એટલે તાબડતોબ તે યુવકોએ સ્કૂલને જોઈતી ચીજો જેવી
કે, ઈલેક્ટ્રીક લાઈટ, બાંકડાઓ, ખુરશીઓ, ટેબલો વગેરે વગેરે ખરીદીને અને કાંઈક યાચના કરીને વિના
વિલંબે એકઠી કરી છેવટે સંવત ૧૯૯૫ ના આસો વદ ૦))(અમાસ) {VSA: 23-Oct-1938} દિવાળીના રાત્રે મંડળના જલસામાં જાહેર કરી દીધું કે કારતક
સુદ ૨ તા.૨૫—૧૦—૩૮ને વાર મંગળ {VSK: 25-Oct-1938} થી આપણાં મંડળ તરફથી રાત્રીશાળા ખોલવામાં આવશે,
માટે જે જે ભાઇઓને પોતાના બાળકોને રાત્રીશાળામાં મોકલવાં
હોય તેમણે ઉપરોક્ત તારીખે મંડળની ઓફિસે રાત્રે ૮.૩૦ (સાડા આઠ વાગે) મોકલવાં. તેમજ
કામે જતા જે કોઈ ભાઈને ભણવાની ઈચ્છા હોય
તે ભાઈએ પણ ખુશીથી આવવું; આ રાત્રીશાળામાં હાલમાં કશી જાતની ફી કે લવાજમ રાખવામાં
આવ્યું નથી. આમ સાંભળતાની સાથે, જાણે ભાઈઓ આવી શાળાની રાહ જોતા જ હોય તેમ,
તે જ વખતે કેટલાક ભાઈઓએ પોતાના બાળકોને ભણવા સારૂ મોકલવાને
વચન પણ આપી દીધું. આથી પેલા સેવાધારી યુવકોના આનંદનો તો પાર રહ્યો નહિ;
તેથી તે જ વખતે કુળદેવી ઉમિયાની જય ગર્જનાઓ થવા લાગી.
કારતક સુદ ૧ (પડવા) {VSAK: 24-Oct-1938} નો નવા વર્ષનો આનંદ માણી,
અન્ય શાળામાં ભણતાં બાળકો
તથા દિવસે કામે જતા યુવકો રાત્રે સાડા આઠ વાગે હાજર થઈ ગયા. શરૂઆતમાં જ
લગભગ વિદ્યાર્થીઓની સંખ્યા સારા પ્રમાણમાં થઈ હતી;
તેમણે તથા ત્યાં હાજર થયેલા જ્ઞાતિના ભાઈઓએ તથા બહેનોએ શ્રી
કુળદેવી ઉમિયાની જય બોલાવી વિદ્યાર્થીઓ શાળામાં દાખલ થઈ શ્રી સરસ્વતી દેવીની
ઉપાસના કરવા લાગ્યા. વિદ્યાર્થીઓને આમ આનંદથી ભણતા જોઈ બીજા કામે જતા ભાઈઓ,
તેમજ અન્ય બાળકોનાં પણ શાળામાં આવવા માટે દીલ ખેંચાવા
લાગ્યા; જેથી દિનપ્રતિદિન બાળકોની સંખ્યા વધવા લાગી તેની સગવડને
ખાતર વ્યવસ્થાપકોએ ભેગા મળી આ સગવડ કેમ સચવાય તે વિચાર કરી જોતાં,
મકાનમાં ફેરફાર કરવો અને ફર્નીચર વધારવું તથા ઈલેકટ્રીક
લાઈટો પણ ફેરવવી આવું નક્કી કરવામાં આવ્યુ. આ કામ તાબડતોબ થાય તે માટે ઉત્સાહી
યુવકોને સોંપવામાં આવ્યું તેઓએ તો તે જ દિવસે કારીગરો રાખી કામ કરાવી લીધું જેથી
કાંઈક સગવડ થઈ તો ખરી, પણ વ્યવસ્થાપકોને જગ્યાની તંગાશનો સવાલ તો હજી જેવોને તેવો
જ સાલતો રહ્યો છતાં પણ બાળકો તો વધતા જ ગયા તેથી સંચાલકોએ કમીટી ભેગી કરી અને
તેમાં તેનો વિચાર કરવામાં આવ્યો અને અંતે કમીટીના ભાઈઓ એવા નિર્ણય ઉપર આવ્યા કે
હવેથી જે જે વિદ્યાર્થીઓ દાખલ થાય તેની પાસેથી દાખલ ફીના આના ચાર ૦। રૂપીઓ લેવો
આવો ઠરાવ કરી તે જાહેર બોર્ડમાં લખ્યો તે વાંચીને તો રોજ રોજ ચાર આના આપીને
મા—બાપો પોતાના બાળકોને દાખલ કરાવવા મંડ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા વધી લગભગ ૬૦
થી ૬૫ થઈ ગઈ વળી પાછો બાળવર્ગ માટે ફેરફાર કરવો પડ્યો,
તેમાં બેસવા માટેના બાંકડાઓ કાઢી દેશી રિવાજ મુજબ જમીન પર
શતરંજી પાથરી માસ્તરને પણ નીચે ગાદી તકીયા પર બેસવાનું કરી આપ્યું;
મોસમ શિયાળાની હતી,
ટાઢ પણ ઠીકાઠીક કડકડતી પડી રહી હતી છતાં બાળકો તો શાળામાં
દરરોજ હાજર થતાં જ હતા, આ જોઈ સંચાલકોએ વિચાર કરી જોયો કે બાળકોને ટાઢથી બચાવવાને
માટે શાળામાં રજા પાડવી કે કેમ ? આવો વિચાર કરતાં જણાયું કે
જો રજા પાડશું તો વિદ્યાર્થીઓના અભ્યાસમાં ફેર પડી જશે. માટે કાંઈક નવો
રસ્તો લેવો તેમાં કેટલાક ભાઈઓએ એવી સૂચના કરી કે દરેક બાળકને એકેકું ગંજીફરાક
આપવું તેથી તેઓની ટાઢ કાંઈક ઓછી થશે અને અભ્યાસમાં પણ ખલેલ નહિ પડે.
આ વિચાર કમીટીના ભાઈઓને ગમ્યો તો ખરો પણ સામે નાણાંનો સવાલ તે ક્યાંથી લાવવાં ?
આવી મુંઝવણમાં પડ્યા અને સેવાધર્મ કેવો ગહન છે,
તેમાં વળી આ સેવા !
જ્ઞાતિ સેવા તો કરવી બહુ જ મુશ્કેલ છે. ખાલી સેવાના બહાને નામ કાઢવું
જેટલું સહેલું છે. તેટલી જ અગવડ ખુદ સેવા ઉઠાવવામાં છે. કહેવત છે કે “કરશો સેવા
તો પામશો મેવા” પણ સેવાના મેવા ખરી કસોટી થયા પછી જ મળે;
પ્રથમ તો અપમાનના પોટલાનો સ્વીકાર કરી શકવાની જેનામાં તાકાત
હોય તેનાથી જ સેવા થાય, બાકી તો વાતો જ.
ગંજીફરાક આપવાની સંચાલકોએ કેટલાક જ્ઞાતિ ભાઈઓ આગળ વાત કરી,
જો કાંઈ પણ પોતા તરફથી મદદ થઈ શકે તે આપવાનું કહ્યું તે
સાંભળી બે—ચાર ભાઈઓએ પોતા તરફથી બનતી સહાયતા આપવાની ઈચ્છા જણાવી તે સાંભળી
ઈશ્વરમાં વિશ્વાસ રાખી સંચાલકોએ બજારમાંથી વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં
ગંજીફરાક તથા માસ્તરો સારૂ શાલ લીધી અને તા.૪—૧૨—૩૮ ના રોજ સભા બોલાવી ભાઈ
નારાયણજી શીવજીના હસ્તે બાળકોને વહેંચ્યા.
