Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
મહેરબાનીકરીને વાંચીને વિચાર કરવા કૃપા કરશો
તે બીજા ભાઇઓને વાંચી સંભળાવા મહેરબાની કરશો
॥ यतो धर्म ततो जय ॥
પીરાણાના ભગત લાલજી વસ્તા,
ગામ જંજાયવાળાની
ઓશાણીનું ઓસડ
અથવા
ભક્તની ભડવાઈ
લેખક
રતનશી શીવજી પટેલ,
રવાપરવાળા
પ્રકાશક
સ્વધર્મ વર્ધક જ્ઞાતિ હિતચિંતક મહામંડળ
રણછોડ લાઈન, કરાંચી
મુલ્ય : સત્યનો સ્વીકાર
તરૂણ સાગર પ્રિન્ટીંગ પ્રેસમાં ગિરિજાશંકર બી. ત્રિવેદીએ
છાપ્યું, કેમ્પબેલ સ્ટ્રીટ—કરાંચી
નિવેદન
પ્રિય બંધુઓ !
આપણી ઉન્નતિ અર્થે કેટલાક સમયથી જે શુભ પ્રયાસ ચાલી રહ્યો છે અને જ્ઞાતિના
યુવકો તેમજ સમજુ પુરૂષોએ તન, મન, ધનના ભોગે કાર્ય સાધક પ્રગતિ શરૂ કરી જ્ઞાતિનું જે શુદ્ધ
સ્વરૂપ ખડું કર્યું છે તેને આજે જ્ઞાતિમાં બની બેઠેલા આગેવાનો અને ઈમામશાહના વંશના
સૈયદોની એઠના પીનારા ભગતડાઓ તોડી પાડવાની પેરવીઓ કરી રહ્યા છે જેના બળથી ગામ
જંજાયવાળો ભગત નામ ધારી ભીખારી કણબી લાલજી વસ્તા હમણા કચ્છ આખામાં જ્યાં જ્યાં
પીરાણા પંથના ખાના છે ત્યાં ફરી ફરીને માથું કુટી કુટીને હાય ! હાય ! કરી રહ્યો છે
અને પીરાણાની તારીફના ગીતો ગાઈ ગાઈને માણસોને ભરમાવી રહ્યો છે પણ કચ્છના કણબી ભાઈઓ
ઉપર પીરાણાના પાપ પુરણ વળી ગયા છે તેથી તેઓ તેના ગીતનો અર્થ પુરણ સમજી શકતા નથી ને
ખોટું વાહ વાહ કરે છે.
અમો તે ગીત સાંભળનાર ભાઈઓને કહીએ છીએ કે ભાઈઓ ! જુઓ આ તમારા ભક્તના ગીતનો અર્થ
વાંચો, વિચારો અને પછીથી વાહ વાહ કરો.
અમો એ આ પુસ્તકમાં જે લખ્યું છે તે લાલજી ભગતની ઓશાણીમાં જે તેણે ગાયું છે
તેના અર્થ કરીને જ તેવું જ લખ્યું છે એમાં કેટલાક વાચક બંધુઓને કંટાળો આવશે પણ
અમોને ક્ષમા કરશે કે અમોને પુરી ખબર છે કે અમારા પીરાણા પંથી ભાઈઓ કાળા અક્ષરને
કુટી મારે તેવા છે તેથી અમોએ પણ ગામઠી ભાષામાં કણબીઓ સમજી શકે તેવી રીતે જ લખેલ છે
તેથી તમોને જ્યાં જ્યાં અશુદ્ધ જણાય ત્યાં ત્યાં સુધારી વાંચશો.
પીરાણા પંથી ભાઈઓને અમો ચેતાવીએ છીએ કે તમો આ ભગતડાને વારો રોકો નકા હવે તે
તમારું બિલકુલ નખોદ જ વાળી નાખશે તેને બિચારાને ખબર નથી કે હું શું બોલું છું તેથી
તે ઉધું ચતું લખીને પીરાણે મોકલે છે અને સૈયદો પોતાના મન ભાવતું તેના નામથી છપાવે
છે જેમાં તમારું તે કાપી નાખશે અને તમોને મુમના—મુસલમાન વિગેરે નામો આપીને
હિન્દુઓથી જુદા કરી નાખશે પછી તમો પસ્તાશો માટે હજી પણ ચેતો અને તે શેતાનોનો સંગ
મુકો પ્રભુ તમોને સદ્બુદ્ધિ આપે એવું ઈચ્છતા
અમો છીએ આપના શુભેચ્છકો
સ્વધર્મ વર્ધક જ્ઞાતિ હિતચિંતક મહામંડળના મેમ્બરો
ઓશાણીનું ઓશડ
આખી દુનિયાની દરેક જ્ઞાતિઓ પોતાના સ્વધર્મ ને સાચવી ઉન્નત દશાએ પહોંચવાને મંથન
કરી રહી છે. ત્યારે કચ્છ વાસી પીરાણા પંથી પાટીદારો જ્ઞાતિના કેટલાક કર્મ ચંડાળ
કપુતો પોતાના પાપી પેટની ખાતર જ્ઞાતિના ભાઈઓને આડું ઉંધું સમજાવીને છેક રસાતાળમાં
લઈ જવાની કોશિશો કરી રહ્યા છે. જેમાંના ભગતના ઉપનામથી ઓળખાતા પેટ ભરું પટેલ લાલજી
વસ્તા પોકાર ગામ જંજાયવાળાએ એક ઓશાણી છપાવીને જ્ઞાતિના સુધારકો ઉપર ખૂબ થુંક ઉડાડી
છે જેનો જવાબ તો વખત આવે અમો યોગ્ય સમયે આપીશું પણ હાલમાં તો તેની લખેલ ઓશાણીમાંથી
કડવા વાર થોડી ઘણી બાબત ઉપર લખીએ છીએ જે ભગતડાજ જરૂરથી વાંચશે અને તેમાં પુછેલી
બાબતોનો ખુલાશો કરશે તો મોટો ઉપકાર થશે. તેમજ અમોને તેમનો પૂર્ણ જવાબ આપવામાં ઢીલ
નહિ થાય. અમો તેમની લખેલી ઓશાણી વાંચી જોઈએ છીએ તો તેમાં તેણે વિચાર શક્તિ તો ખૂબ
દોડાવી છે જે બધી મહેનતનું તારણ કરતાં ફક્ત એટલો જ સાર નીકળે છે કે જે ધણી પોતાનો
સ્વધર્મ ચુકે છે તે વિધર્મી યાને અશુદ્ધ કહેવાય છે. જુઓ તે પોતાની ઓશાણી શરૂ કરતા
કડવા પહેલમાં લખે છે કે
હા, લાયબ્રી વાલે લેન મેલીને નાતથી જુદા થાએ
ધર્મ પોતાનું મેલ્યું જેણે,
કલમાં કાફર
થાએ.
હવે લાલજીભાઈ ખુલાશો કરશો કે ધર્મ કેણે મુક્યો છે અમોએ કે તમોએ કહો જોઈએ તમો
કોણ છો? જવાબ કણબી (કારણ કે તમો પુસ્તકના ટાઈટલ પેજ (પુંઠા) ઉપર
“કાં” લખ્યું છે તેથી) તો કહો જોઈએ કણબીનો સ્વધર્મ ક્યો ! હિન્દુ કે મુસલમાન ! અમો
તો હિન્દુ માનીએ છીએ કારણ કે અંતે તાણ્યો વેલો થડમાં જાય તેમ હિન્દુ છીએ એવું આપણા
ગુજરાત વાસી અને સુધારાવાળા ભાઈઓ ઉપરથી સાબિત થાય છે તેથી જેનો હિન્દુ ધર્મ હોય
અને તે તે પાળતો હોય તેથી તે કાફર નહી કહેવાય પણ તમારા માફક હિન્દુ હોય અને પીરાણા
જેવા અધર્મ ખીચડીયા ઈસ્માઈલી પંથના પુજારી થાય અને દોવાઓ પઢે તે જ કાફર થાય છે આ
ભાઈશ્રી તમારા લખેલા પહેલા કડવાનું તાત્પર્ય છે કે તમો પોતે પીરાણા પંથીઓ જ કાફર
છો. તેમજ તમો વળી કડવા બીજામાં લખો છો કે :—
નાતની લેના લેન ન ચાલે,
ધર્મ પોતાનું
હરાએ,
ઠેકાણે તેનું ત્રણે ભોવનમાં કહોકી પેરે થીએ.
અમો પણ એમ જ કહીએ છીએ કે ઠેકાણું કહી પેરે થાય ક્યાંથી થાએ જુઓને આખા દેશમાં
તમારા જ પીરાણા પંથીની પીંજણ પીંજાય છે અને તેથી તમો કેવા હડધુત થાઓ છો,
જ્યાં જાઓ છો ત્યાં મેણાં ટોણાં અને ધકા ધુંબાઓ મળે છે.
જેનો આપને અનુભવ તો હશે જ કારણ કે થોડા મહિના પહેલાં જ તમો તમારા ઓધારક વટલાવનાર
સૈયદને તેડીને કરાંચીમાં આવ્યા હતા ત્યારે તો અમો તો શું પણ જે ખાસ પીરાણા પંથીઓ
છે તેમણે તમોને અને તમારા બાવા સૈયદને કેવા વધાવ્યા અને આદર સત્કાર કીધો કે જેથી
તમોને એક ચોરની માફક મુસલમાની મુસાફર ખાનામાં સંતાઈને રહેવું પડ્યું હતું તેથી
ભક્તરાજ ઠેકાણું તો ત્રણે ભુવનમાં તમારા જેવા બગ ભક્તોનું નથી તેમજ તમો વળી તમારી
ઓશાણીના કડવા ત્રીજામાં લખ્યું છે કે :—
મંડળીઓએ જુલમી કીધી,
કીધી નાતની
નિંદાએ,
સ્વધર્મનું નિંદન કરે,
તેના કાળા
મોઢા થાએ.
ભાઈશ્રી અમો મંડળીઓ—સુધારકો એ શું જુલમી કીધી છે?
