Book: Abhilekh -2, 2024 (અભિલેખ -2, 2024)

Index

10.4 - પાટીદાર ઉદય - અંક 4 - વિ. સં. ક. 1980 આસો (Oct-1923)

દીપાવલિ અંક

|| ૐ ||

શ્રી કચ્છ કડવા પાટીદાર સુધારક યુવક મંડળ તરફથી પ્રગટ થતું
માસિક પત્ર

પાટીદાર ઉદય

વર્ષઃ ૧લું કરાચી, ભાદરવો-સંવત ૧૯૮૦ {VSA: Oct-1923) અંક ૩ જો

 

પાટીદાર ઉદયના આત્મા શ્રીમાન ખીમજી શીવજી પટેલ મંગવાણા વાલા

વાર્ષિક લવાજમ આગાઉથી રૂ. બે પોસ્ટેજ સાથે

છુટક નકલ આના ચાર

 

 

:
પત્રવ્યવહાર
નીચેના સરનામે કરવો :

તંત્રી તથા પ્રકાશક રતનસી શીવજી પટેલ

પાટીદાર ઉદય ઓફીસ,
રણછોડ લાઇન
કરાંચી

 

 

પાટીદાર ઉદયના લવાજમની
પહોંચ

પટેલ ખેતાભાઈ લાલજી

અરલ

 

પટેલ રતનશી કરશન

નખત્રાણા

પટેલ વેલજીભાઈ રૂડાભાઈ

નખત્રાણા

 

પટેલ વાલજી લખુ

નખત્રાણા

પટેલ રામજીભાઈ ખેતા

નખત્રાણા

 

પટેલ પેથા ગોપાલ

નખત્રાણા

પટેલ કરશનભાઈ વીરજી

વિરાણી

 

પટેલ મુરજીભાઇ ડોસા

નખત્રાણા

પટેલ શીવગણ લાલજી

વિરાણી

 

પટેલ ગોપાલ પેથા

નખત્રાણા

પટેલ નાનજી મેઘજી પોકાર

વિરાણી

 

પટેલ રૈયા ખીમા

નૈત્રા

પટેલ મેગજી ભાણજી

નખત્રાણા

 

પટેલ નથુભાઇ ધનજી

રવાપુર

પટેલ હરજી શીવજી

દેશલપર

 

પટેલ જેઠાભાઈ નથુ

દેવીસર

પટેલ રામજી વસ્તા

દયાપર

 

પટેલ હરજીભાઈ નથુ

દેવીસર

પટેલ હરજી મુરજી

દયાપર

 

પટેલ દેવજી ભીમજી

વિરાણી

પટેલ નારાણ લધા

નખત્રાણા

 

પટેલ નારાણ સીવજી

વિરાણી

પટેલ લખુભાઈ કચરાભાઈ

રવાપુર

 

પટેલ ગોપાલ રામજી

વિરાણી

પટેલ લધાભાઈ હરજી

કોટડા

 

પટેલ જીવરાજ હીરજી

માનકુવા

પટેલ કરશનભાઈ હશરાજ

વિરાણી

 

પટેલ દાનાભાઈ કરશન

નખત્રાણા

પટેલ રતના લધા

નખત્રાણા

 

શા. માધવજી પદમશી

કરાંચી

પટેલ રૈયા નાગજી

નખત્રાણા

 

જોશી રતનશી માધવજી

દેવીસર

પટેલ ડાયા પ્રેમજી

નખત્રાણા

 

 

 

 

મહાત્માની અમૂલ્ય પ્રસાદીનો આશીર્વાદ

અમારે ત્યાં હાલમાં થોડાક વખતથી એક દવા વેચવા માટે રાખવામાં
આવેલી છે. તે દવા એક મહાન પુરૂષના અનુભવથી તૈયાર કરવામાં આવે છે. તે ખાસ કરી કોઈ
પણ જાતના તાવ માટે રામબાણ છે. માત્ર એક જ દવા લેવાથી કોઈ પણ પ્રકારનો તાવ ઉતરી જાય
છે. જો ફાયદો ન થાય એવું સાબિત કરી આપશો તો પૈસા પાછા
  આપવામાં આવશે. બહારગામ વાળાઓને દવા વી.પી.થી મોકલવામાં આવે
છે. ચાર ખોરાક જેટલી દવાની કિંમત રૂ. ૧ અને એક જ વખતની દવાની માત્રા લેનારને પાંચ
આના પડશે.

                                                          ઠે. પાટીદાર ઉદય ઓફીસ

રણછોડ લાઇન, કરાંચી

 

|| ૐ ||

પાટીદાર ઉદય

કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિના લાભાર્થે પ્રગટ થતું ગુજરાતી
માસિકપત્ર ડે

વર્ષઃ ૧લું કરાચી, આસો-સંવંત ૧૯૮૦ {VSA: Oct-1923} અંક ૪ થો

 

રે ! ખેડૂત તું ખરે જગતનો તાત્‌ ગણાયો

 

          અહા ! ક્યાં છે અમારા પૂર્વના ખેડૂતો !શું તેમની જાહોજલાલી ! કોઈ પણ મનુષ્ય કે પ્રાણી તેમાંથી આશા કરે,
અને લાભ મેળવે ભલે ખેતીના ધંધાને લોકો તુચ્છકારી કાઢે પણ તે
ધંધામાં જે કંઈ ઉદારતા છે તે બીજા કોઈ ધંધામાં નથી. દરેક માણસ તેમાંથી પામે.
પ્રાણી માત્રનું પોષણ કરવાનો દાવો કરનાર કોઈ પણ ઉદ્યોગ હોય તો તે ખેતી જ છે
,
અને એટલા જ માટે લોકોમાં કહેવત છે કે,
ઉત્તમ ખેતી” પણ તો ખેતીની
શું અત્યારે તેવી જ દશા છે
? નહિં જ. કારણ કે હાલના ખેડૂતો રાત દહાડો મહેનત કરે,
ભૂખે પેટે મજૂરી કરી થાકે,
પણ પેટ પૂરતો ખોરાક કે શરીરની મર્યાદા ઢાંકવા પૂરતાં કપડાં
પણ મેળવવા  મુશ્કેલ થઈ પડ્યાં છે. આવી
સ્થિતિ થવાનું કારણ શોધી તે દૂર કર્યા પછી જો આપણાં ખેડૂતો ખેતી કરે તો ખરેખર
તેમની દશા સુધરે જ
, અને તેઓ દુનિયાને સુધારે પણ ખરા.

          પ્રભુ ! અમારા ભારત વર્ષના ખેડૂતોને આવી ઉચ્ચ દશામાં ક્યારે લાવીશ ?
કે જેથી તેઓ ખરેખરા જગતના તાત ગણાય.

 

આનંદ ધ્વની

નવા વર્ષની મુબારક બાદી

વસંત તિલકા—વૃત્ત

દિપાવલી દિનમણિ સમ રત્ન માળા,

આ ભારતી મહિ વિષે રચિ રમ્ય બાળા,

વાક્યો મહા શ્રુતિ તણાં ઉચરે રસાળા,

સ્થાપિ સદાય શ્રેય કારિ સુબોધ શાળા,

આનંદ આજ ઉરમાં અતિષે છવાયો,

માંગલ્ય રાગ રસની ધુનિથી ગવાયો,

આર્યાવૃત્તે સગુણ શાંન્ત સમગ્ર છાયો,

પ્રીતે રમા રમણ પુજન મોદ માયો,

નાન્દિ થતી નૂતન વર્ષની ઠામ ઠામે,

આર્યો વિષે સકળ મંગળ સંપ જામે,

એ ઐક્યતા અવનિમાં દૃઢ રાગ પામે,

તેથી વિભુ જગતનાં સહુ કષ્ટ વામે,

જ્યાં કલેશ લેશ પણ છે ન કંઈ પ્રકારે,

શાન્તિ સ્વદેશ હિત ચિંતક ને વધારે,

દેશોન્નતિનો સમય ધર્મ સદા સુધારે,

મૌજી” કરો ઉદય આ પ્રભુ દેશ કાળે.

 

સદ્‌ગતિ ત્યાં થાય છે.

પૂરી થતાં જ્યમ રાત્રને

થાયે ઉદય ત્યાં સૂર્યનો,

તેમ પાપ સૌ પૂરાં થતાં

થાયે પ્રગટ ત્યાં ધર્મનો

છે નિયમ પ્રાચીન કાળનો

જન્મો મરણ તો થાય છે

શા માટે આ અવનિ વિષે

ક્યમ આવવાનું થાય છે

પૂરી કરી લે ફરજ તું તો

કાળ મિથ્યા જાય છે

આધિ અને વ્યાધિ તણા

જંજાલમાં જ ફસાય છે

ભજી લે અરે ભગવાનને

જીવ્યું સફળ તો થાય છે

નીતિ તણાં કરમો વડે

સંસાર ચક્ર તરાય છે

પ્રાણી રખે તું પાપ કરતો

પૂણ્યથી જ પમાય છે

હોંશે કરીને યાદ કરતાં

સદ્‌ગતિ ત્યાં થાય છે.

 

 

નૂતન વર્ષે અમારી અંતરેચ્છા

          પ્રિય વાચક!

          આજે વીર વિક્રમાદિત્યનું નવું વર્ષ બેસે છે. આજનું મંગળ પ્રભાત—સુવણ પ્રભાત
સર્વ સમાજને આનંદ પ્રદ સમય ગણાય છે. એ દિવસે આપણે એક બીજાને અરસપરસ મળી એકબીજાને
ક્ષમા ચાહીએ છીએ અને ગત વર્ષનું સરવૈયું કાઢી શું નફો નુકસાની થઇ તે પણ જોઇએ છીએ.
આ પ્રમાણે પૈસાનો હિસાબ તો આપણે કાઢયો હશે
,
પણ વહેવારીક રીતે આ વર્ષમાં આપણે કેટલી ઉન્નતિ કરી,
કેટલા દુઃખી ભાઇઓને આશ્વાસન આપ્યું ભુલેલા ભાઇઓ ને ખરે
રસ્તે લાવવા શું શું પ્રયાસો કર્યા અને આપણે પોતાની સામાજીક ઉન્નતિમાં શું ભાગ
લીધો આ સવાલ પર વિચાર કરતાં જણાઇ આવશે કે દરેક માણસે આવી બાબતોમાં ભાગ લેવાની જરૂર
છે અને તે ફરજ ન બજાવી હોય ત્યાં સુધી આપણે કંઇ લાભ પણ મેળવ્યો નથી એમ ગણવું એ કંઇ
ખોટું નથી.

          જ્ઞાતિના ગરીબ વર્ગ પર જુલમ ગુજારી પૈસા એકઠા કરી તેનો ગેર ઉપયોગ કરનાર તથા
ત્રાસ વર્તાવનાર નીચ આગેવાનોના પંજામાંથી દુર થઈ પોતાની ખરી કમાઈનો સદ્‌ઉપયોગ કરવા
માટે આપણે હંમેશા વિચાર કરવાની જરૂર છે. દુઃખી ભાઈઓ પર થતો જુલમ અટકાવી તેને યોગ્ય
સહાય આપી તેના સાથી બનવાની પણ તેટલી જ જરૂર છે. રૂઢીએ બેસાડેલા ખોટાં નિયમો—રિવાજો
તોડી તે સ્થાને સમયને અનુકૂળ સુધારા—વધારા કરી હાલ તો પ્રજાને ઉપયોગી થાય તેવા
બંધારણ—રીત રીવાજો દાખલ કરી જ્ઞાતિ સમાજને ખુલ્લા હૃદયથી વિચારવાની છુટ આપવાની છે.
હવે જુનો જમાનો વહી ગયો છે. દરેક વ્યક્તિ સ્વતંત્રતા ચાહે છે અને તે ભોગવવાનો
તેમનો કુદરતી હક્ક છે
, તે હક છીનવી લઈ તેના પર તેરમી સદીની નાદીરશાહી ચલાવવી એ આ
જમાનામાં નભે તેમ નથી. તેથી ધાર્મિક સ્વતંત્રતા તથા વાક સ્વતંત્રતા પર કોઈનો પણ
અંકુશ હોવાની જરૂર નથી. દરેક માણસ આવી છુટ ભોગવતો હોય તો તે જરૂર પોતાની ઉન્નતિ
કરી શકે છે. જ્ઞાતિ—સમાજમાં ફાટફુટ હોય તો તે દુર કરી ખોટી ઉપાધીઓને ટાળી સંપ
વધારવાની જરૂર છે. આપણી જ્ઞાતિમાં પીરાણા પંથની જડ એટલી તો દાખલ થઈ ગઈ છે અને તેના
ધર્મગુરૂઓ એ એવી ભ્રમણા ફેલાવી મૂકી છે કે કણબી હોય તે તો પીરાણા ધર્મને જ માને !
અને પીરાણા ધર્મને ન માને તે કણબીની નાતથી નાત બહાર ગણાય ! આવા વિચારો એ ટૂંક મગજ
શક્તિનું દૃષ્ટાંત છે. જ્ઞાતિમાં આવા વિચારોથી ક્લેશ પેદા થાય છે. અમો નવા વર્ષમાં
પ્રભુ પ્રત્યે એવી પ્રાર્થના કરીએ છીએ કે અમારા ભુલેલા ભાઈઓ ખરે રસ્તે આવી પોતાની
ખરી ફરજ સમજતા થાય. અને તેમને શુદ્ધ વૈદીક રહસ્ય સમજાતાં પીરાણા કબ્રસ્તાની
જાળમાંથી છુટા થઈ પોતાની રૂચી અનુસાર સમજી ને સમાજમાં પોતાની સ્થિતિ શું હોવી જોઈએ
કે શું છે તે જાણી લે
, તે સિવાય કુસંપ મિથ્યાવાદ દુર કરી પોતાની જ્ઞાતિ માટે
હંમેશા ધગશ રાખી કામ કરી દુઃખી ભાઈઓની સેવા કરવા તૈયાર રહે. એ સિવાય અમારા અજ્ઞાન
ભાઈઓને કેળવણી—જ્ઞાન આપી તેમની અજ્ઞાન અવસ્થામાંથી પ્રભુ તેમને સત્વરે દુર કરે અને
જ્ઞાન વડે તેઓ પોતાની જીંદગીનું ખરું સાર્થક શું છે તે સમજતા થઈ તે રસ્તે વિચરતા
થાય એજ આ પાટીદાર ઉદયનો ખરો હેતુ છે. તે સફળ થાય. એવું અમો કુળદેવી ઉમીયા માતા
પાસે વિનવી નવું વર્ષ અમારા દરેક વાંચનારાઓને તથા અમારી ભારત સમાજને આનંદ તથા
વિજયી નીવડે એવું ઇચ્છીએ છીએ.

(તંત્રી)

 

આપણી ફરજ

          જુનું પૂરું થઈને નવું શરૂ થવાનું અને વળી તે પણ જુનું થશે,
એમ કાળચક્ર ફરે પણ દિલગીર છીએ કે,
આપણામાં જેનાથી કાંઈ જ ફેરફાર ન થયો. જો ફેરફાર કરવા જેવું
ન હોય તો
, પછી આ ચળવળ આપણે ચલાવી શકીએ નહિ એટલે તેને જુનું કરી નવું
ધારણ ન કરી શકીએ
, એટલી તાકાત ન હોય તો પણ તેને છોડી તો દેવું જ રહ્યું આપણે
ચેતન છીએ. તે પ્રભુની બક્ષિસ છે. તેનો ગેર ઉપયોગ કરીએ
,
તો પછી અર્ધચેતન વાળામાં અને આપણામાં તફાવત જ નથી એમ સાબીત
થાય. એ કાળી ટીલી આપણા કપાળેથી મટાડવી રહી. આટલું લખ્યા પછી કોઈ એમ પ્રશ્ન કરે
,
તે સ્વાભાવિક છે. કે શું ?
અને શાનો ફેરફાર કરવો જે ભાઈઓ “પાટીદાર ઉદય”ના ગ્રાહક છે.
તેમાં જ જેણે પોતાના તન
, મન, ધનનો ઉપયોગ કરવાનો નિશ્ચય કર્યો છે. તેને તો સમજ પડે કે,
આપણે લોહી ચુસનારા “પીરાણા મત”નો ત્યાગ કરીને વૈદિક ધર્મને
ગ્રહણ કરવો.એટલી હિંમત  જેનામાં ન હોય તે
એટલો તો ફેરફાર કરે કે તેમણે  “નુરની ગોળી”
વાળું પાણી ન પીવું એટલું જે આપણા ભાઈઓ કરી શકે
,
તેણે આ અવતારમાં ઘણું કર્યું એમ આપણે સંતોષ માનવો રહ્યો.
આપણને મહાશય તરીકે લક્ષ્મણ સાથે અદાવત નથી પણ કાકા તરીકે દ્વેષ છે એમને ઠપકો
આપવાને—એમના ઉપર કાકા તરીકે જાહેરમાં લખવાનો આપણને જેટલો હક છે તેટલો સૈયદોને માટે
આપણને નથી આપણને નવા વર્ષમાં કાકા લક્ષ્મણને એટલું તો કહેવાનો જરૂર હક્ક છે કે
તેમણે દાઢી મુંડાવી ચોટલી રાખવી અને જેટલું તેઓ ગુરૂ તરીકે સૈયદોને માટે ભોગ આપે
છે તેનાથી અર્ધો  આપણા ભલાને માટે આપે અને
આપણને આપણા કાર્યમાં મદદ કરવાને આપણા પીરાણામાંથી ભાઈઓને બોધ કરવાને બુદ્ધિનો
ઉપયોગ કરે. તેટલો તેઓ ફેરફાર કરે
, ગુરૂ તરીકે મનાવતા સૈયદો એેટલો ફેરફાર કરેકે તેઓ પોતાના
ધર્મને ઓળખે
, અને પાપ કરવાનું બંધ રાખે. આપણને સર્વને પેટ તો ઈશ્વરે
આપેલું છે જેઓ પેટ પોષવાને માટે ધર્મને ઉંચા મુકે. તેઓ જન્મીને જીવી જાણતા નથી. આ
જીંદગી ખાવા પીવાને માટે નથી પણ જીંદગીને ટકાવવા માટે ખાવા પીવાની જરૂર છે ઉપલી
ફરજ બજાવવાને આપણને વિનંતી છે.

લી. આજ્ઞાંકિત સેવક

રણછોડદાસ દલસુખરામ ભગત

 

પાટીદાર ઉદય સંબંધી જ્ઞાતિ બંધુઓને પ્રાર્થના

લેખક : જ્ઞાતિ સેવક નારાયણજી રામજી ગામ વિરાણી વાળા

          કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિના ભાવિ ઉદયનો પડઘો પાડનારું પાટીદાર ઉદય નામનું
માસીક આપણી જ્ઞાતિના સુપ્રસિદ્ધ જ્ઞાતિ સુધારક 
ભાઈશ્રી રતનશી શીવજીના તંત્રી પદ નીચે શરૂ થયું છે. એ જાણીને આપણી જ્ઞાતિનો
સમજુ વર્ગ  તેમજ જ્ઞાતિ સુધારક વર્ગ અને
યુવક મંડળોના સભ્યોના હૃદયમાં અત્યંત આનંદ થયો જ હશે.