ઈનામ મળતાં સર્વે બાળકો મનમાં બહુ જ હરખાયા,
પણ આ વાત તો સ્વાભાવિક છે;
કે બચ્ચાંને કાંઈ ખાવાનું મળતા તો રાજી થાય ત્યારે આ ઠેકાણે
અમારે કહેવાની જરૂર રહે છે કે પ્રથમ જે વખતે શાળાની પ્રવૃત્તિ કરી ત્યારથી તે આજ
દિવસ સુધી અમારામાંના કેટલાક ભાઈઓ આળસમાં રહ્યા અને પોતાનો સાથ પણ આપ્યો નહીં,
પણ ખેર; દિનપ્રતિદિન આ કાર્યને વધારે ને વધારે જોશ મળતું જતું જાણી
નારાજ તો નહીં જ થતા હોય જ્યાં પ્રભુ ઈચ્છા સાથે બાળકોના સદ્ભાગ્ય બંને સાથે
સર્જાયા હોય ત્યાં મનુષ્ય શું કરી શકે ? જો હવે આટલી પ્રગતિ થયા બાદ આપ આપનો અભાવ જાહેર ન કરતાં
સદૈવ શાળા તરફ અમીદૃષ્ટી ભરી લાગણી
પ્રદર્શિત કરશો તો અમો અમારા કાર્યને વધારેને વધારે મજબૂત બનાવતા રહીશું. “જેને
રામ રાખે તેને બીજા શું કરી શકે” એ કહેવત મુજબ શાળામાં તો જ્ઞાતિ ભાઈઓ વધારે
રસ લેવા મંડ્યા.
દિનપ્રતિદિન વિદ્યાર્થીઓની સંખ્યા તો વધવા જ લાગી તેથી સંચાલકોએ વિચાર કર્યો
કે હવે બધા વિદ્યાર્થીઓનાં લેશન એક
માસ્તરથી લઈ શકાતાં નથી તેથી જો કોઈ મદદગાર માસ્તરો મળે તો કલાસવાર ગોઠવણ કરી
શકાય. આ વાતની જાણ થતાં એ જ પોકાર કુટુંબ ઉપર બાળકોનો આશીર્વાદ ઉતરવાનો હશે તેથી
ભાઈ લાલજી પેથાભાઈ જે શાળાના માસ્તર છે તેમના જ નાના ભાઈ નારાયણજી પેથાભાઈ કે જે
અંગ્રેજી છઠ્ઠા ધોરણ (Sixth Standard) માં અભ્યાસ કરતા હતા તેમણે કમીટીના ભાઈઓને કહ્યું કે — જો
સેવા કરવાનો મને હુકમ આપો તો હું અંગ્રેજી પહેલીથી છઠ્ઠી સુધીનો કલાસ સંભાળું તેમજ
ગામ દેવીસરવાળા જોશી રતનશી માધવજી એ કહ્યું કે હું તમારી જ્ઞાતિનું ઘણા વખત થી કામ
કરૂ છું; તેથી જો મને
બાળવર્ગ આપો તો તે હું સંભાળીશ. આ વાત કમીટીના ભાઈઓને ગમી તેથી શાળામાં કલાસ જુદા કરવામાં આવ્યા મને ઉપર મુજબ
તે બે નવા માસ્તરોને વિના પગારથી સેવા કરવાની તક આપી. આવી રીતે કલાસવાર ગોઠવણ
થવાથી વિદ્યાર્થીઓના આનંદમાં ઓર વૃદ્ધિ થવા લાગી. આથી સન ૧૯૩૯ ના માર્ચ માસની
સ્કૂલોની વાર્ષિક પરીક્ષા વખતે શાળામાં પાંસઠ વિદ્યાર્થીઓ હતા.
આ વિદ્યાર્થીઓ દિવસે જુદી જુદી સ્કૂલોમાં અભ્યાસ કરતા હતા ત્યાં પણ તેઓ સારા
માર્ક મેળવી પાસ થયા, તેથી વિદ્યાર્થીઓના મા—બાપ મનમાં હરખાવાં લાગ્યા અને
ઉપરોક્ત મંડળને તથા માસ્તરોને આશીર્વાદ દેવા લાગ્યા. પણ શાળાના સંચાલકો ને વિચાર
થયો કે આ વખતે કાંઈક ઈનામ આપવું જોઈએ પણ
શું આપવું અને આ નાણાં ક્યાંથી લાવવા ? આવો વિચાર કરતા હતા ત્યાં ગામ નખત્રાણાવાળા ભાઈ મુળજી ડોસા
પોકારે કહ્યું કે જો તમો બાળકોને સ્કૂલમાં ચાલતી ચોપડીઓ ઈનામ આપો તો મારા તરફથી
રૂા.૧૦) દશ આપું છું તેથી વ્યવસ્થાપકોએ આ વાત માન્ય રાખી એક એક પુસ્તક તેઓને ઈનામ
આપવાનું નક્કી કર્યું અને તે મુજબ સ્કૂલોના માસ્તરોને પૂછી જે જે શાળામાં જે જે
પુસ્તક ચાલતું હતું તે પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ તે ખરીદી લીધા. હવે તે
આપવા માટે સભા બોલાવવી તેના પ્રમુખના માટે વિચાર કરતાં આપણી જ્ઞાતિમાં શ્રીમાન ભાઈ
વેલજી રામજી ભગત ઉપર નજર ગઈ તેથી સંચાલકોમાંથી એક બે જણ ભાઈ વેલજી પાસે ગયા અને
બધું તેઓને સમજાવ્યું અને સાથે વિનંતી કરી
કે આ વખતે સભાના પ્રમુખ તરીકે બેસવાનું આપશ્રીને કહેવા આવ્યા છીએ જો આપ આટલી અમારી
વાત સ્વીકારી શકો તો અમારા કાર્યની અંદર અમોને વધારે સફળતા મળે.
આ વાત જાણી ભાઈ વેલજી રામજીએ આ વાતનો સ્વીકાર કર્યો ખરેખર જ્ઞાતિ સેવા કરવાના
માટે જેનું હૃદય હમેશાં તલપી રહ્યું હોય ત્યાં આવી સુંદર તક કોણ ગુમાવે તમો
ત્રીસોએ ત્રીસ દિવસ શાળામાં બેસી બાળકોના આશીર્વાદ લ્યો છો ત્યારે એક દિવસના માટે
આવી સુંદર તક મળી છે તે હું કેમ જતી કરૂં ! હું ખુશી સાથે તમો જે દિવસે સભા
બોલાવશો તે દિવસે આવવા તૈયાર છું. આ સાંભળી સંચાલકો આ વખતની મુંઝવણમાંથી પણ મુક્ત
થયા; તેથી કમીટી ભેગી મળી સભાની તારીખ નક્કી કરી કે તા.૩૧—૩—૩૯ શુક્રવારની રાત્રે
સભા કરવી આ પ્રમાણે ઉપરોક્ત તારીખે શાળાની બહાર સડક પર જાહેર સભા ભરવાનું નક્કી
કર્યું. પાથરણાં પાથરી બાંકડા ખુરશીઓ ગોઠવી દેવામાં આવ્યાં તેમાં સ્ત્રી વર્ગને
માટે અલાયદી બેઠક ગોઠવી હતી; આ જલસામાં જ્ઞાતિના ભાઈઓ તથા બહેનોએ સારી સંખ્યામાં હાજરી
આપી હતી, બરાબર વખતસર ભાઈ વેલજી રામજી ભગત પણ આવી ગયા તેથી શાળાના
સંચાલકો તરફથી ભાઈ રતનશી શીવજીએ આજની સભા બોલાવવાનું કારણ સમજાવ્યું અને પ્રમુખની
દરખાસ્ત મુકતા કહ્યું કે, આજની સભાના પ્રમુખ તરીકે આપણા જ્ઞાતિભાઈ વેલજી રામજી ભગતની
દરખાસ્ત મુકું છું. આ દરખાસ્ત જ્ઞાતિના દરેક ભાઈ બહેનોએ સર્વાનુમતે વધાવી લીધી
એટલે ભાઈ વેલજી રામજીએ પ્રમુખ પદે સ્થાન લીધું. ત્યારબાદ શાળાના બાળકોએ અંગકસરતો
કરી બતાવી આ જોઈ સર્વે ખુશી થયા પછી માસ્તર લાલજીભાઈએ શાળાના બાળકોની કલાસવાર
ગોઠવણ કરી બાળકોને બેસાડી દીધા અને ભાઈ વેલજીએ પહેલાં બાળ વર્ગથી ઈનામ આપવાની શરૂઆત કરી છેક અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી સર્વે
બાળકોને એકેક પુસ્તક અને સાથે એકેક મેવાનુ
પડીકું આપ્યું.
