Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
॥ શ્રી ગણેશાય નમઃ॥
કચ્છના કડવા પાટીદાર ભાઈઓનો
કીર્તિધ્વજ !
યાને
સંવત ૧૮૩૨ year ૧૭૭૫—૭૬માં થયેલા નિંદ્ય ઠરાવનું નિકંદન
—-
છપાવી પ્રસિદ્ધ કરનાર,
કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિના આગેવાનોના હુકમથી
પટેલ જીવરાજ વસ્તા કોન્ટ્રાક્ટર
ગામ—માનકુવાવાળા,
તા.કચ્છ—ભુજ
—-
પ્રત ૨૦૦૦ ઈ.સ.૧૯૨૬
—-
મૂલ્ય : સત્યનું પ્રતિપાલન
—-
મુદ્રણ સ્થળ : આદિત્યમુદ્રણાલય,
રાયખડ રોડ, અમદાવાદ
મુદ્રક : ગજાનન વિશ્વનાથ પાઠક
કચ્છ દેશમાં શાંતિથી મક્કમપણે પીરાણા સતપંથના
પાખંડો ઉઘાડા પાડનાર સુજ્ઞ બંધુ
શ્રી પટેલ વાલજીભાઈ રામજીભાઈ
ગામ—વિરાણીવાળા (કચ્છ)
કચ્છના કડવા પાટીદાર ભાઈઓનો કીર્તિધ્વજ !
યાને
સંવત ૧૮૩૨ {Year: 1775-76} ની
સાલમાં થયેલા નિંદ્ય ઠરાવનું નિકંદન !
—-
પીરાણામાં નવા કાકાને ગાદીએ બેસાડવા નિમિત્તે કચ્છ દેશથી આવેલા કણબી જ્ઞાતિના
આગેવાનોએ જ્ઞાતિના હિત માટે કરેલા ઠરાવો.
સંવત ૧૯૮૨ના પોષ સુદી સાતમને મંગળવાર તા.૨૨ માંહે ડિસેમ્બર સને ૧૯૨૫.
૧. અમો કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિ સમસ્તના આગેવાનો અમદાવાદ મુકામે ભેગા થઈને
નીચે પ્રમાણે ઠરાવ કરીએ છીએ કે, આપણી જ્ઞાતિમાં આજે કેટલાક વર્ષો થયા,
આપણને ન શોભે તેવા રીતરિવાજો આપણી અજ્ઞાનતા તથા ભોળા
સ્વભાવને લઈને ઘુસી ગયા છે. જેથી આપણને વખતો વખત ઘણું સોસવું તથા શરમાવું પડે છે
અને હિન્દુજનતાના વ્યવહારમાં પણ આપણને ઘણો મતભેદ પડે છે. તેથી આજના દેખતા જમાનાને
અનુસરી, તેમાં યોગ્ય ફેરફારો કરવા જોઈએ,
જેથી જગતમાં હાંસીને પાત્ર થતા બચીએ તથા આખી દુનિયામાં
સર્વની સાથે દરેક જાતના વ્યવહારમાં ભળતા રહી શકીએ.
૨. આપણી જ્ઞાતિએ સતપંથ ધર્મનો સંવત ૧૫૯૨ના કારતક સુદ ૨ને શુક્રવારે {VSAK: 07-Nov-1535} સ્વીકાર કર્યો હતો.
પરંતુ ત્યાર પછી બસો ચાલીસ (૨૪૦) વર્ષ પછી એટલે સંવત ૧૮૩૨ {Year: 1775-76} ની સાલ સુધીના સઘળા રીતરિવાજો બરાબર હતા. પરંતુ નખત્રાણા મુકામે આખી જ્ઞાતિના
આગેવાનો તથા કાકા પ્રાગજી અને વલીમીયાં સૈયદે જે ઠરાવ સં.૧૮૩૨ના પોષ વદ ૧૩ {VSAK: 19-Jan-1776} ના દિને કરેલ છે, તે ઠરાવને અમો આજ દિને આખી જ્ઞાતિના આગેવાનો ભેગા થઈને રદ
કરીએ છીએ અને અસલના જુના રીતરિવાજો પાછા ચાલુ કરવાને આખી જ્ઞાતિને છૂટ આપીએ છીએ.
૩. આપણી જ્ઞાતિમાં લગ્નક્રિયા ચોરીથી શાસ્ત્રવિધિ પ્રમાણે કરવાની તેમજ મરણ
ક્રિયા પણ શાસ્ત્રાર્થ વિધિ પ્રમાણે જ કરવી એવો ઠરાવ કરીએ છીએ.
૪. મરણની ક્રિયા અગ્નિદાહથી કરવી, તેમજ હર કોઈ પ્રકારે કરવાની છુટ આપીએ છીએ.
૫. આજ રોજે આપણે ઠરાવ કરીએ છીએ કે, સૈયદોને આપણે કચ્છમાં આવતા બંધ કરીએ છીએ અને જો કોઈ સૈયદો
કચ્છમાં આવે તો આપણી જ્ઞાતિના કોઈ પણ ભાઈએ તેનો સ્વીકાર કરવો નહિ અને તેમને આશરો
પણ આપવો નહિ.
૬. આપણી જ્ઞાતિના ધર્મ પાળનારાઓએ સનાતન ધર્મની આજ્ઞા પ્રમાણે વર્તવું અને
બરાબર આચારવિચાર પાળવા તથા સંધ્યા કર્મ વિગેરે નિત્યકર્મ કરવા.
૭. આપણી જ્ઞાતિમાં ધર્મ સંબંધી તથા વહેવાર સંબંધી બોલવા ચાલવા તથા આચાર—વિચાર
પાળવા અને પહેરવા ઓઢવા વિગેરે બધી બાબતોમાં અયોગ્ય રીવાજો છે,
તેને કાઢીને યોગ્ય રિવાજો કરવા,
તેનો ઠરાવ કરીએ છીએ.
૮. અનાદિકાળથી સરખો ચાલી આવેલ આપણા સનાતન ધર્મને કાંઈ પણ ઊણપ નહિ આવે,
એવા યોગ્ય ફેરફારો કરવા.
ઉપરના સઘળા ઠરાવો અમો સઘળા નીચે સહી કરનારાઓ સમસ્ત જ્ઞાતિના આગેવાનોએ એકમતે
ભેગા બેસીને સર્વની રાજીખુશીથી કર્યા છે. તે જ્ઞાતિના સર્વ નાના તેમજ મોટા દરેક
ભાઈઓને કબૂલ છે.
(૧) | પટેલ શીવજી જેઠા ગામ—નખત્રાણાવાળાની સહી. |
| દા.અબજી વીરજીના ધણીના કહેવાથી. |
(૨) | પટેલ અબજી વીરજી ગામ—નખત્રાણાવાળાની સહી. દા.પોતે |
(૩) | પટેલ મેગજી પ્રેમજી ગામ—નખત્રાણાવાળાની સહી. |
| દા.ગોપાળ રતનાના ધણીના કહેવાથી. |
(૪) | પટેલ મનજી શીવજી ગામ—નખત્રાણાવાળાની સહી. |
| દા.ગોપાળ રતનાના ધણીના કહેવાથી. |
(૫) | પટેલ કરસન પચાણ ગામ—નખત્રાણાવાળાની સહી. |
| દા.ગોપાળ રતનાના ધણીના કહેવાથી. |
(૬) | પટેલ ઉકેડા પચાણ ગામ—નખત્રાણાવાળાની સહી. દા.પોતે. |
(૭) | પટેલ વીરજી માનણ ગામ—નખત્રાણાવાળાની સહી. |
| દા.ઉકેડા પચાણના ધણીના કહેવાથી. |
(૮) | પટેલ વીશરામ શામજી ગામ—નખત્રાણાવાળાની સહી. |
| દા.ગોપાળ રતનાના ધણીના કહેવાથી. |
(૯) | મુખી ગોપાળ રતના ગામ—વેરસલપરવાળાની સહી દા.પોતે. |
(૧૦) | પટેલ રાજા વિશરામ વેરસલપર ની સહી.દા.મુખી ગોપાળ રતના |
(૧૧) | પટેલ ગોપાળ વિસરામ વેરસલપર ની સહી.દા.મુખી ગોપાળ રતના |
(૧૨) | પટેલ લાલજી વિસરામ વેરસલપર ની સહી.દા.મુખી ગોપાળ રતના |
(૧૩) | પટેલ અબજી લધા વેરસલપર ની |
(૧૪) | પટેલ જીવા ગોપાળ વેરસલપર ની સહી.દા.મુખી ગોપાળ રતના |
(૧૫) | પટેલ દેવશી રૈઆ વેરસલપર ની સહી.દા.મુખી ગોપાળ રતના |
(૧૬) | પટેલ ધનજી મનજી વેરસલપર ની સહી.દા.મુખી ગોપાળ રતના |
(૧૭) | પટેલ મનજી પેથા ગામ—દેશલપરવાળાની સહી |
| દા.જેઠાલાલ શંકરલાલ ધણીના કહેવાથી. |
(૧૮) | મુખી વીરજી માધા ગામ—દેશલપરવાળાની સહી |
| દા.જેઠાલાલ શંકરલાલ ધણીના કહેવાથી. |
(૧૯) | પટેલ માવજી પેથા ગામ—દેશલપરવાળાની સહી |
| દા.જેઠાલાલ શંકરલાલ ધણીના કહેવાથી. |
(૨૦) | પટેલ રવજી લાલજી ગામ—લુડવાવાળાની સહી દા.પોતાના. |
(૨૧) | પટેલ ભાણજી ખીમજી ગામ—લુડવાવાળાની સહી |
| દા.પટેલ રવજી લાલજી ધણીના કહેવાથી. |
(૨૨) | પટેલ વીરજી રામજી ગામ—લુડવાવાળાની સહી દા.પોતાના. |
(૨૩) | પટેલ અરજણ મનજી ગામ—નવાવાસ (માંડવી)વાળાની સહી |
| દા.વીરજી રામજી ધણીના કહેવાથી. |
(૨૪) | પટેલ વીરજી કરસન ગામ નવાવાસ (માંડવી)વાળાની સહી |
| દા.વીરજી રામજી ધણીના કહેવાથી. |
(૨૫) | પટેલ વીરજી અબજી ગામ—ભડલીવાળાની સહી |
| દા.માવજી માનાના ધણીના કહેવાથી. |
(૨૬) | મુખી માવજી માના ગામ—ભડલીવાળા સહી દા.પોતે |
(૨૭) | પટેલ કાનજી રતના ગામ—ગઢશીશાવાળાની સહી |
| દા.નાનજી ભાણજીના ધણીના કહેવાથી |
(૨૮) | પટેલ માવજી શામજી ગામ—દેશલપરવાળાની સહી દા.પોતે |
(૨૯) | પટેલ પચાણ રામજી ઉર્ફે પ્રભુદાસ રામભાઈ ગામ—અંગીયાવાળાની સહી દા.પોતે |
(૩૦) | પટેલ પેથાભાઈ રામજી ગામ—માનકુવાવાળાની સહી દા.પોતે. |
(૩૧) | પટેલ કાનજી રતના ગામ—માનકુવાવાળાની સહી દા.પોતે |
(૩૨) | પટેલ અરજણ દેવશી ગામ—માનકુવાવાળાની સહી |
| દા.પચાણ દેવજી ધણીના કહેવાથી. |
(૩૩) | પટેલ પચાણ દેવજી ગામ—માનકુવાવાળાની સહી દા.પોતાના |
(૩૪) | પટેલ ભીમજી રામજી ગામ—માનકુવાવાળાની સહી દા.પોતે |
(૩૫) | પટેલ જીવરાજ વસ્તા ગામ—માનકુવાવાળાની સહી દા.પોતે |
ઉપર પ્રમાણે અમદાવાદમાં જ્ઞાતિના આગેવાનોએ કરેલા ઠરાવો જે ભાઈઓના વાંચવામાં
આવે તેવા ભાઈઓએ યોગ્ય લાગે તો સંમતિના પત્રો નીચે જણાવેલા ઠેકાણે મોકલી આપવા.
પટેલ જીવરાજ વસ્તા |
ઠેકાણું — જૈન દેરાસરગલી, મુ.ઘાટકોપર. |
સંવત ૧૮૩૨ {Year: 1775-76} ની સાલમાં જ્ઞાતિએ કરેલા નિંદ્ય ઠરાવની નકલ
ઠરાવ
“સં.૧૮૩૨ના પોષ વદ ૧૩ {VSAK: 19-Jan-1776} ના દિને ગામ શ્રી નખત્રાણા મધ્યે જ્ઞાતિપંચ ભેળા થઈ બારોટ
ગવરીદાસ શાંમદાસ તથા ગોર જાની દયાશંકર ભગવાનજીને રજા દીધી છે. આજ દિવસ પછીથી બારોટ
પાસે વહીવંચો લખાવવો નહિ, તેમ બારોટને કાંઈ પણ આપવું નહિ,
તેમજ ગોર દયાશંકર ભગવાનજીના વંશજ,
તેમજ કોઈ પણ બ્રાહ્મણ પાસે ચોરી તથા લગ્ન પ્રસંગે પણ કાંઈ
કર્મ કરાવવું નહિં, ને કોઈ ભાટ તથા બ્રાહ્મણને માનશે,
તે નાતનો ગુનેગાર છે. બાવા ઈમામશાના ધર્મને માનનારા આપણા
કણબી ભાઈઓ, જેણે સં.૧૫૯૨ના કારતક સુદ—૨ શુક્રવારે {VSAK: 07-Nov-1535} બાવાનો ધર્મ અંગીકાર કરેલ છે. તે ભાઈઓએ આજ દિવસ સુધી
વહીવંચો લખાવ્યો છે અને બ્રાહ્મણ પાસે સુતક કર્મ,
મરણની ક્રિયા તથા લગ્નની ક્રિયા કરાવી છે,
પણ હવેથી આપણા ગુરૂ ઈમામશાના ધર્મનો ખરો રસ્તો બાવા
ઈમામશાહના વંશના સૈયદો તથા હાલે જે પીરાણાની ગાદી ઉપર ટિલાયત કાકા પ્રાગજીના
હુકમથી અને ધર્મને સમજીને બ્રાહ્મણ તથા ભાટને નહિં માનવા. નીચે મુજબ ગામના
પટેલીયાનો પંચ ભેગો થઈ ઠરાવ કર્યો છે, તે આપણી આખી નાતને કબુલ મંજુર છે.
(૧) | ગામ નેત્રાના પટેલ લખમણ સૂત નારણ નાકરાણી, |
(૨) | ગામ વિરાણીના પા.માંડણ તથા રૈયા નાકરાણી, |
(૩) | ગામ શ્રી વિથોણના પા.દેવજી, ભગત કાનજી, ગણેશ સેંઘાણીવાલા નાથાણી તથા વસરામ સુરાણી. |
(૪) | ગામ શ્રી નખત્રાણાના પા.ભોજા માનાણી, |
(૫) | ગામ મથલના પા.હરભમ પોકાર, મેઘા નાનજીઆણી તથા રતના ચૌધરી |
(૬) | ગામ શ્રી ઘડાણીના પા.કેસરા, વીરજી તથા પેથા પોકાર. |
(૭) | ગામ શ્રી ખોંભડીના પા.પાંચા તથા અબજી પોકાર. |
(૮) | ગામ શ્રી અંગીયાના પા.અખઈ, મેઘા, માંના તથા કાનજી પારસીયા |
(૯) | ગામ શ્રી દયાપરના પા.મનજી સોમજીયાણી, |
(૧૦) | ગામ દરશડીના પા.ડુંગર, ગોપાલ, લખમણ, કરસન પોકાર, દેવજી સેંઘાણી, ખેતા પુંજાણી તથા હરભમ. |
(૧૧) | ગામ શ્રી સરવાના પા.કેસરા તથા કરસન હરજી પબાણા. |
(૧૨) | ગામ શ્રી કુરબઈના પા.દેવસી તથા મૂળા. |
(૧૩) | ગામ શ્રી મંગવાણાના પા.ગોરા ચોપડા તથા કચરા |
(૧૪) | ગામ શ્રી ભડલીના પા.ગોવા ઠાકરાણી તથા માંડણ ભોજાણી |
(૧૫) | ગામ શ્રી માનકુવાના પા.કરમસી, સુત ભીમજી, ધનજી, રામજી તથા કરસન. |
નાત સમસ્ત મળી ખાંનામાં,
ગામ નખત્રાણામાં બાવાના પાટ આગળ,
ધુપ દીવો કરી ઈમામશાના ધર્મના માટે નક્કી કરી,
ગોર દયાશંકર ભગવાનજી તથા ગવરીદાસ શામદાસને રજા દીધી છે. આખી
નાતે મળીને કહ્યું કે સં.૧૫૯૨ના કારતક સુદ—૨ શુક્રવાર {VSAK: 07-Nov-1535} ના દહાડાથી ધર્મ ઈમામશાનું લીધું છે,
તે આજ દીન સુધી ગોર તથા ભાટને પાસે પોતાનો વહીવંચો તથા
ક્રિયા કરાવી, હવેથી નહીં, તે દાનકી સંવત ૧૮૩૨ના વરખે પોષ વદ—૧૩ {VSAK: 19-Jan-1776} ને દિને રજા દીધી છે,
તે માટે આજ દિન પછી બ્રાહ્મણ કે ભાટને આવે તો ઉભા રહેવાની
આંટ નહિ. આજ દિવસ પછી ગોર તથા ભાટને માનશે તે નાતનો ગુનેગાર થશે. બાવા ઈમામશાના
ઘરથી નાતબહાર છે. તે ગામ શ્રી નખત્રાણાના ખાંનામાં બાવાના પાટ આગળ ધુપ કરીને આખી
નાત મળીને લખત કીધું છે. અને કાકા પ્રાગજીના તથા બાવા ઈમામશાના વંશના સૈયદ
વલીમીયાંની રૂબરૂ પ્રતિજ્ઞા કરી છે, તે આખી નાતને વંશ પરંપરા કબુલ મંજુર છે. આ લખતનો મસુદો ગામ
વિરાણીના કણબી માંડણ અખીઆણી તથા વીરજી વેલાણી તથા નાત સમસ્ત મળી પહોર દિવસ ચડે
કર્યો છે.”