          આપણી સમસ્ત કડવા પાટીદાર જ્ઞાતિથી અલગ પાડી દેનાર અને આપણા કચ્છ વિભાગને
અધર્મના માર્ગે દોરી જઈ નષ્ટ ભ્રષ્ટ કરનાર પીરાણા કબ્રસ્તાની પંથને સત્વરે
નાબુદ
કરવાની તેમજ જુદા—જુદા સ્થળે રહેતા જ્ઞાતિભાઈઓને સત્ય વસ્તુ સમજાય અને
જુલ્મી આગેવાનોના ત્રાસમાંથી જ્ઞાતિના ભાઈઓ તેમજ બહેનોને બચાવવાના માર્ગો આપણા
માટે ખુલ્લા થાય અને પોતાની યોગ્ય ફરજ અને ધર્મ સહેલાઈથી સમજાવી શકાય તેના માટે
આવા જ્ઞાતિ હીતના માસીકની ઘણી જ જરૂર હતી અને તે ભાઈ શ્રી રતનશી શીવજીએ
આપણને પૂરી પાડી છે. એ આપણી જ્ઞાતિના ભાગ્યોદયની ખાસ નિશાની રૂપ છે જે બંધુઓને આ
માસીકના જીવન સાથે થોડો ઘણો પણ સંબંધ છે તે દરેકને આનંદ થવો જ જોઈએ. જ્ઞાતિ સેવાના
મુખ્ય સાધન રૂપ આ બાળ માસીકનું જન્મવું કહેતાં ઉદય થવું. તે પ્રાતઃકાળમાં
સૂર્યનું પૂર્વ દિશામાં પ્રકાશવું તે સૂર્યનો ઉદય રાત્રીના આરંભમાં ચંદ્રનું પ્રગટ
થવું એ ચંદ્રનો ઉદય ચોમાસામાં દેડકાં અને અળશિઆનું પ્રગટ થવું એ ઉદય ગણાતું નથી
જેના પ્રગટવા અથવા પ્રકાશવાથી જગતને કોઈ પણ અંશમાં અધિક હીતકર લાભ થાય છે તેને જ
ઉદય થયો કહેવાય છે.
આ પ્રમાણેની પાટીદાર ઉદય માસીકના પહેલા અંકમાં તંત્રી
મહાશય નોંધ છે. આપણે તો આશાવાદી છીએ. પરમાત્મા પ્રત્યે  પ્રાર્થના કરીએ છીએ કે પાટીદાર ઉદયનું ઉદય થવું
સૂર્યના અને ચંદ્રના ઉદય સમાન અમારી કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિને પૂર્ણ પ્રકાશવાન
બનાવે.

          સાથે સાથે અમારે જણાવવું જોઈએ કે 
પાટીદાર ઉદય માસિક પોતાની બાલ્યાવસ્થામાંથી  બહાર નીકળી યુવાનીના પૂર્ણ જોશનો દૈવી પ્રકાશ
જ્ઞાતિ પ્રદેશમાં પાથરવા માટે તેને હજુ ઘણું પ્રાપ્ત કરવાનું છે. પરંતુ જે શુભ
સંકલ્પો વડે તે વિભૂષિત થયું છે. તેમાં શ્રદ્ધા રાખી તેના ભાવિ બળાબળની કલ્પના
કરીએ તો આપણને જણાયા સિવાય રહેશે નહિ કે એક દિન એવો અવશ્ય આવશે કે જયારે આજનું આ
દૈવી બાળક પોતાના દોર ઉપર સમસ્ત જ્ઞાતિને ચલાવશે. તેના આદર્શ રૂપ લેખો જ્ઞાતિની
નીતી રીતીને બનાવશે. તેના સુકાનીઓ જ્ઞાતિની ચડતી તેમજ પડતીના જવાબદાર ઠરશે
,
જ્ઞાતિનો વિદ્વાન વર્ગ તેમજ સુધારકો આ સર્વ બનાવોના કારણ
રૂપ લેખાશે અને પાટીદાર ઉદય માસિક કચ્છના કડવા પાટીદારોના કીર્તિધ્વજ તરીકે
ફરકાવવામાં દરેક બંધુ પોતાની ઇજ્જત અને માન સમજશે. આ શુભ ભાવનાના અંતરમાં રહેલી
અમારી ભાવના શક્તિ દરેક જ્ઞાતિ બંધુને અરજ કરે છે કે આ માસિક જ્ઞાતિનું છે કોઈનું
ખાનગી નથી. માત્ર જ્ઞાતિહિતને જ લક્ષમાં રાખી તેની પ્રવૃત્તિ લંબાય એવું કહેવામાં
અમે અમારી ફરજ સમજીએ છીએ તે સાથે જ્ઞાતિના સમજુ વર્ગ અને ખસુસે કરીને પોતાને
સુધારક તરીકે ઓળખાવતાં ભાઈઓ તથા યુવક મંડળોના મેમ્બરોએ તો જ્ઞાતિ સેવાના કાર્યમાં
આ પાટીદાર ઉદય માસિક ને મજબુત બનાવવાની ફરજને કોઈએ વિસારી દેવી નહિ જોઈએ.

          જ્ઞાતિ સુધારાની પ્રવૃત્તિથી દુનિયામાં આપણે પણ કંઈક છીએ એવું જ્યારથી ભાન
થયું છે ત્યારથી જાગૃત તો થયા છીએ
, પણ જે ત્વરાએ દેશકાળ પરિવર્તન પામે છે અને જનસમાજના વિચારો
બદલાય છે તેટલી ઝડપ આપણે કાર્ય કરી શકીએ નહિ. તો પણ વિચારોની આપલે વડે માનસિક
સૃષ્ટી ઉચ્ચ બનાવવાના કાર્યમાં પણ જો આપણે પ્રમાદ સેવીએ તો આપણુ સ્થાન તો જ્યાંનું
ત્યાં જ રહેવાનું. “કણબી પશુ ન માનવી”.

          એ મુદ્દા ઉપર જ્ઞાતિના સમજુ ભાઈઓ એ ઘણું વિચારવાનું છે અને ઘણું જ કરવાનું છે.
સમજવા અને સમજાવવા કંઈક પુરૂષાર્થ થયો તો છે જ પણ કર્તવ્યમાં હજી મોટી ખામી છે તે
સમજવાની ખાસ જરૂર છે. પીરાણા કબ્રસ્તાની અર્ધદગ્ધ પંથની હોળીમાંથી આપણા ભાઈઓને
બચાવી લેવાના પ્રયત્નો ચાલુ છે છતાં પણ કચ્છમાંના આપણી જ્ઞાતિના કેટલાક આગેવાન
તરીકે પોતાને ઓળખાવવાનો દાવો કરનારા કે જેઓ સૈયદોના ખાસ કમીશન એજન્ટો તરીકે
સુપ્રસિદ્ધ છે તેઓ એ હમણાં થોડા વખત પર નખત્રાણા કોર્ટમાં સૈયદોના તરફથી સાક્ષી
પૂરી છે કે ઈમામશાહ અમારો ગુરૂ છે અને અમે ઈમામશાહના વંશને માનીએ છીએ આવા નાલાયક
શબ્દોનો ઉચ્ચાર કરનારા તદ્‌ન નફ્ફટ ગણી શકાય છતાં પણ જ્ઞાતિ સુધારક ભાઈઓના અંતિમ
પ્રયાસી થી જ્ઞાતિના ભાઈઓ તેમજ ઘણી બહેનોએ પીરાણા કબ્રસ્તાનના પંથને માનવામાં
પોતાની ભુલ જોઈ છે અને તેથી પોતે ઉચ્ચ સંસ્કારી થવા માટે સેંકડોની સંખ્યામાં ઘણા
ભાઈઓ તેમજ બહેનોએ પીરાણા કબ્રસ્તાની પંથની સાથે છુટાછેડા પણ કરી નાંખ્યા છે. એટલું
જ નહિ પણ આપણી જ્ઞાતિનો કેટલોક અજ્ઞાન વર્ગ પણ પીરાણા પંથ આપણી હિન્દુ જ્ઞાતિ ને
કલંક રૂપ છે. એમ માની તેથી છુટા થવું એવા વિચારમાં છે. આવા અનુકુળ પ્રસંગે આપણે સૌ
એકત્ર થઈ જ્ઞાતિ હિતના માટે મત ભેદો દુર કરી એક જ સલાહ સંપે આપણી જ્ઞાતિનો ઉદય
કરવા પોતાથી બનતી મહેનત જ્ઞાતિ સેવા કરવાનું શુભ પગલું ભરવા માટે પાટીદાર ઉદયને
સજીવન રાખવા અમારી નમ્ર પ્રાર્થના છે. પાટીદાર ઉદય માસિકના માટે વિસ્તારથી વિવેચન
કરવામાં પ્રગટ કર્તાના પક્ષપાતનું પ્રયોજન હોવા વિશે ખોટું અનુમાન કરતા નહિ કારણ
કે જ્ઞાતિ હિતનું કાર્ય જ્ઞાતિજનોએ  જ
કરવું જોઈએ જ્ઞાતિ સમુહનું લક્ષ્ય ખેંચવા માટે પાટીદાર ઉદય માસીક એ એક સાધન રૂપ છે
કેમ કે તે દ્વારા જ્ઞાતિમાં પડી ગયેલા નઠારા રીત રિવાજો ઇત્યાદી તજી દેવા માટેની
સૂચનાઓ સહેલાઈથી ધ્યાન પર આવી શકે છે એમ તો કબુલ કરવું જ જોઈએ કે જે બાબતોના ગુણ
દ્વોષના અન્ય વ્યક્તિઓએ કરેલા વિચારો જાણ્યા નથી તેવી અજ્ઞાત બાબતોને કેટલે દરજે
માન્ય અથવા અમાન્ય  કરવી તેની કદર થઈ શકે
નહિ. તેમ તેની જરૂરીયાતના કીંમતીપણાની પણ તુલના થઈ શકે અને જેની આપણને કિંમત કે
કદર નથી તેવી બાબતો અમલમાં પણ કેમ મુકી શકાય એટલે તે કારણોને લઈને પણ શરૂઆતમાં આ
બાબત ઉપર  લક્ષ ખેંચવામાં આવ્યું છે.

          કિંમતી સમય ગુજારી શ્રમ ઉઠાવનાર જ્ઞાતિ શુભેચ્છક ભાઈ શ્રી રતનસી શીવજીના તેમજ
અન્ય ભાઈઓના વિચારો જાણવામાં પણ આપણે અવકાશ ન લઈએ તો પછી પ્રમાદ સિવાય બીજું શું
ધારી શકાય.

          પરમ કૃપાળુ ઉમિયા માતાએ કૃપા કરી ને આ માસિકના તંત્રી તથા પ્રકાશક ભાઈ શ્રી
રતનશી શીવજીને જ્ઞાતિ સેવાનું જે સ્ફુરણ સ્ફુરાવેલું અને તન મન અને ધનના ભોગે
અમલમાં મુકવાનો શ્રમ સેવી અંતરની લાગણીઓ પ્રદર્શિત કરે છે. એ ખરેખર સ્તુતી પાત્ર
છે. પરંતુ એ પવિત્ર લાગણીને  જો આપણે
યથાર્થ રીતે પોષણ નહિ આપીએ તો જેમ તુરતનું ઉગેલું કુમળું વૃક્ષ વિના પોષણ ફળદ્રુપ
થવા સિવાય વિનાશને પામે છે તેમજ તંત્રી મહાશયે 
જે સાહસ કરી પાટીદાર ઉદયને જન્મ આપ્યો છે તે ઉછરતું બાળ પેપર પણ જ્ઞાતિ
ભાઈઓની પુરતી મદદ નહિ હોય તો તે ટકી શકશે નહિ એ સ્વાભાવિક છે માટે સ્વ જ્ઞાતિ
હીતની વાત ધ્યાનમાં લઈ પાટીદાર ઉદય માસિકનો બહોળો ફેલાવો થાય અને આપણી જ્ઞાતિના
બધા ભાઈઓને જાણવામાં આવે તો જ તે લાભપ્રદ નીવડે માટે સઘળા જ્ઞાતિ બંધુઓને નમ્રતા
પૂર્વક અરજ એ છે કે પાટીદાર ઉદય માસિકના ગ્રાહક થઈ તમે તમારું સ્વજ્ઞાતિ
પ્રત્યેનું અભિમાન પ્રગટ કરો તમારા ભાઈઓ સગા સંબંધીઓ તેમજ તમારા મિત્રોને પાટીદાર
ઉદય માસિકના ગ્રાહક બનાવવા પ્રયત્ન કરો. તેની સાથે માસિકમાં પ્રગટ થયેલા લેખો
વિચાર પૂર્વક વાંચો અને વંચાવો. એટલું તો ચોક્કસ માનજો કે જ્ઞાતિના ભાગ્યોદયમાં જ
તમારો ઉદય છે. જગત જનની પરમ શક્તિ ઉમિયા માતા સર્વને સદબુદ્ધિ આપે.

 

ઉદય માર્ગ દર્શન

(૨)

(લેખક : માવજી વાસણ પટેલ)

          વહાલા બંધુઓ ! “અમે મનુષ્ય છીએ” “અમે અમારી નીતિસરની કમાણી સંપૂર્ણ રીતે અમારી
સુખ શાન્તિ માટે ઉપયોગમાં લેવાને હકદાર છીએ” આવી ભાવનાઓ આપના દરેકના અંતઃકરણમાં
સર્વદા રમ્યા કરે છે. પરંતુ આપણે જોયા કરીએ છીએ કે રાત—દિવસ સખત મહેનત કરવા છતાં
અને નાનાં મોટા સર્વ જેટલો બની શકે તેટલો અતૂટ પ્રયત્ન કરે છે છતાં
,
જરૂરી ખોરાકી, પોશાકી, તેમજ જન હિતકારી સાર્વજનિક જેવા સાદા ખેતીના ધંધા માટેનાં
સાધનો પણ બહુ જ થોડા માણસો પાસે છે. ત્યારે આવી ઉચ્ચાદર્શ  કોમનો ઘણો મોટો ભાગ કેવી કંગાળ ને પરાધીન
દશામાં છે. ઈશ્વર કૃપા કહો અથવા સંસારની અધમતાનો ધક્કો લાગ્યો કહો પણ હાલ જે બંધુઓ
દેશાવરમાં નીકળ્યા છે તે તો જોઈ શકે છે કે દુનિયાની હાલતના પ્રમાણમાં આપણી કોમ ઘણી
જ પછાત દશામાં છે એકના અનેક ગણા આપી  ચુકવા
છતાં લેણદારોનો કોરડો કેવો સતાવે છે. ત્રણ
,
ચાર કે દશ, બાર રૂપીયાના માસિક પગારના નાના સિપાઈઓ ગામડામાં કેવી
સત્તાઓ અને જોર ચલાવે છે તે વર્ણન કરતાં પાર આવે તેમ નથી. આવી પડતી દશામાંથી આપણો
ઉદય થાય. આપણી હક્કની કમાણી આપણે વિના અડચણે ભોગવી શકીએ. આપણી ઉછરતી પ્રજા
દુનિયાની ચાલુ ધમાલનો વિચાર કરી સારાસાર સમજી શકે અને પોતાનો મોભો સંભાળી શકે
તેટલું જ્ઞાન સંપાદન કરે. આપણી દાદ ફરીયાદ આપણાં કદરદાન રાજા રાણીને ઓફીસરોને
પહોંચાડી
, સમજાવવાની શક્તિ આપણામાં પેદા થાય. મનુષ્ય જન્મ સાર્થક થાય
તેવી રહેણીકરણીનો સત્ય માર્ગ સમજાય અને આપણી પડતીનાં સર્વ પ્રકારનાં કારણો આપણે
સર્વ સમજી શકીએ વગેરે ખાસ જરૂરના કામો અત્યારે આપણે શિરે આવી પડેલાં છે. આપણને
અંધારામાં રાખી તાગડધિન્ન કરનારામાંના કોઈ તે કામો કરી આપે જ નહિ. અજ્ઞાન અને
બાળકોથી બને તેમ નથી. માટે જેને કોમની દાઝ રહે છે
,
સમયનો વિચાર કરી શકે છે અને કામ કરવાનાં કંઈપણ સાધનો અને
હિંમત ધરાવે છે
, તેવા સ્ત્રી પુરૂષોની ખાસ ફરજ છે કે તન મન ધનના ખાસ ભોગે
કોમની સુધારણામાં મંડ્યા રહી બનતું કરવાનું છે. ખેતીવાડી અને મજુરી દુનિયા ચાલે
ત્યાં સુધી જરૂરનાં છે અને ખેડૂતો
, મજુરો, અને કારીગરોનો નાશ તો થવાનો નથી જ કારણ કે સ્વાર્થી
સત્તાધારીઓનાં જીવન તેના ઉપર નિર્ભર છે જેથી નિર્ધન રબારી
,
ભરવાડ ગાય ભેંસને જેમતેમ જીવાડી બનતો સ્વાર્થ સાધે છે અને
નિદર્ય ભાડુત
, ભાડુતી ઘોડાનો ઉપયોગ લે છે તેવા સ્વરૂપમાં જીવન નિર્વાહ તો
ચાલુ રહેશે જ. પણ પાટીદાર બંધુઓ ! જીવતા રહેવું એટલું જ બસ નથી. હજારે બે ચાર
ઘરમાં થોડો પીતળીયાનો ખડખડાટ કે ઉપર ઉપરનો નાતવરાનો ઠઠારો માત્ર બસ નથી. “ખેડૂત
તું ખરેખર જગતનો તાત ગણાયો”  રાષ્ટ્રનો
આત્મા ઝુંપડામાં વસે છે. “ખેડૂતો અમારા જમણા હાથ છે.” વગેરે રાજકારણીઓ
,
કવિ વચનો અને મહાત્માઓની ભાવનાઓને વાસ્તવિક સિદ્ધ કરવા
તમારે જાતે જ કમર કસવાની જરૂર છે.

          કેળવણી સર્વ પ્રકારની ઉન્નતિનું મૂળ છે પણ થોડા અક્ષરો વાંચતા લખતાં આવડે કે
બે પાંચ યુવકો સ ખ બ લ જેવાં નામાં લખી તેલ મરચાં વેચે કે થોડા બંધુઓ મોટા ફીડલ
બાંધી સ્વાર્થીઓના કુહાડાના હાથા રૂપ થઈ બેસે એટલાથી સફળતા મળવાની નથી. તેમાય
યુવકો
, વકીલ બેરીસ્ટરો બની જાયકે મહાન વિદ્વાનો બની બેસે તે અશક્ય
છે. હાલની ચાલુ સ્થિતિમાં કેળવણી લઈ બહાર પડેલાઓ નાતને ઉજાળે તેમ થવાને જમાનાઓ
જશે. માટે બંધુઓ ઉઠો ભણેલ કે અભણ ગરીબ કે શ્રીમંત
,
વૃદ્ધ કે યુવક સર્વ સ્ત્રી—પુરૂષો જે જે કામ—દેશ હિતેષીઓ
માર્ગ બતાવે તે પર વિચાર કરી પોતાથી બનતી રીતે કાર્ય કરવા લાગી જશો તો જ સફળતા
મળશે. વાર
, તહેવાર, સારા માઠા પ્રસંગો કે કોઈ પણ કારણસર જ્યાં એકઠાં થઈ વિચારો
થઈ શકે ત્યાં ચડતી પડતીનાં કારણો અને ઉપાયોની ખુબ ચર્ચા અને વાતોની ધુન મચાવો અને
જે વાત યોગ્ય જણાય તે તુરત પકડી લઈ તે પ્રમાણે કરવા માંડો તો જ ઉદ્ધાર થશે.

          અમે ગરીબ, અમે અભણ, અમે આવા કે તેવાં એવા વિચારોથી બેસી રહેવાનો સમય નથી.
જંગલીમાં જંગલી પ્રજાઓ પણ ઉન્નતિના શિખરે પહોંચી શકે છે. તો આપણી કોમ પ્રાચીન
કાળથી મહાગૌરવ ધરાવનારી છે હાલમાં પણ જ્ઞાન
,
બળ, ઉચ્ચ ભાવનાઓનાં ઉત્તમ ઉદાહરણો આપણી કોમ પૂરાં પાડે છે.
સંસારના ચઢતાં કાર્યોમાંના કોઈ પણ કાર્ય આપણી કોમના માણસો બજાવી શકે તેમ છે. માત્ર
જાગવાની અને આળસ તજવાની જરૂર છે.