જુલમી તો તમો ભકતડાઓએ કીધી છે કે જેને પુરી ગાંડ ધોવાની પણ
ખબર નથી ને ભક્ત બનીને બીજાના પાસે પુજા કરાવો ને વહુ દીકરીઓની લાજ લુંટો છો ને
ઉપરથી ડરાવો છો કે, સ્વધર્મનું નિંદન કરે તેના કાળાં મોઢા થાય શાબાશ ઉજળા
મોઢાવાળા ભાઈશ્રી તમોને અને તમારા ગુરૂ સૈયદને અરે ભક્તરાજ મંડળ વાળા તો પોતાના
ઘરના નાણાં ખર્ચીને તમારા જેવા જુલમી ભકતડાઓને અને અંધશ્રધ્ધાળુ આગેવાનોને ચેતવણી
આપી રહ્યા છે કે ખબરદાર ચંડાળો હવે ચેતીને ચાલજો જ્યારે તમો ભકતડાઓને આગેવાનો આજે
પણ જેઓ તમારી પોલને જાણી ગયા છે તેઓને હમણા પણ ડરાવી રહ્યા છો,
કે જો બોલશો તો તમોને નાત બહાર મુકાવશું. અરે ભાઈ નાત બહાર
તો તમો પીરાણા પંથી જ છો તેની તો તપાસ કરો કારણ કે જુઓ તમારો છાંટો લેવામાં આજે
દરેક કોમ અચકાય છે અરે પ્રતિબંધ પણ કરે છે કે પીરાણા પંથી કણબીઓ મુમના મુસલમાન છે
તેથી તેનો કોઈએ છાંટો લેવો નહીં. આ વાતનો તમોને તો અનુભવ નહી હોય,
કારણ કે તમો તો તમારું ઘર સાફ રાખી બેઠા છો તેથી કોઈ અતિથિ
આવે જ નહી તેથી તમોને ખબર ન પડે પણ પરદેશ વસતા તમારા પીરાણા પંથી ભાઈઓને પુછી જુઓ
કે કેટલી હદ સુધી અડચણ પડે છે તેઓ નારાજ છતાં પણ તમારા જુલમથી તમારું પીરાણા
પંથનું પાવળ પીએ છે અને તમોને રોજ જે કહે છે તે તમારા જેવા કાળા મોઢાવાળા જ સાંભળે
બાકી બીજાની તાકાત નથી. હવે કડવા ત્રીજામાં તમો લખો છો કે
ઠોલીઆ જાણે નાત નમાવું,
અહંકારે ઉભરાએ,
જ્ઞાતિ ગંગાના પ્રવાહ પાસે,
ઠોલીઆ સાધાણ
થાએ.
હા, અમો સુધારકોને હજુ પણ અહંકાર છે કે જરૂરથી અમો અમારા
પાટીદાર ભાઈઓને પીરાણા પંથ રૂપી અઘોર વનમાં તમારા જેવા લુંટારુંઓથી લુંટાતાં
બચાવશું તે જરૂરથી જ આજે અમો જે કોશિશ કરી રહ્યા છીએ તેથી તમો પીરાણા પંથના કુલ
ભગતડાઓ કાકાઓ અને સૈયદોને થર થરાટી આવી ગઈ છે અને તેના ફળ ચાખવાં પડે છે તેમજ હજી
વધારે ચાખવાં પડશે જ. જ્ઞાતિ ગંગાનો પ્રવાહ છે તેથી અમો તે પ્રવાહમાં ભળી ગયા છીએ
પણ સાંધણ રૂપ તો ફક્ત તમો પીરાણા પંથી જ રહ્યા છો.
આગળ જતાં તમો કડવા ચોથામાં લખો છો કેઃ—
નાતિ નિંદે તે નરકે પડે,
તે તો મહા
દુષ્ટ કહેવાય,
નાતની ફીટકાર જેને લાગે તેનું નિષ્ટે ભુંડું થાય.
હા ! ભાઈ નાતની ફિટકાર જેને લાગે તેનું નિષ્ટે ભુડું જ થાય છે. જુઓને નાતની
ફીટકાર તમોને જ લાગી છે કે જેથી પોતાના ઘરબાર મુકી બાપના નામને બોળી બેઠા છો અને
ગામો ગામ ફરીને કુતરાની માફક પેટ ભરો છો. આથી શું બીજી કોઈ ઓછી ફીટકાર છે ! વળી
તમારી ઓશાણીના કડવા પાંચમામાં તમો લખો છો કે :—
નાતને નમીયા તે પ્રભુને ગમીયા,
નાત સામા જે
થાય
દેવ ગુરૂની નિંદા કરે તે,
ફુભી નરકમાં
જાય
અમો પણ એ જ કહીએ છીએ કે તમો દેવ બ્રહ્મા,
વિષ્ણુ, મહેશની નિંદા કરી રહ્યા છો જુઓ તમારા પીરાણા પંથના દશમાં
અવતારના પટોળામાં.
તેમજ બુદ્ધા અવતારમાં લખ્યું છે કે પાંડવોના દ્વારે શ્રી વિષ્ણુ નવમા અવતાર
બુધ કોઢીયાનું રૂપ લઈને ગયા હતા અને ત્યાં પાંડવોને યજ્ઞ કરતાં જોઈને તેને કહ્યું
કે આમ તમારા પાપ નહિ ઉતરે પણ ગાયને વરોંધો અને તેના જુદા જુદા અવયવને ઉપાડીને દીલી
હશનાપુરના ચોટા ચોટે ફરો. અરેરે ! ભાઈ લાલજી આવી આવી દેવની નિંદા લખતા તમારા ગુરૂ
ઈમામશાહના હાથ કેમ કપાઈ ન પડ્યા અને તેજ ઉપદેશ વાંચનાર ભકતડાઓ તમારી જીભ કેમ નથી
કપાઈ પડતી અરે ભાઈ હિન્દુના પવિત્ર દેવ દેવતાઓની નિંદા કરો છો તેથી તમારા માટે તો
નરક પણ કુભી નરક તૈયાર છે. તૈયાર.
આગળ કડવા છઠ્ઠામાં લખો છો કે
નાતે મરીએ નાતે તરીએ,
નાતને લાગીએ
પાય
નાતનું ચર્ણામૃત જો લઈએ,
તો ગંગાજીમાં
નાય.
આ કડવું તમો લખ્યું છે પણ સમજ વગર જ કારણ કે તમો કહો છો કે નાતનું ચરણામૃત જો
લઈએ તો ગંગાજીમાં નાય. ભાઈશ્રી નાતનું ચરણામૃત તો તેને ઠેકાણે રહ્યું પણ તમો તો
તમારા બાવા ઈમામશાહની કબરને ધોહીને તેના પાણીનું ચરણામૃત લ્યો છો તેથી શું તમારું
ચરણામૃત તે જ છે ! કે જે કબર ઉપર દરેક જ્ઞાતિના માણસો જાત જાતની થાળો લઈ આવીને
ચડાવે છે તે પણ આખા વરસ સુધી જેટલો મેલ જમાં થાય છે તેને એક દિવસ ધોહીને તેની
મેલની ચરણામૃતની ગોળીઓ બનાવો છો જે તમો હંમેશા પીવો છો અને તેને ગંગાજીનું ફળ થયું
માનો છો. ખરેખર ગંગાજી પણ હમણા જે પીરાણામાં સૈયદ મીરૂના વાડામાં ગટર ગંગા નીકળી
છે તેમાં જ નાવાનું ફળ થતું હશે. તેથી વધારે તો નહિ તેમજ તમો પાને પાચમે કડવા આઠમા
લખો છો કે
કુળ ધર્મની નિંદા કરે,
તે નિશ્ચય
નરકે જાય,
કૃતધ્ની તે દેવનો કહીએ ગુરૂનો ગુનઈ થાય.
હવે કહો જોઈએ તમો તમારું કુળ ધર્મ શું મુસલમાની માનો છો?
અરે ભાઈ શ્રી કાંઈક તો આંખ ઉઘાડો. તમો કણબી છો તેનું તો ભાન
રાખો. કુળ ધર્મની નિંદા અમો કરીએ છીએ કે તમો?
જરાક તો વિચારી જુઓ ! આમ છેક ગધેડાની માફક ભોં ભોં ભુકતા
તમોને લાજ નથી આવતી? કે “કુળ ધર્મની નિંદા કરે તે નિશ્ચય નરકે જાય” અમો ક્યાં ના
કહીએ છીએ, અમો પણ કહીએ છીએ કે જરૂરથી તમો જશો જ. કારણ કે પોતાનું
હિન્દુ ધર્મ મુકીને પીરાણારૂપી ઈસમાઈલી ખીચડીયા પંથના પુજારી બન્યા છો તેથી નરકમાં
તો નિશ્ચય જશો જ સમજ્યાંને !
વળી તમો તમારા જોશમાં કડવા નવમા લખો છો કે :—
વિચારો તો વાત છે ઘણી ધર્મ મેલે હદ થાયે,
અમો પણ તમો પીરાણા પંથીઓને કહીએ છીએ કે “વિચારો તો વાત ઘણી જ છે” કારણ કે તમો
જે હિન્દુને પોતાનું હિન્દુ ધર્મ મુકીને અર્ધદગ્ધ ઈસમાયલી પીરાણાપંથને પાળવા મંડી
પડ્યા છો. બ્રાહ્મણ, સાધુ, દેવ ને મુકી કરી મુસલમાની કબરોની પૂજા કરો છો. અરે ! ભાઈ
લાલજી હવે તો હદ થાય છે કારણ કે એક ધર્મ મુકીને બીજું માનવું—સ્વીકારવું તે ખરેખર
બીજો બાપ કરવા બરાબર છે તેમાં તલમાત્ર પણ ફેર નથી. જો બીજો બાપ કરે તો તે વર્ણશંકર
પણ જરૂરથી જ કહેવાય, કેમ સાચું છે કે નહિ બોલો જોઈએ.
તેમજ વળી આગળ તમો કડવા દસમાં લખો છો કે :—
વર્ણ ધર્મ સૌ પોતાનું પાળે સાચો તે કહેવાય,
ધર્મ મેલીને ફરતા પરે,
બેહરીયા તે
કહેવાય.
અમો ક્યાં કહીએ છીએ કે વર્ણ ધર્મ પોતાનું પાળે તે ખોટું કહેવાય. અમો પણ તેજ
કહીએ છીએ કે જે પોતાનો વર્ણ ધર્મ પાળે તેજ સાચો કહેવાય છે. હવે કહો જોઈએ તમારો
વર્ણ ક્યો? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર? જો આ ચાર વર્ણનો જ તમારો વર્ણ હશે તો તે અમારા કહેવા મુજબ
હિન્દુ ધર્મ જ પાળવો પડશે જ. તેમ નહિ ને બીજા કોઈ મુસલમાની તુરી ફકીરીનો હશે તો તો
તમો જાણો. પણ અમો એટલું તો જરૂરથી જાણીએ છીએ કે તમો કણબી છો તેથી તમારા કહેવા મુજબ
ધર્મ મેલી દોડતા ફરે બેહરીયાતે કહેવાય આ વાત સાચી છે કે નહિ જુઓ કે તમો તમારું
પોતાનું હિન્દુ ધર્મ મુકીને ઈસમાયલી પંથ પાળો છો. તેથી તમો પોતે જ સમજી લ્યો કે
બહેરીયા — વર્ણશંકર કોણ છે? અમો તો માનીએ છીએ કે જેણે પોતાનું હિન્દુ ધર્મ તજીને બીજા
ભાઈઓને તજાવવાની કોશિશ કરે છે તેજ બહેરીયા — વર્ણશંકર છે,
તમે પોતે જ છો.