આશીર્વાદ આપતાં સર્વે વિદ્યાર્થીઓ પોતપોતાની જગ્યા પર બેસી ગયા એટલે ભાઈ
વેલજીએ કહ્યું કે આજ દિવસ સુધી શાળા તરફથી કશો પણ પગાર નહીં લેતા અને અવિરત મહેનત
કરનાર માસ્તરોને જો આપણે કાંઈ પણ ન આપીએ તો આપણને જગત જરૂરથી બીનકદરા ગણશે,
તેથી શાળા તરફથી સ્કૂલના હેડ માસ્તર ભાઈ લાલજી પેથાભાઈને
કાંડાનું ઘડીયાળ તથા તેમના નાનાભાઈ આસી. માસ્તરભાઈ નારાયણને એક પુસ્તક,
તથા બાળવર્ગના માસ્તર જોશી રતનશીને એક ધોતીયું આપવામાં
આવ્યું હતું. આ ચીજોનો સ્વીકાર કરી જોશી રતનશીએ પોતાનો બ્રાહ્મણધર્મ સમજાવતાં
કહ્યું કે આ કામ જે મને સોંપવામાં આવ્યું છે તે હું મારી રાજી ખુશીથી મારા ધર્મ પ્રમાણે બજાવું
તેમાં હું તમારા ઉપર કાંઈપણ ઉપકાર કરતો નથી. તેથી મારો ઉપકાર માનવાની કાંઈ જરૂર
નથી. ભાઈ લાલજી તથા નારાયણજીએ પણ કહ્યું કે અમોને જ્ઞાતિ સેવા કરવાની તમોએ તક આપી
છે તેના માટે અમો તમારો ઉપકાર માનીએ છીએ. આ કામ અમો કરીએ છીએ તે અમારી જ્ઞાતિ
પ્રત્યેની ફરજ અદા કરીએ છીએ તેમાં આપને અમારો આભાર માનવાની કશી જરૂરત રહેતી નથી.
ત્યારબાદ ભાઈ રતનશી શીવજીએ કહ્યું. આજની સભાના પ્રમુખ તરીકેનું જે સ્થાન શ્રીયુત
ભાઈ વેલજી રામજીએ પોતાના અમુલ્ય વખતનો ભોગ આપી દીપાવ્યું છે તે બદલ હું આ શાળાના
સંચાલકો વતીથી તેમનો ઉપકાર માનું છું તેમજ અત્રે આ સભામાં પધારેલા ભાઈઓ તેમજ
બહેનોએ અમારા આમંત્રણનો સ્વીકાર કરી પોતાના કીંમતી સમયનો ભોગ આપી શાંતિ દાખવી છે
તેના માટે અમો આપના ઋણી છીએ.
ઉપર મુજબ શાળાનું કામ ઘણા જ ઉત્સાહથી ચાલતું જોઈ દરરોજ એક બે વિદ્યાર્થીઓ નવા
નવા દાખલ થવા લાગ્યા હતા, પણ સંચાલકોએ જગ્યાની અગવડતાને લઈને હવે પછીથી જ્યાં સુધી જગ્યાની સગવડ પૂરતા
પ્રમાણમાં ના થાય ત્યાં સુધી નવા વિદ્યાર્થીઓને દાખલ ન કરવા એવો ઠરાવ કર્યો.
તુરતમાં વળી વાર્ષિક પરીક્ષા પણ નજદીક આવતી હોવાથી વળી પાછી સંચાલકોને એજ ચિંતા
થવા લાગી કે આ વર્ષમાં ઈનામ ક્યાંથી અને કેમ કરી આપીશું ?
પ્રભુ દયાળુ છે અને સર્વેની ચિંતા તેના પર જ છે તેથી સેવા
કરનારને કોઈને કોઈ સાધન મળી જ રહે છે. શાં. ૧૯૯૬ ના મહા માસ {VSAK: Between 09-Feb-1940 to
09-Mar-1940} માં ગામ
વીરાણીવાળા આદ્ય સુધારકભાઈ નારાયણજી રામજીના જોડીદાર મુરબ્બી રામજીભાઈ જેઠા
ગઢશીશાવાળા તથા ગામ વીરાણીવાળા શ્રીમાન ભાઈ જીવરાજ વાલજી પોતાના પુત્રોના લગ્ન
પ્રસંગ પર અત્રે કરાંચીમાં આવ્યા હતા, તેઓ અહીં ચાલતી રાત્રીશાળા જોવા આવ્યા તેમણે જ્ઞાતિના
બાળકોને ભણાવવા માટેની જે જે સગવડો કરી હતી તે તે જોઈ પોતે પોતાનો આનંદ પ્રદર્શીત
કર્યો હતો અને સંચાલકોને પુછયું કે એ શાળાના નિભાવ અર્થે શું સાધન છે ?
અને આવો ભારી ખર્ચો રાખી કામ ધપાવો છો. આ સઘળુ ક્યાંથી લાવો
છો ! તે પરથી દરેક જાતની વ્યવસ્થા તેમના સામે રજુ કરી સમજાવી. આ સાંભળી,
જોઈ તપાસી, તેમણે અમોને કહ્યું કે હાલમાં તાત્કાલીક સભા બોલાવવાનું
કરો. તેથી એજ લગ્ન મંડપમાં તારીખ ૩—૨—૧૯૪૦ શનીવારની રાત્રે હાલારી વિભાગના
કરાંચીમાં વસતા લેવા પાટીદાર જ્ઞાતિના પટેલ શ્રીમાન કેશવજી હંસરાજના પ્રમુખપણા
નીચે સભા બોલાવવામાં આવી તેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ અંગ કસરતના ખેલો તથા
સંવાદો ભજવી બતાવ્યા. આ જોઈને મુરબ્બી રામજીભાઈ જેઠાએ પોતાના તરફથી શાળાને ભેટ
તરીકે રૂા. ૫૧—૪—૦ (સવા એકાવન) આપ્યા. તેમજ રા.રા.ભાઈ જીવરાજ વાલજીએ પણ પોતા તરફથી
રૂા.૫૧—૪—૦ (સવા એકાવન) ભેટ તરીકે શાળાને આપ્યા. તેમની સાથે આવેલા ગઢશીશાવાળા ભાઈ
નાનજી ભાણજીના ચિ. પુત્ર ભાઈ મુળજી નાનજીએ (રૂ.૨૫) (પચીસ) શાળાનો વહીવટ જોઈને ભેટ
તરીકે આપ્યા. તેમજ ગામ અંગીઆ વાળા ભાઈ નારાયણજી કાનજી નાકરાણીએ પણ રૂા.૧૧—૪—૦ (સવા
અગીયાર) શાળાને આપ્યા.