(અપૂર્ણ)

 

અલંકારો કિત્તક કેળવણી પ્રશંસા

(રચનાર : મૌજી મહાજન)

સવૈયા : એકત્રીશા

કેળવણી છે જીવન સુખનું

અમૃત રૂપી ઝરણું સાર,

 

કેળવણી મધુરી વાણીનાં

મુક્તા ફળનું મુખ્ય જ દ્વાર,

 

કેળવણી નિજ મગજ તંતુ,

ને વસંત સમ પ્રફુલ્લિત કરનાર,

 

કેળવણી કુળ ઉદ્ધારક છે

નૌકાયંત્ર અબ્ધિ તરનાર.

 

 

 

કેળવણી છે વિનય ક્ષમાનું

શાન્તિ ભૂવન અતિ સુખકાર,

 

કેળવણી કીર્તિ યશ માટે

વિદ્યુત વિનાનો સીધો તાર,

 

કેળવણીને આર્ય ઉન્નતિ

કેરું “કલ્પતરૂ” તું ધાર,

 

કેળવણી અદ્‌ભુત શક્તિની

ત્વારીખ  લખવા
લેખન સાર.

 

 

 

કેળવણીમાં વિવેક પદ્ધતિ

મારગ જેનો સ્હેલ ગણાય,

 

કેળવણી છે દુઃખ ટાળવાનો

શસ્ત્રી રૂપ સારો ઉપાય,

 

કેળવણી છે ગૌરવ જનનું

કૌસ્તુભ જેવું રત્ન મનાય,

 

કેળવણી ગંભીર ગુણથી જન

રત્નાકાર સમ તે સરશાય,

૩.

 

 

 

કેળવણી શાન્તિ સંયંમનો

શિતલ ચંદ્ર ખરે કહેવાય,

 

કેળવણી મદ તિમિર પરજ્યમ

અર્કરૂપ અરિનો સમુદાય,

 

કેળવણી મન સ્થિરતા માટે

વિન્ધ્યાચળ સમ ટેક ગણાય,

 

કેળવણી નિર્મળ નભ જેવી

પ્રકાશ પૂર્ણપણે ચળકાય,

 

 

 

સભા વિશે શોભા દેનારું

કેળવણી ભૂષણ કહેવાય,

 

સ્નેહ સંપનું મૂળ જ એ છે

કેળવણી મહિમા જગમાંય,

 

હિત અહિત પારખવા કેરું

કેળવણી મહા યંત્ર મનાય,

 

સ્વર્ગતણું સાધન પણ એમાં

કેળવણી સઘળે વખણાય

૫.

 

 

 

આર્યબાળકો ખિલવજો સહુ

કેળવણીનો અતિ પ્રચાર,

 

તન મન ધનનો ભોગ દીયો

પણ કેળવણીમાં પાયોપાર

 

ઉદ્યોગી થૈ આગળ વધતાં

કેળવણી મળશે બક્ષિશ,

 

મૌજી” અજ્ઞ અમોને એવી

કરૂણા કરશે શ્રી જગદીશ.

૬.

 

 

પાટીદાર જ્ઞાતિ સાહિત્ય

(લેખક : ઉક્ત જ્ઞાતિ હિત ચિન્તક ઠક્કર રામજી વિ. વાલજી વમા
નખત્રાણા—કચ્છ)

          જ્ઞાતિના ઉત્તમ સિદ્ધાંતોનો પ્રચાર કરવા માટે ઉત્તમ પુસ્તકો પ્રકાશિત કરવાની
ઘણી આવશ્યક્તા છે. પુસ્તકો વાંચવાથી પાઠકોના હૃદય ઉપર જે પ્રભાવ પડે છે તે સ્થાઈ
હોય છે પરંતુ ખેદ પૂર્વક જોવામાં આવે છે કે પાટીદાર જ્ઞાતિ સમાજમાં ઉંચા ગ્રંથ
લખવાનો કાર્ય બહુ જ મંદગતીથી ચાલી રહ્યું છે બલ્કે પતોએ નથી હાલ લગી બહુ જ થોડા
પુસ્તક પ્રકાશીત થયા છે કે જેને પાટીદાર જ્ઞાતિ સાહિત્ય નામથી પુકારવું નિરર્થક છે
પરંતુ આ વાતની ઘણી આવશ્યક્તા છે.

          જ્ઞાતિ વિદ્વાનોની ઓજસ્વિની લેખો 
દ્વારા ઉત્તમો ઉત્તમ ગ્રન્થ લખાયા કરે જે ભાષા ભાવ છપાઈ સફાઈ સર્વ વિચારોથી
નુતન હોય શુદ્ધ સિદ્ધાંતો ઉપર એક બે નહિ અનેક પુસ્તકો લખાયા કરે દેશી—વિદેશી તમામ
ભાષામાં એ કાર્ય હોય. જે ભાઈ એક ભાષા નહિ જાણે તે બીજી ભાષામાં ઉંચ સિદ્ધાંતોનો
ગ્રન્થ જાણી તેનું આશ્વાસન કરે કારણ કે પ્રત્યેક સમાજ ધર્મની ભિતી તેના સાહિત્ય પર
હોય જ છે દરેક સમાજના સાહિત્યથી યદિ દુર જોઈએ તો કંઈપણ બાકી રહેતું નથી છતાં તેમાં
પણ અપવાદ છે કે નિરર્થક વિચારો નીકળવાને બદલે ન નીકળે તો સારું છે.

          હવે આપણે ત્યાં કડવા “પાટીદાર સુધારક સોસાયટી” થવી જોઈએ તેનું તેમની ઇચ્છા
શક્તિ અનુસાર દેશમાં તથા પરદેશમાં કેન્દ્ર સ્થાન સ્થાપવું જોઈએ તેમાં તે જ્ઞાતિના
જાહેર પત્રકારને મદદ
, વિદ્યાશાળા સ્થાપવી,
સુધારાના પ્રયાસો, વિધવા વિવાહના સત્ય નિયમ,
બ્રહ્મચર્ય, સંસ્કારવિદ્યા
હુન્નર ઉદ્યોગ
માટે મદદ
, ગરીબો માટે સગવડ પૂરતા ધંધા તથા સાધનો તાત્કાલિક અણધાર્યા
સંકટ નિવારણ ઉપાયોની યોજનાઓ માટે ખાસ વિદ્વાનો કેળવાયલાઓ રોકાઈ કાર્ય કરે તો શું ન
થાય
?

          અર્ધું કિનારું વીસમી સદીમાં જાગૃતીનું આવ્યું છે તેવામાં આ બધું દસોદના
નાણાંથી (દસા ઔંસ ખાના “જગ્યા કે જ્યોતિર્ધામ”માં રહે છે તેમાંથી) થવાની ખાસ જરૂર
છે. મનુ મહારાજના વચનો પ્રમાણે દસમો ભાગ કમાણીમાંથી કાઢે છે પણ વ્યવસ્થા સ્થિત
થતું નથી વાસ્તે તેમ થવાની ખાસ જરૂર છે આવડી ભવ્ય જ્ઞાતિની અંદર એકે પેપરની ચાલુ
નિયમિત જીવીત દશા નહિ એ ખેદ ઓછો તો ખરો
, પણ આશ્ચર્યજનક ઘટના માની શકાય.

          આ ઉપરથી માની શકાય છે કે જનરલ રીતે જ્યારે પરમાત્મદેવ વિદ્યા સાહિત્યની
પ્રસાદીની લહાણ બક્ષીસ વાટણી કરતા હતા ત્યારે આ બન્ધુઓ મહેનતની લહાણના સ્થળે
પરમાત્મદેવની દિવ્ય શક્તિમાં હાજર હોતા શું વંચીત રહેલા હશે
?
મતલબ તેઓ વિદ્યા સાહિત્યથી બન્ધવા થઈ વંચિત હોય તો કહી શકાય
જ નહિ અને તેમાં ખોટું શું
? આ તેમનામાં ખામી છે. જે પ્રગટ થતી પરિસ્થિતિ અટકાવવા ખાસ
પ્રચાર માટે એક મિશન ઉભું કરી કાર્ય કરવું જોઈએ તેમાં (પાટીદાર જ્ઞાતિ સાહિત્ય
કાર્યાલય) સ્થાપી નીચે પ્રમાણે કાર્ય કરવાની જરૂર છે અથવા તે કાર્યાલય પત્રકારોથી
જોડાઈ જવું જોઈએ વાસ્તે હવે પરિષદ ભરાઈ નિશ્ચીતથઈ સાહિત્ય વૃદ્ધિના પુસ્તકો પ્રચાર
કરવા માટે તૈયાર કરી વગર મૂલ્યે મગાવનારને આપવા જોઈએ. તેમાં સારી જેવી રકમ રોકવી
જોઈએ. દાખલા તરીકે ખ્રિસ્તી ધર્મ પ્રચારકો બાઇબલ સોસાયટીમાંથી મફત પુસ્તકો આપી
પ્રચાર કાર્યની વૃદ્ધિ કરી રહ્યાં છે ત્યારે સમજુ શ્રી કુર્મ તનુજો ઉમિયા ઉપાસક થઈ
પોતાના સાહિત્ય ક્ષેત્રમાં સંકુચિત દૃષ્ટિ રાખી ઉદ્ધાર કરવાના ઉપાયો ભુલી પરિષદો
ભરી બે પરિષદોથી તે દિવસનો વૈરાગ્ય  બતાવી
પછી સૌ કામે લાગે તેથી કંઈ ખાસ ઉન્નતિ થાય એવું નથી વાસ્તે તત્ક્ષણ તે વિષે ઉપાય
લેવા માટે ફરી તેમણે પોતાની પરિષદ દેવીને પ્રસિદ્ધીમાં મુકી તેને પ્રમાણસર દીપાવવા
આમંત્રણ આપવા વીરનર બાહેર આવવો જોઈએ વળી વિદ્યા સાહિત્ય વૃદ્ધિ થતી આવશે તો
ધાર્મિક પોલ જાણી શકશે પણ વિદ્યા વગર સમજે શું વાસ્તે હે સુધારક બાંન્ધવો !
સમજાવવાની શક્તિનો યત્ન કરો પ્રથમ પંક્તિમાં સમજવાની શક્તિનો યત્ન કર્યા બાદ
ધાર્મિક પોલ વિદ્યા રૂપી સાહિત્ય પ્રકાશથી કર્તવ્યા અકર્તવ્યનું ભાન કરાવવું જોઈએ.

          માનો કદી ભણાવવામાં આવે પણ જાતિકીય સાહિત્યના અભાવે ( ન હોય તો) પછી શું ફતેહ
મેળવે ! વાસ્તે ઉપર વર્ણવાથી (પીરાણા પંથ પોલ ગઢેરા પોલ જીવન હેતુ આડમ્બર થી દૂર)
આદી પોલો સમજી શકશે. જુઓ ! મી. વી. આર. ભગત (સાહિત્ય સિવાય અંગ્રેજી છઠ્ઠી ભણ્યા
છતાં રૂઢ રવૈયાથી રહ્યા કહેવત છે કે શું બાપના કૂવામાં બુડી મરાય
?

          હવે કુધારો ત્યાગવાનો કિનારો નજીક આવ્યો છે કાકા અને સૈયદોના કામનો કમીશન
નખત્રાણા કોર્ટમાં આવતા સંખ્યાબંધ ત્રણે પાંચાડાના કણબી તથા અન્ય પાટીદાર ધાર્મિક
પોલ ગપોળ સમજી મનમાં ગોળ થઈ ગયા છે. વિશેષમાં ઉણપ આ પત્રે ઓછી પાડી છે તેવું કાર્ય
ઉપાડનાર એક જ વ્યક્તિ બહાર આવવો જોઈએ.

          આપણા પ્રત્યેક સમાજમાં એમ કહેવાય છે કે થોડાથી શું થાય ?
એકથી કંઈ ન થાય આપણે થોડા એ ઘણા કાળીંગાની ભારીઓ બધી કોમ
એવા શબ્દો ઉચ્ચારી નિરાશાવાદી થાય છે પણ એક જ બસ છે. દાખલા તરીકે એક જ ત્યાગી
હજારો ત્યાગી બનાવી શકશે લાખો મુર્દા એક જીવીતનો ઉપકાર નહિ કરી શકે પરંતુ એક જીવીત
કરોડો મુર્દાનો કલ્યાણ કરી શકે છે. અહિંસા ધર્મનો પ્રચારક ભગવાન બુદ્ધ એક હતો
અદ્વેત વાદના પ્રચારક ભગવાન શંકરાચાર્ય એક હતા. વૈદિક ધર્મ ઉદ્ધારક મહર્ષિ દયાનંદ
સરસ્વતિ એક હતા પરંતુ સર્વ કોઈ પોતાના આદર્શ જીવનથી સહસ્ત્રો પેદા કરી ગયા છે.
આદર્શ જીવન એજ પવિત્ર આત્માઓનું બને છે જે સંસારની વ્યક્તિઓની સમાલોચના કરવું છોડી
પોતાના જીવનને પવિત્ર બનાવવાને આગળ પગ મુકે છે સાથે સાથે કદી પણ દોષા—વેષણ કરવાનું
કોઈ દિવસ પણ યત્ન કરતા નથી. સ્વદોષ નિરક્ષણ કરવાનો પોતાનો પવિત્ર અને મુખ્ય ધર્મ
સમજે છે તેવાઓ પોતાનો કરેલા અપરાધો સ્વીકાર કરવામાં કિંચીત શરમાતા નથી. પરંતુ બીજા
દ્વારા પોતાના બતાવેલા દોષોનો સંપૂર્ણ અનુભવ કરી સત્ય તેમાંથી  મુક્તિ મેળવે છે. વાસ્તે જાગો ! નિંદ્રા ત્યાગો
!

 

પાટીદાર ભાઈઓને પ્રાર્થના

          પ્રિય ભાઈઓ ! સમાજની દરેક જ્ઞાતિ કે વ્યક્તિ પોતાની ઉન્નતિ માટે હંમેશાં સતત
પ્રયત્ન કરી રહી છે. તેવા સમયમાં આપ પણ એમની પેઠે ઉન્નતિ મેળવવા જે કંઈ હાલ
પ્રયત્ન કરો છો તે ખાસ આનંદ જનક છે
, તેમાં પણ જે જે ભાઈઓ સમાજના કુધારાઓને તોડી નીતિનો પ્રચાર
કરવા ચાહે છે તેમને તમારે ખરા અંતઃકરણથી ટેકો આપવાની જરૂર છે. એક માણસ કંઈ પણ કામ
કરતો હોય તેને જો બીજો ટેકો આપે તો તે કામ જરૂર ફળીભૂત થાય
,
પણ જો તેને બીજા તોડવા પ્રયત્ન કરે તો તે ઘણે ભાગ્યે નિષ્ફળ
જ જાય એ દેખીતું છે. તમારી જ્ઞાતિમાં હાલ ધર્મ યુદ્ધ ચાલી રહ્યું છે તમો ઉચ્ચ વર્ણના
હિન્દુ હોવા છતાં મુસલમાની ધર્મ કેમ પાળો છો
?
એ સવાલ દરેક વ્યક્તિને સહેજ ઉત્પન્ન થયા સિવાય રહેતો નથી.
તમો તેનું આવા સમયમાં યોગ્ય નિરાકરણ નહિ કરો તો તેનું પરિણામ ભવિષ્ય માટે તમોને
સારું નહિ જ આવે. ધાર્મિક વિચારો માટે સમાજમાં ખોટો અંકુશ હોય તે કંઈ ઇચ્છવા યોગ્ય
નથી પણ અલબત ઊંચી ગણાતી હિન્દુ કોમો જો મુસલમાની ધર્મ પાળે તો પછી તે હિન્દુ
કહેવડાવવા માટે લાયક રહેતી નથી. માટે તમારે તમારી જ્ઞાતિમાંથી ઉન્નતિ કરવાનાં દરેક
પગલામાં પ્રથમ આ વાત પર ખાસ ધ્યાન આપી અર્ધદગ્ધ મુસલમાની ધર્મનો ત્યાગ કરી દેવો
જોઈએ.

          બીજું ધર્મ ગુરૂઓ પણ આપણને નીતિનો રસ્તો બતાવી ઉન્નતિના રસ્તે લઈ જતા હોય તેવા
જ જોઈએ અસલથી ચાલ્યા આવતા નામના ધર્મ ગુરૂઓ સાથે સંબંધ રાખવાથી કદી જો હાનિ થતી
હોય તો તેનો પણ સત્વરે ત્યાગ કરી દેવો જોઈએ એમ ન કરવાથી આપણને ઘણી જ હાનિ  થાય છે એટલા માટે વિદ્વાન તથા કર્તવ્ય નિષ્ઠ
ધર્મગુરૂ રાખવાની ખાસ જરૂર છે અને તેનો ઉદ્દેશ પણ આપણામાંથી મફતના પૈસા લુંટી પોતે
મોજ કરે એવો ન હોવો જોઈએ અને જો તેવો ઉદ્દેશ હોય તો તે પોતાને તથા પોતાના મતમાં
ચાલતા સમાજને ખાડામાં નાંખી તેનું અધઃપતન કરાવે છે એ નક્કી છે. તેથી અર્ધદગ્ધ ધર્મ
ત્યાગી સાથે તેવા ધર્મ ગુરૂઓનો પણ સત્વરે ત્યાગ કરી દેવો એ બીજી ફરજ છે.

          તે સિવાય જ્ઞાતિનું તંત્ર ચલાવનાર ડાહ્યા અને પ્રતિષ્ઠિત પુરૂષો કે જેના
હૃદયમાં જ્ઞાતિની સેવા કરવાની ધગશ હોય તથા તેમનું જીવન આવા કામ માટે જ બાકી
ખર્ચવું હોય તેવા શુદ્ધ અંતઃકરણવાળા તથા પરોપકારી અને બીજાનું દુઃખ જાણનારા એવા
પવિત્ર પુરૂષોને ચુંટી કાઢવા જોઈએ  અગાઉથી
પોતાની મેળે બની બેઠેલા ધરાર પટેલો કે જેઓ માત્ર પોતાનું સ્વાર્થ જ સાધી જાણે છે
બીજાનું સુખ દુઃખ ન જોતાં બીજાને નીચોવી પાયમાલ કરીને પોતે મોજશોખ કરે છે તેવા નીચ
વિચારવાળા બડેખાંઓને જ્ઞાતિના અધિકારી કદી ન બનાવવા જોઈએ અને જો તેવા અધિકારીઓ હાલ
હોય તો તેને તે પદથી સત્વરે દુર કરી તેની જગ્યાએ ઉપર જણાવી ગયા તેવા લાયક સજ્જનો
નીમી જ્ઞાતિની ઉન્નતિ કરવા તથા વ્યવસ્થા ચલાવવાનું કામ તેમને સોંપવું જોઈએ. આવી
રીતથી આપણે ક્રમે ક્રમે એક—એક વાત લઈ તેને યોગ્ય રસ્તે લાવવા જોઇએ તો આપણી ઉન્નતિ
અવશ્ય સત્વરે થવા પામે એ નિઃસંશય છે અને આમ કાર્ય કરવા તૈયાર થવું દરેક વ્યક્તિની
પ્રથમ ફરજ છે.