જુઓ કે તમો તમારી ઓશાણીના કડવા ૧૨ બારમાં લખ્યું કે
ઠોલીયા નાતમાં નરકંશ થયા,
ધર્મને કીધુ
પાયે,
ઈમામ જેનાં ઉડી ગયાં,
નાતમાં નર કંશ
થાયે
અમો તમોને પુછીએ છીએ કે નાતના નર કંશ કોણ?
અમોને તો તમો ઠોલીયા કહો છો પણ ખરી વાત કહેવા દીયો તો અને
તમારી છાતી ઉપર હાથ રાખીને વિચારી જુઓ તો ઠોલીયા તો તે કહેવાયા કે જે માબાપ કે
પોતાના ઘરના બાયડી છોકરાંને કમાવી ખવરાવતાં જેને કાટા લાગે તેથી તેને તજીને ભગવા
લુગડાં પહેરે ભગતડા બનીને બીજા ભાઈઓની બેન દીકરીના શીયળ લુંટે અને વળી પોતાની પુજા
કરાવે છે તેને ઠોલીયા ભામટા વિગેરે કહેવાય છે હવે ઉપરના લક્ષણ તો આપશ્રી માનમાં
બધાં એ છે જુઓ સાંભળો તમો પોતાના બાયડી છોકરાંને રખડતાં મૂકી માતા પિતાના ઘરને
તાળું મારી ભગતડા બન્યા છો વળી પોતાની પુજા કરાવો છો તેમ પારકી સ્ત્રીઓના ઉપર નજર
પણ બહુ જ મીઠી રાખો છો જે હવે અમો નથી કહેતા તે તમો પોતે જાણો છો જ તેથી અમારા
ભુધારક તો શું હોલીયા લોફર અને જ્ઞાતિના નરકંશ તો તમો પોતે જ છો.
વળી આગળ તમો કડવા ચૌદમાં લખો છો કે :—
વિના પગે પાયો આદરે,
અંતે અધુરો
થાએ,
ગોઠ વિનાના જાનૈયા થઈએ,
ગીતાં તે કોના
ગાએ
ભાઈ લાલજી ! અમારા અરે ! આખી જ્ઞાતિના આદ્ય સુધારક ભાઈ નારાયણજીએ આથી આગળ વીસ
વરસ પહેલાં કહી દીધું છે કે ભાઈઓ આ પીરાણાપંથ પાયા વગરનો છે,
અધુરો છે ન હિન્દુ કે ન મુસલમાન છે માટે તમો ચેતો નકાં
જ્યારે જમાનો સુધરશે અને તમારા પીરાણા પંથની ખબર પડશે ત્યારે ગોટ વિનાના જાનૈયાની
માફક તમો પણ ધર્મ વિનાના થઈ રહેશો ને આખી દુનિયામાં હડધુત થશો,
આ વાત આજે તમોને પણ સાચી લાગતી હશે,
કહો જોઈએ ગોટ વિનાના જાનૈયા થઈ રહ્યા છો કે નહિ?
એક તો ઘરબાર તજ્યાં,
બાયડી છોકરાં રઝળાવ્યાં અને પીરાણા પંથ પણ તુટવા મંડ્યો છે.
તેથી હવે ન ઘરના કે ન ઘાટના રહ્યા છો. કારણ કે ન હિન્દુ ધર્મ પાળો છો કે પછી ન
મુસલમાન થાઓ છો. ફક્ત ધોબીના કુતરાની જે વલે થાય તેજ સ્થિતિ તમારી છે. તેથી અમોને
તો તમારી બહુ જ દયા આવે છે કે ગીત કોના ગાશો તમારા કે તમારા પીરાણા પંથનાં.
તમો કડવા સોળમાં લખો છો કે
અનેક અવગુણ અપરાધી હોય,
નાતને આધિન
થાએ,
નાતને ચરણે શિશ નમે તો,
કોટી કર્મ મટી
જાએ
અમો પણ આપને એ જ સલાહ આપીએ છીએ કે હવે તમો આજ દિવસ સુધી જે કંઈ કર્યું તે
મુકીને વળી પાછા જ્ઞાતિના ભાઈઓને પાય પડો કે જેથી તમારું ક્યાંક ઠેકાણું થાય અને આ
પીરાણા રૂપી ફાંસી તમારા ગળામાંથી છુટી જાય અમારી તો આ સલાહ છે પછી તો તમો જાણો.
વળી પાના સાતમાં કડવા વીસમામાં લખો છો કે
ભક્તિનું તો ભાન ભુલીને,
ભાષણ કરવા જાએ,
કણબી કુળમાં દાણવ પાક્યા,
કરમના કાળાએ
ભાઈ વાત સાચી છે આજ દિવસ સુધી જ્ઞાતિના સુધારક ભાઈઓ ભાષણ કરે છે તેને જોઈને
તમો પણ પોતાના કાગ સ્વર કાઢવા તો ગયા પણ તેટલામાં તમારા કાળાં કર્મ તમારા મોઢા આગળ
આવીને ઉભા રહ્યા જેથી આજે આખા જગતમાં પાધરા થયા છો કે પાટીદાર જ્ઞાતિમાં દાણવ તમો
જ છો.
વળી તમો કડવા એકવીસમાં લખ્યું છે કે
ભાન પોતાનું ભુલી ગયાને,
અહંકારે ભરિયા
એ,
ખરી ખોટ તો કાઢી નહિ,
માથે ઉજળા કેમ
થાએ.
અમો પણ તમોને કહીએ છીએ કે તમો છેક તમારું ભાન ભુલીને (હિન્દુપણું મુકીને)
અહંકારથી રાગ કાઢીને ભુકવા મંડ્યા પણ જે ખરી ખોટ તમારામાં છે તે તો તમોએ કાઢી નથી
તેથી સુધારકોની જેમ તમારાથી ભાષણ નહિ થાય અને ઉજળા નહિ કહેવાયા સમજ્યાને !
આગળ કડવા બાવીસમાં તમો કહો છો કે
ધર્મ મેલે તે દેવથી ટળે,
એનું મુખ
જોયું નવ જાએ,
ધિક્ક જાનની સિદ જાઓ તે?
ભાર ભુમિને
થાએ
કોણ કહે છે કે દેવથી નથી ટળતો અમો તો આગળ વધીને કહીશું કે દેવથી તો શું પણ તે
મનુષ્યથી પણ ટળે છે કારણ કે જે માણસને પોતાના સ્વધર્મનું ભાન નથી અને બીજાના
શીખવ્યાથી તેના ધર્મના વખાણ કરી અજ્ઞાન ભાઈઓમાં ભગતડા બનીને લુંટી ખાય છે તેથી અમો
પણ કહીએ છીએ કે એની એટલે તમારા જેવા લુંટી ખાનારા ભગતડાઓની માતાઓએ શા માટે તમોને
જણ્યા વાંઝણી કેમ ન રહી કે જેથી આવા બિચારીને મેણા તો ન ખાવા પડ્યાં હોત,
વળી કડવા તેવીસમાં લખ્યું છે કે
ધર્મનો તો મર્મ ના જાણ્યો,
વેદ પુરાણ જે
ગાએ,
બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂઠ્યા,
તેને તો
દેવીને દેવતાએ.
હવે કહો જોઈએ તમો ધર્મનો શું મહિમા જાણ્યો છે?
કે જે ધર્મ વેદ બતાવે છે જેને સનાતન વૈદિક ધર્મ કહેવાય છે.
તેનું કાંઈ આચરણ તમોએ જાણ્યું છે ના નથી જાણ્યું,
તેથી જ તમોને દેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ રૂઠ્યા છે કારણ કે કહેવત છે કે ગો મરનારી થાય ત્યારે
કુવે પડવા જાય છે તેવી જ રીતે તમારા પાપ ભરાઈ રહ્યા છે અને તમારા કુટણપાના દિવસ
પુરા થયા છે ત્યારે જ અમો સુધારક ભાઈઓની તમો છેડ કરી રહ્યા છો પણ ખબરદાર ! રહેશો
કે આ તો તમોને જવા દઈએ છીએ પણ જો બીજી વખત તમો કાંઈપણ બોલ્યા તો તમારું પોત બિલકુલ
પાધરું થઈ જશે એ ખચિત માનશો.
તમો આગળ કડવા ચોવીસમાં લખો છો કે
સદ્ વિદ્યા તો સતીયા જાણે,
ઉધા જાણે
અવિદ્યાએ,
કુવાડો ખણી તેને કાંધે બેઠા,
શ્રી શારદાજી
તો માએ.
અમો પણ એમ જ કહીએ છીએ કે જ્ઞાતિમાં ભાષણો દેવા જ્ઞાતિમાં ખોટા કામો કરનારને
તેના મોઢે ચોખ્ખું કહેવું અને જ્ઞાતિ ભાઈઓને પ્રપંચીઓ,
ધર્મલુંટારુંઓ, દાંભિકોના હાથમાંથી મુકાવવા તે સતીયા સુધારકોનું કામ છે.
કાંઈ તમારા જેવા ભગતડાઓનું નથી કે જેઓ પોતાના હિન્દુ ધર્મના દુશ્મન બનીને બીજાને
બનાવવાની કોશિશ કરે છે. તેની કાંધ ઉપર તો ખરેખર શારદાજી કુહાડો તો શું પણ તેથી પણ
વધારે તલવાર લઈને બેઠાં છે બોલ્યા કે તેના તો બાર જ વગાડી દે. જુઓને તમોએ તો
થોડુંક કહ્યું પણ શારદાજીએ તમોને સલાહ આપી કે તમો સૈયદ પાસે જાઓ અને તેને છપાવો
તેથી તમોએ તે છપાવ્યું ત્યારે જ આજે આમ હડધુત થાઓ છો. કાંઈ અમથા નથી થતા શારદાજીનો
પ્રતાપ છે સમજ્યાને !
વળી તમો ઓશાણીના પાને ૮ મે કડવા પચીસમાં લખો છો કે :—
શોધી શસ્ત્ર જુએ તેને,
ખરી ખબર તો
થાએ,
સતપંથની જેને સુદ્ધ નાંવી,
બુદ્ધ વિના
ભટકાએ.
આ તો તમોએ ખરેખર સાચું કહ્યું છે કે, શોધી શસ્ત્ર જુએ તેને ખરી ખબર તો થાયે. અરે !! પીરાણા પંથના
ભક્તરાજ તમોને તમારા બાવા ઈમામશાહના કસમ છે કે કહો જોઈએ તમો પીરાણાના શાસ્ત્રો કોઈ
દિવસ પણ વાંચીને વિચારી જોયાં છે ! અમોને તો પાક્કી ખાત્રી છે કે તમો તો શું પણ
પીરાણા પંથને માનનારા તમારા જેવા બીજા કેટલાએ ભગતડાએ નથી જોયા ને જોયાં હશે તો તે
ફક્ત પીરાણાની પુજાની લાણ પ્રસાદી ખાધા પુરતાં જ તેથી ભાઈ શ્રી તમોને તો પીરાણા
પંથનો નશો ચડેલો છે તેથી તમારી મરજીમાં આવે તેમ બક્યા જાઓ છો તમો શું બોલો છો
તેટલુંએ તમોને ભાન છે તે તો કહો?
આગળ જતાં કડવા સતાવીશમાં લખો છે કે
લાંગ પેરેને લુગી બાંધે,
હોય આગળ જુલ
ફાએ,
નાતિ પહેરવેશ મેલ્યો તેથી,
અળખામણા
દેખાએ.
ભાઈ ! લાંગવાળું ધોતીયું પહેરવું અને લોગીકે કોઈ પણ જાતની રેશમી કે સુતરાઉ
પાઘડી બાંધવી તે તો દરેક મનુષ્યનો પહેરવેશ છે તેમ ધોતીઓ પહેરીને તેની લાંગ (કછોટો)
વાળવો તે દરેક હિન્દુનો ધર્મ છે. તેથી બીજા કોઈ પણ હિન્દુ ભલે કહે કે એ રિવાજ ખરાબ
છે? ખરાબ તો તમો જેવાને લાગે છે કે જેઓ પોતે હિન્દુમાંથી મુસલમાન બનવાને તૈયાર છે
તેને અને જેઓ સૈયદોના એઠાં વાસણ ઉપાડનાર તેમજ તેમની વધેલ એઠના પાણીના ચરણામૃત
લેનારને જ ખરાબ લાગે છે. ભાઈ લાલજી !! તમો તો શું ગાંડા થઈ ગયા છો કે કાંઈ તમારી
ડગળી ખસી ગઈ છે કે જેથી આમ છેક લાજ મુકીને મુસલમાન બનવા બેઠા છો વિચારો ભાઈ વિચારો
તમારા લખણ એવાં છે કે જો કોઈ હિન્દુ મહાજનને ખબર પડશે તો તમારો તો શું પણ બીજા
પીરાણા પંથી ભગતડાઓનો છાંટો સરખોએ નહિ લે સમજ્યાને?
તમો આગળના કડવા અઠ્ઠાવીશમાં લખ્યું છે કે,
ઘડીયાળ જેના ગુજામાંહે,
અહંકારે ભરીઆ
એ,
આંદ અંતના કણબી તે તો,
વાણીયા કંઈ
પેરે થાએ.
અરે ભાઈ ! આટલી બધી તમારી અદેખાઈ? કે કોક બિચારા ભાઈના ખીસ્સામાં ઘડીયાળ તમો દેખી ગયા. તો પણ
તમારાથી શું ન જોઈ શકાયું ! ભાઈ ! ઘડીયાળ રાખવાથી અહંકારી થતા હશે તો તમારા બાપા
સૈયદો અરે જે તમારી ઓશાણી છપાવી આપનાર તમારા જેવા બગ ભક્તોનો ગુરુ સૈયદ બાવા સાહેબ
અહેમદઅલી ખાકી પણ ઘડીયાળ રાખે છે. તેથી તે પણ શું તમારી નજર આગળ અહંકારી નફ્ફટ
જોવામાં આવે છે? અરે ગુરૂને કાંક ગુદરો કહો જોઈએ આ વાત કેવી છે?
અમો તો જે ભાઈઓ પોતાના શોખના ખાતર ઘડીયાળ રાખે છે તેને
અહંકારી કે લોફર તરીકે નથી ગણતા પણ જેઓના આચરણ તમારા જેવાં હોય છે અને નીચ કંધા
કોટણ છે તેને જ લોફર ગણીએ છીએ.
તમો કડવા ઓગણત્રીસમાં કહો છો કે
વાણીયા થાવા વિચાર કરે,
ધર્મ મેલીને
જાએ,
સ્વધર્મ મેલી બીજું કરે,
તેને બાપ બીજો
કહેવાય.
અરે ! ભાઈ ! વાણીયા તો શું પણ તેથી એ આગળ આપણા પાટીદારો પહોંચી ગયા છે તેનું
તમોને કાંઈ ભાન છે જુઓને આપણી પાટીદાર જ્ઞાતિના વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ,
વલ્લભભાઈ પટેલ અને આખા સૌરાષ્ટ્રનો શીરતાજ ગોપાલદાસ અબાઈદાસ
દેસાઈ અરે ! ખુદ આપણી કચ્છવાસી પાટીદાર જ્ઞાતિનો ઉદ્ધારક વીર કેસરી શ્રી નારાયણજી
રામજીભાઈ આજે આપણા દરેકના હૃદયમાં રમી રહ્યો છે જે તમોને પોતાથી બનતી તનતોડ મહેનત
કરીને પીરાણા પંથીઓને પાપી પંથમાંથી છુટાડવાની કોશિશો કરે છે,
કાંઈ તમારા જેમ બાપના કુવામાં પારેવા—કબુતરની માફક ગુ ગુ
કરીને બાવો કહે તે શું સત્ માનશે ! આપણે હિન્દુ છીએ તે તો એક નાના છોકરાને પુછશો
તો તે પણ કબુલ કરશે ફક્ત નહિ કરે તમારા જેવા સૈયદોની એઠ પીનારા હશે તેજ તેથી
હિન્દુ ધર્મ મુકીને જે ઈસમાયલી ખીચડીયો પીરાણા પંથ પાળે છે તેણે જ બીજો ધર્મ લીધો
કહેવાય છે. બીજો બાપ કર્યો કહેવાય છે સમજ્યાંને ભક્તલાલજી ભાઈ !!
તમો કડવા ત્રીસમાં લખ્યું છે કે,
દાદા પરદાદા એ ધર્મે ગયા,
જ્ઞાતિ પિતાને
માએ,
દીકરા તેના દાણવ થયા,
કુળમાં કાફર
થાએ.
ભાઈ લાલજી અમો પણ તેજ કહીએ છીએ કે પોતાના બાપદાદા અને આખી જ્ઞાતિના માણસો જે
રસ્તે ચાલી ગયા છે શાસ્ત્ર પ્રમાણે જે જે રિવાજ બાધ્યા છે તે મુજબ ચાલવું જોઈએ
કાંઈ તમારા જેમ નહિ કે. પરણે ત્યારે પીરાણાના પાટ આગળ દીવો કરી મોઢું બાંધીને મુખી
જે બબડે તેજ લગ્ન વિધિ માની લેવું અને મુડદાંને હિન્દુ રિવાજથી વિરુદ્ધ દફનાવી
દેવું એ જ તમારો ધર્મ અરે આવા ધર્મને પાળવો કે જે ધર્મ ન હિન્દુ કે ન મુસલમાનીમાં
ગણી શકાય તેથી ભાઈ કાફર તો તમારા જેવો ધર્મ પાળનાર પીરાણા પંથી જ છે.
આગળ કડવા એકત્રીસમાં તમોએ લખ્યું છે કે :—
જ્ઞાતિ ધર્મની નિંદા કરી,
પુરા પાપી એ
થાએ,
જમી અસમાનમાં સગ્રે નહિ,
તે તો નિશ્ચે
નરકે જાએ
આ તો ખરું કહો છો જમીન આસમાન ક્યાંથી સંગરે જેણે પોતાનો હિન્દુ ધર્મ મુકી અર્ધ
ઈસમાયલી ખીચડીયા પંથને પાળ્યો હોય તેને જમીન આસમાન પણ નથી સંઘરતાં તે સાચી વાત છે.
જુઓને કેટલાક તમારા જેવા ભગતડાઓના મુડદાંને કાગડા કુતરાં ફાડી ખાય છે ત્યારે તમોને
સ્વર્ગ ક્યાંથી હોય તેઓને તો નરક છે જ સમજ્યા ને!
વળી તમો ૩૨—૩૩—૩૪ એમ ત્રણે કડવામાં જે નિંદા સંબંધમાં લખો છો તો તે સંબંધે
તમોને પુછીએ છીએ કે તમો જે ઘડી ઘડી નિંદા નિંદા કરી રહ્યા છો તે નિંદા તમો કોને
કહો છો તે તો કહો ! અમો તો જે જેવું હોય તેને તેવું કહેવું તેજ સત્ય માનીએ છીએ.
નિંદા તો તમારા જેમ ભુકે છે તેને જ કહેવાય છે. સમજ્યાને બંધુ ! અમો આપને સલાહ આપીએ
છીએ કે નિંદા કરવી હવે મુકી દ્યો અને પોતાની જ્ઞાતિને પાયે પડો નકા તમારું કોઈદી
ભવે ભલું નહિ થાય.
કડવા છત્રીસમાં તમો લખો છો કે :—
ગુરૂ વચન ગ્રહણ ન કીધો,
આપે ડાહ્યા
થાએ,
જમ તેડા તે શિર મારે,
જમપુરી લઈ
જાએ.
ભાઈ તમોએ તો તમારા ગુરૂના વચનને ખૂબ ગ્રહણ કીધો છે. નથી કીધો તો બીજા પીરાણા
પંથીએ કારણ કે તેઓ તમારા માફક બાયડી છોકરાંને રઝળાવીને જો ગામે ગામ ગોદા ખાય તો
ગુરૂ વચન ગ્રહણ કર્યો કહેવાય નકા તો ગુરૂના ગુના થાય છે. અરે ભાઈ તમારા ગુરૂ
ઈમામશાહે તો તમોને સુન્નત કરાવવાનું કહ્યું છે જુઓ તો હવે તમોએ તે કરાવી છે નથી
કરાવી તો હવે જરૂરથી જમના જોડા તમારે શીર પડશે જ સમજ્યા !
વળી તમો કડવા સાડત્રીસમાં લખો છો કે :—
ભાષણ કરતાં ભાન ભુલીને,
મનખો ત્યાં
ગુમાએ,
ધર્મ મેલી ઓળાતા ફરે,
અવળી વાટે
અથડાએ.
ભાઈઓ અમો આગળ પણ કહ્યું છે ને વળી પણ કહીએ છીએ કે જ્ઞાતિ સુધારાના કામ કરતાં
અમારું આ સ્થુલ શરીર જો ગત થાય તો પણ અમોને તેની ચિંતા નથી પણ આપને જ તેનો ખ્યાલ
કરવો જોઈએ કે ભાષણ કરવાના બદલામાં તમો આટલા બધા રાગ મુકીને ઓશાણી છાજીયા ગાયો છો
ને તમારો અમૂલ્ય વખત ગુમાવો છો તેથી તમારું ભલું નહિ થાય અને તમોને જમના જોડા પડશે
જ કારણ કે તમો પોતે પારકું ખાઈને તેનું જ ખોદો છો તેથી જમરાજના દ્વારે ન તમારા
સૈયદો આડા આવશે કે ન તમારો બાવો ઈમામશાહ આડો આવશે સમજ્યાને ! ત્યાં તો તમારા માટે
જમપુરી તો તૈયાર જ છે માટે તે સંબંધમાં જેટલા ભાથાં બાંધવા હોય તે બાંધી લ્યો.
વળી તમો કડવા આડત્રીસમાંએ લખ્યું છે કે
ચાલ પોતાની મેલી કરી,
ચોરીએ ચડવા
જાએ,
હોલી ફેરા સર્વે ફરીયા,
મનમાં રાજી
થાયે.
વાહ રે ભગત રાજ ! ચોરી બાંધી વેદ વિધિથી લગ્ન કરવા તેને તમો હોલી ફેરા માનો છો
એ પણ ઈમામશાહનો જ પ્રતાપ છે ભાઈ નકા કદી પણ હિન્દુ તે પણ કણબી થઈને આમ છેક
મુસલમાની કબુલ કરે? એ હવે અમારાથી સહન થતું નથી. અરે ! ભાઈ તમારી આંખો ખોલો અને
પીરાણાના પાવળના ગેનમાંથી હવે જાગો જાગો નહીંતર હવે નિશ્ચય તમારું તો ભુંડું જ
થવાનું — સત્યાનાશ જવાનું છે અને આખી પીરાણા પંથી પાટીદાર કોમ ફીટી મુમના મુસલમાન
કહેવાશો તેમજ તમો કડવા ઓગણચાલીસમાં લખો છો કે
દેશ તેવો વેશ કરીએ,
સર્વેને
સહોવાય,
અતિઘણું અભિમાને કરીએ,
તો હે હેકાર
થાયે.
તમો જે કહો છો કે દેશ તેવો વેશ કરીએ તો કહો જોઈએ શું કચ્છ દેશ એવો છે કે જેમાં
મુગલાઈ ટોપ અને અરબસ્તાની આગડી જરૂર જ પેરવી પડે અરે મુરખના સરદાર કાંકતો વિચારીને
બોલ આમ છેક ભાન કેમ ભુલી ગયો છે. વળી તમે કડવા ચાલીસમાં લખ્યું છે કે
પાપ પોતાના પૂણી વળશે,
શિર પોતાને આએ,
આપને ભારે આપ ઝુશે,
તુરત તમાશા તો
થાએ.
તમો લખો છો કે પાપ પોતાના પુણી વળશે આજ દિવસ સુધી અમો પણ એમ જ કહીએ છીએ. તેમજ
કચ્છી કહેવત છે કે કાઠી કાઠી જે ભારશે ઝુરી પોંધી ખરેખર બન્યું છે પણ તેમજ કારણ કે
આજે ત્રણસો વરસથી તમારા સૈયદો આખા કચ્છ દેશના કણબી જ્ઞાતિને લુંટી ખાતા હતા તે ખાસ
તમારા જેવા ભગતડા અને કાકાઓના પ્રતાપથી જ તેઓના પાપ પુણી વળ્યાં અને તમારા ભાગ્ય
ફુટ્યાં તેથી કાકાઓ સૈયદોમાં ઝઘડો જાગ્યો અને આપણી જ્ઞાતિના સુધારક બંધુઓ જાગ્યા
કે જેથી સૈયદો, કાકાઓ અને તમો પોતે જ પોતાને પાપેથી મરવા મંડ્યા છો અને
પીરાણાની ખાખા વિખી થવા માંડી છે એ પણ આપના કહેવા મુજબ જ બન્યું છે. કે પાપ પોતાના
પુણી વળ્યા છે ખરું કે નહિ ભલા?
આગળના કડવા એકતાલીસમાં તમો લખો છો કે
સામા ગામથી સામૈયું આવ્યું,
સામૈયા
સામગ્રી થાએ,
ડ્રેસ પહેરીને પરવાર્યા પછી,
પાસ કઢાવવાને
જાએ.
મામેરાં આવ્યા અને તેની સામૈયાની તૈયારી કરવામાં આવી પણ તેટલામાં અકસ્માતથી
દારૂ સળગી ઊઠ્યો જેથી એકાદ બે ભાઈને શરીરે ઈજા થઈ આમા તો તમો ફુલાઈ ગયા અને કહેવા
લાગ્યા છો કે આ ઈમામશાહે તેમનો દારૂ સળગાવ્યો
પણ અમો તમોને પુછીએ છીએ કે ગામ વિથોણમાં તથા દેવપરમાં,
નખત્રાણામાં અને કાદીયા વિગેરે ગામોમાં બધા બળી ગયા તે વખતે
તમારો બાવો ઈમામશાહ ક્યાં ગયો હતો કારણ કે તે તો બિચારા સૈયદની એકનાં ખૂબ ચરણામૃત
લે છે, પીરાણાની પાવળની ગોળી પણ ખૂબ પીવે છે છતાં પણ બળી ગયા તે
વખતે તમારો ઈમામશાહ શું પછેડો ઓઢી સુઈ ગયો હતો ! તે તો કહો ! ભાઈશ્રી તમો વિચાર તો
કરો કે સુધારાવાળા અરે આખો હિન્દુ સમાજ તમારા પીરાણા પંથને કોદાળી પાવડા વતી ઉખેડી
નાખવા મંડ્યા છે તો પણ તમારો ઈમામશાહ કાંઈ બોલતો નથી અને તમો સમજતા નથી કે તમો
ચલાવેલ પીરાણા પંથ ખોટો છે અરે ભાઈઓ આજે આખી દુનિયામાં તમારી ફજેતી થાય છે ત્યાં
તમારી સહાય કરવા તે આવતો નથી તે આખરને દહાડે તે શું તમારું ધોળશે તે તો વિચારો?
તમો ઓશાણીના કડવા ચુમાલીસમાં લખો છો કે
પોકારને ઘેર પોક પડીને,
મોકાણની કેણ
જાય,
માથું ફુટવા સરવે મલિયા,
અવળા મંગળ
ગાય.
ભાઈશ્રી કહો જોઈએ તમો નુખે કેવા છો ! અમારા સાંભળવા મુજબ તમો પણ પોકાર છો તેથી
તમોને પોતાને જ પોતાનું સ્વરૂપ યાદ આવે છે અરે ભક્તરાજ અમોને તો લાગે છે કે તમારે
ઘેર રોજ પોક પડતી હશે. કારણ કે તમારા સ્વર્ગસ્થ માતા પિતાના આત્મા તમારા ઘરને
લાગેલા તાળાં જોઈને પોક નાખતા હશે તેમ તમારા સગાં સંબંધીઓ તમોને તમારા શરીરે
અલમસ્ત ગધેડા જેવા જોઈને જરૂરથી પોક નાખતાં હશે. કમાઈ ખાવામાં હાડ હરામના થવાથી
બાપના નામને બોળીને માગી ખાવા લાગ્યા છો તેથી તે પોક નાખે તે પણ વ્યાજબી છે તેથી
ઉપરનું કહેવું તમારું જે પોકારને ઘરે પોક પડી તે બરાબર છે. ભાઈ શ્રી અધર્મ કોઈનો
ચાલતો નથી તે તો તમો જાણો છો છતાં પણ હિન્દુમાંથી મુસલમાન બનાવનાર તમારા ઈમામશાહનો
પંથ ક્યાંથી ચાલે તે તો કહો? જરૂરથી નહિ જ ચાલે.
વળી તમો કડવા ઓગણપચાસમાં લખો છો કે
વીરાણી ને તો વિષ્ણુ રૂઠ્યાં ધર્મને કીધું પાય !
ધર્મમાં જેણે ધાડ ઉઠાડી,
સિદ્ધ જાયા
એની માયે.
બંધુ ! વિષ્ણુને ને તમારે તો સો જોજનનું છેટું છે જેથી તમોને વિષ્ણુનું નામ
લેવાનો શું હક્ક છે ! વિષ્ણુ તો હિન્દુનો દેવ છે. કાંઈ તમારા જેવા અર્ધ મુસલમાનોનો
નથી. અમો તો કહીએ છીએ કે વીરાણીને વિષ્ણુ રૂઠ્યા નથી પણ તેમના ઉપર રીઝ્યા છે
ત્યારે જ તમારો કાકો લખમણ અને તમારા જેવા પેટ ભરું આગેવાનોને ધોળે દહાડે ત્યાંથી
ભાગવું પડ્યું હતું તે પણ વિષ્ણુનો જ પ્રતાપ હતો ભાઈ રૂઠ્યા તો તમોને છેક છતી આંખે
પીરાણાના સૈયદોની વાતો સાંભળીને પીરાણાના પીરની કબરના ધોએલા પાણી પીઓ છો અને તેના
ઉપર ચડાવેલા લાણ ખાઓ છો તેને જ રૂઠ્યા છે સમજ્યાને.
તેમજ વળી કડવા પચાસમાં લખો છો કે
પેરવેશ પાઘડી વાંકી બાંધે,
આંખે માથે
આંટાએ !
દેશનો વેશ મેલીદે જેથી,
દેખાતા
વાળંદીઓએ
પહેરવેશ પાઘડી તો આમ હિન્દુ કોમ પહેરે છે કાંઈ વાળંદ એકલા નથી પહેરતા તેમ
વાંકી પાઘડી તો મરદનો પુરવેશ છે. વાંકી પાઘડીવાળા તમોને ખુંચે છે તે વાંકી પાઘડી
વાળે તમારું શું બગાડ્યું છે તે તો કહો? તેમ મુગલાઈ ટોપ અને અફઘાનિસ્તાનની આંગડી પહેરનારે તમારું
શું ભલું કર્યું છે તે તો જણાવો પાટીદાર પરિષદના રિપોર્ટો તો વાંચો કે તમારા
મુગલાઈ ટોપ પહેરનાર તમારા બાપાઓના કુકર્મોના પાનેપાનાં ભરેલા છે પણ તે તો જોવાની
બુદ્ધિ તમોને ક્યાંથી આવે કારણ કે તમારા ઉપર તો વિષ્ણુ રૂઠ્યાં છે.
આગળ વધીને કડવા એકાવનમાં તમો કહો છો કે :—
હોટલ માંહે હાલતા ફરે,
પીવાને પોતે
ચાયે,
અઢારે વર્ણ એક પીયાલે પીએ,
ભગીથી ભુંડા
એ.
હા, અમો પણ હોટલમાં જનારથી તો વિરુદ્ધ છીએ પણ તમારા કહેવા મુજબ
નહિ કારણ કે હોટલમાં તો હજી હિન્દુ વર્ણ જ આવે છે પણ તમો તો તેથીએ ઉતરી ગયા છો
કેમકે પીરાણાના સૈયદોના જુઠાની પ્રસાદી કરો છો તેમ એઠના ચરણામૃત લ્યો છો તેથી તો
હોટલ સો દરજ્જો સારું છે. સમજ્યાને ભાઈ શ્રી હોટલમાં જનારને તમો ભંગી કહો છો પણ જે
કહો છો તે તમારું કચ્છમાં જ ચાલે છે પણ જો તમો કોઈ સુધરેલા દેશમાં કહેતા હો તો તે
વખતે તમારું શું થાય તે તો તમો જાણો, કચ્છમાં તો તમો ભલે કુવાના કબુતરના જેમ ગુરક્યા કરો તમોને
કોણ પુછે છે.
વળી કડવા બાવનમાં તમોએ લખ્યું છે કે :—
અનમા થઈને ઉંચાચાલે,
એમ મોટા ન
થવાએ,
ત્રાજવે લઈ તોળે તેમાં,
નમીયા તે ભારે
થાએ.
ભાઈ નમીને ચાલવું તે તમો પસંદ કરો છો તેમજ અમો પણ પસંદ કરીએ છીએ પણ ભાઈશ્રી
નમવા નમવામાં ફેર છે સમજ્યા ! તમારા જેવા કુટણોને તો નમીને જ ચાલવું પડે છે કારણ
કે જો નમીને ન ચાલો તો તો તમારા કુકર્મો પાધરા થઈ જાય તેથી તમારે તો નમીને જ
ચાલવું જોઈએ પણ તમો જે નમીને ચાલવાનું કહો છો તેવું નમીને ચાલવા કરતાં તો અમો
મરવું વધારે પસંદ કરીએ છીએ. ભાઈશ્રી ! તેમજ તમારા કહેવા પ્રમાણે ત્રાજવે ગાલીને
તોળે તો તેમાં જે ભારે થાય તેને આપ મોટા માનો છો. એ પણ આપની એક ચતુરાઈ જ લેખાય.
જુઓને ભારેમાં ભારે તો તમારા પીર ઈમામશાહનો ખલીફો મુજાવર કાકો લખમણ હતો તે કેટલો
ભારે હતો તેની કીર્તિ તો દેશોદેશમાં જે ગણાવી છે તે જો કોઈ ભાઈ અમદાવાદની
કોર્ટોમાં તપાસ કરે તેમજ પાટીદાર પરિષદોના રિપોર્ટો અને સુધારકોના છપાવેલા પેપરો
વાંચો તો ખબર પડે તેથી એ વધારે ભારે નેત્રાવાળો કરમશી શીવજી ગેઢેરો છે કે જેનો
ગાંડ ધોવા સુધી હાથ પણ નથી પહોંચતો તેને જો ત્રાજવામાં તોળો તો તમારી આખી નાતને એક
છાબડામાં બેસાડો અને એક છાબડામાં એહરામ ખાઉને મુકો તો પણ તે ભારે થશે. તેથી જ તે
એક નશીલા કણબીને અમો સુધારકો તરફથી રાવણની ઉપમાં આપવામાં આવી છે તે ધણી જરૂરથી
નમીને જ ચાલે કારણ કે શું કરે ! તે હરામ ખાઉને કુદરત જ નમાવે છે તે ગેઢેરાની મોટાઈ
તો તમો પાટીદાર જ્ઞાતિના ગરીબમાં ગરીબ ભાઈઓને પુછો કે (જેના તે રગત ચુસી રહ્યો છે)
તો તમોને ખબર પડે માટે ભાઈ શ્રી આખા કચ્છ દેશમાં ભારે વખાણ તો તમારા માનેલા
મોટાઓના કેવાં થાય છે તે તો તમો પણ જાણો છો તેથી વધારે લખતા નથી.
આગળ કડવા તેપનમાં લખો છો કે :—
નકટા નાતિની રીત મેલીને,
કરિત કરવા જાય,
વોમ કર્યો વિવામાં જેણે તેના વિવા રહ્યા રઝળાએ.
શાબાશ છે બંધુ ! અમો પણ એજ કહેવાના હતા કે “નકટા નાતિની રીત” ખરેખર જે પીરાણા
પંથને આજે સમજી ગયા છે છતાં એ જે પાળી રહ્યા છે તે જરૂર નકટા જ છે માટે એવી નકટાની
નાતના રિવાજ અમારે જરૂરથી મુકવા જ જોઈએ કારણ કે જુઓને જેણે પીરાણાના પાવળના ઘેનમાં
એકની પરણેલી છોકરીને વોમ કરીને પોતાના છોકરાને પરણાવવા ગયો તે ધણી પાછો પોતાના
ઘરના પણ દર્શન ન કરી શક્યો અને ત્યાંથી જ પોતાના વિઆને રઝળાવતો ગયો જે હજી સુધી
ઘરવખરી દેતાં પણ ઠેકાણું નથી થતું. તેજ પ્રમાણે ભાઈશ્રી બીજો વોમ તમોએ કર્યો કે જે
એકદમ કણબી જ્ઞાતિની કવી બની ગયાં પણ તમો તમારી શુદ્ધ ઠેકાણે રાખશો નકાં કવી બનતાં
કદી બીજા કાંઈ ન બની જાઓ.
હવે કડવા ચોપનમાં તો તમો જે કહો છો તે તો સાંભળવા જેવું જ છે.
સોવાર નાતે કહી સમજાવ્યા,
મત પોતાની ન
જાયે,
ગદર્ભર્ની તે પૂજા કરેથી,
ગદર્ભર્ ગાએ
નથાએ.
ખરેખર સો વાર તો શું પણ અમો તો લાખ વાર તમોને સમજાવીએ છીએ કે ભાઈ સૈયદોના
કહેવા પ્રમાણે ન ચાલો કાંક પોતાની મતે જાઓ પણ સમજે જ કોણ ગમે તેટલી ગદર્ભ(ગધેડા)ની
પૂજા કરો પણ કાંઈ ગાય થાય ! કદી નહિ જ થાય તેમજ ભલે પીરાણાના પીરને બ્રહ્માનો
અવતાર તેના દીકરાને વિષ્ણુનો અવતાર કહો પણ તે કદી પણ વિષ્ણુ કે બ્રહ્મા થવાના નથી
તે તો જે યવન વાઢેલા છે તેજ રહેશે. માટે હજુ પણ જો ચેતો તો વખત છે નકા પછે હાથ
પછાડશો ને પસ્તાશો.
આગળ કડવા પંચાવનમાં તમો લખો છો કે
આપ ડાહ્યા તો અતિ થાયે,
નાતનું માનેના
કાયે,
ગદર્ભર્ ગંગાજીમાં નાતાં,
ગાય સમો નવ
થાય.
આ પણ તમોએ સાચું કહ્યું કે, ગધર્વ ગંગાજીમાં નાતાં ગાય સમો નવ થાયે તેમજ ગાય જેવી આપણી
પાટીદાર જ્ઞાતિનો કેટલાક વરસોથી તમારા પીરાણા પંથીઓના ગુરુ સૈયદો સંગ કરી રહ્યા છે
તો પણ કાંઈ પોતાની ગધેડાની ગું ખાવાની રીતને ભુલ્યા છે,
જુઓને તેઓ જ તમારા આપેલા નાણામાંથી કેવા કેવા કર્મો કરી
રહ્યા છે અને હજુ કાકાને નોટીસો આપીને ચોખા માટીના પૈસા પણ માગી રહ્યા છે અને આખી
દુનિયાને ચેતાવી રહ્યા છે જુઓ અમો કણબીના ધર્માદા નાણાનો કેવો ઉપયોગ કરીએ છીએ. અરે
ભાઈઓ. તે ચંડાળો તો તમારો પીછો કદી છોડનાર નથી જ તે તો ઠેઠ જહનમ સુધીના સાથી જ છે
માટે જો જો ચેતવું હોય તો ચેતો આપ ડાહ્યા થવા કરતાં બીજા બે ચાર હિન્દુભાઈઓને પુછી
જુઓ કે અમે જેને બ્રહ્મા માની રહ્યા છીએ તે ખરેખર બ્રહ્મા છે કે પછી બ્રહ્માના
નામથી કોઈ ભઈમાન છે — હંસના પીછામાં કાગ છે.
તમે કડવા ૬૦—૬૧માં લખો છો કે “નાત ધર્મ જેને ખપતું નથી” ખરેખર જેને પોતાની
નાતજાત ખપતીનથી તેને સમજાવે શું થાય જુઓને અમો આજે વીસ વરસથી તમો પીરાણા પંથીઓને
સમજાવી રહ્યા છીએ કે ભાઈઓ જુઓ આપણા બીજા પાટીદાર જે ચૌદ લાખની સંખ્યામાં છે તે
ક્યું ધર્મ પાળે છે તેજ ધર્મ તમો પણ પાળો છતાં પણ તમોને આજ દિવસ સુધી જે પીરાણા
પંથના પાવળનું ઘેન ચડેલું છે તેજ ઉતરતું જ નથી. અમારું કહેવું સાંભળીને જાગવું તો
રહ્યું પણ ઉલટા ઉડીગારમાં ઉતરવાની કોશિશ કરો છો તે છેક પોતાનું ભાન ભુલીને શું ભસી
રહ્યા છો તેનું એ તમોને ભાન નથી.
આગળ કડવા ત્રેસઠમાં તમો લખો છો કે
બે છીપનું જે મોતી હોએ ખોટો કદી નવ થાએ
જેની માતાએ ધર્મ મેલ્યો,
તે કણબી કેમ
કહેવાય
આ કડવું લખતાં શું તમારી અક્કલ પીરાણાના પીરની કબરમાં ગઈ હતી કે પછી હુરાઓના
છોકરાની ગાંડ ધોવા ગઈ હતી કે જેથી તમો કાંઈ પણ વિચાર કરવા સિવાય જ ભક્યા છો જેની
માતાએ ધર્મ મેલ્યો તે કણબી કેમ કહેવાય ! આ વાત યાદ કરશો જો તમો માણસના બીજ હશો તો
તો તમો જ્યાં સુધી જીવતા હશો ત્યાં સુધી કરાંચીની વાત નહિ ભુલો જુઓને તમો જો કણબી
હોત તો કરાંચીમાં કણબીઓના પાચશો ઘર હોવા છતાં પણ મુસલમાનના મુસાફરખાનામાં ઉતરવું ન
પડ્યું હોત પણ તમે જ્યારે કણબી પણાથી છુટા છો ત્યારે જ મુસલમાન સાથે રહેવું પડ્યું
હતું માટે જો તમારી માતાજી જીવતી હોય તો પુછી જોશો કે માતા શું તું ધર્મ ભુલી છે !
કે કેમ છે કે મને કણબીઓ પોતાની સાથે શા માટે નથી રાખતા ! જો તમો આટલું પુછી ખુલાશો
કરશો તો તમોને પોતે જ તમારા લખેલા કડવા ૬૩નું ભાન થશે અને વિચારશો તો દેખાશે કોની
માતા ભાન ભુલી છે અને કણબીમાંથી કોણ મટી ગયું છે.
વળી તમો કડવા ૬૫—૬૬માં લખ્યું છે કે
કુળ ઓધારણ કાફર થયા,
થયા ચોરાસીના
રાએ,
સત્યના ઝાડ સુકાઈ ગયાં,
કોની કરવા
નિંદાએ
અમો તમોને કહીએ છીએ કે તમો પોતે જ તમારા કુળને ઓધારવા ભક્ત બન્યા છો પણ તે
ઓધારવું તો બાજુએ રહ્યું પણ ઉલટા કાફર બન્યા છો કારણ કે પોતે કણબી તે હિન્દુધર્મ
મેલીને મુસલમાની ખીચડીયા પંથને પાળવા મંડી પડ્યા છો અને અદ્ધ મુસલમાન બનીને
મુસલમાનની એઠના ચરણામૃત લેતા થયા છો અને બીજાને લેવાનું કહો છો તેથી તમારા તેજ
કડવાની બીજી લાઈનમાં લખ્યા મુજબ.
સતના ઝાડ સુકાઈ ગયા અને તમારા જેવા ખપના પેદા થયા ત્યારે જ કચ્છના કણબીઓને
કણબી પણામાંથી ટાળીને મુમનાનો ઈલકાબ લેતા કર્યા છે.
કડવા છપનનો જવાબ તો ઉપર આવી ગયો છે પણ સતાવનમાં કડવામાં તમો જે લખ્યું છે કે
આદની જેને ઓળખાણ હશે,
તેને અનુભવ
થાએ,
આદે અંતના દાણવ તે તો ધર્મ મેલી જાએ
આ કડવું લખતાં તમોને તમારા પોતાના જ સ્વરૂપનું ભાન થયું છે કારણ કે તમો કહો છો
કે આદની જેને ઓળખાણ હશે તેને અનુભવ થાય આદિ અંતના દાણવને તો ધર્મ મેલીને જાય આ
વાતનું જો વિસ્તારથી લખવા બેસીએ તો તો ઘણું જ લખાય પણ તેમ ન કરતા ટુંકામાં જ તમોને
કહીએ છીએ કે જ્યારે કોક વિધર્મીનું જ મુખ જેની માતા જુએ છે એટલે તેનાથી આડો વેવાર
કરે છે ત્યારે જ તે પુરૂષથી પેદા થયેલા તે સંતાન બાળકને તે પુરૂષનું ધર્મ પાળવાનું
મન થાય છે તેથી તમો ટુંકામાં સમજી લેશો કે જો તમો હિન્દુ હશો તો જરૂરથી આ વાંચ્યા
પછી હિન્દુ ધર્મ સ્વીકારશો અને તેમ ન કરો તો પછી ઉપર કહ્યા મુજબ જ કુળ ઓધારણ કાફર
છો એવું દેખાશે કારણ કે તમારા કહેવા મુજબ આદિ અંતના દાણવ છો. વળી તેમ તમો કડવા
અઠાવનમાં લખો છો કે
હંસ હિરાવીના ચારો ના ચરે,
જીવ નિકશી જો
જાએ,
સાચા ધર્મી ધર્મના મેલે,
જો શિરપર કાતી
વાએ
અરે ભાઈ ! તમો હજી એજ લખ્યા કરો છો કે હંસ હિરા વિના ચારો ન ચરે આથી તમોને
કાંક પણ ભાન થયું દેખાય છે કેમકે પોતે જ વાત કબુલ કરો છો અમો પણ કહીએ છીએ કે જે
શુદ્ધ કણબી હિન્દુ હશે તે કદી તમારી માફક મુસલમાની ધર્મ સ્વીકારશે જ નહિ કે તમારા
કહેવા મુજબ હંસ હિરા વિના ચારો ન ચરે એમ અમો પણ કહીએ છીએ કે જે ખરેખર હિન્દુ
કણબીના બીજ હો તો હવે આવા અર્ધદગ્ધ ખીચડીયા પીરાણા પંથને મુકીને શુદ્ધ હિન્દુ
વૈદિક ધર્મની દિક્ષા લઈ લો એવી અમારી ભલામણ છે.
તેમ તમોકડવા ઓગણસાઠમાં લખો છે કે
પ્રતિવૃંતા બ્રિદ પોતાનું પાલે રામ ચુડી એક રાય,
ધર્મ પોતાનું મેલીઓ જેણે એ તો આપ ગુનકા થાયે
કહો જોઈએ ભાઈ ! ધર્મ કેણે મેલ્યું છે અમે કે તમે અમો સુધારકો તો પોતાનું સનાતન
વૈદિક ધર્મ પાળી રહ્યા છીએ જ્યારે તમો તમારું ધર્મ મુકીને પીરાણા પંથમાં ફસાણા છો
માટે ગુણકાં જેવા તો તમો પોતે જ છો. જે જેવો હોય તે બીજાને પણ તેવો જાણે કહે છે.
વળી કડવા ૬૮માં લખ્યું લખ્યું છે કે
સખી ધન શું વાટે વાપરે,
કાફર કુવાટે
ખાયે,
ફાળાએ ધન ભેળું કરીને નિંદક છાપાં છપાએ.
આ કડવું તો ખરેખર ભાઈશ્રી તમારા પીરાણા પંથને જ લાગું પડે છે જુઓ કે સખી
કચ્છના ભોળા પાટીદાર ભાઈઓ પોતાનું ધન ધર્મ સમજીને (સુવાટ જાણીને) તમારા જેવો
ભકતડાને સોંપે છે પણ તમો તો ખોટા કેસો કરીને કોર્ટોમાં અને પોતામાં લાણી કરવામાં જ
ખર્ચી નાખો છો તેથી તે બિચારા ભોળા ભાઈઓના ધનના ધર્મને બદલે કર્મના ફળ મળે છે કે
જે આજે ભોગવી રહ્યા છે.
વળી એજ પાનાના કડવા ૭૨, ૭૩માં લખ્યું છે કે
લખા પતિતે લખના દેવે,
ખમ્યા કરીને
ખાય,
અધુરીયા તે ઊફણે ઘણા,
તુફાન તરફે
જાય.
અધુરીયાને બે કોડી અમુલી,
જીરવી કેમ
શકાય,
દિ ઉઠ્યો જેણે દેવને નિંદયા નહિ ત્રણે ભવને ઠાએ.
હવે ઉપરના કડવામાં લખો છો તેવું લખા પતિ માણસ તો આખી દુનિયામાં તમો જ છો કે
જેણે ચારે વાટ સાફ કરી રાખી છે. જુઓને ૧ પોતે બાયડી છોકરા રઝળાવ્યાં. ૨ સંસારી મટી
સાધુ બન્યા. ૩ હિન્દુ મટી પીરાણા પંથના પુજારી બન્યા અને ચોથી વારના તો ન ઘરના ને
ધર્મના રહ્યા છો જેથી હવે પીરાણા પંથના ઓશાણીઓ ગાઈ રોદરાં રોતા થયા છો. ગામોગામના
ગોદા ખાઓ છો ભાઈ શ્રી બંને બગાડી બેઠા છો છતાં બીજાને કહેવા ઉભા થાઓ છો માટે તમારા
જેવા અધુરીઓ અમારે હવે ક્યાંથી લાવવો તમો પોતે જ છો એમ જ માની લ્યો ને.
વળી પાને પંદરમે કડવા ચમોતર પંચોતરમાં લખો છો કે
કમાએ કરાંચી ને કલકતે ઠોલીઆ મુંબઈ જાય,
એટલી કમાણીએ યજ્ઞ કરતાં નાતમાં ન દીઠાએ.
તમો લખો છો કે “દુબળામાં ઘણી નીતિ હોએ” હા ભાઈ તમારા જેવામાં નીતિ કાં ન હોય
કે જે નીતિથી કૈકના ઘર બેઠાં કરો છો તેમ વળી લખો છો કે કમાએ કરાંચીને કલકતે અને
મુંબઈ જાય. જેટલા કણબીઓ કરાંચી કલકતે અને મુંબઈ કમાય છે તે તો તમારે મન બધાએ ઠોલીઆ
જ છે. જુઓ જે બિચારા કરવત તાણી, પાણા કુટી કે પછી મુંબઈના દાણા બંદરમાં ગુણીઓ તાણી તાણીને
પોતાની શકમાઈ કરી ચાર પૈસા બચાવીને જે પોતાના બચાંઓના માટે લઈ આવે છે પણ જો તમારા
જેવા આખલાઓને તે નથી ખવરાવતા તેથી તે ઠોલીઆ છે એમ તમો કહો છો પણ ખબરદાર રહેશો કે
આવું બીજી વખત કહેશો નહિ નકા તમારી તો જરૂરથી જીભ બંધ જ થઈ જશે. આ વખતે તો અમો
તેઓને સમજાવીને તમોને જતા કરીએ છીએ.
વળી તમો કડવા છોતેરમાં લખો છો કે
આભને લતું અમથા હણે અધ લખિ થાવા જાએ,
પુનઃની કોઈ પાળ બાધે ત્યારે ખરી ખબર તો થાએ.
ખરેખર જ પુન્યની કોઈ પાળ બાંધે ત્યારે જ ખરી ખબર થાય તો જરા જણાવવા મહેરબાની
કરશો કે તમો અને તમારા બાપદાદાએ કઈ સદાવ્રત ચલાવી છે તેમજ ક્યો યજ્ઞ કર્યો છે. અરે
યજ્ઞ તો શું પણ કાંઈ દાન દીધું હોય તો તો જણાવો અમોને કહો છો તો સાંભળો ભાઈશ્રી
અમોએ તો મોટા દિલ રાખ્યા છે ત્યારે જ તમો આખલાઓ કચ્છની પાટીદાર જ્ઞાતિમાં ચરી
રહ્યા છો જો અમો પુરેપુરી આંખ ઉઘાડીએ તો તમારા ગુતરીના ભોયરાના ચાલીસા પુરા કરી
દઈએ પણ ખેર હાલમાં તો જતા કરીએ છીએ.
આગળ કડવા સીતોતેરમાં લખો છો કે
જ્ઞાતિ સાથે નમણું ન રાખે,
નાતમાં નર કંસ
થાએ
ધરમ મેલીને દોડતા ફરે નફટ નાર્કિયા કહેવાય.
હવે કહો જોઈએ જ્ઞાતિ તમો કેને કહો છો ! શું જ્ઞાતિમાં જેટલા કાળા કર્મ કરનાર
હોય તેને જ તમો જ્ઞાતિ માનો છો? અરે ભાઈ એવી જ્ઞાતિને અમો તો બિલકુલ જ્ઞાતિ માનશું નહિ તમો
ભલે માનો અમો તો જ્ઞાતિના નરકંસ તેમને જ માનીએ છીએ. બાકી તમારી સમજમાં ફેર છે કારણ
કે તમારી આંખે પીરાણાના ચશ્મા ચડેલા છે તેથી સત્ય શું છે તે તમોને દેખાતું નથી.
વળી કડવા ઓગણાએસીમાં લખ્યું છે કે
પાપી પ્રગટીયા પૃથ્વી માંહે,
ભાર ભોમીને
થાએ,
અધર્મી ધર્મની નિંદા કરે,
તેનું જડમુળથી
જાએ.
કહો જોઈએ પૃથ્વી ઉપર પાપી કોણ પ્રગટ્યા છે ! અમો તો જે પોતાના હિન્દુ ધર્મને
મુકીને બીજા ધર્મને માને છે તેને જ પાપી કહીએ છીએ. માનીએ છીએ કે જેથી આખા કચ્છ
દેશમાં દુકાળ પડી રહ્યા છે એ પણ તમારા જેવા પાપીથી જ કે જેઓ પોતાના જ્ઞાતિના ગરીબ
ભાઈઓને ભલે ટાણા માથે ખાવાનું ન હોય તો પણ તેઓના પાસેથી (પીરાણાના લાગા) વસુલ કરીને
નીચ માસાંહારીઓને ખાવાના માટે પોતાના દેશના જ્ઞાતિ ભાઈઓને નિર્ધન કરી દેશની
લક્ષ્મીને રાક્ષસોને સોંપે છે તેજ પાપી પ્રગટ્યા છો સમજ્યા ને !
આગળ પાના ૧૬ સોળમાં કડવા એકાશીમાં લખો છો કે
ભમરાળા ઈ તો ભટકે ઘણા,
ચોરાસીના રાએ,
શેરીએ તગડાએ સ્વાન સમા,
નાતમાં હાહડ
થાએ.
ભાઈશ્રી ! ખરેખર ભમરાળા હોય તે જ ઘણા ભટકે છે કે જેમ હાલમાં તમો આપણી
જ્ઞાતિમાં ભટકી રહ્યા છો અને શ્વાનની માફક ઘરોઘરના ટુકડાઓ ખાઈ રહ્યા છો કહો જોઈએ
તમારું ક્યાંય ઠેકાણું છે? જો ઠેકાણું નથી તો તમો પોતે જ ભમરાળા છો કારણ કે તમો જ્યારે
ભમરાળા છો ત્યારે જ તમારા માવિત્રનું નામ બોળી ઘરને તાળું મારીને ભટકો છો સમજ્યાને
ભાઈ !
વળી કડવા તેયાશીમાં લખ્યું છે કે
નાતના તાર્યા તો તરીએ,
નાતના ડંડે
ડંડાએ,
નાત વારું તેનું મુખડું કાળું નાતને લાગીએ પાએ.
આ કડવામાં તો તમોએ છેક છેહ છોડીને લખ્યું છે કે નાતનું વારું તેનું મુખડું
કાળું ભાઈશ્રી અમો ક્યાં કહીએ છીએ કે નાત બહારવાળાનું મોં ધોળું કહેવાય અરે ભાઈ
જરા લાંબી નજર કરીને જુઓ તો તમોને દેખાશે કે આપણી પાટીદારની ચૌદ લાખની વસ્તીમાં
તમો પીરાણા પંથીઓ નાતમાં છો? તમોને કોઈ રાખે છે?
જ્યાં જાઓ છો ત્યાં હડધુત થાઓ છો તેથી નાતનું વારું તો તમો
પીરાણા પંથીઓને જ છે અને મોઢું કાળું તો તમારું જ છે. તે જરા વિચારરૂપી દર્પણમાં
તો તપાસી જુઓ !
બીજા કડવા ચોર્યાસીમાં લખ્યું છે કે
નાતથી ટળીયા બારે બળિયા,
એ દુથી મેલે
દેવતા,
રામ ધણી જેને રૂઠ્યા તેને નહિ પીર પેગામ્બર સહાએ.
તમો કહો છો કે રામ ધણી જેને રૂઠ્યા તેને નહિ પીર પેગામ્બર સહાએ અરે ભાઈ જેને
પોતાનો બાપ કાઢી મુકે તેને બીજો કોણ રાખે તે તો કહો?
જ્યારે તમો હિન્દુ ધર્મ મુકી વિષ્ણુ ભગવાનને મુસલમાનને ઘરે
અવતાર લેવાનું કહો છો તે કોણ સાચું માને અને નાતમાં અરે હિન્દુ કોમમાં કોણ રાખે
ભાઈશ્રી આટઆટલું તમોએ લખ્યું તે વખતે તમોને કોઈએ કાંઈ સારી સલાહ પણ આપી કે તમો છેક
ભાન ભુલીને ભુક્યા છો કાંક વિચાર તો કરો હવે જીરે ભાઈનો જમાનો નથી કે જેથી લોકો
માની લે હવે તો સુધારાનો જમાનો છે તેથી તમારા બંબ હવે નહિ ચાલે. માટે તમો તમારું
કાળું મોઢું લઈને ગુંતલીના ગઢની ગુફામાં જાઓ કે જ્યાં તમો આગળ પણ પ્રસાદી આપી
આવ્યા છો ત્યાં જઈને તમારા બાકી રહેલા દિવસ પુરા કરો. હવે તમારું કાંઈ ચાલશે નહિ.
આટલું લખ્યું, અમો ભાઈ લાલજીને કહીએ છીએ તમો જરૂરથી તમારા પીરાણાના
ખાનામાં બેસીને વાંચશો અને તેનો વિચાર કરશો કે તમારી લખેલ ઓશાણીનો અર્થ કેવો થાય છે.
આ તમો તમારા લખેલાનો જ અર્થ કરેલો છે. આનો જવાબ તો હવે અમો પાછળથી તમારી લખેલી
“કાફી”નો જવાબ છપાવશું તેની સાથે આપશું હાલમાં તો આટલેથી જ આપને સંતોષીએ છીએ.
વધારે તો હવે પછી રાહ જોશો.
ઓશાણીના કર્તા અને પીરાણાના પાખંડોમાં ફસાયેલા
ભાઈઓની આંખ આગળ અજવાળું
(પેલી ધોળી
ધજાવાળો કોણ,
એ રાગ) |
જાગો જાગો બંધુઓ આજ, નારાણજીએ જગાડ્યારે, |
ધર્મ ભુલી ગયેલાના નેન, તેઓએ ઉઘાડ્યા રે. ટેક |
મુકો મુકો પીરાણા પાખંડ, સત્વર બંધુ જાગો રે, |
સમજી વેદ સનાતન ધર્મ, પ્રભુ ચરણે લાગો રે… જાગો |
રામચંદ્ર આપણા તાત, તેઓને વિસાર્યા રે, |
તેને મુકી સૈયદ કીધો બાપ, મુમના અંતે કહાવ્યા રે… જાગો |
તેત્રીસ કરોડી આપણા દેવ, તેની કરો સેવા રે, |
નીજ ધર્મ મુકી ખાધી થાત, હવે શું? તમને કેવારે… જાગો |
બીજો બાપ કરેલો આજ, બંધુ કંઈ વિચારો રે, |
તેની લાવી હૃદયમાં લાજ, કરો પંથ ન્યારો રે… જાગો |
પીરાણે સૈયદ ઈમામશાહ, નથી કબરે બેઠો રે, |
તમારો ભાઈ નોતો કે બાપ, માંથા શીદને ઠોકો રે… જાગો |
દાઈ ફીદાઈને નકીબ, તે માંયલો આવ્યો રે, |
જાદુ ખેલ કરી પ્રપંચે, પંથને પળાવ્યો રે… જાગો |
ગોળી બેડી ઈત્યાદિ પ્રપંચો, તેમાં શું? ફસાયા રે, |
જગમાં કપાળે લઈને કલંક, વિદ્વાનો હસાવ્યા રે… જાગો |
નીમ ગુના અને વળી છાંટ, કલમા કુડા મુકો રે, |
મૂઢપણાનો ત્યાગ કરી, ખીચડીયાથી છુટો રે… જાગો |
હિત કરે છે આપણા ભાઈ, સૈયદે નહિ ઈચ્છયું રે, |
અંતે પાખંડ કરીને તમારું તન,ધન લુંટ્યું રે… જાગો |
એવા દાંભીકોનો સંગ મૂકી, થજો આપ ન્યારા રે, |
કીર્તિ પૂર્વેની સંભારીને, ધરો પ્રાચીન ધારા રે… જાગો |
નીંદા નામ તેનું છે ભાઈ, સત્યને વિપરીત કહેવું રે, |
સૈયદ કાકા પ્રપંચી છે, ગેઢેરાને* કહ્યું એવું રે… જાગો |
નઈ સરશે તમારું કામ ખાલી ખોવો દામ રે, |
સર્વેશ્વર વિભુ છે એક, તેનું રટવું નામ રે… જાગો |
ખરી વાતનો કરીને વિવેક ધારણ કરો ટેક રે, |
તો જ કીર્તિ વધશે વિશેષ સુધારે રાખો નેક રે… જાગો |
મુખ્ય ચેરી ઈત્યાદિ રિવાજ, તેને ફરી કરજો રે, |
તો જ આર્ય બનીને આપ, જગતમાં ફરશો રે… જાગો |
બુદ્ધિશાળી મારા વીર, કરો નહિ ધીર રે, |
નીજ કીર્તિ આપણા માટે, હસતાં અર્પો શીર રે… જાગો |
કણબી જ્ઞાતિ પર રાખી પ્રેમ, નિંદ્રાથી જગાડો રે, |
ધરી વેદ સનાતન ધર્મ, દુંદુંભી વગાડો રે… જાગો |
ધર્મ લક્ષણ કેનું નામ, વિચારો મારા વિરા રે, |
ધર્મ ન હોયે પ્રપંચનું ધામ, લુંટી દામ લીધા રે… જાગો |
સભા ભરી હિતના વિચાર કરે, સુધારકો જ્યાંય રે, |
છોડો પાખંડ સર્વે આજ, ખરું કહેતા ત્યાંય રે… જાગો |
તારે આપણને સદ્ગુરુ, આપે જ્ઞાન મધુરું રે, |
ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ટ, તો શરે કાર્ય જરૂરનું રે… જાગો |
આપે વેદો તણી સાંખ, અપરોક્ષ આત્મા જોયે રે, |
થવાએ સદ્ગુરુનું શિષ્ય પૂર્વેનાં પુન્યો હોય રે… જાગો |
સામ દામ ગ્રહિ અધિકારી, જીજ્ઞાસુ થૈને જાયે રે, |
લઈ પરીક્ષા આપે છે દીક્ષા, સાધન યુક્ત હોયે રે… જાગો |
આજે ઠગોને બગ ભકત, તમોને મળ્યા ઘણા રે, |
પોતપોતાનું પ્રકાશવામાં, રાખી નહિ મણા રે… જાગો |
લાલજી વસ્તા કરો રે વિચાર, ધરો જ્ઞાતિ દાઝ રે, |
ખોટો કર્યો પીરાણા બચાવ, આવી નહિ લાજ રે… જાગો |
આને વિચારશે જ્યારે વીરા, પડશે તમને જોડા રે, |
કહે સુધારક ચેતાવી આજ, ખમો દિવસ થોડા રે… જાગો |
એથી બીજા તમોને જવાબ, લખવા ચાલુ થાએ છે રે, |
મૂકો પ્રપંચો જોઈને આજ, નકા મોત આવે છે રે… જાગો |
તત્ત્વદર્શી વિવેકી વીરો, કરજો આનો ન્યાય રે, |
લેખ કવિતા વિચારી આજ, થશો સુધારે સહાય રે… જાગો |
સેવક કહે છે પોકારીને આજ, વીરા મારા જાગો રે, |
સત્ય ધર્મનો કરીને નાદ, કુટીલોને ત્યાગો રે… જાગો |
* જેટલા આગેવાનો ગરીબોને વગર ગુનાએ કનડગત કરનારાઓ છે તેઓજ
ॐ शांति शांति शांति