આવી રીતે બહારગામના ભાઈઓને પણ આ કામ જોઈ સંતોષ થવાથી શાળાને ભેટ આપે છે. આવું
જાણીને કરાંચીમાં વસતા જ્ઞાતિભાઈઓેને પણ લાગ્યું કે અમોએ આટલા દિવસ સુધી શાળાને
બીલકુલ કાંઈ મદદ આપી નથી છતાં સંચાલકો શાળાના કામને આગળને આગળ વધારતા જાય છે,
તેથી આપણે જરૂરથી આપણો સાથ પૂરાવવો જોઈએ. તેથી કરાંચીમાં
વસતા ભાઈઓ પણ એક પછી એક પોતાના તરફથી ભેટ આપવાનું બોલતા ગયા. તે વધીને બધો ખરડો તે
જ વખતે રૂા.૨૫૦ થી ૨૬૦ સુધી પહોંચી ગયો હતો. આવી રીતે અકસ્માતથી પ્રભુએ તક આપી
મુંઝવણ દુર કરી તેથી તેનો સંચાલકો ઉપકાર માનવા લાગ્યા અને આવતી પરીક્ષામાં ઈનામ
આપવું જ એવો ઠરાવ કર્યો. પરીક્ષા નજીક આવતી ગઈ તેમ માસ્તરો પણ ખંતથી છોકરાઓના લેસન
લેવા લાગ્યા અને છોકરાઓે પણ પોતે પાસ થઈને ઈનામ કેમ લેવું તેની જ તમન્ના લાગી હતી
તેથી તેઓ પણ પોતાની ખરી કાળજીથી અભ્યાસ કરવા લાગ્યા અને એક બીજાને કહેવા લાગ્યા કે જો જે તું પાછળ રહી ન જા. જો નાપાસ થઈશ તો તને ઈનામ નહીં મળે
આવી રીતે એક બીજાની ચડસા ચડસીથી ૧૯૪૦ ના માર્ચની પરીક્ષા વખતે શાળામાં છોકરાઓની
સંખ્યા ૮૪ ની હતી તેઓમાંથી ફક્ત બે જ વિદ્યાર્થીઓ નાપાસ થયા બાકી ૮૨ વિદ્યાર્થીઓ
પોતપોતાની કલાસમાં ઉંચે નંબરે પાસ થયા. આવી રીતે રાત્રી શાળામાં ભણાવવાથી છોકરાઓને કેટલો લાભ થાય છે તે તેના
માવીત્રોને ખબર પડી અને શાળાના પ્રવર્તકોને ધન્યવાદ દેવા લાગ્યા એટલું જ નહીં
પરંતુ કેટલાક વિચારશીલ ભાઇઓ સંચાલક ભાઇઓને કહેવા લાગ્યા કે હવે ઈનામ કયે દિવસે
આપશો તે દિવસે અમોને જરૂરથી આમંત્રણ આપજો
તો અમો પણ કાંઈક તમોને મદદ કરીશું. આવું સાંભળી વ્યવસ્થાપકોને આનંંદ થયો અને જાહેર
આમંત્રણ પત્રિકાઓ કાઢવી એવો ઠરાવ કર્યો.
બધી સ્કૂલોનાં—પરિણામો બહાર આવી ગયાં ત્યારે તે દરેક સ્કુલોમાંથી મંગાવી
વ્યવસ્થાપકોએ કમીટીને બોલાવી અને તેમાં નિર્ણય કર્યો કે જે જે બાળકો પાસ થયા છે
તેમને દરેકને એક એક ઉપલા ધોરણનું પુસ્તક ઈનામ તરીકે આપવું. ત્યારબાદ કમીટીએ દરેક
સ્કૂલોના માસ્તરો પાસે જઈને જે જે સ્કુલમાં જે જે ચોપડી ચાલતી હતી તે વિષેની
માહિતી મેળવીને વિદ્યાર્થીઓની જેટલી
સંખ્યા હતી તેટલા પુસ્તકો ખરીદી લીધા અને ઈનામ સાથે આપવા માટે મેવો પણ ખરીદ
કરી લીધો તેમજ માસ્તરોના માટે ત્રણ ગરમ સાલ પણ લઈ લીધી. ત્યારપછી તેઓએ ૨ એપ્રિલ
૧૯૪૦ ને મંગળવારની રાત્રે ઈનામનો મેળાવડો કરવાનું નક્કી કર્યું. આગલા વર્ષમાં
ઈનામ આપતી વખતે સભાના પ્રમુખ ભાઈ વેલજી
રામજી ભગત હતા તેથી તેમને પણ પુછવામાં આવ્યું હતું. અને ચાલુ સાલના માટે પણ ઈનામ આપવાની સભાના પ્રમુખ
તેઓશ્રીની રહેશે એવું તેમના પાસેથી વચન પણ માંગી લીધું હતું તેથી પત્રિકાઓમાં પણ
તેઓશ્રીનું જ નામ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આમંત્રણ પત્રિકાઓ આપણા
જ્ઞાતિ ભાઈઓ તથા બહેનોને તથા કાઠીયાવાડી લેવા પાટીદાર જ્ઞાતિ ભાઈઓને મોકલવામાં આવી
હતી અને તે ઉપરાંત શહેરના નાગરીકોને તેમજ અન્ય શ્રીમાન ડૉ. પોપટલાલ તથા દીવાન
હાસાસીંગ એચ. એડવાણી તથા શેઠ વીશનદાસ એસ. વાઘવાની અને શ્રીમાન ડૉ. ભગવાનદાસ બી.
હીંગોરાણી તથા ગામ ખેડોઈવાળા શેઠ મુળજી રવજી વગેરે ભાઈઓને પણ આમંત્રણ આપવામાં
આવ્યું હતું તેથી તેઓ બધા સભાના ટાઈમ સમયે
કે જે રાત્રે ૯॥ સાડા નવ વાગ્યે રાખવામાં આવ્યું હતું તે વખતે ટાઈમસર આવી ગયા.
આજના મેલાવડામાં લગભગ ૫૦૦ મનુષ્યોની હાજરી હતી જેમાં સોએક જેટલા બહેનો હતાં.
આવી રીતે પોતાના કાર્યની સફળતા જોઈ સંચાલકોના આનંદનો પાર રહ્યો નહીં. વખત થતાં
કાયદા પ્રમાણે પ્રમુખશ્રીને પોતાની જગાએ બેસાડી ભાઈ રતનશી શીવજીએ આજના મેલાવડાનું
કારણ સમજાવ્યું હતું તેમજ શાળાનો તારીખ ૧—૧૦—૩૮ થી તારીખ ૩૧—૩—૪૦ સુધીનો હીસાબ
વાંચી સંભળાવ્યો હતો ત્યારે શ્રીમાન ડૉ. પોપટલાલે કહ્યું કે આ શાળામાં ૮૪
વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આટલા વિદ્યાર્થીઓ છતાં સંચાલકોએ માત્ર રૂા.૩૫૦ નો જ
ખર્ચો કર્યો છે તો પછી આવી મોટી પાટીદાર જ્ઞાતિ હોવા છતાં પણ તેમાં હજી રૂા.૪૧ની
ખોટ રહી છે તે સાંભળી હું બહુ જ મુંઝાઉ છું કે શું પાટીદાર જ્ઞાતિમાં કોઈ પણ એવો
ભાઈ નથી કે આટલી નાની સરખી ખોટ પણ પુરી શકતા નથી. હું આજ આ શાળાનો હિસાબ સાંભળી
તેના સંચાલકોને ધન્યવાદ આપવા સિવાય રહી શકતો નથી. મેં પણ બે ત્રણ રાત્રી શાળાઓ ચલાવી
છે તેથી મને પુરતો અનુભવ છે કે આટલા ટુંકા ખર્ચમાં કોઈ પણ સંસ્થા આટલા
વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકશે નહિ ભાઈ
રતનશીના કહેવા મુજબ ૮૪ વિદ્યાર્થીઓ તે પણ બાળવર્ગથી અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીના હોવા છતાં પણ તેમાં ફક્ત બે
જ વિદ્યાર્થીઓ નાપાસ થયા એ જોતાં શાળાના માસ્તર ભાઈઓએ બીનસ્વાર્થે કેટલી મહેનત
લીધી છે તે જણાઈ આવે છે તેથી હું દરેક માસ્તરોને પણ આ શાળાનો દાખલો લેવાનું કહું
છું અને સાથે એ પણ કહું છું કે સેવા તે
આનુ નામ કહેવાય. જે ત્રણ ભાઈઓએ માસ્તર તરીકે રહી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આટલી
મહેનત લીધી છે તેથી તેમને પણ ધન્યવાદ આપુ છું અને ગઈ સાલના શાળાના હિસાબમાં બાકી
રૂપીઆ ૪૧) ની ખોટ રહી છે તે મારા તરફથી હું ભરી આપું છું. આ સાંભળી ભાઈ માધવજી
ખીમજી સર્વેયરે કહ્યું કે “તમે ખોટ તો
પુરી કરી આપો છો પણ ભાણું તો ખાલીને ખાલી રહે છે માટે તે ભાણામાં તમારા તરફથી કાંઈક પણ મળવું જોઈએ” તે સાંભળીને ડૉ. સાહેબે કહ્યું કે “જો ભાઈ
માધવજી ખીમજી સરવેયર પોતા તરફથી કાંઈ આપતા હોય તો તેટલા હું પણ આપું” તેથી ભાઈ
માધવજીએ પોતા તરફથી રૂા.૫૧। આપ્યા ને સાથે એ પણ કહ્યું કે ડૉ. સાહેબ પણ જરૂરથી તેટલા આપશે. તે સાંભળી ડૉ. સાહેબે પણ
પોતા તરફથી રૂા.૫૧। આવતા વરસના ખર્ચ માટેના ખરડામાં ચડાવ્યા અને કહ્યું કે તમો
ખરડો ચાલુ કરો. તે સાંભળીને આવનાર આપણા લેવા પાટીદાર ભાઈઓએ એક પછી એક ઉભા થઈ પોતા
તરફથી શાળાને ભેટ આપવા માંડી (જે પાછળના
પાનામાં બતાવવામાં આવી છે) તેમજ ગામ ખેડોઈ વાળા હાલ રામ સ્વામી ગાડી
ખાતામાં રહેતા લુહાર શ્રીમાન ભાઈ મુલજી રવજીએ પણ પોતા તરફથી રૂ.૧૨૫) સવાસો શાળાને
ભેટ આપ્યા અને સાથે એ પણ કહ્યું કે તમારી જ્ઞાતિનો કોઈ પણ ભાઈ મ્યુનીસિપાલીટીમાં
મેમ્બર નથી તેથી જ તમારી શાળાને આજ દિવસ સુધી ગ્રાંટ મળી નથી. હરીજન તથા અવર
કોમોને મ્યુનીસીપાલીટી ગ્રાંટ આપે છે છતાં તમારા જેવી જ્ઞાતિએ આજ દિવસ સુધી
મ્યુનિસીપાલીટી તરફથી કોઈપણ જાતની મદદ મેળવી નથી તે હું તો આ તમારા લતાના મેમ્બર
ભાઈઓનો જ દોષ સમજુ છું. શ્રીમાન ડૉ. સાહેબ પોપટલાલભાઈ તમોને ગ્રાંટ અપાવવાનું કહે
છે પણ હું તેમને તથા તમોને કહું છું કે ગ્રાંટ જેવી મામુલી બાબત તો મારા જેવા અભણ
માણસ પણ કરી શકે. મેમ્બર ભાઈઓએ તો શાળાને મકાન બાંધવાની જમીન જ અપાવવી જોઈએ.
આવી રીતે જ્યારે ફાળાનું કામ ચાલતું હતું તે દરમ્યાન જેને વિદ્યા તરફ ખરી દાઝ
છે તેવા વિદ્યાપ્રેમી શ્રીમાન માધવજીભાઈ સરવેયર શાળાર્થે સભામાં ઝોળી ફેરવવા તત્પર
થયા અને સભાને ઉદ્દેશીને કહ્યું કે “જેની પાસે જે કંઈપણ હાજર હોય તે આ વિદ્યાદાન માટે ફેરવાતી ઝોળીમાં નાખી તેને જરૂરથી ભરી
દેવી જોઈએ” એમ કહી તેઓશ્રી જાતે આખી સભામાં ઝોળી લઈને ફર્યા હતા સભામાં લગભગ મજુર વર્ગ હોવાથી પઈસો પાઈ
કરતાં ઝોળીમાંની રકમ રૂા.૧૮॥। જેટલી થઈ હતી. ખરેખર ! માધવજીભાઈનું આ કાર્ય ઘણું
આદર્શનીય હતું. એટલેથી પણ તેને સંતોષ ન થતાં તે કેવળ કેળવણીની કદર કરનાર ભાઈએ જે
વિદ્યાર્થી ઉંચે નંબરે પાસ થયો હતો તેને પોતાની પાસે બોલાવવા કહ્યું એટલે શાળાના
હેડ માસ્તર અને અંગ્રેજી માસ્તરના નાના ભાઈ માવજી પેથાભાઈ કે જે ચોથી અંગ્રેજીની
પરીક્ષામાં બીજે નંબરે પાસ થયા હતા તેને પોતાની સમક્ષ હાજર કરવામાં આવ્યા. તેને તે
જ વખતે પોતાના ખીસ્સામાંથી રૂા.૫) કાઢી પોતાના તરફથી એક અલાયદી બક્ષીસ આપી અને તે
વિદ્યાર્થીને ધન્યવાદ આપતાં સભાને સંબોધીને કહેવા લાગ્યા કે તમો પણ આવી રીતે
બાળકોને બક્ષીસ આપી તેઓને વિદ્યા તરફ ઉત્સાહીત કરવા જોઈએ પછી તેણે વિદ્યાની ભુરી
ભુરી પ્રશંસા કરી અને વિદ્યાદાનનું મહત્વ સમજાવતા તેના ઉપર ભાર મુકીને અસરકારક
ભાષણ કર્યું હતું.
ત્યારપછી ડૉ. ભગવાનદાસે કહ્યું કે શાળાના વિદ્યાર્થીઓની તંદુરસ્તી જાળવવાને
યોગ્ય પગલાં લેવા હું બંધાઉં છું. જે કોઈપણ વિદ્યાર્થી શાળાના હેડ માસ્તરની ચીઠ્ઠી
લઈ મારી પાસે આવશે તેને મફત દવા કરી આપીશ. ભાઈઓ ! શરીરની તંદુરસ્તીની કેટલી
ઉપયોગીતા છે અને તેને માટે મળેલી આ ડોકટર
સાહેબ તરફથી ભેટ કેટલી અમુલ્ય અને પ્રશંસનીય છે તે આપ પોતે જ સમજી શકો તેમ છો
ડૉકટર તરફથી મળેલ આ કીંમતી ભેટને માટે શાળાએ તેનો હાર્દિક ઉપકાર માન્યો હતો.
આવી રીતે ફાળાનું કામ થઈ રહ્યા પછી પ્રમુખ સાહેબના હાથથી વિદ્યાર્થીઓને
પુસ્તકોનું ઈનામ આપવામાં આવ્યું હતું. આ કામ પૂર્ણ થયા બાદ આજની સભામાં જે જે ભાઈઓએ અમારા આમંત્રણને માન આપી
સભામાં આવવાની તસ્દી લીધી હતી તથા જે
જે ભાઈઓએ શાળાને ભેટ આપી હતી તેમજ જે જે ભાઈઓએ અન્ય રીતે શાળાને મદદ કરી
હતી તેમનો શાળાના સંચાલકોની વાતોથી પ્રમુખ સાહેબે ઉપકાર માન્યો હતો અને ત્યારબાદ
ભાઈ વેલજી રામજી ભગત કે જેણે પોતાનો અમુલ્ય વખત આપી આજની સભાના પ્રમુખપદને શોભાવ્યું હતું તે માટે તેમનો શાળા તરફથી
રતનશીભાઈએ ઘણો જ ઉપકાર માન્યો હતો. પછી શ્રીકુળ દેવીની જય બોલાવી આજની સભા વિસર્જન
કરવામાં આવી હતી.
ઉદારચિત્ત સદ્ગૃહસ્થો પ્રત્યે.
આપને વિદીત થાય કે પાટીદાર જ્ઞાતિ તેમાંય અમારી કચ્છી પાટીદાર જ્ઞાતિ એક ગરીબ
અજ્ઞાત અને પછાત પડતી કોમ છે તે પોતાની પરિસ્થિતિ સુધારવા ઈચ્છે છે અને અન્ય આગળ
વધેલી જ્ઞાતીઓની હારોહાર થવાની અભિલાષા રાખે છે. તે માટેનું પ્રથમનું સાધન
વિદ્યા—કેળવણી હોવાથી તેના સંપાદન અર્થે કોશીષ કરે છે પરંતુ વિદ્યા અને ધનને ગાઢો
સંબંધ છે. વિદ્યા વગર ધન મેળવી શકાતું નથી,
તેમજ ધન વિના વિદ્યા પ્રાપ્ત કરવી બહુ મુશ્કેલ છે. અમારી
જ્ઞાતિની અંદર આ બંને વસ્તુની ખોટ હોવાથી અદ્યાપિપર્યંત કોઈપણ જાતની પ્રગતી કરી
શકાઈ નથી. દરેક જ્ઞાતિઓની અંદર ઉદારચિત્ત ધનીકોએ પોતાની જ્ઞાતિને ઉચ્ચકોટીએ લઈ જવા
માટે પોતાના ધન ભંડાર ખુલા મુકેલ છે પણ અમારી જ્ઞાતિના ભાઈઓ અજ્ઞાનને લઈને સનાતન
ધર્મ ભૂલી અવળે માર્ગે ચડી પોતાના ધર્માદાનાં નાણાં વેડફી રહ્યા છે જેનો હિસાબ
કરતાં તો અન્ય કેળવાયલી કોમો કરતાં કેટલાંય વધારે નાણાંથી ન ઈચ્છવા યોગ્ય કોમોને
પોષે છે. એક કહેવત મુજબ “ઘરનાં છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો” એવી રીતે
પોતાની જ્ઞાતીનાં બાળકો ગમે તે સ્થિતિમાં રવડી રખડી માગી ભીખીને વિદ્યા ભણે છે
તેનો તેને બિલકુલ કોઈપણ જાતનો વિચાર નથી. તેઓ જેટલાં નાણાં ધર્માદાના બહાને બહાર વેડફે છે તેના
અર્ધા નાણાં પણ જો તેઓ પોતાની જ્ઞાતીના બાળકોને આગળ વધવાના માટે ખર્ચે તો જે પરાઈ
આશા ઉપર રહેવું પડે છે તે ન હોત. અમારી જ્ઞાતીમાં અભ્યાસમાં આગળ વધવા ઈચ્છતા ઘણા
બંધુઓ છે પણ તેમને કોઈપણ જાતની મદદ ન
હોવાથી પોતાનો અભ્યાસ જુજ વિદ્યા લઈ મુકી દેવો પડે છે.
વ્હાલા જ્ઞાતિ બંધુઓ ! વીચારો, આ રાત્રી શાળા તમારી જ જ્ઞાતિની છે અને તેમાં ભણનાર પણ
તમારાં જ બાળકો છે તેથી તમારે જો તમારાથી બની શકતી હોય અને તમારી જ્ઞાતિ પ્રત્યે
તમોને જો કાંઈપણ માન હોય તો જરૂરથી વિચાર કરી “ફુલ નહીં ને ફુલની પાંખડી”
પણ જો આ શાળામાં ભેટ મોકલશો તો શાળા તે સહર્ષ સ્વીકારી લેશે.
હવે અમારા ઉદાર દિલના આગળ વધેલા ધનિક બંધુઓ પ્રત્યે તો
અમારી એ જ વિનંતી છે કે આપના ઉપર તો ઈશ્વરની પૂર્ણ કૃપા છે તો વિદ્યાદાન જેવું
મહાન ધર્મનું કામ કરવાને ચુકશો નહીં જેમ કહ્યું છે કે :—
अन्नदानात्परं नास्ति विद्यादान ततोऽधिकम् ।
अन्नेन क्षणिका तृप्तिर्यावज्जीवं तु विद्यया ॥
તેમ સર્વે દાનોમાં વિદ્યાદાન ઉત્કૃષ્ટ હોવાથી હંમેશાં વિદ્યાદાન દેતા આવ્યા છો
તેવી રીતે જ આપના ધન દાન રૂપી વરસાદથી આ
શાળા રૂપી બગીચાને જરૂરથી પોષીને મોટો કરશો. એ જ અભ્યર્થના.
—સંચાલકો
શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ કરાંચી
તરફથી ચાલતી રાત્રીશાળાનો
તારીખ ૧—૧૦—૧૯૩૮ થી તા. ૩૧—૩—૪૦ સુધીનો હિસાબ
જ |
ઉ |
|||
૩) |
શેઠ પોપટલાલ ત્રીકમજી ઠકકર તરફથી પ્રસાદીના મળ્યા
|
૩૫૪।=। |
શ્રી ખર્ચ નીચે મુજબ :— |
|
૧॥ |
ભાઈ નારણ શીવજી વીરાણી તરફથી પ્રસાદીના મળ્યા |
૨૬॥=॥। |
ઈલેકટ્રીક ફીટીંગની મજુરી તથા સામાનના |
|
૩॥ |
ભાઈ મનજી ખીમજી વીગોડી તરફથી પ્રસાદી ના મળ્યા |
૪૧। = |
ફર્નીચર ટેબલ ખુરશી તથા બાંકડા અને બોર્ડ વગેરે |
|
૦।— |
ભાઈ ખીમજી કરશન કોટડા ખેડોઈવાલા તરફથી પ્રસાદી ના મળ્યા. |
૭૫॥=॥। |
વિદ્યાર્થીઓને ચાર વખત ઈનામ આપ્યું તેના |
|
|
|
૩૯)—॥ |
પ્રસાદીના વિદ્યાર્થીઓને દરરોજની ચાલુ તેના |
|
૦।/— |
ભાઈ
મેઘજી નાનજી દેશલપરવાલા તરફથી પ્રસાદીના મળ્યા |
૧૦॥।=। |
રેજકી ખર્ચ — પાણીનું પીપ, પથરણા પાલ ગ્લાસ, ઝાડુ તથા સફાઈ વગેરે |
|
૫) |
ભાઈ રામજી લખુ વિથોણવાલા તરફથી પ્રસાદી તથી ફર્નીચરના
લાકડા માટે મળ્યા |
૮) |
ઘડીયાળ |
|
|
|
૨)= |
મ્યુનીસીપાલટીનો પીપ ઉપડાવી તેની જગ્યાએ ભરતી પૂરી તેના |
|
૩॥= |
ભાઈ રઈયા નાગજી નખત્રાણાવાળા તરફથી ભેટ |
|
|
|
૩) |
ભાઈ જીવરાજ વાલજી લીંબાણી વીરાણીવાળા (હાલ મુંબઈ) તરફથી
પ્રસાદીના મળ્યા |
૬। = |
ચોપડી તથા ફાઈલ વગેરે |
|
|
|
૧૨૬) |
મકાન ભાડું માસ ૧૮નું તા.૧—૧૦—૩૮ થી |
|
૧) |
ભાઈ નારાણ નથુ દેવીસરવાલા તરફથી પ્રસાદીના મળ્યા |
|
તા.૩૦—૩—૪૦ સુધીના દર માસ ૧ ના રૂા. ૭ લેખે |
|
૧૦) |
ભાઈ મુલજી ડોસા નખત્રાણાવાલા તરફથી ઈનામ માટે મળ્યા |
૧૮) |
સફાઇ તથા પાણી ભરામણના માસ ૧૮) ના દર રૂા. ૧ લેખે |
|
૩૧।= |
|
૩૫૪। = । |
|
|
૩૧।= આગળના પાના
પરથી |
|
|
|
૩) |
ભાઈ શામજી વીરજી દેશલપુરવાળા તરફથી પ્રસાદીના તથા
ફર્નીચરના લાકડા સારૂ મળ્યા. |
|
|
૫) |
ભાઈ ખેતા રામજી આણંદસરવાલા તરફથી પ્રસાદીના મળ્યા. |
|
|
૫) |
ભાઈ ધનજી અરજણ આણંદસરવાલા તરફથી પ્રસાદીના |
|
|
૩) |
ભાઈ લખુ લાલજી હા. ભાઈ હરજી રણમલ ઘડુલીવાલા તરફથી ભેટ |
|
|
૧૫॥। |
વિદ્યાર્થીઓની દાખલ ફીના મળ્યાં |
|
|
૨॥ |
ભાઈ વીસરામ પાંચા ગાંગાણી વીરાણીવાલા તરફથી ભેટના તથા
પ્રસાદીના મળ્યા. |
|
|
૭)—॥ |
વિદ્યોતેજક ફંડની સ્કૂલના તરફથી પેટી ફેરવવામાં આવેલ તે
જમા |
|
|
૨૪૦॥=॥। |
સ્કૂલ ફંડમાં મળ્યા પાના નં.૧૬ મુજબ |
|
|
૩૧૩। =-। |
|
૩૫૪। = । |
|
શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળની
ફ્રી રાત્રી ×ાળાને તારીખ ૩—૨—૧૯૪૦ ની મીટીંગમાં મળેલી ભેટ
૫૧। |
શ્રીમાન રામજીભાઈ જેઠાભાઈ રંગાણી |
ગઢશીશા |
૫૧। |
જીવરાજ વાલજી લીંબાણી |
વીરાણી |
૨૫। |
નાનજી ભાણજી રંગાણી |
ગઢશીશા |
૧૧। |
નારાણજી કાનજી નાકરાણી |
અંગીઆ |
૫) |
મુળજી ડોસા પોકાર |
નખત્રાણા |
૫) |
દાના કરશન પાંચાણી |
નખત્રાણા |
૫) |
લાલજી સોમજી નાકરાણી |
રવાપર |
૫) |
વાલજી લખુ પોકાર |
નખત્રાણા |
૫) |
વીરજી લખુ પોકાર |
નખત્રાણા |
૫) |
પેથા ડોશા પોકાર |
નખત્રાણા |
૫) |
ધનજી પ્રેમજી ગોગારી |
ઘડાણી |
૫) |
શીવજી લઘા નાકરાણી |
નખત્રાણા |
૫) |
વાલજી નાગજી ગોગારી |
ઘડાણી |
૫) |
નારાણ શીવજી લીંબાણી |
વીરાણી |
૫) |
જશા મનજી ભીમાણી |
વેરસલપર |
૫) |
ખેતા રામજી પોકાર |
આણંદસર |
૫) |
શામજી વીરજી રૂડાણી |
દેશલપર (મંજલ) |
૨॥ |
વસરામ મેગજી નાકરાણી |
રવાપર |
૨॥ |
વસરામ જીવરાજ પોકાર |
મંગવાણા |
૨॥ |
મનજી ખીમજી રંગાણી |
વિગોડી |
૨) |
દેવજી ભીમજી ઘોઘારી |
વીરાણી |
૧। |
કાનજી કરશન જબુવાણી |
મંગવાણા |
૧। |
પુંજા નાગજી પોકાર |
મંગવાણા |
૧। |
અરજણ કચરા સાંખલા |
ગઢશીશા |
૧। |
રતનશી મુલજી |
રસલીયા |
૧। |
વેલજી તેજા |
ધાવડા |
૨૨૦ । |
|
|
૨૨૦ । |
આગળના પાનાથી બતાવ્યા |
|
૧। |
શ્રીમાન કાનજી રામજી લીંબાણી |
દરશડી |
૧। |
શ્રીમાન ગોપાલ
કરશન લીંબાણી |
નખત્રાણા |
૧। |
શ્રીમાન ખેતા ગોપાલ કેસરાણી |
નખત્રાણા |
૧। |
શ્રીમાન ધનજી પેથા કેસરાણી |
નખત્રાણા |
૧। |
શ્રીમાન પુંજારામ માધવજી સાંખલા |
દેશલપર (મંજલ) |
૧। |
શ્રીમાન નાગજી રઈયા ધોળુ |
વિથોણ |
૧। |
શ્રીમાન વાલજી મેઘજી દાનાણી |
નખત્રાણા |
૧। |
શ્રીમાન દેવજી રામજી વાસાણી |
વીરાણી નાની (ગઢવાળી) |
૧। |
શ્રીમાન અબજી
મનજી સેંગાણી |
નખત્રાણા |
૧। |
સૌ. શ્રીમતી બહેન જાનબાઈ પેથાભાઇ ડોસા પોકારના ધર્મપત્ની |
નખત્રાણા |
૧। |
સૌ. શ્રીમતી બહેન દેવકીબાઈ મુળજી ડોસા પોકારનાં ધર્મપત્ની |
નખત્રાણા |
૧। |
સૌ. શ્રીમતી બહેન
જમનાબાઈ વાલજી લખુ પોકારનાં ધર્મપત્ની |
નખત્રાણા |
૧।૦। |
માતાજી મુળબાઈ વસરામ મેગજી નાકરાણીના માતાજી |
રવાપર |
૧। |
શ્રીમાન અખઈ કરશન સાંખલા |
દેવીસર |
૧। |
શ્રીમાન પુંજારામ
રામજી વેલાણી |
માનકુવા |
૧। |
શ્રીમાન નરસીંહ નારણ નાકરાણી |
નખત્રાણા |
૦।—। |
સૌ. શ્રીમતી બહેન રતનબાઈ ખેતા રામજી પોકારના ધર્મપત્ની |
આણંદસર |
૦।—। |
સૌ. શ્રીમતી બહેન ભચીબાઈ દેવજી ભીમજી ગોગારીનાં ધર્મપત્ની |
વીરાણી |
૨૪૦॥=॥। |
|
|
શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળની
ફ્રી રાત્રી શાળાને તારીખ ૨—૩—૧૯૪૦ ની મીટીંગમાં મળેલી ભેટ
૧૨૫) |
શ્રીમાન મુળજી રવજી લુહાર |
ખેડોઈ (હાલ કરાંચી) |
૯૨) |
શ્રીમાન ડૉ. પોપટલાલ અ. ભૂપતકર ૪૦॥।=ખોટના હતા તે આપ્યા ૫૧। ખરડામાં આપ્યા ૯૨)= |
કરાંચી |
૫૧। |
શ્રીમાન માધવજી ખીમજી સર્વેયર |
કરાંચી |
૫૧। |
શ્રીમાન પટેલ કેશવજી હંસરાજ હાલારી વિભાગના પટેલ |
કરાંચી |
૨૫) |
શ્રીમાન પટેલ વાઘજી આણંદ |
કરાંચી |
૨૫।) |
શ્રીમાન પટેલ લખમણ લીંબા |
કરાંચી |
૧૦) |
શ્રીમાન પટેલ વેલજી રામજી ભગત |
નખત્રાણા |
૧૫। |
શ્રીમાન પટેલ ધનજી અરજણ ભાવાણી |
આણંદસર |
૧૦। |
શ્રીમાન મુખી કાનજી વીરજી વેલાણી |
લુડવા |
૫) |
શ્રીમાન પટેલ દેવશી પેથા શાખલા |
લુડવા |
૫) |
શ્રીમાન પટેલ વેલજી દાના પાંચાણી |
નખત્રાણા |
૫।) |
શ્રીમાન પટેલ હંસરાજ જુઠા હાલારી લેવા પાટીદાર |
કરાંચી |
૫।) |
શ્રીમાન પટેલ માવજી કરશન ભીમાણી |
મંગવાણા |
૫) |
શ્રીમાન પટેલ પેથા
જશા નાકરાણી |
નખત્રાણા |
૫। |
શ્રીમાન પટેલ પચાણ વાલજી પોકાર |
ખેડોઈ |
૫। |
શ્રીમાન મુખી અરજણ પ્રેમજી રૂડાણી |
દેવપર(યક્ષ) |
૫) |
શ્રીમાન પટેલ ભીમજી હંસરાજ ધોળુ |
લુડવા |
૪) |
શ્રીમાન પટેલ વેલજી રૂડા દાનાણી |
નખત્રાણા |
૨। |
શ્રીમાન પટેલ ખીમજી માવજી નાકરાણી |
રવાપર |
૨। |
શ્રીમાન પટેલ ધનજી મુલજી જાદવાણી |
રવાપર |
૨) |
શ્રીમાન પટેલ હરજી કાનજી ધોળુ (ખેડોઈ) |
કોટડા |
૨) |
શ્રીમાન પટેલ ખીમજી કરશન ધોળુ (ખેડોઈ) |
કોટડા |
૪૫૮॥।= |
|
|
૪૫૮॥।= |
આગળના પાનેથી લીધા |
|
૨) |
શ્રીમાન પટેલ રામજી માવજી |
દરશડી |
૨।) |
શ્રીમાન ઠા. વીસનજી ત્રીકમજી પાનવાલા |
કરાંચી |
૧। |
શ્રીમાન પટેલ રામજી વસરામ ભાવાણી |
નેત્રા |
૧। |
શ્રીમાન સુતાર વીશનજી કલ્યાણજી |
કરાંચી |
૧। |
શ્રીમાન પટેલ દેવજી હંસરાજ રૂડાણી |
કોટડા (જડોદર) |
૧) |
શ્રીમાન પટેલ દેવશી શામજી પોકાર |
કોટડા (ખેડોઇ) |
૧। |
શ્રીમાન પટેલ
કરશન પરબત છાભૈયા |
કોટડા (જડોદર) |
૧। |
શ્રીમાન પટેલ
મેઘજી નાનજી પુંજાણી |
દેશલપર (મંજલ) |
૫) |
શ્રીમાન પટેલ રઈયા નાગજી ચૌધરી |
નખત્રાણા |
૫) |
શ્રીમાન પટેલ શીવજી લધા નાકરાણી |
રવાપર |
૫) |
શ્રીમાન પટેલ રામજી લખુ કંપની |
વિથોણ |
૦॥ ૦। |
શ્રીમાન પટેલ નારાણ મેઘજી નાકરાણી |
રવાપર |
૧) |
શ્રીમાન પટેલ વેલજી ભાણજી |
ખોંભડી |
૨। |
શ્રીમાન પટેલ પ્રેમજી હીરજી |
દરશડી |
૫। |
શ્રીમાન પટેલ ખેતશી હરજી કઠોડાવાલા |
કરાંચી |
૧। |
શ્રીમાન પટેલ ભાણજી જેઠા જબુવાણી |
નેત્રા |
૧। |
શ્રીમાન પટેલ
કાનજી ભાણજી પોકાર |
ઘાવડા |
૧। |
શ્રીમાન પટેલ પ્રેમજી શામજી |
મેઘપર |
૧) |
શ્રીમાન પટેલ શીવગણ મનજી પોકાર |
મંગવાણા |
૧। |
શ્રીમાન ઠક્કર જાદવજી વાઘજી |
કરાંચી |
૧। |
શ્રીમાન પટેલ શીવજી લધા નાકરાણી |
કોટડા (જડોદર) |
૧। |
શ્રીમાન પટેલ દેવજી વીરજી લીંબાણી |
કોટડા (ખેડોઈ) |
૧) |
શ્રીમાન પટેલ હરજી નારાણ છાભૈયા |
દેવીસર |
૧। |
શ્રીમાન પટેલ લાલજી ભાણજી પોકાર |
વીરાણી |
૫૦૫) = । |
|
|
૫૦૫)= । |
આગળના પાનાથી લીધા |
|
૧।—। |
શ્રીમાન પટેલ નાનજી રામજી વાસાણી |
વીરાણી (ગઢવાલી) |
૧। |
શ્રીમાન પટેલ કરશન હંસરાજ ભાવાણી |
મંગવાણા |
૧। |
શ્રીમાન પટેલ
હંસરાજ દેવશી નાકરાણી |
વીરાણી |
૧। |
શ્રીમાન પટેલ કાનજી કરશન જબુવાણી |
મંગવાણા |
૧। |
મેસર્સ નેશનલ સો મીલ્સ
તરફથી |
કરાંચી |
૦॥ |
શ્રીમાન પટેલ હરજી નાનજી પુંજાણી |
દેશલપર |
૦॥ |
શ્રીમાન પટેલ પ્રેમજી કરમશી લાલાણી |
દેશલપર |
૦॥ |
શ્રીમાન પટેલ લાલજી કાનજી |
કાદીઆ |
૦॥ |
માતાજી પાનબાઈ |
નખત્રાણા |
૧। |
શ્રીમાન પટેલ
શીવજી નારાણ ગોગારી |
ઘડાણી |
૧) |
શ્રીમાન પટેલ ભીમજી લાલજી ગોગારી |
ઘડાણી |
૧) |
શ્રીમાન પટેલ વીસરામ જીવરાજ ભગત |
રવાપર |
૦॥ |
શ્રીમાન પટેલ માવજી વીશરામ |
ઘડાણી |
૦।—। |
શ્રીમાન પટેલ માવજી નારાણ ગોગારી |
ઘડાણી |
૧૮॥। |
શ્રીમાન માધવજી ખીમજી સર્વેયરે ઝોળી ફેરાવી તેના |
|
૫૩૬।—॥। |
|
|
તારીખ ૨—૩—૧૯૪૦ સુધીનો હિસાબ
જ…………………………………………………….. |
ઉ
……………………………………………………. |
|||
૫૩૬।—॥। |
તા. ૨—૩—૧૯૪૦ નો ખરડો પાના ૧૮ થી ૨૦ સુધીનો થયો તે જમા |
૪૦॥।= |
ગયા વર્ષની ખોટ ખાતે |
|
|
૧૨૧॥૦। |
બાકી ઉઘરાણી રહી ખરડાની તે ખાતે |
||
|
૩૭૩॥।=॥ |
શ્રી પુરાંતે જમા તે ભાઈ મુળજી ડોસા પોકાર
પાસે છે |
||
૫૩૬।—॥। |
|
|
||
|
૫૩૬।—॥। |
|
૫૩૬।—॥। |
|
રાત્રી શાળાના નિયમો
૧. |
આ રાત્રી શાળામાં પાટીદાર જ્ઞાતિના દિવસે સ્કૂલમાં ભણતા
વિદ્યાર્થીઓ તેમજ ધંધે જતા યુવકો દાખલ થઈ શકે છે. |
૨. |
પાટીદાર જ્ઞાતિ સિવાય અન્ય જ્ઞાતિના બાળકોને દાખલ કરવા કે
નહીં તે શિક્ષકો તથા કમીટીની સંમતી ઉપર છે. પરંતુ રીપોર્ટમાં જણાવ્યા મુજબ હાલમાં જગ્યાની
તંગાસ—શંકડામણને લઈને બીજી કોઈ સગવડ થાય નહીં ત્યાં સુધી હાલમાં આવતા વિદ્યાર્થીઓ
સિવાય અન્ય જ્ઞાતિના વિદ્યાર્થીને દાખલ કરવામાં આવશે નહીં. |
૩. |
વિદ્યાર્થીઓ દાખલ થતી વખતે દાખલ ફીના આના ચાર ભરવા પડશે
તેમજ નામ દાખલ કરાવતી વખતે પોતાના વાલીને સાથે તેડી લાવવા અગર તો તેમની ચીઠ્ઠી
લાવવી પડશે. |
૪. |
દરેક વિદ્યાર્થીએ નિતીસર ચાલવાની કબુલાત આપવી પડશે. |
૫. |
વિદ્યાર્થી ભણવામાં ધ્યાન ન આપતા હોય અને તોફાની તેમજ
બદફેલી માલુમ પડશે તો તેને શિક્ષકો ચેતવણી આપશે છતાં તે પોતાની ચાલ નહી સુધારે
તો કમીટીને રીપોર્ટ કરવામાં આવશે અને તેનો કમીટી જે નિર્ણય આપશે તે આખરી ગણાશે. |
૬. |
વિદ્યાર્થી શાળામાં દાખલ થયો હશે છતાં પણ શાળાના
શિક્ષકોની રજા સિવાય આઠ દિવસ ગેરહાજર રહેશે તેને શાળાના રજીસ્ટરમાંથી કમી
કરવામાં આવશે છતાં પણ જો તે બીજી દાખલ ફી ભરી કમીટીને અરજી કરશે તો કમીટી તેનો
વિચાર કરી જોશે. |
વ્યવસ્થાપકો
શ્રી કચ્છ ક. પાટીદાર જ્ઞા. સુ. રાત્રીશાળા,
કરાંચી
આ રીપોર્ટ કરાચીના વોટરકોર્સ રોડ પર આવેલ દુર્ગા પ્રિન્ટીંગ
પ્રેસમાં મહેતા
છોટાલાલ કાનજીએ
છાપ્યો અને કરાચીમાં આવેલ શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ
સુધારક યુવક મંડળના વ્યવસ્થાપકો એ ચાલતી મફત રાત્રીશાળા
માટે
લોરેન્સ રોડ હરચંદરાય વીશનદાસ પ્લોટમાંથી પ્રસિદ્ધ કર્યો.