લી. આપનો સેવક

વૈદ્ય ગોપાલજી કુંવરજી ઠક્કુર

 

 

જ્ઞાતિ સુધારા અર્થે

(રચનાર : મૌજી મહાજન)

છંદ—સવૈયા એકત્રીશા

પ્રિય જ્ઞાતિના જ્ઞાત બંધુઓ જ્ઞાતિનું શ્રેય કરવા કાજ,

 

ઉમંગથી આગળ વધજો સૌ જ્ઞાતિની મન ધરિને દાઝ,

 

જ્ઞાતિનું હિત કરવા માટે પ્રથમ સંપની છેય જરૂર,

 

સંપ જગતમાં મહા વસ્તુ છે સંપ વિના સઘળું છે દુર

સંપ થતાં કંઈ કલેશ અને વળી દ્વેષ બુદ્ધિ પણ થશે વિનાશ,

 

સંપ તણી મહતા છે મોટી સંપથી સારી રાખો આશ,

 

સંપ તજી જે કુસંપ સેવે તર્ત જ તેનો આવે અંત,

 

કુસંપની જડ નષ્ટ થવાને આળશ તજી ઉર ધરજો ખંત

જુઓ દાખલા કુસંપના કે શાસ્ત્ર અને સોધી ઇતિહાસ,

 

કુસંપમાં એક જ કુળનાં જન કૌરવ પાંડવ થયા વિનાશ,

 

અનેક એવા એ સિવાય પણ અન્ય દાખલા છે મોજુદ,

 

લખતાં ગ્રંથ લખાયે મોટું જરૂર જેનું તે કહું ખુદ

કુસંપમાં આ આજ કાલ જે જ્ઞાતિ આપણી પડી પછાત,

 

કુસંપનું જ્યાં બી રોપાયું ત્યાં કહો કોણ થયાં વિખ્યાત,

 

પાપ બુદ્ધિ એ દ્વેષ રૂપમાં આપણ સૌને ર્ક્યાં પ્રખ્યાત,

 

તેથી જ્ઞાતિનું ગૌરવ જે અંધકાર પેઠું અજ્ઞાત

શુદ્ધ સનાતન સત્ય ધર્મ પણ તજ્યું આપણે વગર વિચાર,

 

ધર્મ ત્યાજ્યનાં મહાપાપથી ભ્રષ્ટ મતીનો થયો પ્રચાર,

 

અનાચાર આપણામાં આજે થતાં તેહ, નવ જોઈ શકાય,

 

એ સર્વે આ ધર્મ ભ્રષ્ટથી બગડેલી બાજી કહેવાય

જુઓ આપણી કેળવણી પણ નષ્ટ પામતી નાઠી આજ,

 

જરૂર જેની સૌથી પેલાં તેહ ગુમાવી વગર ઈલાજ,

 

મતી હીણ આપણ થૈ બેઠાં માન ભંગ આપણનાં કાજ,

 

સરસાઈ સઘળી હાર્યા ને નિંદક બનતાં ના,વી લાજ

ઉપજ અને વળી ખર્ચ તણો પણ અડસટ્ટો નવ આપણપાસ,

 

ફુલણજીની પેઠે જાણે સૌથી મોટો દરજો ખાસ,

 

કર્મ કરીશું કુડાં અંદર રાખીશું મન મોટી આશ,

 

કલંક રૂપી કાજળ વિણશું મળશે જ્યાં ખોયો વિશ્વાસ

નાશ થવાની નૌકા નબળી જીર્ણ થયેલી ધરિને હાથ,

 

પાર ઉતરવા અબ્ધિ મંહિ વિણ ઉપાય શાને ભીડો બાથ;

 

બુદ્ધિ આપણી અલ્પ થઈ એ પાપ કર્મનું છે પરિણામ,

 

દિર્ઘ વિચારો સર્વ તજાયાં રહ્યું ન ધર્મ તણું કંઈ ભાન

તથાપિ કંઈના દિલ પર લઈએ ધરિએ કા નવ કંઈ દરકાર,

 

જુઓ કમાઇ હોય નહિ પણ ખર્ચ ચાલતા ધમધોકાર,

 

વગર વિચાર્યું પગલું ભરતાં આપણને ના લાગે વાર,

 

પોતાનું જ અહિત કરવામાં બન્યા આપણે બહુ હુશિયાર

જગત તણાં વ્યવહાર કાર્યમાં કેળવણીની અતિ જરૂર,

 

તે ક્યાં છે આપણની પાસે મિથ્યા ત્હોય બન્યા મગરૂર,

 

ભૂલ આપણી છતાંય પોતે સમજ્યા નહીં તો ખામી એજ,

 

દોષ પછી બીજાને દઈયે મૂર્ખતાઈનાં લક્ષણ છે જ.

૧૦

કુસંપ, કલેશ, દ્વેષ, કરવામાં શૂરા સહુથી થયા વિષેશ,

 

શોશ ખરે હા ! તેનો નહિ કંઈ આપણને મનમાં પણ લેશ

 

પ્રતિ ઘડી મન સ્ફૂર્તી ને આ બંધન મુક્ત થવાને કાજ,

 

સત્ય ધર્મને સદ્‌ વિદ્યાથી સરસે સઘળાં સારાં કાજ

૧૧

એમ ઉન્નતિ આપણ સહુની રહી શુદ્ધ વર્તનથી જાણ,

 

અને સંપ સાંપડશે એથી સ્થિતિ સરસ એથી પરમાણ,

 

શુભ કર્મોથી આપણે નક્કી સાર વસ્તુ મળશે મનધાર,

 

સત્કર્મોની તંગી ત્યાં સદ્‌ વસ્તુને ક્યાંથી તું ભાળ

૧૨

સત્ય કર્મની ટેક ગ્રહિ મન ઈશ્વરમાં રાખી વિશ્વાસ,

 

કાર્ય સદા જગમાં કરવાં છે સત્ય ધર્મમાં સારી આશ,

 

પ્રમાદનો પરિત્યાગ કરીને ઉદ્યોગે સ્થિરતા મન રાખ,

 

હિંમતબાજ બની નર આગળ વધતાં તારી વધશે સાંખ

૧૩

શ્રેષ્ઠ સર્વ લોકોમાં થૈને સત્ય થકી મળશે યશ માન,

 

સત્ય આત્મ જ્યોતિ શુદ્ધ થાતાં સત્ય વડે સાંપડશે જ્ઞાન,

 

વિશ્વ વિષે સાચાંનો બેલી સ્વયં સ્હાય કરશે જગદીશ

 

મૌજી સત્ય શ્રદ્ધાથી મારગ સત્ય ધર્મ ધરજો હરનીશ

૧૪

 

 

 

પીરાણા પંથની દશતરી ગાવંત્રી*

          (શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદની કરાચી મુકામે થયેલી બીજી
બેઠકમાં શ્રીયુત મીસ્ત્રી નારાયણજી રામજી વીરાણીવાળાએ પીરાણાના ઠરાવ ઉપર આપેલું
ભાષણ)

          પ્રિય બન્ધુઓ ! મારી સામે પ્રથમ એ પ્રશ્ન ઊભો થાય છે કે પીરાણાના કબ્રસ્તાની
ધર્મને તજી દેવાનો ઠરાવ આ સભામાં મારે શા માટે રજૂ કરવો
?
હિંદુઓને અર્ધદગ્ધ બનાવી દઈ છેવટે પોતાની નાત જાતમાંથી ટાળી
દેવાની જે યુક્તિઓ તેમાં રચવામાં આવી છે તેને મારે શા માટે આપની સમક્ષ રજૂ કરવી
અને તે ક્યા સ્વાર્થની ખાતર
? આપ વિચાર કરી જોશો તો સમજાશે કે પીરાણા ધર્મને અનુસરનારો
આપણી કચ્છ જ્ઞાતિનો એક ભાગ એમ જ ધારે છે કે પીરાણા પંથ એ હિંદુ ધર્મ છે. પરંતુ
વાસ્તવિક રીતે આપણા શાસ્ત્રોમાં પીરાણા નામે કોઈ પંથ નથી અથવા પીરાણા નામનો કોઈ
ધર્મ નથી. પીરાણા નામનું એક ગામ છે અને તે ઈમામુદીને વસાવ્યું કહેવાય છે અને જે
પીરાણા પંથની વાત આપણે કરીએ છીએ તે તો સતપંથને નામે ઓળખાય છે. એ કપોળ કલ્પિત
પંથમાં આર્ય હિન્દુ ધર્મની ઈરાદાપૂર્વક એટલી તો નિંદા કરવામાં આવી છે કે તે આપણાથી
સાંખી જાય તેવી નથી. છતાં કમનસીબે કેટલાક હિંદુઓ અને ખાસ કરીને આપણી કચ્છ જ્ઞાતિ
,
એ કબ્રસ્તાની પંથની ભોગ થઈ પડી છે એ વિચાર જ્યારે
જ્યારે  મારા મગજમાં આવે છે ત્યારે મને તે
અસહ્ય થઈ પડે છે. ક્યાં પીરાણાનો અર્ધદગ્ધ પંથ અને ક્યાં આપણી હિંદુ જ્ઞાતિ
?
કેટલો અંતર ! કેટલી શરમની વાત ! હું એક મનુષ્ય છું આર્ય છું,
સનાતન ધર્મનો અનુયાયી છું 
અને મારા બંધુઓ પણ મારા જેવા જ પવિત્ર અંતઃકરણના છે એ વિચારને હું તજી શકતો
નથી એટલે ખાસ કરીને મારી જ્ઞાતિના તેમજ અન્ય હિંદુ જ્ઞાતિના ભાઈઓને એ પીરાણાના
કબ્રસ્તાની પંથની પ્રપંચી જાળમાં ફસાયેલા જોઉં છું ત્યારે તેમને સન્માર્ગે દોરવાનો
અને એ પ્રપંચી જાળને ઉકેલી સત્ય હકીકત પ્રદર્શિત કરવાનો મને મારો ધર્મ સમજાય છે.
મનુષ્યના જીવન માટે પ્રથમ નિર્માણ થયેલો જે ધર્મ તેને તજી દેવાથી મનુષ્ય તરીકે
જીવન ગાળી શકાય જ નહિ એ વાત આપ જરૂર યાદ રાખજો. એ મનુષ્યને ધર્મને ભુલાવી દેનારી
અને હિન્દુઓને વટલાવી અર્ધદગ્ધ બનાવી 
દેવાની ઈમામશાહ જેવાઓએ જે યુક્તિ રચી છે તે પીરાણાની પોલ નામે પુસ્તકમાં
બહાર પાડવાનો મારો ઈરાદો હું જાહેર કરી ચુક્યો છું અને ઘણા આધારો અને સાધનો મને
મળી શક્યાં છે અને એ દિશામાં મારો પુરૂષાર્થ ચાલુ છે જ. પરંતુ આ ઠરાવના અંગે
મારાથી બની શકે તેટલી હકીકત આપની સમક્ષ રજૂ કરી—એ કબ્રસ્તાની પંથને તજી દેવાનો બોધ
કરવાની આપણી સબજેક્ટ કમિટીએ ભલામણ કરી છે અને હું આપને એજ ભલામણ કરું છું કે જો
તમે હિન્દુપણું રાખવા ઇચ્છતા હો
, પોતે હિન્દુ હોવાનો દાવો કરતા હો તો જ મારી વાત સાંભળજો અને
હિન્દુપણામાંથી ટળી જઈ શુદ્ધ કડવા પાટીદાર જ્ઞાતિથી વિમુખ બની મુમના કિંવા
અર્ધદગ્ધ મુસલમાન થઈ જવા ઇચ્છતા હો તો મારો ઉપદેશ તમારા માટે નથી એમ સમજજો.

          બન્ધુઓ ! તમે હિંદુ છો એ વાત શું મારે તમને સમજાવવાની છે ?
આપણી કુર્મી ક્ષત્રિય જ્ઞાતિએ શું એટલી બધી અધોગતિ પ્રાપ્ત
કરી છે કે તમે હિંદુ છો
, હિંદુ શાસ્ત્રોને માનનારા છો અને તમારા પૂર્વજો પણ હિંદુ જ
હતા એ વાત તમને મારે સમજાવવી પડે ! નહીં જ. ત્યારે આ કમનસીબી કેવા પ્રકારની !
કબ્રસ્તાની પંથ અને કડવા પાટીદાર જે આપણી કોમ તેને ક્યાંથી ભેળી સાટો થયો એ બાબત
ઐતિહાસિક છે એટલે હું જવા દઉં છું અને આ પંથને તજી દેવાની જરૂર પુરતું જ હું આપને
કહીશ.

(* ઉપરનું લખાણ અમોએ બીજી પરિષદના રિપોર્ટ ઉપરથી ઉપયોગી સમજીને અહીં દાખલ
કર્યું છે અને તેનો બાકીનો ભાગ હવે પછીના અંકોમાં આવશે.)

પીરાણાનો અર્ધદગ્ધ પંથ

          ઈસ્લામ ધર્મના અનુયાયી જે પીરોએ હિંદુઓને વટલાવી પોતાનો નવો પંથ ઊભો કરવાની
યુક્તિ રચી
, તેમાં પ્રથમ તો હિંદુ શાસ્ત્રોની વાતો લઈ પોતે નવાં ગપાષ્ટક
શાસ્ત્રો બનાવ્યાં
, તેમાં તદ્‌ન જુઠી અને ઢંગ ધડા વગરની બનાવટી કિસ્સા કહાણીઓ
લખી અને તેમાં મુસલમાની તત્ત્વો  દાખલ
કર્યાં. પછી ભોળા અને ધર્મ શાસ્ત્રોથી અજ્ઞાત રહેલા હિંદુઓને શોધી શોધીને એ
કુટીલ માર્ગમાં
સામેલ કર્યા
, એ કબ્રસ્તાની પંથના પુસ્તકોમાં વેદોનાં નામ જેવા બનાવટી
શબ્દો વાપરી
, હિંદુઓના તીર્થસ્થળો અને મહાપુરૂષોના નામોનો ઉમેરો કર્યો.
અને યુક્તિ પ્રયુક્તિથી ફેરફાર ઉત્પન્ન કરી પોતાના રચેલા
,
હાથનાં લખેલા પુસ્તકોને પીરાણા કબ્રસ્તાની પંથના સેવકોના
હાથમાં આપીને કહ્યું કે “એ અથરવેદ છે ! હમણાં આ લેખના અર્થવેદનો વારો છે અને તેમાં
જે લખ્યું છે એજ સાચું છે અને એજ પ્રમાણે પીરાણાના સત્‌પંથીઓએ વર્તવું.” ધીમે ધીમે
પોતાની જાળમાં ફસાતા અજ્ઞાન હિંદુઓને જલદી મુસલમાની રાહત ઉપર લઈ જવા પીર સોદરદીને
કહ્યું કે :—

          હિંદુ શાસ્ત્રો અને પુરાણોમાં નકલંકી અવતાર થવાનો છે એમ જે
કહ્યું છે તે અવતાર તો ક્યારનોયે થઈ ગયો છે અને તે દશમો અવતાર થવાનું જે જાહેર
થયું છે તે મ્લેચ્છ રૂપે મક્કામાં હજરતઅલી રૂપે જાહેર થયો છે.” મુસલમાનોમાં ભગવાને
અવતાર લીધો એ કારણનું સમાધાન પોતાના મતિવિભ્રમ અજ્ઞાન હિંદુ સેવકોને એવી રીતે
કરાવ્યું કે :—

          શ્રી કૃષ્ણ ભગવાન જે ઈશ્વરનો અવતાર હતા તેમણે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ
કરાવી પાપી કૌરવોનો સંહાર કરાવ્યો અને પાંડવોને ઉપદેશ આપવા અર્થે અને અજ્ઞાનતામાં
પાંડવો કદાચ એમ ન સમજે કે અમારા હાથે જ અમારા કુટુંબીજનોનો નાશ થયો છે. તે માટે
શ્રી કૃષ્ણ ભગવાને ગીતા રૂપે ઉપદેશ આપી પાંડવોના સંશયને દૂર કર્યો હતો પરંતુ તે
વખતના બ્રાહ્મણોએ ઊંધું ચતું સમજાવી મહાભારતના યુદ્ધનું જે પાપ થયું તેથી મુક્ત
થવા એક યજ્ઞ કરાવ્યો જેથી પાંડવોએ રાયસુ યજ્ઞ આદર્યો તેથી (પીર સદરદીનના કહેવા
પ્રમાણે) બ્રાહ્મણો ઉપર કોપ કરીને શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે : હું દશમો અવતાર
હિંદુમાં જ લેવાનો હતો પરંતુ બ્રાહ્મણોએ આડુંઅવળું સમજાવી પાંડવોના હાથે યજ્ઞ
કરાવ્યો તેથી હવે હું દશમો અવતાર મલેચ્છ રૂપે અરબસ્તાનમાં આવેલા મક્કા શહેરમાં
હજરતઅલી રૂપે લઈશ !!!
આ પ્રમાણે દશમો અવતાર બ્રાહ્મણો ઉપર રીસે ભરાઈ શ્રી
કૃષ્ણ પ્રભુએ
મક્કા શહેરમાં લીધો છે માટે હજરતઅલી એજ ભગવાનનો અવતાર છે માટે
હિંદુઓ ! હમણાં ભગવાનના અવતારનો વારો તો ઈસ્માયલી મુસલમાનીમાં છે માટે તેને જ
માનવું.”

વળી હજરત અલીના માટે આ પીરોએ એક કવિતા રચીને જણાવ્યું કે :

તમે ઓળખીને ધાવો આજ રે

 

મૂરખ લોકોને આવે છે લાજ રે,

ટેક.

જીરે કૃષ્ણ બોલતા તે અમૃત વાણી રે,

 

હવે અરબી ભાષા ક્યાંથી આણી રે,

તમે.

જીરે કૃષ્ણ ચાલતા તે તિલક તાણી રે,

 

હવે કલીમાંહે વધારી છે દાઢીરે

તમે.

જીરે કૃષ્ણ પહેરતા પીતામ્બર ધોતી રે,

 

હવે કલીમાંહે પહેરી છે કફની ને ટોપીરે.

તમે.

જીરે કૃષ્ણ જમતા તે સુવર્ણ થાળી રે,

 

હવે માટીના સહાનક ધારીરે

તમે.

જીરે કૃષ્ણ ચાલતા તે બ્રાહ્મણ વેશેરે,

 

હવે આવી બેઠા તે આરબ દેશેરે.

તમે.

જીરે કૃષ્ણ રૂપે તે જાપ જપાવ્યો રે,

 

હવે કલીમાંહે મોહંમદ નામ ભણાવ્યોરે

તમે.

         

બન્ધુઓ ! આ વાત આપને કેવી લાગે છે ?
મક્કા શરીફમાં શ્રી કૃષ્ણનો અવતાર અને તે હજરતઅલી રૂપે ! શું
તમને આ વાત માન્ય છે
કોઈને એ વાત સાચી લાગે છે ? આપણા શાસ્ત્રોમાં ભગવાનના અવતાર એજ મુખ્ય વાત છે એવું એ
લોકોને લાગવાથી ભગવાનના દશ અવતારનું તેમણે એક શાસ્ત્ર ઉપજાવી કાઢ્યું છે અને તેના
પુંછડે છેવટે એ કબ્રસ્તાની બધા ઈસમાયલી પીરોને લટકાવ્યા છે. તેમણે લખેલા અવતારની
વાતો તદ્‌ન જુઠી અને બનાવટી છે એટલું જ નહિ પરંતુ હિન્દુ ધર્મનું એ કેટલું હડહડતું
અપમાન કરનારી છે એ વાત આપને પ્રત્યક્ષ કરાવવાની મારે જરૂર છે. વળી ભોળા હિન્દુ
ભાઈઓને ઈમાન બેસાડવાની ખાતર તેમાં કેવી યુક્તિ રચી છે અને તેના પુંછડે પોતે કેમ
લટક્યા છે એ આપ ધ્યાન દઈને સાંભળજો. આપણને તો મોઠો દીધો હોય તો ફક્ત
ઈમામશાહે જ દીધો છે તેણે રચેલા અથરવેદમાં દશ અવતાર આવે છે અને જે દશતરી ગાવંત્રી
કહેવાય છે તે સૃષ્ટિની ઉત્પત્તિથી ! શરૂ થાય છે તેમાં લખ્યું છે કે :—

 

દશતરી ગાવંત્રી

          સત, સત્‌ ઉપર દત્‌, દત્‌ ઉપર ક્ષમા, ક્ષમા ઉપર ગજા, ગજા ઉપર નીલ, નીલ ઉપર શેષનાગ, શેષનાગ ઉપર ધબળોધોરી,
ધબળાધોરીના શીંગડા ઉપર એક રાઈ અને એ રાઈ ઉપર સ્વામીજીએ
સૃષ્ટિ નીપાઈ ! પછી સ્વામીજીએ રૂપ લીધા તેમાં પ્રથમ નામ અહુંકાર
ભહુંકાર, વહુકાર, નીલ, અનીલસુન, સાન, નાનગેઆન, માન, નુર, તેજ, બંબ, જલ, કમલ, કદમ, આદબુંદ, નાદબુંદ, તેજતત્ત્વ, પ્રેમતત્ત્વ, આદપુરૂષ, આદપુરૂષથી નાભીચકર,
નાભીચકરથી ભવેત ગોર બ્રહ્મા ! સત્‌ ગોર બ્રહ્મા થકી સર્વે
સૃષ્ટિની ઉત્પત્તિ હુઈ
, જે ચાર કલફના અવતાર પાત્ર અને જ્યાં થકી ગોરનરે અવતાર લીધા
તેમાં પ્રથમ અહું. ઉનાદ
, અધીગત, એહદ, હવ, કવ તથા ધર્મ, તેજ કેવલ નાદ ઓત્રા હરીતક પુર્વા,
અતીત વંસીના પરેમ રૂખ,
તેના વંશમાં શ્રી મચ્છા અવતાર ! મચ્છની માતા તો સંખાવતી,
પિતા તો પરેમરૂખ, શક્તિ દેવી ચંડીકા,
ગોર તો માનધાતા, રહેવાનું સ્થાન હેમપુર ક્ષેત્ર તો દ્વારામતી,
નરદળો દાણવ સંખાસુર તે વિચારતો ઋગવેદ. તે સંખાસુરને મારી
સાતે પાતાળના રાજાને વચન આપી ગોર બ્રહ્માના વેદને વાળી
,
સવા કરોડીશું રાજા રૂષમાગતને તારી—શ્રી મચ્છા અવતાર ભલે
પધાર્યા !
મચ્છા અવતારના વંશમાં મનાએત
,
મનાએતના ઉગ્રસેન ઉગ્રસેનના અજુવત,
અજુવતના ભ્રેસપત, ભ્રેસપતના આસોમંત્ર,
આસો મંત્રના પરીકમ રૂખ,
પરીકમ રૂખના કુર્મ ભગવાન ! કુર્મ ભગવાનની માતા કમળાવતી,
તેની શક્તિ દેવી બૌચરાજી,
ગોર તો એકારૂખી, રહેવાનું સ્થાન બગપોર ક્ષેત્ર તો માનસરોવર,
ત્યાં નરદળો દાણવ મધુકેટભ તે વિચારનો ઋગવેદ. તેને મારીને
કુર્મ  ભગવાને સવા કરોડીસુ રાજા અમરીશને
તારી શ્રી કુર્મ ભગવાન ભલે અવતર્યા !

          શ્રી કુર્મના વંશમાં પ્રથમ વસરતના દકાઈએત,
ના કાજમ, ના પરજાપત, ના દાઢમરૂખી તેના વંશમાં શ્રી વારાહ ભગવાન અવતર્યા ! તે
વારાહ ભગવાનની માતા તો પદમાવતી
, શક્તિ દેવી સોમયા, ગોર તો એકાસુર, રહેવાનું સ્થાન માયાપોર,
ક્ષેત્ર તો ભેંકાસુર,
ત્યાં નરદળો દાણવ મોરધ્વજ વીચારતો ઋગવેદ તે મોરધ્વજ દૈત્યને
મારી
, સવા કરોડીસુ રાજા ધ્રુવને તારી ભલે અવતર્યા શ્રી વારાહ
ભગવાન !
શ્રી વારાહ ભગવાનના પુત્ર રૂપંકના ખલીપત
,
ના ગઉતમ, ના અમરીખ, તેના પુત્ર શ્રી નૃસીંહા અવતાર ! તે શ્રી નૃસિંહા ભગવાનની
માતા ચંદ્રાવતી
, શક્તિ દેવી તુળજા ભવાની ગોર તો અમરતેજ,
રહેવાનું સ્થાન તો કાશ્મીર,
ક્ષેત્ર તો ચરણાપરી,
ત્યાં નરદળો દાણવ હરણાકસ વીચાર તો રઘુવેદ,
તેને શ્રી નૃસીંહ ભગવાને મારી સવા કરોડી શુ ભક્ત પ્રહલાદને
તારી ભલે અવતર્યાં શ્રી નૃસીંહ અવતાર ! શ્રી નૃસીંહા અવતારના ! વશમાં તેના
પુત્ર મનાએત
, ના વંશવરણ, ના વીર લોચન, ના કાસમરૂખી, તેના વંશમાં શ્રી વામન ભગવાન ! તેની માતા તો લીલાવતી શક્તિ
દેવી કોકીલા
, ગોર તો સેહેજાનંદ રહેવાનું સ્થાન કોયલા પાટણ,
ક્ષેત્ર તો વનથળી, ત્યાં નરદળો દાણવ બળીરાજા વીચારતા યજુરવેદ. તેને વામન
ભગવાને મારી ઋષિઓને થાપી તમે ભલે અવતર્યા વામન ભગવાન ! વામન ભગવાનના વંશમાં
તેમના પુત્ર માનધાતા
, ના પૃથ્વીજે, ના અસરત, ના જમદગ્ની તેમના પુત્ર શ્રી ફરસુરામ તેમની માતા રેણુકા,
ગોર તો જનક વીદેહી,
રહેવાનું સ્થાન માઆપર,
ક્ષેત્ર તો કોયલા પાટણ ત્યાં નરદળો દાણવ સહસ્ત્રા અર્જુન તે
વીચારતો રઘુવેદ
, તે સહસ્ત્રા અર્જુનને મારી,
શ્રી ફરસુરામે ઋષિઓને સ્થાપી ભલે અવતર્યાં તમે ફરસુરામ
ભગવાન !
હવે ફરસુરામના વંશમાં તેમના પુત્ર રઘુ
,
ના નગુ ના જેજાઈએત,
ના કેવળીક, ના અજેપાળ, ના દશરથ, ના પુત્ર શ્રી રામ ! ક્ષેત્ર તો લંકાપુરી,
ત્યાં નરદળો દાણવ દશ માથાવાળો રાવણ તે વીચારતો યજૂરવેદ. તે
રાવણને મારી સાત કરોડીસુ રાજા હરીશ્ચંદ્રને તારી ભલે અવતર્યા તમે શ્રી રામદેવ
મોરારી !
તેની માતા કૌશલ્યા
, શક્તિ દેવી સીતાજી. ગોર તો વશિષ્ટ,
રહેવાનું સ્થાન અયોધ્યાપુરી,
શ્રી રામના વંશમાં તેમના પુત્ર લવ. ના પદમ,
ના પરિખત, ના વીરપાળ, ના વાસુદેવ, ના વંશમાં શ્રી કૃષ્ણ ભગવાન ! તેમની માતા દેવકીજી,
શક્તિ દેવી રૂકમની,
ગોર તો વેદવ્યાસજી,
રહેવાનું સ્થાન ગોકુલ,
ક્ષેત્ર તો મથુરા ત્યાં નરદળો દાણવ કંસાસુર તે વિચાર તો
સામવેદ તે કંસાસુરને મારી ઋષીઓને સ્થાપી
, સહદેવ ભક્તને તારી તમે ભલે અવતર્યા શ્રી કૃષ્ણ મોરારી !
શ્રી કૃષ્ણના વંશમાં તેના પુત્ર પ્રદુમનના
,
સેંસસ્થાનના બેલસ્થાનના,
વેણીવછરાજના, સંહીરાજ, તેમના વંશ, તો શ્રી બુદ્ધ ભગવાન ! તે બુદ્ધની માતા તો રેણુંકાવવતી,
શક્તિ દેવી હરસીહ, ગોર તો હંસરાજ રહેવાનું સ્થાન હીમપરી,
ક્ષેત્ર તો કુરૂક્ષેત્ર,
ત્યાં નરદળો દાણવ દરજોધન તે વિચાર તો સામવેદ તેને મારી નવ
કરોડીસુ રાજા યુધિષ્ઠિરને તારી ભલે અવતર્યા તમે બુદ્ધ ભગવાન દેવ મોરારી !
શ્રી બુધા અવતારના વંશમાં તેમના પુત્ર શીષ
,
ના સામ, ના સલુકાન, ના હારૂન, ના અસલામ, ના આદમ, ના નીઝાર, ના મીઝાર, ના એલીઆસ, ના મલીઆસ ના મુલકાનના કાજંસ,
ના કાહેર, ના કાએમ, ના ગાલેબ, ના એલબ, ના કાયમ, ના મોરાદ ના મુનાલેફ,
ના હાસમ ના મતલબ, ના અબુતાલબ, ના વંશમાં તો શ્રી નકલકી નારાયણ શાહ ! મુરતજાઅલી. તે
અલીની માતા બીબી ફાતમા
, પીતા તો અબુતાલેબ, શક્તી દેવી  ફાતમા,
ગોર તો નબી મોહમદ, રહેવાનું  સ્થાન
દેલમ દેશ
, વરજા શહેર ગામ ક્ષેત્ર તો કુંવારકા,
પંચનદી મુલસતાને, તહાં નરદળો દાણવ  
કાળીગો ધુઝાલબે વિચાર તો અથરવેદ
, તે કાળીગા દૈત્યને મારી બાર કરોડીસુ ભક્તને ઓધારસે,
ગુપ્ત અવતાર ત્રેસીશ ! પ્રગટ અવતાર એક સાહ મુરતુજાઅલી !
ના ઈમામ
, ઈમામના હસન, ના ઈમામ હોસન, ના ઈમામ જેનલાબદીન,
ના ઈમામ મહમદ બાકર,
ના ઈમામ જાફર સાદક,
ના ઈમામ ઈસમાયલ, ના ઈમામ નુર સત ગોર,
ના સૈયદ મુસાફરીન, ના સૈયદ જમાલદીન, ના સૈયદ સાહદકદીન, ના સૈયદ મહેરદીન, ના સૈયદ હાદીન, ના સૈયદ સલાઓદીન, ના સૈયદ ફાજલસાહ, ના સૈયદ કાસમસાહ, ના સૈયદ એહમદશાહ, ના સૈયદ નાસરશાહ, ના સૈયદ મુસાલકશાહ,
ના સૈયદ માહાબુ, ના સૈયદ  મસતગ,
ના સૈયદ મહીઆદીન, ના સૈયદ મુમનસીહ, ના સૈયદ ખાલકશાહ, ના સૈયદ નીઝારસાહ, ના સૈયદ ઈસલામશાહ, ના સૈયદ સલાઓદીન, ના સૈયદ સમસદીન, ના સૈયદ નસીરદીન, ના સૈયદ સાહેબદીન, ના સૈયદ સતગોરપાત્ર બ્રહ્મા ! ઈંદ્ર ઈમામશાહ ! આદે વીસ
નવ નરીજન અરલી મહમદશાહ હકલાએલાહા ઈલલાહો મહમદુર રસુલલાહે.
બુદ્ધદેવના વંશમાં
પાક્યા તે ઈમામશા !

          આ પ્રમાણે પોતાની વંશાવળીનો છેડો મેળવ્યો છે અને ભગવાનના દીકરા થવાનો લહાવો
લીધો છે. હવે તેમાં અને તેના લખેલા દશ અવતારની દશતંરી ગાવંત્રીમાં સત્ય શું છે અને
જુઠું શું છે તે આપને ટુંકમાં જણાવીશ. પ્રથમ મચ્છા અવતારની વાત આવે છે. તેમાં મચ્છ
ભગવાન સખાવતી નામની સ્ત્રીના ગર્ભથી ઉત્પન્ન થયાનું જણાવે છે ! મચ્છ ભગવાનના પિતા
પરમરૂખી એ વાત તદ્દન ગપ છે. મચ્છા અવતાર પછી ઈમામશાહ ક્રત દશતરી ગાવંત્રીમાં
જણાવ્યા પ્રમાણે મચ્છ ભગવાનના વીર્યથી ઉત્પન્ન થયેલ મનાવત. મનાવતના ઉગ્રસેન એ
પ્રમાણે પરીકમ રૂષીના વંશ કહેતા તેના દિકરા કુર્મ ભગવાન ! શું બુદ્ધિનો ઉપયોગ
કર્યો છે
? મચ્છ ભગવાન માછલાનું રૂપ,
તેમાંથી જન્મ્યા તે બધા માણસ તે છેક પરિકમ રૂષી થકી અને
પરિકમ રૂષીની સ્ત્રી  કમળાવતીના દીકરા
કુર્મ કહેતાં કાચબાનો અવતાર ! ધન્ય ઈમામશાહની બુદ્ધિને અને ધન્ય છે તમને પીરાણા
પંથને માનવાવાળા સતપંથી ભાઈઓને ! કુર્મ અવતાર પણ ક્યા કારણને લઈ પરમાત્માનો અવતાર
મનાય છે તે જો પીરાણા પંથીઓ હિન્દુ ધર્મના દશ અવતારો વાંચે તો તો આંખ ઉઘડી જાય.
પરંતુ તસ્દી કોણ લે. કુર્મ ભગવાન પાછા કાચબાના રૂપે પરણ્યા હશે ત્યારે જ તેમના
વીર્યથી પ્રજા ઉત્પન્ન થઈ શકે. દશતરી ગાવંત્રીમાં કુર્મના વંશમાં પાછા માણસો જનમવા
માંડ્યા ! કુર્મના દીકરા વંસરત નાદકાઈએત એમ કરતાં કરતાં પરજાપતના દાઢમ ઋષિની
સ્ત્રી પદમાવતીના ઉદરથી પાક્યા વારાહ ભગવાન
,
વારાહ એટલે સુવર, શું ઈમામશાહે નજર પોંચાડીને કામ કર્યું છે ! માણસમાંથી સુવર
જન્મે તે પણ ઠીક છે
, આપણે તો તેની કથાની ચોખ કરીએ છીએ. કોઈ હૈયા ફુટયાએ વળી
સુવરને પણ કન્યા આપી હશે જેથી વારાહ ભગવાનનો પણ વંશ ચાલુ રહ્યો. વારાહના દીકરા
પાછા માણસ. તેનું નામ રૂપક—રૂપકના ખલીપત વગેરેના અમરીખને પાછી ભોછપ ખણવી હશે કે
જેથી તેની સ્ત્રી ચંદ્રાવતીના પેટે પાછા શ્રી નૃસીંહ ભગવાન જનમ્યા ! આવી ગપોડ કથાઓ
કહેતાં પણ શરમ આવે છે. શું ઈમામશાહ એટલું પણ નહીં સમજ્યો હોય કે હું મારા ધર્મને
ગુપત ! રાખવાની વાતો કરું છું પરંતુ આ છાનું ક્યાં સુધી રહેશે
?
માછલામાંથી માણસ જન્મે ને વળી માણસમાંથી કાચબો જન્મે !
કાચબાના વંશમાંથી વારાહ જન્મે ! આ પોલંપોલતો જુઓ ! વળી વારાહના વંશથી માણસો જન્મે
અને તેથી પાછો સિંહ જન્મે ! ભાઈઓ
, નૃસિંહ અવતારની વાતો તો તમે સાંભળી હશે,
ઘણાં ભજનોમાં પણ ગવાય છે કે હરણ્યાકંશે પોતાના દીકરા
પ્રહલાદને અનેક સંકટો દીધાં પરંતુ તેનો વાંકો વાળ પણ ન થયો. છેવટે તેણે ક્રુર સજા
કરવા લોખંડનો થાંભલો ધગધગતો કર્યો અને પ્રહલાદજીને હુકમ કર્યો કે તારો ઈશ્વર સાચો
હોય તો આ ધગધગતા થાંભલાને બાથ ભીડ ! તે પ્રહલાદજી પ્રભુનું ધ્યાન ધરી લોહસ્તંભને
બાથ ભીડવા જાય છે ત્યાં તો લોહ સ્તંભ ફાટ્યો અને શ્રી નૃસિંહ ભગવાન દેખાયા અને
હરણ્યાકંસ માર્યો. આમાં નરસીંહ ભગવાનની ન તો મા હતી કે ન તો બાપ હતાં ! છતાં
ઈમામશાહના અદભુત પ્રાકમની પ્રસાદી— પીરાણા સંતપથની દશતરી ગાવંત્રીમાં વારાહના
વંશના દીકરા નૃસીંહા અવતાર ! કેટલું જુઠ્ઠું.તમો કાંઈક તો બુદ્ધિનો ઉપયોગ કરો કે
હિન્દુઓને ફસાવી વટલાવી પોતાના ફંદામાં કેવા જકડી રાખ્યા છે અને પાછી આ ગુપ્ત ધર્મની
વાત ક્યાંય કરવી નહીં ! તમે હિન્દુ છો
, હિન્દુ ધર્મના પુસ્તકો,
પુરાણો, કથાઓ વાંચી જુવો તો તમને આ ગુપ્ત પંથમાં કેવી રીતે
સંડોવ્યાં છે તે જણાઈ આવશે. ભગવાન શ્રી નૃસીંહા અવતાર સિંહ રૂપે હતા તેને પણ કોઈ
નીરભાગીએ કન્યા આપી હશે એમ પીરાણા સતપંથના ચાલાક ઈમામશાહે નક્કી કર્યું
,
તેથી નરસિંહજીનો પણ વંશ વધતો જ રહ્યો. સિંહ રૂપે નરસિંહ
ભગવાનના દીકરા મનાએત વગેરે કુમે કાસમ ઋષીના દીકરા વામન ભગવાન. ધન્ય હો ઈમામશાહ !
હવે તો માણસનાં માણસ જન્મ્યાં. પાછાં વામન ભગવાન પરણ્યા તેના દીકરા માનધાતા
પૃથ્વીજે. તેના અસરત. અસરતના જમદગ્ની તેના દીકરા ફરસુરામ જમદગ્નીના દીકરા ફરસુરામ
એ વાત તો સાચી પરંતુ ફરસુરામ તો અખંડ બ્રહ્માચારી હતા તે કોઈ દિવસ પરણ્યા જ નથી.
છતાં તમારા ઈમામશાહે તો તેને પણ પરણવાની લપ વળગાડી દીધી છે. દશતરી ગાવંત્રી
ઈમામશાહ ક્રતમાં વળી જણાવ્યું છે કે ફરસુરામના દીકરા રગુ
,
નગુ, વગેરેના અજેપાળ તેના દશરથ ! દશરથના રામ એ વાત તો સાચી પરંતુ
તમે ભાઈઓ બુદ્ધિ હોય તો વિચાર કરો કે ફરશુરામ તો બ્રાહ્મણ હતા તેના વંશમાં
સૂર્યવંશીઓ કેમ જનમ્યા ! વળી રામને અવતાર લેવાના કારણમાં ઈમામશાહ જણાવે છે કે
રાવણને મારી રાજા હરિશ્ચંદ્રને તાર્યો ! ભાઈઓ
,
આ તે કાંઈ નાની સુની ગપ કહેવાય ?
હરિશ્ચંદ્રની ખાતર જ રામા અવતાર ! ક્યાં રાજા યુધિષ્ઠિર અને
ક્યાં શ્રી રામ !
?

          ઈમામશાહ તો ગુજરી ગયા પરંતુ તેના વંશના સૈયદોને પણ તમો કોઈ પૂછો કે તમો આવી
નાલાયક કથા લખી ભોળા લોકોને આંખે પાટા બંધાવી ગંગવા કૂવામાં કેમ નાખો છો ! ભાઈઓ
તમે સમજો કે સૈયદોને તો ગમે તેમ કરી તમને મુસલમાન કરવા છે અને પોતાની આજીવીકા
હિંદુઓ પાસેથી આવા ઢોંગ ધતુરા કરી મેળવવાની છે તે શા માટે કહે
?
એ તો આપણે સમજવાનું છે. આગળ ચાલતાં માણસનાં બધાં માણસો જ
જન્મે છે. એટલું જ ઠીક દેખાશે. 
સૂર્યવંશમાં રામચંદ્રજી સુધી તો આપણે આવ્યા તેમના દીકરા લવ
,
લવના પદમ. એમ કરતાં કરતાં વાસુદેવના દીકરા શ્રી કૃષ્ણ,
વાસુદેવના દીકરા શ્રી કૃષ્ણ પ્રભુ એ વાત તો સાચી પરંતુ સૂર્યવંશમાંથી
પાછો ચંદ્રવંશ આટલો જલ્દી ક્યાંથી નીકળ્યો હોય ! પણ ઈમામશાહના ઈલમમાં કાંઈ
ખામી હોય
, માણસોમાંથી પશુ અને પશુમાંથી વળી માણસ કરે એવી અદભુત લીલા
ઈમામશાહની છે. શ્રીકૃષ્ણના દીકરા પ્રદ્યુ્‌મ્ન તેના સેસસ્થાન
,
બેલસ્થાન વગેરે ચાલે છે પરંતુ પ્રદ્યુમ્નના દીકરા
અનીરૂદ્ધ તો દેખાતા જ નથી ! તેને વખતે ચીત્રલેખા ઉપાડી ગઈ
હશે એટલે બિચારા
ઈમામશાને ક્યાંથી દેખાય !

          એ બેલસ્થાન પછી અનુક્રમે સહીરાજના દીકરા બુદ્ધ ભગવાન ! ભલે ભલે ઈમામશાહના
બુદ્ધ ભગવાન તમે જન્મ્યા તો ખરા
, પરંતુ અમારા હિંદુ શાસ્ત્રો કહે છે કે શ્રી કૃષ્ણની સલાહે
પાંડવોએ દુર્યોધનને માર્યો પરંતુ ઈમામશાહની સલાહથી તમારા જેવા મહાન યોગી અહીંસા
પરમોધર્મનું સુત્ર જગતને શીખાડનાર તે દુર્યોધનને મારવા ક્યાંથી શ્રીકૃષ્ણની આઠમી
પેઢીએ ફૂટી નીકળ્યા ! વાહ રે ઈમામશાહ તમારી અકલ ! પાંડવોને ગૌવધ કરવાની સલાહ આપનાર
તે બુધ્ધા અવતાર ! પાંડવોને તારનાર પીર સદરદીન અને કબીરદીનની પાસે ભેસ્તમાં પાંડવો
ગયા નહિ પણ ગુપ્તવાસ પીરાણામાં આવી રહ્યા એ પણ ઈમામશાહના પ્રતાપેજ ! ઈમામશાહે
હિન્દુ ધર્મનું કેટલું સખત અપમાન કર્યું છે તે જુઓ ! બુધ ભગવાન જે અહીંસા
પરમોધર્મનો ઉપદેશ આપનારને પાંડવોના હાથે ગૌવધ કરાવે ! બુધ ભગવાને સલાહ આપી તે
પ્રમાણે પાંડવોએ ગાય મારી ! કેટલી નીચતા
?
આવી નાલાયક અને પાપી કથા જે પીરાણા સતપંથીઓ વાંચે છે તે અધમ
પ્રકારના હિન્દુ ધર્મદ્રોહી છે
, હિન્દુપણાના નામને લજાવનારા છે. ઈમામશાહ તો કાળાં ધોળાં કરી
મરી ગયો પરંતુ હજુ પણ કેટલાંક અજ્ઞાન લોકો આવી વાતો રાગડા તાણીને વાંચે છે તેના
સૈયદોના કહેલા પ્રમાણે પુણ્ય થાય છે એવું માને છે. આવા રાગડાઓ તાણી અમે હિન્દુ છીએ
એમ કહેનારાઓને લાખોવાર ધિક્કાર છે. પાછળથી ઈમામશાહે બુદ્ધા અવતારની કેવી વલે કરી
છે તે તમે સાંભળો. બુદ્ધ ભગવાનના દીકરા સીસ. તેના સામ એ ક્રમે સુલકાન
,
હારૂન, અસલામ, આદમનીઝાર, મીઝાર વગેરે મુસલમાની પેઢીઓ લગાડી દીધી ! તમને કંઈપણ શરમ
થાય છે

          દાદા આદમના દીકરા સીમ—શામ શો કાન વગેરેની વંશાવલી લઈ છેવટે પોતે પણ દાદા આદમના
વંશના છીએ એમ જણાવવા સારું નુરસ્તગોરથી સતપંથ ચાલ્યો છે
,
તેની વાંસે વાંસે પોતાના નામો ઉમેરી દીધાં અને છેવટે
સોદરદીનના દીકરા કબીરદીન—કબીરદીનના સપુત્ર તે સતગોર પાત્ર બ્રહ્મા ઈન્દ્ર ઈમામશાહ
! હવે છે કંઈ વાંધો
? પાછા આદે વીસનવ નરીજન નરાકાર તે મહાપ્રભુ ઈમામશાહના દીકરા
નરઅલી મહમદ શાહ અને છેવટે હિન્દુપણાનું નામ નિશાન ભુંસાડીને
,
હકલા હે લાહા ઈલ્લાહો મહમદુરરસુલીલ્લા હે ! આ પ્રમાણે
ઈમામશાહની ઉત્પત્તિ અને તેના કારસ્તાનને કાર્યો રૂપી ઈમામશાહે દશે અવતારો લખીને
પીરાણા સતપંથ ધર્મ પાળનારને છેક જ બેવકૂફ બનાવ્યા છે. હજુ એ આવા દેખતા જમાનામાં
ઈમામશાહના વંશના સૈયદે
, ન હિન્દુ ન મુસલમાન એવા એ અર્ધદગ્ધ પીરાણા કબ્રસ્તાની
ધર્મના પોતે આચાર્ય
, ગોર અને બાવા તરીકે પુજાવાનાં ફાંફાં મારી રહ્યા છે.

(ચાલુ)

 

 

જ્ઞાતિ બંધુઓને બે બોલ

લાલજી સોમજી પટેલ (કચ્છ રવાપરવાળા)

          આજ કાલ દરેક જ્ઞાતિ પોતાની ઉન્નતિ માટે તન,
મન અને ધનના ભોગે પોતાના બનતા  પ્રયત્નો કરી રહી છે ત્યારે આપણી જ્ઞાતિ
કુંભકરણની નિંદ્રાનો ત્યાગ કરી શકતી નથી
, તેના મુખ્ય કારણ તરફ જરા આપણે નજર કરશું તો કેળવણીની ખામી
અને કુસંપની વૃદ્ધિ જણાશે.

          બન્ધુઓ ! અન્ય જ્ઞાતિ કરતાં આપણામાં કેળવણી અને ઐક્યતાની ખામી છે,
કેળવણી એ શબ્દમાં વિદ્યા,
વ્યાપાર, હુન્નર વગેરેનો સમાવેશ થયેલો છે આપણી ઉન્નતિ અને અત્યારના
સંસાર સુધારણાનો મુખ્ય આધાર કેળવણી અને વૃદ્ધિ પર જ રહેલો છે માટે ભાઈઓ ! પ્રમાદનો
ત્યાગ કરી વિદ્યા રૂપી આપણા કટાયેલા હથિયારો ધારણ કરી મેદાનમાં બહાર પડો. નવો
જમાનો સુધારાનો છે માટે આળસ તજી આગળ નહિ વધો તો પછી પસ્તાવાનો વખત આવશે
,
જાગ્યા ત્યાંથી સવાર” એ
સુત્રાનુસાર આપણા ગુમાવેલ ગૌરવને પ્રાપ્ત કરો
,
અને આપણે કોણ ? કોના પુત્રો છીએ ? અને આપણી અત્યારની અવનત દશા શા કારણે પ્રાપ્ત થઈ છે ?
તેનો વિચાર કરો.

          બન્ધુઓ ! આપણા પૂર્વજોએ જે ખ્યાતિ મેળવી હતી,
તે આપણે ગુમાવી બેઠા છીએ પણ ફીકર નહિ,
નિરાશ થવાની કાંઈ જરૂર નથી કારણ કે આજે આપણને આપણા માસિક
પાટીદાર ઉદયમાં આપણી જ્ઞાતિ ઉન્નતિનાં વિચારો જાણવા—વાંચવા તક મળી છે
,
તે વાંચો અને વિચારો.

          ભાઈઓ ! તમને એમ થતું હશે કે અમો માસિક વાંચીએ અને સુધારાવાળા ભેગા થઈ જઈએ પણ
અમોને ગઢેરાનો ભય લાગે છે આ કહેવું આપનું મને વાજબી લાગતું નથી કેમ કે આપણને
મનુષ્ય જન્મ મળ્યો છે. તો તેમાં જરૂર કંઈ સુકૃત્યો કરવાની જરૂર છે.

          જુઓ ભક્ત પ્રહલાદે સત્યતાની ખાતર પોતાના માતા પિતાના દરેક બોલનો અનાદર કર્યો
હતો
, જેના માટે હિરણ્યકશ્યપુ (પ્રહલાદનો પિતા) એ તેને ઘણું દુઃખ દીધું છતાં પણ
પ્રહલાદે પોતાની ટેક છોડી નહિ. તેથી અંતે પરમાત્માને તેની વારે આવવું જ પડ્યું.
અંતે હિરણ્યકશ્યપુની હાર થઈ. તો  મારા ભાઈઓ
! ભક્ત પ્રહલાદે પોતાની ઉન્નતિ માટે પોતાના પિતાની પણ આજ્ઞા માની નહિ. ત્યારે તમો
તો આપણી જ્ઞાતિના બની બેઠેલા સ્વાર્થી આગેવાનોથી ડરો છો
?
હવે આપને માટે શું કહેવું તેનો મને વિચાર થાય છે કે તમો
કેવી રીતે તમારી અને જ્ઞાતિની ઉન્નતિ કરી શકશો. 
અરે બન્ધુઓ ! તમો નકી એમજ ધારી લેશો કે તે સત્યનો જય છે
,
કારણ કે આપણે બીન—સ્વાર્થે સનાતન વૈદિક ધર્મની આજ્ઞાઓ પાળવા
અને જ્ઞાતિ ઉન્નતિ કરવાને જે—જે પ્રયત્નો કરીએ છીએ
,
તેમાં જે આડા આવતા હોય તેને ન ગણકારતાં જ્ઞાતિનાં
ભાગ્યોદયના માટે ઉત્તમ કાર્ય કરીએ છીએ. જેની અંદર આપણને કોઈ પણ જાતનો (ઉન્નતિ
સિવાયનો) સ્વાર્થ નથી તો હવે કોઈથી ડરો નહિ
,
એક કવિએ કહ્યું છે કે :“” ?

દેખી દુઃખ ડરે નહિ,
તજેન હિંમત
લેશ
,

એવાં નિપુણ વીરનો,
સહાયક રામ
હંમેશ

          ઉપરની વાત સમજી કરીને જો આપણને મળેલા આવા ઉત્તમ માનવ દેહને ભયના માર્યા વૃથા
ગુમાવશું તો એ આવરણો જરૂરથી આપણો ભક્ષ કરશે.

          ભાઈઓ ! તમોને જે આગેવાન ગઢેરાઓનો ભય લાગે છે,
તે આગેવાનોના કર્તવ્યો તરફ તો જરા જુઓ ! નાતના ધર્માદાના
પૈસા ખાઈ—ખાઈને માતેલા સાંઢ જેવા થઈને અનેક બિચારા ગરીબ ભાઈઓના ઉપર જુલમ વર્તાવી
રહ્યા છે અને તેમની વહુ—દીકરીઓના શિયળ ભંગ કરી રહ્યા છે. તેમજ મનુષ્યને શોભે નહિ
,
તેવા અનેક કામો કરી રહ્યા છે,
જેનો અનુભવ આપ ભાઈઓને પણ છે જેથી હું વધારે લખતો નથી,
પણ તમોને કહું છું કે એવા ગોરખોદુ ગેઢેરાઓથી હવે બીવાનું
મૂકી દીયો અને હીંમત કરી કાર્ય કરો તો :

જરૂર વિજય આપણો જ છે.

          ભાઈઓ ! મારે ગેઢેરાઓને ગોરખોદું (વજુડાઓ) કહેવા પડે છે,
તેનું કારણ કે ગોરખોદું વજુડ તો મરેલા મુડદાને ખાય છે,
પણ આ મનુષ્ય સ્વરૂપ વજુડાઓ (ગેઢેરાઓ) તો જ્ઞાતિના જીવતાં
ગરીબ ભાઈઓને અનેક રીતે હલાલ કરી—રંજાડીને લુંટી (દંડી) ને નાંણા રૂપી તેનું લોહી
પીએ છે  અને તેને કાષ્ટના પૂતળા જેવા
માંસના લોચા કરી મુકે છે છતાં પણ તેને જરા દયા આવતી નથી. કહો ભાઈઓ ! શું હજી પણ
તમો આવા પાષાણ હૃદયના ગેઢેરાઓનો ભય નહિ છોડો
?
હવે તો હદ થાય છે અરે જ્ઞાતિના યુવાનીયાઓ ! તમારું
જુવાનીનું જોર ક્યાં ગયું
? શું તમોને પણ પીરાણાની અમી નુરની ગોળીનો ડાઘ લાગી ગયો શું ?
અરે ! બન્ધુઓ જાગો ! જાગો ! હવે તો હદ થાય છે આટ આટલું છાપા
દ્વારા તમોને સુધારક ભાઈઓ ચેતાવી રહ્યા છે
,
અને આગેવાન—ગેઢેરાઓના ધંધા બતાવી રહ્યા છે. છતાં પણ તમો
જ્ઞાતિદ્રોહી ગેઢેરાઓનો ભય રાખો છો ! એ પણ તમારી જ બલિહારી છે.

          હવે મારે આપને માત્ર થોડું જ કહેવું છે 
તે એ છે કે આપણે સૌ એક સાથે મળી સંપ કરીને આપણી જ્ઞાતિ ઉન્નતિનો ધ્વજ
હસ્તમાં લઈને ગામે ગામ અને ઘરેઘરે ફરીને કહો કે ભાઈઓ હવે જાગો ! આગેવાન ગેઢેરાઓના
પાપના ઘડા ભરાઈ ગયા છે. પીરાણા કબ્રસ્તાની પંથના દહાડા પૂરા થયા છે તેઓની ફજેતી
ચારે કોરથી થવા માંડી છે કેમ કોર્ટે ચડી ચુક્યા છે. સૈયદો માંસાહારી છે તેઓ તમને
વટલાવે છે અને કદી તમો એમ ધારતા હશો કે અમારી જ્ઞાતિમાંથી સાધુ થયેલા કાકાઓ તો
અમને નથી લુંટતા અને નથી વટલાવતા
? પણ બન્ધુઓ ! એ નીચ કૃતઘ્ની કાકા—સાધુડાઓના માટે તો જેટલું
કહું તેટલું થોડું છે એ જ્ઞાતિદ્રોહી કાકા—ચોરો એ તો જ્ઞાતિને હિન્દુમાંથી ટાળી
નાંખી પોતાને મોજ મજા માણવાને માટે આજ દિવસ સુધી આપણને છેતર્યા છે તેઓ હંમેશાં
કહેતા આવ્યા છે કે અમો ધેગું ચડાવી ગરીબોને ખવડાવીએ છીએ સાધુઓને સદાવૃત આપીએ છીએ
વગરે વગેરે અનેક ડંફાસો મારીને આપણા પાસેથી નાણાં કાઢી કાઢીને પોતે ખૂબ ખાઈ ખાઈને
અલમસ્ત જેવા થઈને ફરે કેડે ચાંદીના કંદોરા હાથે હેમની વીંટીઓ રેશમી કોરોના ધોતીઆઓ
પેરે ખાવામાં દૂધ સાકર ખાએ કહો ભાઈઓ ! આ સાધુના લક્ષણ છે
?
કદી નહિ માટે કાકાઓને હવે મૂકો અને પીરાણા રૂપી અંધારા
કૂવામાંથી નીકળો અને આ વીસમી સદીના 
જમાનાને જુઓ ! આંખો ખોલો
, હવે આમ છેક અંધ ન બનો.

          બન્ધુઓ ! હું તમારા પીરાણામાં ચઢતી ધેગ વીશે પણ તમોને થોડુંક કહું છું તે તમો
સાંભળો જે પીરાણામાં ધેગ ચડે છે તેનો ખીચડો ખાનાર પણ બીજા કોઈ નથી પણ જેઓ તમોને
હિંદુમાંથી ટાળી આમ અધવચમાં ધોબીના કૂતરાની માફક બનાવનાર સૈયદો જ છે બીજા કોઈને તે
મળતું જ નથી અને કદી મળે છે તો કોઈક વખત
, તેમજ સદાવૃત્ત જે દેવાય છે તે પણ મારા એક મિત્રના કહેવા
મુજબ ફક્ત જવને. લોટ તે પણ દિવસ આખામાં આના આઠનો જ તેથી વધારે બીલકુલ નહિ જ કદી
કોઈ વખતે ચાર વધારે શિકારીઓ આવી પડે તો બહુ જ તો બે ચાર આનાનો વધારે તેથી તો વધુ
બીલકુલ નહીં જ.

          માટે હવે કંઈક વિચાર કરો અને આંખ ઉઘાડીને જુઓ કે જ્યાં તમો દર સાલ લાખો કોરીઓ
મૂકો છો ત્યાં દરરોજ ફક્ત આઠ આનાનો જ લોટ અપાય અને તે પણ વાઘરી શીકારીઓને ! કહો
ભાઈઓ
, આ તમારા ધર્માદાના નાણાની વ્યવસ્થા છે. શું હજી પીરાણાનો
મોહ નહિ મૂકો
? અને ગેઢેરાઓનો ભય નહિ છોડો.

          બન્ધુઓ ! હવે વિચાર કરો, અને આપણા સુધારક ભાઈઓ જે કહી રહ્યા છે તે સાંભળો ને તે મુજબ
આગેવાન ગેઢેરાઓનો ભય છોડો
, અને આ આદરેલા જ્ઞાતિ ઉન્નતિના યજ્ઞમાં ભાગ લ્યો અને પાટીદાર
ઉદય માસિકના ગ્રાહક બની તેમાં આવતા લેખોને વાંચીને મનન કરો અને આ મનુષ્ય જન્મને
સફળ કરો બસ હાલતો હું આટલું જ કહું છું વળી આપને આગળ કોઈ વખત તંત્રી સાહેબ જગા
આપશે તો થોડુંક લખીશ.

          કદી આ લેખમાં મારી ભાષા આપને જરા આકરી તો લાગી હશે,
પણ તે મને માફ કરશો કેપીરાણાપંથની ગોળીનો ડાઘ હવે મારા હૃદયમાંથી ઉપડી ગયો છે. તેથી જરા સત્યનો જોશ
આવી જાય છે
, આપને પણ કહું છું કે જો તમારે પણ સત્ય વકતા થવું હોય તો
પીરાણા પંથની ગોળીનો ત્યાગ કરો અને ગેઢેરાઓનો ભય છોડો.

 

 

સ્વજ્ઞાતિ સુધારો

પાટીદાર ઉદયના દિવાળીના ખાસ અંક માટે

(રચનાર : ઠક્કુર રામજી વિ. વાલજી વર્મા)

(ભુજંગી છંદ)

 

તમોને કહું આજ હું તે વિચારો,

કંઈ જ્ઞાતિની દાઝને દિલ ધારો,

 

ખરા ધર્મને સત્યતાથી સંભાળો,

સદા સંપ રાખી સ્વજ્ઞાતિ સુધારો

(૧)

થયો સંપને ધર્મનો લોપ જ્યાંથી,

ગઈ રિદ્ધી સિદ્ધી બધી આપણાથી,

 

કરો તે વિષે શુદ્ધ સાચા વિચારો,

સદા સંપ રાખી સ્વજ્ઞાતિ સુધારો

(૨)

કુસંપે થૈ કૈ તણી પાયમાલી,

રહે સંપથી સર્વ જાહોજલાલી,

 

વિના સંપ ન રાહ કંઈ એક સારો,

સદા સંપ રાખી સ્વજ્ઞાતિ સુધારો

(૩)

ઉમા માતના આર્ય સંતાન સાચાં, રાચ્યાં,

તજી ધર્મને ભૃષ્ટતા માંહી

 

ધર્યો પાપના પુંજનો કેમ ભારો,

સદા સંપ રાખી સ્વજ્ઞાતિ સુધારો

(૪)

તમો દ્રવ્ય દશોંદ આપી ગુમાવી,

ગણી ક્ષેત્ર દરિયા વિશે ધાન્ય વાવો

 

કહો વિના લાભ શાને ખુઓ છો હજારો,

સદા સંપ રાખી સ્વજ્ઞાતિ સુધારો

(૫)

કરી દ્રવ્ય એ એકઠું આજ કાલે,

અને તે થકી કૈંક સંસ્થાઓ ચાલે,

 

ખરું પૂણ્ય જાણી ગરીબો ઉગારો,

સદા સંપ રાખી સ્વજ્ઞાતિ સુધારો

(૬)

દીઓ અંધકે પંગુને અન્ન વસ્ત્રો,

મુંગા પ્રાણીઓ પાળી પૂણ્ય સહસ્ત્રો,

 

વળી સ્થાપી દ્યોજ્ઞાતિ માટે નિશાળો,

સદા સંપ રાખી સ્વજ્ઞાતિ સુધારો

(૭)

કહે “રામ” અષ્ટક રચ્યું પ્રેમ ભાવે,

સુધાર્યું મંહિ “મૌજી” એ મિત્ર દાવે,

 

કંઈ હિત ઉપદેશ જાણી સ્વીકારો,

સદા સંપ રાખી સ્વજ્ઞાતિ સુધારો

(૮)

 

વૈદ્ય જી. કે. ઠક્કુરનું સ્વદેશી બાલવર્ધક તેલ,
મગજના દરદો મટાડી બાલને વધારે છે. મોટી બાટલી કિંમત આના
બાર. લખો : ધી કોહીનુર કેમીકલ વર્કસ
, નાનકવાડા—કરાચી

 

 

નામ ધારી બનાવટી મુસલમાન સૈયદો

(લખનાર ખલીફા મહમદ ઉમર નુરમામદ કચ્છ અંજારીઆ)

          તંત્રી મહાશય ! આપના “પાટીદાર ઉદય” માસિકનો પહેલો અને બીજો બંને અંક મને મળ્યા,
તેના ઉપકાર સાથે લખવાનું કે આપના અંક પહેલાના પાના નં. ૬માં
લખેલું છે કે “પીરાણા સતપંથી” મુસલમાની પંથ છે. પ્રિય મિત્ર જોકે મને તમારા તરફ
માન છે ખરું પણ મારા પાક દીન મહમદીનની ફરજ હોવાથી બે બોલ શરા મુજબ લખી મોકલું છું.
જે આપ જરૂરથી જાહેર કરશો.

          મને સતપંથ પીરાણા પંથના સૈયદોની સાથે પ્રસંગોપાત કરાચીમાં મરહુમ મુખી સાહેબ
વિશ્રામ દેવશીના વાડામાં મુલાકાત થયેલ છે. એટલું જ નહિ પણ મેં અમારા દીન ઈસ્લામ
સંબંધી થોડોક વાદવિવાદ પણ કરેલ છે. જેથી મને માહિતી છે તેથી લખું છું મને ખરું
પુછાવો તો સતપંથ પીરાણા પંથ હિંદુ મુસલમાનથી ન્યારો જ છુપી કારવાઈનો એક અજબ પંથ
છે. “ન હિંદુ ન મુસલમાન” તેમજ “અતોય ભ્રષ્ટ તતોય ભ્રષ્ટ” જેવો જ છે પણ આટલા દિવસ
સુધી હું એમ માનતો હતો કે “કરશે તે ભરશે એમાં મારે શું
?”
ખાડો ખોદે તે જ પડે” પણ આજ
તમારા માસિકમાં વાંચીને મને વિચાર થાય છે કે રખેને મારા મુસલમાન ભાઈઓ આને ઈસ્લામી
ધર્મ માની બીજા હિંદુ ભાઈઓના જેમ ફસાઈ પડે અને પોતાના દીન મહમદીને ભુલી આડે રસ્તે
ચડી ન જાય તેથી જ લખવું પડ્યું છે.

          મારા મહેરબાન વાંચક સાહેબો ! આજ કાલ વર્તમાન કાળમાં ધર્મ પંથોના જાણે રાફડા
ફાટી નીકળ્યા હોય તેવા વાવલીઆ વાવા લાગ્યા છે. ને ધર્મને નામે ધતીંગથી પીખડાંમાંથી
સો સો કાગડા ખડા કરી મુકે છે. પણ ભાઈઓ તેનું મૂળ તાત્પર્ય મોજશોખ
,
મોટર, હોટલ, લાડી, ગાડી અને વાડીના ખાતર અજ્ઞાન ભોળા ભાઈઓને જુઠી લાલચો
બતાવીને પૂર્વ કાળથી વંશ પરંપરા બાપદાદાના મુળ શુદ્ધ સાચા ધર્મોથી ફેરવી
પાખંડીકૃતવી પંથોમાં ફસાવી દોજકી બનાવી પ્રિય ભારત માતાના સંતાનોમાં કુસંપ ફેલાવી
પાયમાલ કરી મુકે છે. એટલું જ નહિ તે હજી પણ પરમાત્મા જાણે કે છેક પાતાળે લઈ જવાની
કોશિશો કરે છે. તેથી ભય રહે છે. માટે જ મને મારા સ્વધર્મના ફરમાન મુજબ ફરજીયાત
લખવું પડે છે. આપ જાણો છો કે અમારો ઈસ્લામી પાક મજહબ અતિશય તિક્ષ્ણ તલવારની ધારથી
તે જ ઘણો જ બંધનકારક એક જ ખુદાને માનનાર છે.

          ત્યારે આ કુટીલ પીરાણા પંથમાં તો માછલાં કાચબા અને જેનું નામ લેવું પણ અમો
મુસલમાનોને હરામ છે તેવા સુવર આદીને પરમેશ્વરનાં અવતાર માનેલા છે (લાહોલા).

          ભાઈઓ અમારા ઈસ્લામી ધર્મની પાંચ ફરજો તો અવશ્ય પાળવી જોઈએ જ જેવી કે (૧) કલમે
શહાદત (૨) પંજગાના નમાજ (૩) જકાત (૪) હજ અને પાંચમી રોજા રમજાન સરીફનાં ઉપલી શરતો
જ્યાં સુધી કોઈ મુસલમાન અદા ન કરે
, તો તે મુસલમાન ન જ થઈ શકે તેમ ઈસ્લામી દાવો પણ કરવાને તે
લાયક નથી.

          તો પછી પીરાણા સતપંથના બનાવટી સૈયદો અને વેશધારી કાકા (સાધુ)ઓને પૂછી જુઓ કે
ઉપલી શરતોમાં કઈ શરત અદા કરે છે
? મને તો ખાતરી છે કે તેઓ તો દીનમહમદીનના આચાર વિચાર કીંવા
રીતરસમથી નેસ્ત છે
, તો પછી ઈસ્લામી ન જ હોઈ શકે અને છે પણ નહિ.

          મારા મહેરબાન વાંચક સાહેબો ! 
શરામહમદીન તો શું પણ કોઈ પણ ધર્મ ગુપ્ત ન જ હોય શરા જાહેરાત છે. તો આ સતપંથ
પીરાણા પંથના સૈયદો અને સાધુડા (કાકાઓ) માફક છુપી કાર્યવાહી કરતાં કોઈ પણ ધર્મમાં
બતાવી શકશો કે
? નહિ જ. તો પછી ધર્મ શાનો એ તો ઠગ બાજી સ્વાર્થી સંકલ્પ
કહેવાય અને છે પણ તેમજ.

          ભાઈઓ ? આપ પણ જાણતા હશો કે ઈસ્લામમાં પ્રથમ છોકરો જન્મતાં તેના
કાનમાં આઝાન (બાંગ) પુકારી ઈસ્લામી અસાહબોમાંથી નામ પાડવું. પછી સુન્નત બેસાડવો
,
ઉંમર લાયક થતાં કુરાને શરીફ પડાવવા,
અમારા નબી સાહેબ મહમદ મુસ્તફા (સલ)ના ફરમાનો શીખાડવા
મસ્જીદમાં મુકવો તથા હમેશાં પાંચ વખતની નમાજ પઢી બધા મુસલમાન ભાઈઓની સાથે
બીસ્મીલ્લાહ કરીને જમે તો જ મુસલમાન હોવાનો દાવો કરી શકે પણ અફસોસની વાત છે કે
એમાંનું સંતપંથ પીરાણા પંથના સૈયદો તથા તેના મુરીદોમાં એકે ચિહ્‌ન જોવામાં આવતું
નથી. મુરસીદ સૈયદોનો પ્રથમ ધર્મ તથા ફરજ છે કે પહેલો પોતે ખુદા પાક  તથા તેના હબીબ મુકબલના ફરમાન મુજબ વરતે અને પછી
પોતાના મુરીદોને સખત ખાસીયત કરી જાહેર રાહ રસ્તા પર ચલાવે બેધડક ખુલંમ ખુલ્લાં ભય
વગર ત્યારે જ તે સૈયદ ઈમામ થઈ શકે
, એમાં જરા પણ સ્વાર્થ કે નાહિમત,
ભય, લજ્જા કે ખુશામત કરે તો તે જનહમ રસીદ થઈ જાય હવે આપ જ કહો
કે પીરાણાના સૈયદો પોતાના મુરીદો પાસેથી વરસોંદી
,
દશોંદ, વિશોંદ. વગેરે લેવાનો સ્વાર્થ નથી રાખતા ?
તેમ તે ઉપર લખ્યા ફરમાનો મુજબ વરતે છે ?
તેમ જો નથી વરતતા તો ખાલી ડોળ ઘાલુથી કાંઈપણ થવાનું નથી. તે
તો જરૂરથી જનહમમાં પડવાના પણ   બિચારા ભોળા
ભાઈઓ તેના પાછળ ખાલી રખડી મરે છે.

          ભાઈઓ ! મેં પીરાણા પંથી સૈયદોનાં બનાવેલાં પુસ્તકો થોડાં ઘણાં જોયાં છે જેમાં
મને યાદ રહેલી વાત તમોને કહું છું તે સાંભળો.

રોવે રોવે હીંદુડા દુજા મુસલમાના

રોવે બ્રાહ્મણ જોશીડા વાંચન પોથ પુરાણા

રોવે મુલ્લાં કાજીડા જીકો પઢણ કુરાના.

રોવેરોવે સઘળો સુનીસંગ જીકો શાહનસીભાણા

રોવે રોવે સંસારી તે સઘળા રોવે.

એક ન રોવે જીને શાહ પીર પાયા

તેમજ

હજ નીમાજ રોજા ધરે

કુડી ક્રિયાએ કામ ન સરે.

અને

એજી એ નર શ્રી ઈશલામ શાહ

અવતાર શાહ અલી તણા

સતગુરૂ હશનશાહ તે તો નબી મહમદનો અવતાર

         

આમ ઈસ્લામ જ્યારે ખુદા પાકને નિરંજન નિરાકાર માને છે. કોઈ
જીવને પુનર્જન્મ છે
, એમ કબુલ નથી કરતો ત્યારે આ કુટીલ સતપંથ (પીરાણા પંથ)માં ખુદ
ખુદાને ખુદાના રસુલના જ અવતારો બતાવેલા છે. કહો મુસલમાન ભાઈઓ આપ આવા સ્વાર્થીઓને
મુસલમાન તરીકે કબુલ કરશો ખરા કે
? કદી નહીં ?

          ઉપર મુજબ કૃતવી સેળભેળ કરી સાચી ખોટી ઉપમાઓ આપી “ઘરના ભુવા ને ઘરના જતી” માફક
લખી ખુદા પાકના ગુનેગાર થયા છે. થાય છે એટલું જ નહિ પણ કુડાપંથને સતપંથ નામ આપી
મોટા ડોળ કરીને ભોળા લોકોને લલચાવીને ફસાવીને તેને પણ નરકવાસી કરે છે. ભાઈઓ ! આ તો
તેઓ એ સ્વાર્થની ખાતર રોજગાર પેદા કરવાના સાધન બનાવેલા છે. તેથી મને તો ખાત્રી છે
કે સતપંથી—પીરાણા પંથી સાધુ કાકાઓ તથા બનાવટી સૈયદો કદી પણ ઈસ્લામી દાવો કરી જ ન
શકે. તેમજ ઈસ્લામી ઉલેમાઓ સામે મુકાબલો કરી જ નહિ શકે.

          બાકી હા ? તમારા અજ્ઞાન ભોળા અને ભેઇલમ (અભણ કણબી પાટીદારોને
અંધારામાં રાખી ગમે તેમ કરી બોળી મારે તો ભલે. તમો આટલું તો ખચીત માનશો કે ગમે તે
એક ધર્મ હિન્દુ યા મુસલમાન જે પૂર્વે પોતાના વંશ પરંપરાનો છે અને વડીલો પાળતા
આવ્યા હોય તેજ પાળવો હક છે. એવું ન જોઈએ કે “બાવો બે થી રહે” હાલ અખબારો માસિક
પત્રો વગેરે મૂળ ધર્મ ગ્રહણ કરવું ખોટા પતંગીયામાં ન લોભાવવું કહીને પોકારે છે.
છતાં પણ અભણ અને ભોળા પીરાણા પંથીઓ મસાલ લઈ નર્કના કુવામાં પડે છે
,
તો તે તેની કરણીનાં ફળ ને પોતે જ ભોગવશે—ભોગવે છે. “જે કરશે
તે ભરશે” પણ દુઃખ માત્ર આટલું જ કે માતૃ ભૂમિ હિંદ માતાને ગુલામ બનાવી ધરપધર કરે
છે.

          મિત્ર ધર્મમાં ઢાંક પીછોડો હોય જ નહિ. જે ધર્મો પૂર્વથી ચાલ્યા આવે છે,
તે જાહેરીન છે. તેમાં ભય નથી,
નિર્ભય છે. સત્ય છે વેદ પુરાણ અને કુરાન મોજુદ છે જે ઓલીયા
અંબીયા
, દેવ દેવીઓ પાળતાં આવ્યા છે. વાચા અને કર્મથી તેજ માનવું,
અને તેમાં જ લીન થવું જોઈએ. પાંખડી પ્રપંચી સ્વાર્થી સાધુડા
બગ ભક્તોના ખોટા પતંગીયા રંગમાં અંજાઈ ન જવું જોઈએ. આ તો જેવો ગોડ વિદ્યા સમાન પંથ
છે.

 

બાજીગર બાજી રચી રચ્યા કમળકા ફુલ. દો ઘડીકા દેખના,
આખર ધુળકી
ધુળ.

          મારા વહાલા વાંચકો હિન્દુ ભાઈઓ મનુષ્યને પ્રથમ આટલું જ વિચારવાનું છે કે જે જે
નવા પંથો ફાટી નીકળે છે. ને નીકળ્યાં છે. તેના મહંતો—સુખાનીઓ ક્યા ધર્મના ક્યા
અવતાર
, પેગમ્બરના ફરમાન મુજબ વરતે છે. તેઓને પુછી જોશો કે તમોએ
ક્યા ધર્મના આસરાથી ક્યા અવતાર અને ક્યા પૈગમ્બરથી આ પંથ બનાવ્યો છે. ચાર સનાતન
વેદ અને ચાર ઈસ્લામી કિતાબમાંથી કીયા કીતાબમાંથી આ પાંખડી ફુટી છે તે દેખાડી  આપશો
?
નવા ધર્મો હવે થાય જ ક્યાંથી ઘી માંથી હવે માખણ કેવી રીતે
થાય બસ આટલું જ હાલ હું આપને લખી મોકલું છું. તે આપ આપના પત્રમાં છાપીને આભારી
કરશો. “આમીન”

 

 

ગેઢેરે ગોટા વાળ્યા રે

(આ કવિતા અમોને સ્વર્ગસ્થ ભાઈ વેલજી કરશનના પિતાશ્રી કરશનભાઈ
હંશરાજ

વીરાણીવાળાના તરફથી પ્રગટ કરવા અર્થે મળેલી છે.)

(રાગ : ખુને જીગરકો પ્રીતી હય બસ ગમને તોરે યાર.)

ગેઢેરે ગોટા વાળ્યા રે સૌ સમજો શાણા જન

 

ઘણાઓ પર કરજો કીધા કઈકોના દંડ જ લીધાં,

 

મંડળથી હારી બીધારે સૌ સમજો શાણા જન

હોંશે છુટકા છેડા કરતાં ઢોર હરાયાની માફક ફરતાં,

 

સૈયદોનું એઠું ચરતારે સૌ સમજો શાણા જન

પ્રીતે પીરાણામાં જાય ત્યાં સૈયદોનું એઠું ખાય,

 

તે ગુરૂ ગણી મનમાંહેરે સૌ સમજો શાણા જન

કાકો પૈસાને શું કરશે સટા શેરોમાં ભરશે,

 

મોટરમાં બેસી ફરશે રે સૌ સમજો શાણા જન

કાકાને વ્હાલું નાણું સ્વદેશે કર્યું ઉઘરાણું,

 

વિરાણીએ કર્યું આણું રે, સૌ સમજો શાણા જન

વિરાણીએ વાંધો લીધો કાકે ત્યાગ અન્નનો કીધો,

 

દુધ છ શેરપર વ્રત લીધો રે સૌ સમજો શાણા જન

અંધ શ્રદ્ધાળું કામ શું કરશે મુવાં ઢોરો કાંધે ધરશે,

 

ત્યાં જઈને લાણું ચરશે રે સૌ સમજો શાણા જન

તમો માનો ધર્મ છે સાચો એનો ઘડનારો છે પાકો,

 

એનો એજન્ટ સૈયદ અને કાકારે સૌ સમજો શાણા જન

જુમા રાતે થાળું કરાવો નુર નાંખી કાંકળ પાવો,

 

ત્રઇયું ખાવા કાંધાવોરે સૌ સમજો શાણા જન

જાતર કરવાં કાં જાઓ પીરાણે પૈસા દઈ આવો,

 

પડી દુવાં કાં ગુન્હા છોડાવો રે સૌ સમજો શાણા જન 

૧૦

લાહીલા લાહીલા એમ કહેતાં વળી વાંકા ને નમાજ પડતાં,

 

તમે બુદ્ધિની કેવી જડતા રે સૌ સમજો શાણા જન

૧૧

આવું ધર્મ હડાહડ ખોટું તેને કેમ માનો છો મોટું,

 

એવું આંધળે બૈરું કુટ્યું રે સૌ સમજો શાણા જન

૧૨

આવા ધતીંગ ધર્મને મુકો મારી ઠોકર તે પર થુકો,

 

ધર્મ સનાતન પર જુકો રે સૌ સમજો શાણા જન

૧૩

હવે જાગ્યા સુધારક બાળ થયા ખોટા ધર્મના કાળ,

 

કાકા સૈયદ પીરાણું બાળો રે સૌ સમજો શાણા જન

૧૪

કહીએ ઘડી ઘડી શું તમને હવે લાજ શરમ થાય અમને

 

દુર કરો એવા યમને રે સૌ સમજો શાણા જન

૧૫

સૌ માતુ ઉમિયાને નમજો સ્વજ્ઞાતિ માટે દુઃખ ખમજો

 

કહે વેલજી દુષ્ટોને દમજો રે સૌ સમજો શાણા જન

૧૬

વેલજી કરશન
પટેલ

 

 

કડવા પાટીદાર જ્ઞાતિના ખામીના કુલ સવાલોની યાદી

(લેખક : ઠક્કુર રામજી વિ. વાલજી વર્મા નખત્રાણા કચ્છ.)

          પાટીદાર જ્ઞાતિના આ માસિકત્તી ઉત્પત્તિ સ્થિતિ ભોગવટો સ્થાઈ રહે તે માટે
પ્રભુની પાસે હિતચિંતક દોસ્તની પ્રાર્થના.

          આજ વીસમી સદીનો સદાકાળ ઇતિહાસમાં અમર રહેનારી ભારતના ભવ્ય ભક્ત સંતાનોની
મહામંત્ર ફુંકવાની સ્થિતિ પ્રગતી ઉગતી કળી માફક ખીલી પ્રખર સુગંધી દ્રવ્યો સુગંધી
આપી રહ્યા છે તેવા સમયમાં આ પત્રની પરિસીમાની યોગ્યતા
,
કુલ સવાલોની યાદી તારવવી એ સ્થાઈ વિવેચન માટે વાસ્તવિક છે. લેખકો
હિત ચિંતકોને સુગમ પડે
  તેટલા માટે
અમારી બુદ્ધિ અનુસાર ખામીના સવાલ કોડી એક નીચે તારવવામાં આવે છે.

          નૂતન બેસતા વિક્રમી સંવત ૧૯૮૦ {VSAK: 1923-24} ની સાલમાં કુલ સરવાળો આણતાં દોઢ દજન સવાલો સરવાઈએ જ્ઞાતિમાં
સમાજ સુધારણાનાં લેણા બાકી છે જે એક કોડી વર્ષમાં પૂરા થશે
?

કડવા પાટીદાર અવલ સરવાઈએ જમા ઉધાર જ્ઞાતિ હિત ચિંતકની યાદી.

સવાલ કોડી એક.

         

જ ——————————————————

ઉ ———————————————-

૧. વરો, કરજ, ને કાંધીઆ

૧. ખેડ ખાતર, મજુરી, અંગ ધંધો, કરવત, કડીઆ,

આદિ, એકંદર જાત મહેનત.

૨. ચોરી, દુવા, દાટવું, બદલે બાળવું.                  

૨. વ્યાપાર , હુન્નર, કોન્ટ્રાક્ટર,ક્વચીત, ક્વચીત લેખક આદી આંગળીને વેઢે ગણ્યા.

          ૨.  એકંદર
વ્યવસાયી બે બાકી નંગ ૧૮ ડઝન દોઢ બે પૈકી
લેણા છે હસ્તે સમજનારભાઈ વાંચક પોતે.

          મુદત એકે સને ૧૯૨૪ સંવત ૧૯૮૦માં આ પૈકી દ્વારા કાંધાથી
પૂરા કરી દેવાની
શરતે બાકી લેણા હસ્તે ભાઈ રૂડા દા. મહેતા રામ ભક્ત
હરદયાળુંવતી ખુદ વર્માના ૨૦) વીસ એકંદર સવાલો

 

૩. જુમારાત,ખાનો, જમાત, પાચાડા, પંચ,   મુખી.             

૪. પીરાણો, પુજા, અમીની ગોળી, હુરાઓ 

૫. ભવૈયા, બાળ લગ્ન, છૂટાછેડા, ઉઠી                

    જવું,
આંગળીઓ.

૬. પેટમાં સગપણ,નાના બાળક, ઉગતી

    કળીનું
સત્યાનાશ
,
ટોપરાની સગપણ પ્રથા.

૭. લગ્ન ક્રિયાનો લીભાડો પાકે.

૮. જીવતે ધણી બીજી કરી ખુશી ના ખુશી.

૯. નાત બહારનો જુલમાટ,

    આગેવાનોનો
અંધો દીસતો ગોરખ ધંધો

૧૦. મુખી, ચૌધરી, ગેઢેરાની પ્રપંચ જાળ.

૧૧. કુવાગરાં, ઉતરાવવાની પ્રથા

૧૨. સૈયદોનો મોહ

૧૩. પાપની બેડી પીરાણે છુટવાની અંધશ્રદ્ધા

 

૧૪. નીશરણી (લીસેણીનો હેતુ)

 

૧૫. ભુખ, બારસનો અવતાર (કંગાળીયતનો ઈજારો)

 

૧૬. ખાંડ ચોખાનો રીવાજ.

 

૧૭. કજોડાંના આણાં.

 

૧૮. આઠ આગલે કોરા ગુજાભર ખજુરીઆ

 

૧૯. ખજુર પર વહાલ.

 

૨૦. કાકાપર પૂર્ણ પ્રીતી.

 

૨૦. જુમલે સવાલ નંગવીશ.

 

નોધઃ આ લખાણનું સાફ વિવેચન વાંચકની જાણ માટે આવતા અંકમાં
આવશે.  લેખક.

 

 

સાભાર સ્વીકાર

          કડવા વિજય પુ. ૧૪ અંક ૧૨ મો શ્રી કડવા પાટીદાર પરિષદ તરફથી પ્રકાશક રા. રા. વકીલ
પુરુષોત્તમ રણછોડદાસ પટેલ મુ. કડી તરફથી અમોને બદલામાં અભિપ્રાય માટે ઉપરોક્ત અંક
મળેલ છે. ઘણા જુના વખતથી પાટીદાર જ્ઞાતિની સેવા બજાવનાર આ પત્ર બહુ જ લોકપ્રિય થઈ
ચુકેલ છે. તેમાં પાટીાદાર જ્ઞાતિને લગતાં ઘણાં જ સારા અને મનન કરવા લાયક લેખો આવે
છે. સદરહુ અંકમાં પાછળના પાના પર છપાયેલ નોંધ તરફ ધ્યાન ખેંચતા તેમની કેટલી બધી
મુશ્કેલીઓ છતાં તેઓ પોતાની સેવા કર્યે જ જાય છે. વળી આવા પત્રને અનેક આફતો આવે
છતાં  તેમાંથી બચાવી તેને ચલાવવું એ ઘણું જ
કઠિન કામ છે. તો પણ એમો તેના સંચાલક ભાઈશ્રી પુરુષોત્તમ ભાઈને ખરેખર ધન્યવાદ આપીએ
છીએ અને અમારાં વાંચનારાઓનેઆ પત્રના ગ્રાહક થઈ ઉત્તેજન આપવા ભલામણ કરીએ છીએ. વા.
લ. રૂ. ૧—૮—૦ જે તદન ઓછું જ ગણી શકાય અને તે ઉપરને ઠેકાણે લખવાથી મળી શકે છે.

          ખેતીવાડી વિજ્ઞાન પુ. ૧૨ અંક ૧ લો. અધિપતી રા. રા. દુલેરાય છોટાલાલ અંજારીઆ
“ખેતીવાડી વિજ્ઞાન” ઓફીસ ધરમપુર
, જીલ્લો સુરત આ પત્ર લગભગ બાર વર્ષ થયા. ખેડૂત ભાઈઓની અચ્છી
સેવા બજાવે છે. આ પત્રમાં ખાસ કરી ખેતીનાં જ લેખો આવે છે. અમારા ખેડૂત ભાઈઓને આ
પત્ર અવશ્ય વાંચવાની જરૂર છે. દરેક ગામની પંચાયત પાસે આ પત્ર આવતું હોય તો તે બહુ
જ લાભદાયક થઈ પડે એમ અમારું માનવું છે. સદરહુ પત્રનું લવાજમ રૂ. ૨ાા છે. જે
પ્રમાણમાં જરા વધારે ગણાય તો પણ વિષય તરફ જોતાં તે ભારે પડે તેમ નથી. અમો ભાઈશ્રી
અંજારીઆની સેવા બદલ તેમને ધન્યવાદ  આપીએ
છીએ.

          શ્રી કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળનો વૃતાંત,
છપાવી પ્રગટ કરનાર ઉપરોક્ત મંડળના મંત્રી રા. રા. નગીનભાઈ
વૃ. પટેલ
, મુ. કડી (ગુજરાત) ઉપરોક્ત મંડળની કેળવણી બાબતની પ્રવૃત્તિ
પ્રશંસાપાત્ર છે. દાનવીરભાઇઓએ ઘણી જ સારી સારી રકમો એ ફંડમાં ભેટ આપેલી જણાય છે.
તેમજ ત્રણ વર્ષનો અહેવાલ તૈયાર કરીને છપાવેલ છે તે જોતાં એ મંડળનું કાર્ય ઘણું જ
સારું ગણી શકાય. દરેક હિસાબ વાર બાબતો બરાબર બતાવવામાં આવી છે. આ મંડળ તરફથી એ
પ્રાંતમાં કેળવણીનો જે પ્રચાર થાય છે તેવો અમારા કચ્છી પાટીદાર ભાઈઓમાં પ્રચાર
કરનારા સુજ્ઞ ભાઈઓ ક્યારે જાગશે
? પ્રભુ ? અમારા કચ્છી ભાઈઓમાં તરત જાગૃતિ લાવે એવું અમો ઇચ્છીએ છીએ.
વળી
, આ મંડળ તરફથી પાટીદાર વિદ્યાલય (આશ્રમ) ચલાવવામાં આવે છે તે પણ ઘણું જ વખાણવા
લાયક છે તેમાં રહેતાં વિદ્યાર્થીઓને સ્તવન તથા શિક્ષણ અને વ્યવસ્થા સંબંધી સદરહુ
રીપોર્ટમાં જે વિઝિટોનાં શેરાં ટાંકેલા છ તે ખરેખર ધ્યાન ખેંચનારા છે
,
ઉત્સાહી કાર્ય વાહકોની મદદ હોય તો જ આ કાર્ય થઈ શકે છે અમો
અમારા જ્ઞાતિ બન્ધુઓની આ કાર્યમાં ફતેહ ઇચ્છીએ છીએ. આ મંડળની અને તેની સંસ્થાઓની
વિશેષ ઉન્નતિ જોવા ખુશી છીએ. અને અમારા પાટીદાર ભાઈઓને આવી સંસ્થાઓ તરફ પોતાનો
ઉદાર હાથ લંબાવવા અરજ કરીએ છીએ.


તંત્રી

 

શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ તરફથી
જ્ઞાતિના લાભાર્થે પ્રગટ થતું

પાટીદાર ઉદય

તંત્રી તથા પ્રકાશક : રતનસી શીવજી પટેલ

 

વર્ષ :    ૧લું                                  

આસો શા.૧૯૮૦ {VSAK: Oct-1923}

અંક ૪થો

વિષય

લેખક

પૃષ્ટ

રે ખેડૂત તું ખરે જગતનો તાત ગણાયો                

તંત્રી

{275}

આનંદ ધ્વની               

મૌજી મહાજન

{276}

સદગતિ ત્યાં થાય છે.              

તંત્રી

{276}

નુતન વર્ષે અમારી અંતરેચ્છા                 

તંત્રી

{277}

આપણી ફરજ            

રણછોડદાસ દલસુખરામ

{278}

પાટીદાર ઉદય સંબંધી જ્ઞાતિ બંધુઓને પ્રાર્થના        

નારાયણજી રામજી

{278}

ઉદય માર્ગદર્શન           

માવજી વાસણ પટેલ

{281}

અલંકારો કિત્તક કેળવણી પ્રશંસા            

મૌજી મહાજન

{282}

પાટીદાર જ્ઞાતિ સાહિત્ય            

રામજી વાલજી વકીલ

૧૦ {283}

પાટીદાર ભાઈઓને પ્રાર્થના                  

વૈદ્ય ગોપાલજી કુંવરજી

૧૨ {285}

જ્ઞાતિ સુધારા અર્થે                  

મૌજી મહાજન

૧૩ {287}

પીરાણા પંથીઓની દશતરી ગાવંત્રી                   

નારાયણજી રામજી

૧૫ {289}

જ્ઞાતિ બંધુઓને બે બોલ            

લાલજી સોમજી પટેલ

૨૨ {296}

સ્વજ્ઞાતિ સુધારો           

રામજી વાલજી વકીલ

૨૫ {298}

નામ ધારી બનાવટી મુસલમાન સૈયદો       

ખલીફા મહમદ ઉમર જાનમામદ   

૨૬ {299}

ગેઢેરે ગોટા વાળ્યા રે                

વેલજી કરસન પટેલ

૨૯ {302}

કડવા પાટીદાર જ્ઞાતિના ખામીના કુલ સવાલોની યાદી

રામજી વિ. વાલજી

૩૦ {304}

સાભાર સ્વીકાર           

તંત્રી

૩૧ {305}

    

 

એ સિવાય સુચના નિયમો જાહેર ખબર ઇત્યાદી વાર્ષિક લવાજમ રૂ.
બે અગાઉથી.

છુટક નકલ ચાર આના પો. સાથે

તમામ પત્ર વ્યવહાર નીચેના સરનામે કરવો

વ્યવસ્થાપક,

પાટીદાર ઉદય ઓફીસ,

રણછોડ લાઇન્સ,
કરાચી.

 

 

પાટીદાર ઉદય માસિકના નિયમો

 

          ૦૧. આ માસિકનો મુખ્ય હેતુ પાટીદાર જ્ઞાતિની ઉન્નતી કરવાનો છે. જેથી દરેક
પાટીદાર ભાઈઓની ફરજ છે કે તેમણે માસિકના ગ્રાહક થઈ યોગ્ય  મદદ કરવી.

          ૦૨. આ માસિક દરેક હિન્દુ મહીનાની સુદી ૨ બીજને દિવસે બહાર પડે છે.

          ૦૩. સ્વજ્ઞાતિના કે અન્ય જ્ઞાતિના કોઈ પણ પુરૂષ અગર સ્ત્રીના લેખો આ માસિકમાં
લેવામાં આવશે. પણ લેખો અંગત દ્વેશ કે સ્વાર્થથી લખાયેલા હોવા ન જોઈએ. બને ત્યાં
સુધી વિવેકની હદમાં રહી ભૂલો બતાવવી અને ભાઈચારો તથા સંપ વધે તેવા પ્રયત્નો કરવા.

          ૦૪. લેખો શાહીથી સારા અક્ષરે અને કાગળની એક બાજુ ઉપર લખેલા હોવા જોઈએ. લેખકની
ઇચ્છા હશે તો નામ વગરના લેખો છાપવામાં આવશે
,
પણ લેખકે ખરું નામ અને પૂરું સરનામું અમારી જાણ માટે લખવું,
લેખની દરેક જોખમદારી લેખકને શીર રહેશે. નહિ છપાયેલા લેખો
પાછા મોકલવા અમો બંધાતા નથી.

          ૦૫. કોઈ પણ લેખકના વિચાર સાથે અમારું મળતાપણું છે એમ માની ન લેવું.

          ૦૬. દેશ—પરદેશમાંથી આપણી જ્ઞાતિમાં વિવાહ જન્મ,
મરણ ઇત્યાદી તથા કોઈ ગ્રહસ્થને વિદ્યા,
હુન્નર, અગર વેપાર અને ખેતીવાડીમાં મળેલી ફતેહના સમાચાર ઘણી જ
ખુશીથી દાખલ કરવામાં આવશે.

          ૦૭. કોઈ ભાઈને આ માસિક સંબંધી કાંઈ પણ ખુલાસો મેળવવો હોય તો જવાબ માટે પોસ્ટની
ટિકિટ બીડવી.

          ૦૮. આ માસિકમાં જ્ઞાતિ સંબંધી તથા આર્થિક ધાર્મિક અને વહેવારીક દરેક બાબતો
ચર્ચવામાં આવશે. માટે જે જે ભાઈને જે જે વિષય સંબંધમાં લખવું હોય તેણે તે તે
વિષયમાં સહેલી ભાષામાં દાખલા દલીલોથી લખવું. કે જેથી વાચક વર્ગ ઉપર સારી અસર જલદી
થાય.

          ૦૯. જે ભાઈ આ માસિકને મદદ આપશે તેમના મુબારક નામ તેમની ઇચ્છા હશે તો આ પત્રમાં
છાપવામાં આવશે અને વાર્ષિક રીપોર્ટમાં પણ છપાવી જાહેર કરવામાં આવશે.

          ૧૦. જે ભાઈ રૂ. ૫૦૦/— પાંચસો કે તેથી વધુ આ માસિકને મદદ કરશે તેમનો ફોટો
ઓફીસમાં રાખવામાં આવશે.

          ૧૧. આ માસિકના માટે હંમેશાં યોગ્ય લેખો લખી મોકલનાર લેખક પાસેથી લવાજમ લેવામાં
આવશે નહિ.

લી. વ્યસ્થાપક “પાટીદાર ઉદય”

 

 

 

બિલ્ડીંગ બાંધનારાઓ માટે

          લાકડો ચૂનો, રેતી, પથ્થર, કાંકરી વગેરે હરેક જાતનો માલ અમો કીફાયતી ભાવે પૂરો પાડીએ
છીએ તે સિવાય જો તમો અમોને બિલ્ડીંગ બાંધવાનું કામ આપશો તો તે ઘણું જ સારું
,
સફાઈદાર તથા કીફાયતી ભાવથી ટૂંકી મુદતમાં તૈયાર કરી
આપશું. અમારા ભાવ ઘણા જ મધ્યમ છે.

         

          એક વાર ખાત્રી કરો :

મીસ્ત્રી ખીમજી શીવજી
પટેલ

કોન્ટ્રાકટર્સ એન્ડ
સપ્લાયર્સ રણછોડ લાઇન
, કરાંચી

 

ખાસ તમારા લાભનું ?

          ૦૧.     તમામ
રોગોની દવા અમારે ત્યાં કરવામાં આવે છે.

          ૦૨.     કોઈ પણ
પ્રકારની દેશી દવાઓ અમારે ત્યાં હંમેશાં તૈયાર મળી શકે છે.

          ૦૩.     કોઈ પણ
પ્રકારની વૈદ્યની સલાહ અમો મફતમાં આપીએ છીએ.

          ૦૪.     આરોગ્યના
જ્ઞાન માટે આરોગ્ય સિન્ધુ  નામનું પત્ર
રૂ. એક લવાજમ ભરવાથી  અમારે ત્યાંથી મળે
છે.

          ૦૫.     નાના
બાળકોની દવા અમારે ત્યાં ખાસ કાળજીપૂર્વક કરવામાં આવશે.

          ૦૬.     ઘરમાં
વાપરવાની ચાલુ દવાઓ અમારે ત્યાં તૈયાર મળી શકે છે. આમાંથી કોઈ પણ પ્રકારનું કામ
                     હોય તો મળો :

વૈદ્ય ગોપાલજી કુંવરજી
ઠક્કુર

આયુર્વેદ વેદ્યકની
પરીક્ષામાં પાસ થયેલા.

હેડ ઓફીસ : રણછોડ લાઇન, કરાચી,

બ્રાન્ચ ઓફીસ : નાનકવાડા, જૂની જેલ રોડ, કરાચી.

 

આ પત્ર તરૂણ
સાગર પ્રેસમાં ગિરિજાશંકર
, બી. ત્રિવેદીએ છાપ્યું,
ન્યુ સ્મોલકોઝ કોર્ટની સામે, કેમ્પબેલ
સ્ટ્રીટ
, કરાચી

Share this:

Like this: