Book: Abhilekh -2, 2024 (અભિલેખ -2, 2024)

Index

9. એક પ્રાસ્તાવિક નિબંધ - વર્ષ 1924

શ્રી ઉમાદેવ્યાઃ કૃપાસ્તુ॥

શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંના જુલ્મી

આગેવાનોનાં કાળાં કૃત્યો ઉપર સર્ચલાઈટ

 

પીરાણા સતપંથને હિન્દુ ધર્મમાં ઘુસેડવાના

લક્ષ્મણ કાકાના પ્રપંચ ઉપર પ્રકાશ

 

એક પ્રાસ્તાવિક નિબંધ

 

મરાઠી સાખી

ધર્મને કર્મને ધોઇ નાખ્યાં, ગાડર સમ ઝુકાવી

ઉપરથી ઉપહાસ્ય કરાવી, ગાંઠનું ગરથ ગુમાવી,

આવી રસમ થકી ભાવિ,

ભુસ્યું શર્મ જરી ના“વી—આવી

 

લેખક અને પ્રકાશક

પટેલ નારાયણજી રામજીભાઇ કોન્ટ્રાકટર

ઘાટકોપર (Thana)

 

સંવત : ૧૯૮૦                       સને : ૧૯૨૪

 

મુદ્રણ સ્થાન : આદિત્યમુદ્રાણાલય, રાયખડરોડ—અમદાવાદ

મુદ્રક : પ્રાણજીવન વિશ્વનાથ પાઠક

હિન્દુ ધર્મના બહાને હિન્દુ જ્ઞાતિઓ કેવી રીતે પતિત્‌ થાય છે તે જાણવા વાંચો !

પરમાત્માના અવતારમાંથી ફુટી નીકળેલા ઇરાની સૈયદ ઇમામશાના કારસ્તાન

હિન્દુ ધર્મના નામે ચાલતા

પીરાણા સતપંથનો અર્ધદગ્ધ પંથ અને તેની પોલ

હિન્દુ જ્ઞાતિઓના હિતાર્થે થોડા વખતમાં છપાઇ બહાર પડશે

 

          એ નામનું પુસ્તક અમારા તરફથી બહાર પાડવામાં આવનાર છે. સનાતન હિન્દુ પ્રજાને પોતાનો ધર્મ તજી દેવરાવી પીરાણા સતપંથ ધર્મમાં વાળવા માટે અને પીરાણા સતપંથ ધર્મ મુસલમાની ધર્મ જેવા નથી એવું દેખાડવા માટે તે ધર્મના અધ્યાપકો મુજાવરકાકાઓ અને નેતાઓએ હિન્દુધર્મમાં પ્રસિધ્ધ રીતે મનાતા અવતારો આર્ય પુત્રો અને દેવ દેવીઓને પીરાણા સતપંથ નામના કબ્રસ્તાની પંથમાં સંડોવી હિન્દુ ભાઇઓને પોતાનો પંથ ગળે ઉતારવા એ મહા પવિત્ર વ્યકિતઓને એ પંથમાં એવી તો અઘટીત રીતે વર્ણવામાં આવી છે કેતે સાંભળીને હિન્દુભાઇઓનાં હૃદય દ્રવિત થયા સિવાય રહે જ નહી તદુપરાંત પોતાનો ઉદ્દેશ બર લાવવાની નીચ યુક્તિ કરતાં હિન્દુ ભાઇઓને ભેસ્ત (સ્વર્ગ)ની લાલચો—આપવાના કાવા દાવા ખેલતાં સૈયદ ઇમામ સાહેબ તેમજ તેના વંશના સૈયદોએ પીરાણા સતપંથ ધર્મની ક્રિયાકર્મ કરવાના માટે ભોળા અને અજ્ઞાન હિન્દુભાઇઓને લલચાવવા માટે મોરનબુવત, બાજનામુ, રતનનામું, નાદલી, તૈયબના કલમો, પીરસાહનો જાપ વિગેરેના પાઠો કરવાથી સ્વર્ગમાં જાહોજલાલી મળી શકે છે. તે અને એ પીરાણા સતપંથ ધર્મની ઉત્પતિ તથા તે ધર્મની રીતે જન્મથી મરણ પર્યંત તેના અનુયાયીઓ માટે કરવામાં આવતી ઘટપાટની મુસલમાની ક્રિયાઓમાં હિન્દુ દેવોને ઘૂસેડી હિન્દુ ભાઇઓને ઉંધે રસ્તે દોરી પોતાના પંથમાં વટલાવવા માટે જે જે નીચ યુક્તિઓ રચી છે. તેથી પરિણામે એ પંથે ચડેલા ઘણાં હિન્દુ કુટુંબો પતિત થઇ અજ્ઞાનતાને લીધે ધર્મ અને જ્ઞાતિ દ્રોહી બને છે અને તેમના સંબંધમાં આવતી હિન્દુ જ્ઞાતિઓમાં એ ભ્રષ્ટતાનો સડો ગુપ્ત રીતે વધતો જાય છે આ દુઃખકારક વસ્તુ સ્થિતિનો જલ્દી અંત આવવો જોઇએ એટલે દરેક હિન્દુભાઇ એ માર્ગે પુરૂષાર્થ કરે એ ફરજના આધારે પીરાણા સતપંથનો અર્ધદગ્ઘ પંથ અને તેની પોલ એ નામનું પુસ્તક અમારા તરફથી બહાર પાડવામાં આવશે.

          પીરાણા સતપંથ નામનો અર્ધદગ્ન પંથ ખાસ હિન્દુ ધર્મને ઉંધો વાળવા અને હિન્દુઓને વટલાવવા માટે જ ઉભો કરવામાં આવ્યો છે અને તે હિન્દુ ધર્મ નથી જ એટલે તે માર્ગે જતા હિન્દુપણું મટી જાય છે. વળી સદરહુ પુસ્તકમાં કચ્છ ગુજરાત વગેરે સ્થળોની પાટીદાર (લેવા અને કડવા) જેવી ઉત્તમ કોમને એ અધર્મના માર્ગે જતી અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશના જુદા જુદા ગામોમાં રહેતા અન્ય જ્ઞાતિ બંધુઓ સાથે ઐક્યતા સાચવી રાખવાની કેટલી જરૂર છે અને પીરાણા સતપંથના અર્ધદગ્ધ પંથે ચડી જવાથી જ્ઞાતિથી અલગ થઇ જવામાં કેવું ભયંકર નુકશાન રહેલું છે એ વિષય પણ ઇતિહાસના આધારે લખાશૈ જે ઘણો ઉપયોગી થઇ પડશે.

          હિન્દુ ધર્મના નામે ચાલતા પીરાણા સતપંથ ધર્મની પોલ એ નામના પુસ્તકનું કદ વગેરે નક્કી થઇ ગયા પછી કિંમત બહાર પાડવામાં આવશે. પરંતુ જે ભાઇઓ પુસ્તકના ગ્રાહક થવા ઇચ્છતા હશે તેમના નામ રજીસ્ટ્રર કરવામાં આવશે અને તે બહાર પડતા જ તેમને મોકલી આપવામાં આવશે. પુસ્તક સંબંધી દરેક પ્રકારની માહીતી માટે અને બીજી પુછપરછમાં ઇચ્છા થાય તેમણે નીચેના સરનામે કરવી.   

         

લેખક : પટેલ નારાયણજી રામજીભાઇ કોન્ટ્રાકટર

ઠે. શેઠ ઉમરશી રાયસીના કમ્પાઉન્ડમાં મુ. ઘાટકોપર, જીલ્લો : થાણા, જી.આઇ.પી.

 

શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંના જુલ્મી આગેવાનોના

કાળાં કૃત્યો ઉપર સર્ચલાઈટ

 

પીરાણા સતપંથને હિન્દુ ધર્મમાં ઘુસેડવાના લક્ષ્મણ કાકાના

પ્રપંચ ઉપર પ્રકાશ

 

એક પ્રાસ્તાવિક નિબંધ

 

પ્રિય જ્ઞાતિભાઈઓ અને દેશ પ્રેમી બંધુઓ,

          શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની કરાંચીમાં મળેલી બીજી પરિષદના કામકાજનો રિપોર્ટ બહાર પડ્યા પછી કચ્છ દેશની કડવા પાટીદાર જ્ઞાતિમાં જે અવનવા ફેરફારો થઈ રહ્યા છે, તેનું અવલોકન જનસમાજ આગળ રજુ કરવાની હું મારી ફરજ સમજું છું અને હું આશા રાખું છું કે જ્ઞાતિમાંનો કેટલોક સમજુ વર્ગ અને જ્ઞાતિ સુધારક ભાઈઓને આ લેખ વાંચ્યા પછી ઘણું જાણવાનું મળશે.

          કરાંચીમાં મળેલી બીજી પરિષદના છપાયેલા રિપોર્ટના પાને પાને, લીટીએ લીટીએ, અરે શબ્દે શબ્દે, કચ્છની કડવા પાટીદાર જ્ઞાતિની અધોગતિ કેમ થઈ છે, તેનું આરપાર દીગદર્શન થાય છે. કચ્છ દેશમાંના કડવા પાટીદાર ઉર્ફે મુમના કણબી કોમના આગેવાનો હોવાનો દાવો કરનારા પટેલીયાઓ કેવા નિર્લજ નફટ અને નાલાયક વર્તણુંકવાળા છે, એટલું જ નહીં પણ જ્ઞાતિના ભાઈઓ તેમજ બહેનોના ઉપર કેવો ત્રાસદાયક જુલ્મ ગુજારી રહ્યા છે, એ જુલ્મની હકીકતવાળાં ગોજારાં પાનાં વાંચતા ત્રાસ છૂટે છે. કોઈ પણ દેશ અથવા કોઈ પણ જ્ઞાતિમાં જ્ઞાતિના ભાઈઓના હાથે આવો જુલ્મ થયાનું સાંભળ્યું નથી. દરેકે દરેક જ્ઞાતિમાં જ્ઞાતિ પંચ મારફતે જ્ઞાતિ રીતરિવાજના ન્યાય અપાય છે. પરંતુ કચ્છની કડવા પાટીદાર જ્ઞાતિમાં ન્યાય આપનાર તરીકે કેટલાક આગેવાનો હોવાનો દાવો કરનારા સ્વાર્થી આગેવાનોએ જુલ્મી સત્તા ચલાવી કચ્છની કણબી કોમને તદ્દન નામર્દ કરી નાખી છે, એવું અમોએ બીજી કોઈ જ્ઞાતિમાં સાંભળ્યું નથી. કચ્છની કણબી જ્ઞાતિનું હીર અને વીરત્વને બાળીને નપુંશક જેવી દશામાં આખી જ્ઞાતિને ગુલામગીરીમાં રખડતી રઝળતી કરી મુકવાનો દોષ કહેવાતા આગેવાનોનો છે. અને બીજો દોષ એ ગુલામી દશા ભોગવનાર અજ્ઞાન કણબી કોમનો પણ છે. કે જેઓ સ્વતંત્રતાના જમાનામાં પણ પશુઓની માફક જીવી શકે છે અને જુલ્મગાર આગેવાનોના સ્વાર્થી જુલ્મને જીરવી શકે છે. કચ્છના કણબી ખેડૂતોની નિર્દોષ પ્રજાના ભોગે અનેક જ્ઞાતિઓ અને આખો કચ્છ દેશ આબાદ થયો છે, છતાં એ દુઃખી જ્ઞાતિની દાઝ હૃદયમાં ધરે એવો કોઈ વીર દેશભક્ત હજુ કોઈ અમારી દૃષ્ટિએ પડ્યો નથી. એ કંઈ ઓછા અફસોસની વાત નથી. કચ્છમાંની અન્ય હિન્દુ જ્ઞાતિઓ જેઓ આ કણબી જ્ઞાતિની દુખદ દશા જાણે છે. છતાં કેમ જાણે આ જ્ઞાતિ કેવળ મૂર્ખજ રહે તેમાં જ લાભ છે, એવું જાણીને અથવા તો કેમ જાણે તેઓનો એ ધર્મ જ ન હોય, તેમ ગમે તેવા લાચાર નિર્દોષ કણબીઓને સહાયતા કરવામાં પાપ ન લાગતું હોય તેમ માનીને કોઈ દુખી લાચારની નતો કોઈ દાદ કે ફરિયાદ સાંભળતું નથી. આવી કઢંગી દશામાં કચ્છના કણબીઓનું જીવન ચાલ્યું જાય છે.

          આ વીસમી  સદીના દેખાતા જમાનામાં સૌ કોઈ દુનિયાની પ્રજા સ્વતંત્રતા અને સ્વમાનને ચાહે છે. પોતાના રાજકર્તા પાસેથી સ્વમાન અને સ્વતંત્રતાના હકો માગે છે. એવા જમાનામાં કચ્છના સ્વાર્થી પટેલીયાઓ પોતાના નીચ સ્વાર્થની ખાતર પોતાના જાત ભાઈઓ ઉપર કેવા અમાનુષિક જુલ્મો ગુજારે છે તેનું દિગ્દર્શન જ્ઞાતિ સુધારક ભાઈઓની જાણ માટે તથા દુનિયામાં દરેક કોમના માટે સ્વતંત્રતા અને સ્વમાન પ્રાપ્ત કરાવવા રાષ્ટ્રની ઉન્નતિ કરનારા દેશ ભક્તોને પણ મારી નમ્રતાપૂર્વક અરજ એ છે કે અમારી કચ્છમાં વસતી કણબી જ્ઞાતિની અધોગતિ તરફ પણ આપ ધ્યાન આપશો. આ પણ એક પુન્યવંતુ કામ છે. અમારી જ્ઞાતિમાં પેસી ગયેલી પીરાણાના પાખંડી પંથમાં ઘણા ભાઈઓ ફસાયેલા છે અને તે ન હિન્દુ ન મુસલમાન એવા કબ્રસ્તાની ખીચડીયા પંથમાંથી છૂટી જવાને ઘણા ભાઈઓ તેમજ બહેનો વલખાં મારી રહ્યા છે, પરંતુ કણબી જ્ઞાતિમાં કહેવાતા કેટલાક જુલ્મી આગેવાનોની અનેક પ્રકારની કનડગતથી તેઓ છૂટી શકતા નથી તેને મદદ કરો, બચાવો. હિન્દુ ધર્મનું રક્ષણ કરો. આ મારી પ્રાર્થના છે. કચ્છની કણબી જ્ઞાતિ માંહેલાં કેટલાંક કુટુંબોએ પીરાણાના પાખંડી પંથને તજી દઈને શુદ્ધ સનાતન હિન્દુધર્મ સ્વીકાર્યો છે. તેને દરેક પ્રકારે પાયમાલ કરવાના માટે સ્વાર્થમાં અંધ થયેલા કચ્છના પીરાણા પંથના મુજાવર લખમણ કાકાના અને પીરાણાનો પાખંડી સતપંથ નામના ધર્મને સ્થાપનાર સૈયદ ઈમામશાહના વંશના સૈયદોના જે ખાસ એજન્ટો થાય છે, તે પટેલીયાઓ જ્ઞાતિના સુધારક ભાઈઓને તેમજ પીરાણાના અર્ધદગ્ધ પંથને તજી દીધેલા કણબી ભાઈઓને દરેક રીતે રિબાવી રિબાવીને પાયમાલ કરવામાં પોતાની બહાદુરી માને છે. એવા રાક્ષસી હૃદયવાળા જુલ્મગાર કેટલાક કણબી પટેલોથી અમારી નિર્દોષ જ્ઞાતિને, જુના જમાનાના જ્ઞાતિના મૂર્ખાઈ ભર્યા રીતરિવાજો તથા જ્ઞાતિ બંધનની ત્રાસદાયક રૂઢીઓથી જેઓ છૂટવાને તલસી રહ્યા છે તેઓને છોડાવવાને કચ્છ દેશમાંહેની સમગ્ર હિન્દુ જ્ઞાતિઓ અને હિન્દુસ્તાન દેશમાંહેના સમગ્ર હિન્દુ ભાઈઓને મારી નમ્ર પ્રાર્થના છે. હું આશા રાખું છું કે આ મારી પવિત્ર અને નિર્દોષ પ્રાર્થના છેક જ વ્યર્થ તો નહીં જ જાએ. કરાંચીમાં જે બીજી કચ્છ કડવા પાટીદાર પરિષદ મળી હતી અને તે પરિષદમાં જે જે કામ અને ઠરાવો સર્વાનુમતે થયા હતા તેનો રિપોર્ટ છપાઈ બહાર પડ્યા પછી કહેવાતા કણબી પટેલ આગેવાનોએ જ્ઞાતિના ભાઈઓ ઉપર કેવા કેવા અનર્થો જુલ્મો અને ત્રાસ વર્તાવ્યા છે તે તથા પીરાણામાં સૈયદ અને મુજાવર લખમણ કાકા વચ્ચે પીરાણાની મિલકતના હક્કની કોર્ટોમાં ચાલતી તકરારોનું પરિણામ ક્યાં સુધી આવ્યું છે અને એ તકરારમાં કચ્છના કણબી આગેવાનોએ આપેલ ફેંસલો જે ફેંસલો એકતરફી હોવાથી કમિશન મારફતે નખત્રાણા કોર્ટમાં સાક્ષી તરીકે કણબીઓએ આપેલી જુબાનીમાં ઘણું જાણવા જેવું હોવાથી જનસમાજ જ્ઞાતિની પરિસ્થિતિ સમજી શકે એજ હેતુથી આ લેખમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે હકીકતો નીચે પ્રમાણે છે.

          આટલી પ્રસ્તાવના કર્યા પછી શરૂઆતમાં હું આપને જણાવીશ કે, જ્ઞાતિ સુધારક યુવક મંડળો કચ્છ વીરાણીમાં, કરાંચીમાં તેમજ મુંબઈ ઘાટકોપરમાં સ્થપાયાં અને જ્ઞાતિને સુધારવા પ્રયત્નો શરૂ કર્યા ત્યારથી આગેવાનોએ પણ જુલ્મો કરવાનું દમનનીતિથી કામ લેવાનું જોશ ભેર શરૂ કર્યું છે. આગેવાનોના જુલ્મોના હત્યાકાંડોની જાહેરાત સુધારક ભાઈઓએ પ્રથમ તા.૧—૮—૧૯૧૮ની જાહેર સભાના રિપોર્ટથી શરૂ કરી છે. ત્યાર પછી તા.૧૧—૧—૧૯૧૯ની જાહેર સભાના રિપોર્ટમાં પણ આગેવાનોના પરાક્રમોની ઝાંખી કરી શકીએ છીએ. જેમ જેમ રિપોર્ટ છપાતા ગયા અને કચ્છમાં કણબી જ્ઞાતિમાં તેમજ અન્ય જ્ઞાતિમાં તેનો ફેલાવો થતો ગયો તેમ તેમ યુવકોમાં પણ નવી હિંમત અને વધારો થતો ગયો.

          કહેવાતા આગેવાનોએ પણ હવે શરમ છોડી કાળાં કૃત્યો કરવામાં પાછી પાની ન કરી. ખાત્રી કરવી હોય તો સં.૧૯૭૬ના ચૈત્ર સુદ—૯ને રવિવાર {VSAK: 28-MAR-1920} ના દિવસે ગામ વીરાણીમાં પટેલ લાલજી સેવજી નાકરાણીના પ્રમુખપદે મળેલી તે સભાનો રિપોર્ટ જુવો એટલે આગેવાનોના કાળા કૃત્યોનો નાગો નાચ તમને પ્રત્યક્ષ થશે. આગેવાનોએ માણસાઈ છોડી દઈ નીચતામાં કેવાં શેતાનીયત ભરેલા કામો કર્યાં છે એની સાક્ષી એ રિપોર્ટના પાનાં પુરી રહ્યાં છે.

          ત્યાર પછી જે રંગ જામ્યો છે, તે કચ્છની કડવા પાટીદાર જ્ઞાતિમાં નવો પ્રકાશ પાડે છે. આગેવાનોના જુલ્મને ઉઘાડા પાડી તેઓના નીચ કૃત્યો જનસમાજ આગળ રજૂ કરવાને જ્ઞાતિ સુધારક યુવક મંડળો એકત્ર થઈ કાર્ય કરવું એવા નિર્ણય ઉપર આવ્યા અને કરાંચીમાં જ્ઞાતિ પરિષદ બોલાવી. જુદા જુદા મંડળોના ભાઈઓ એકત્ર થયા. વિચારોની આપલે થઈ. પરિષદમાં કામકાજ થયું. ઠરાવો થયાં, તે જનસમાજને વિદીત છે. કરાંચી પહેલી પરિષદમાં બહુ જ શાંતિપૂર્વક આગેવાનોને સારી અસર થશે એવો ખ્યાલ યુવક મંડળના સભ્યોએ ઘણા જ નમ્ર ઠરાવો રજુ કર્યાં, પરંતુ કાળા હૃદયવાળા કચ્છના કણબી પટેલો તે વિવેક ન સમજ્યા, તે ન જ સમજ્યા.

          છતાં યુવક મંડળો એ ચાર પાંચ વર્ષથી જે તનતોડ મહેનત જ્ઞાતિ સેવાના માટે ઉઠાવી હતી તે વ્યર્થ તો નથી જ ગઈ. સં.૧૯૭૬ {Year: 1919-20} ના લગ્ન પ્રસંગે લગભગ ૪૦૦ લગ્ન ચોરી બાંધી વેદવિધિ અનુસાર થયાં જે આગેવાનોએ પોતાની જાલીમ સત્તા નભાવી રાખવા વંશ પરંપરા આ જ્ઞાતિને છેવટે મુસલમાન બનાવવા ધારેલી તેમની ધારણા સં.૧૯૭૬ {Year: 1919-20} ના લગ્નથી નિર્મુળ થી. આગેવાનોથી બન્યું તેટલું દુઃખ દેવામાં બાકી ન રાખી. જ્ઞાતિ સુધારક યુવક બંધુઓના ઘણા છોકરા કુંવારા પણ રહી ગયા. કચ્છમાં પરિષદ ભરવાની લાલચે યુવક બંધુઓ ગયેલા પરંતુ સૌને ઘેર લગ્ન એટલે એ કામકાજમાં રોકાઈ ગયા અને પરિષદ ન ભરાણી. એ ખેદ કંઈ જેવો તેવો નોતો તો પણ હિંમત હાર્યા સિવાય જ્ઞાતિના જુલ્મગારોથી બચાવવા સુધારક ભાઈઓએ ફરી કમર કશી અને ફરીવાર શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદની બીજી બેઠક પણ કરાંચીમાં જ ભરી. એ પરિષદમાં ખરેખર જ્ઞાતિ સુધારકોએ કમાલ કરી છે. આગેવાનોની લેશ પણ પરવા કર્યા સિવાય સભાના પ્રમુખે જ સ્વમુખે પોતાના ભાષણમાં એક ઠેકાણે જણાવ્યું કે, આપણી જ્ઞાતિના ભાઈઓને તેમજ બહેનોને જાલીમ આગેવાનોનાં કૃત્યોનું એક મોટું દર્દ લાગુ પડ્યું છે તેનો સત્વર ઉપાય કરી એ દર્દ ઉપર ઓપરેશન નહી કરાવીએ તો આપણું જીવલેણ પણ વખતે નીવડે.

          આગેવાનોને લેશ પણ શરમ આવતી નથી. ક્યાંથી શરમ આવે ! કારણ કે લાજ આબરૂ અને પ્રતિષ્ઠા તેમજ પ્રમાણિકપણાને તો આગેવાનોએ દેશવટો દીધો છે. ત્યારે હવે તેનામાં બાકી શું રહ્યું તેનો આપણે વિચાર કરવો જોઈએ. મારા મત પ્રમાણે તો હવે તેઓમાં ઈર્ષા અદેખાઈ તુંડ મીજાજ અને બેવકુફાઈનો જ ખજાનો બાકી રહ્યો છે. તે સિવાય પ્રમુખનું ભાષણ એટલું તો તીવ્ર અને લાગણીવાળું છે કે દરેકે દરેક યુવકોના હૃદયમાં વીરતાના અંકુરો સ્ફૂરાવ્યાં છે. સબજેક્ટ કમિટિ જ્યારે ઠરાવો ઘડવા ભેગી થયેલી અને બધા ઠરાવો સર્વાનુમતે પસાર થયા. જ્ઞાતિની આગેવાનો કેવી અધોગતિ કરી રહ્યા છે તે ઠરાવો ઉપર બોલનારા ભાઈઓના ભાષણોમાં પરિષદ બીજીના રિપોર્ટના પાને પાને દૃષ્ટિગોચર થાય છે. ભાઈ રતનશી ખીમજી ખેતાણીના ભાષણમાં આગેવાનોના જુલ્મની જે હારમાળા ગોઠવી છે. એ જોતાં તો એમ નક્કી જ થાય છે કે કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિમાં કહેવાતા આગેવાનો પોતાની ઘોર ખોદી રહ્યા છે. પરિષદ બીજી રિપોર્ટ છપાઈ બહાર પડ્યો અને તેની નકલો કચ્છમાં કણબી ભાઈઓ તેમજ અન્ય મહાજન વર્ગમાં વંચાયા પછી હાહાકાર થઈ રહ્યો. આગેવાનોની નફટાઈ અને નિર્લજતાનો પણ આડો આંક વળી ગયો. આગેવાનોનાં ચારિત્રોની કાળી બાજુ સિવાય બીજું કંઈ નજરે પણ પડતું નથી. આવા ચારિત્રવાન માણસો શું ન કરે ! પ્રભુ તેમને સદ્‌બુદ્ધિ આપે.

          પરિષદ બીજીનો રિપોર્ટ આગેવાનોએ વાંચ્યો. કોટડા જડોદરવાળામાં ભેગા થયા, નેત્રામાં મળ્યા, ખોભંડીમાં પણ વાટાઘાટ ચાલી, પરંતુ સુધારાવાળાને કેમ મહાત કરવા તેનો કોઈ રસ્તો મળ્યો નહીં, તેમ હિન્દુ ભાઈઓ પણ હડધૂત કરવા લાગ્યા. કંઈ ઉપાય સુઝ્‌યો નહીં, ત્યારે જ્ઞાતિ સુધારકો ઉપર વેર શી રીતે વાળવું, તેના ઉપાયો શોધી રહ્યા છે.

          કરાંચી પરિષદમાં જુલ્મગાર આગેવાનો તારીખે પંદર આસામીઓ પસંદ કરેલા તેમાં નખત્રાણાનો સવજી પટેલ સમજી ગયો. સુધારાવાળાએ જે આગ સળગાવી છે તેમાંથી બચી જવા તેણે તટસ્થતા સ્વીકારી. કોટડા જડોદરવાળો સામો પટેલ તો પોતાના પાપ કૃત્યોમાં જ બળી જલી રહેલો. વિથોણવાળા પ્રેમજી વાલજી પટેલ પણ પાણીમાં બેઠા. એટલે વચલા પાંચાડામાંના આગેવાનોએ કંઈક પોતાની ભુલો પણ જોઈ અને દુનિયામાં ફરી શકવાના માટે પોતાનો જુલ્મી દોર ઢીલો કર્યો. ઉગમણા પાંચાડાવાળા હીરા જસાની કંપની તો પોતાના જાલીમ કૃત્યોને લઈ એક કણબી ભાઈનું ખૂન થયું એ ઝઘડામાંથી પરવારે તેમ નોતું, એટલે માનકુવાવાળા રામજી પટેલનો તો ભાવ જ કોણ પૂછે. હવે રહ્યો આથમણો પાંચાડો. એ પાંચાડાવાળા આગેવાનો એમ તરતમાં યુવક મંડળોના કાર્યથી કંટાળી જાએ તેમ નોતા. પોતાની સત્તાના આગેવાનીપણામાં ગણાતા મુખ્ય આગેવાનોમાંના છત્રપતિ તરીકે કરમશી ગેઢેરાથી કેમ બેસી રહેવાય. ખોભંડીના મુખી અરજણ ડાયા કે જેની ખાસ ઈચ્છા જ્ઞાતિ આખીને મુસલમાન બનાવવાની તેને તે સુખ ક્યાંથી આવે.

          રવાપરના મુખી દેવશી લધા કે જેઓએ કાકાના મરેલા બળધીયાને કણબી ભાઈઓના હાથે ઉપડાવી દફનાવ્યો અને તેની ઈચ્છા એ બળદ ઉપર મોટી કબર કરીને કણબી જ્ઞાતિનો મોટો મેળો ભરવાની હતી તે પણ જ્ઞાતિસુધારાના ભાઈના વચનો કેમ સાંખે?

          કરમશી ગેઢેરાનો આસીસ્ટન્ટ નાયો ભાદાણી જે હમણાં થોડા વખતથી, જાલીમ આગેવાનોમાં ભળ્યો છે. આચાર આસામીએ તો નક્કી જ કર્યું કે કોઈ પણ પ્રકારે સુધારાવાળાને પાયમાલ તો કરવા જ. પરંતુ સુધારામાં અગ્ર ભાગ ભજવનારના માટે ફાંફાં તો માર્યા પરંતુ તે પોતાના પાંચાડાના નહીં એટલે શું કરે? તેમ વચલા પાંચાડામાંના આગેવાનો એ તો નક્કી જ કરેલું કે હવે જ્ઞાતિ ઉપર જુલ્મ કરવો પોસાય તેમ નથી. તેથી શાંત થયેલા જેથી રતનશી ખીમજી વિગેરેને તો કાંઈ કરી શકાય નહીં ત્યારે સુધારાવાળાનું નાક શી રીતે કાપવું. છેવટે એવા નિર્ણય ઉપર આવ્યા કે રતનશી શીવજી રવાપરનો છે તેના છોકરાનું સગપણ નાગવીરીમાં થયેલ છે તે તોડાવવું. એનો ઉપાય પણ કર્યો પરંતુ રતનશી શીવજીએ તો સંવત ૧૯૭૬ {Year: 1919-20} ની સાલમાં જ તેના વેવાઈની કોર્ટ મારફતે આવી નાલાયક હીલચાલ દાબી દીધેલી. વિરાણીવાળા વિશ્રામ સેવજી પટેલના છોકરાના લગ્ન ગામ કોટડામાં થવાના હતા પરંતુ કોટડાવાળા ધોવા પડી પરણાવવાના વિચારવાળા અને વિરાણીનો પટેલ વિશ્રામ પોતાના છોકરાને ચોરીથી પરણાવવાની મમતથી લગ્ન અટકેલાં. એ સંબંધ તોડી નાંખી, છોકરી બીજે પરણાવવી એમ સામા પટેલ સાથે ભાંગજડ થઈ, પરંતુ સામા પટેલની હિંમત ચાલી નહીં.

          છેવટે કરમશી ગેઢેરો પોતે તટસ્થ રહી નાયા ભાદાણીને હોળીનું નાળીયેર બનાવી મુખી અરજણ ડાયા ગામ ખોભંડીવાળા તેમજ રવાપરના મુખી દેવશી લધાની આગેવાની નીચે એક કારસ્તાન રચાયું. છેવટે ગામ નેત્રાના કણબી કરશન માવજીની દીકરી પાનબાઈના સંબંધ ગામ દેશલપરના કણબી પ્રેમજી હરજીના દીકરા મુળજી વેરે થયેલો, પરંતુ એ સુધારાવાળો છે એમ કહીને ગામ નેત્રાના કરમસી ગેઢેરે સંવત ૧૯૭૬ {Year: 1919-20} માં તે અટકાવેલાં, તેથી રહી ગયેલાં. આ વાત ઉપર મદાર બાંધી, સુધારાવાળાને પરાસ્ત કરવાનો ત્રાગડો રચાવ્યો અને ગામ નેત્રાના કણબી, કરસન માવજીને તેની દીકરીનું સગપણ તોડીને બીજે પરણાવવાના માટે ફરજ નાખવામાં આવી જેથી કરશન માવજીએ ના પાડી જેથી નાતબાર કરવાની ધમકી અપાઈ. છેવટે કરમશી ગેઢેરે અને અરજણ ડાયા ગામ ખોભંડીવાળાએ કરસન માવજીને સમજાવ્યું કે તારી દીકરીના લગ્ન ચોરીથી કરી આપીશ એવો કાગળ તારા વેવાઈ પ્રેમજી હરજીને લખીને તેડાવ. તે પ્રમાણે કણબી કરશન માવજીએ કાગળ લખ્યો. પ્રેમજીને એ કાગળ ઉપર ભરોસો ન આવ્યો તેથી કરશનની પાક્કી ખાતરી કરવા અને દેશમાં આવ્યા પછી હેરાન કરે તો તેનું શું તેની ખાતરી માગી જેનો ફરીથી પાક્કી ખાતરી આપી કરશન માવજીએ પ્રેમજી ઉપર કાગળ લખ્યો જે ઉપરથી પ્રેમજી પોતાના કુટુંબ શીખે કરાંચીથી કામધંધો છોડી દેશમાં પોતાના છોકરાના લગ્ન કરવા આવ્યો, વેવાઈને મળ્યો, વાતચીત કરી લગ્નનું નક્કી કર્યું. પરંતુ નેત્રાના કરમશી પટેલ તેનો આસીસ્ટન્ટ નાયો ભાદાણી, ખોભંડીવાળા અરજણ ડાયા વિગેરેથી નેત્રા ગામમાં કણબીનો દીકરો ચોરીથી પરણે એ એમની સગી આંખોએ કેમ જોયું જાએ? જેથી ફરી નવેસર કણબી કરશન માવજીના ઉપર આ ચંડાળ ચોકડીએ ભીડો ચડાવ્યો અને કરશનને કહ્યું કે તારો વેવાઈ પ્રેમજી હરજી પીરાણા ધર્મના નિયમ પ્રમાણે ધોવા પડી છોકરો પેણાવે એટલું જ નહીં પણ સુધારાવાળામાં એ ભળ્યો છે માટે નાત દંડ કરે તે આપે. તે સિવાય ફરી કોઈ સભામાં જાય નહીં. પીરાણા ધર્મ પાળે એવો કરાર કરી આપે અને એ કરાર પાછળથી ન પાળે તો એ લગ્ન રદ થાએ એવું લખી આપે તો પરણાવવા આપશું. આ હકીકત કરશને પ્રેમજીને કહી, પ્રેમજીને આ વાત નામોશી ભરેલી લાગી તેથી ચોખ્ખી ના પાડી. આ પ્રમાણે હું લખી આપીશ નહીં. ગામ નેત્રામાં એ વાતની ઘણી ચોવટો થઈ. છેવટે પ્રેમજીએ ધોવા પડી પરણાવવાની હા કહી પરંતુ પીરાણા ધર્મ ફરજિયાત પાળવાની ના કહી જેથી લગ્ન અટક્યાં !

          કરમશી ગેઢેરો અને અરજણ ડાયા પટેલ સુધારાવાળાને પરાસ્ત કરવા માટે નેત્રાના કણબી કરશન માવજીના ઉપર ખૂબ દબાણ કર્યું. બીજે છોકરી પરણાવી દેવાની છડેચોક વાતો થવા લાગી. પ્રેમજી હરજીને હવે કોર્ટનો આશ્રય લેવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો તો પણ તેણે વિરાણી ગામના આગેવાનો પાસે વાત કરી. વિરાણી ગામના આગેવાનો ભેગા મળ્યા અને નેત્રે કરમશી ગેઢેરાને નામે એક કાગળ લખ્યો તેમાં જણાવ્યું કે તમો બળજબરી કરી છોકરી બીજે પરણાવશો તો નાતનું અપમાન થશે. આ કામ નાતનું નથી તેમજ છોકરીના બાપ ઉપર જુલ્મ કરી તમે બીજે છોકરીને પરણાવશો તો કોર્ટોમાં નકામા ખર્ચમાં પણ ઉતરશો. માટે આ કામ કરવા જેવું નથી. કાગળ નેત્રે ખેપીઆ મારફતે પહોંચાડ્યો ત્યાં કોણ સાંભળે છે. છેવટે પ્રેમજી હરજીએ પોતાના વેવાઈને કોર્ટ મારફતે પોતાની દીકરીના લગ્ન કાગળ લખવા પ્રમાણે કરી આપવા ફરિયાદ માંડી. તે સિવાય આગેવાનોની હિલચાલ જગત જાહેર હતી કે બીજે પરણાવી દેશે જેના માટે બીજે ન પરણાવાનો મનાઈ હુકમ પણ કરશન માવજી તેનો બાપ છોકરીના દરેક વાલીને કોર્ટ મારફતે લગાડાવ્યો. હુકમ બજી ગયો. એટલે કરસન માવજીને આગેવાનો હવે કનડી નહી શકે એમ માન્યું. પરંતુ આગેવાનો કે જેને પારકા પૈસે અને જોખમે લડત કરવી છે અને વેર વાળવું છે તેને કોર્ટના મનાઈ હુકમ પણ શું કરે. નેત્રાવાળા કરમશી પટેલ ખોભંડીવાળા અરજણ ડાયા, નેત્રાવાળો નાયો ભાદાણી, રવાપર ગામના મુખી દેવશી લધા, આ ચારે ચંડાળ ચોકડીએ ખૂબ વિચાર કર્યો, કામ કોર્ટે તો ગયું, કોર્ટમાં પૈસા ખર્ચવામાં તો જ્ઞાતિ પંચના પૈસા વાપરવામાં તેને અડચણ આવે તેમ નોતું. પરંતુ ખોભંડીમાં રહેતા મેતા મલુકચંદની સલાહ લેવાઈ. અંતે આગેવાનોએ માન્યું કે નખત્રાણા કોર્ટમાં આપણે નહીં જીતીએ તો પણ ભુજની વરિષ્ઠ કોર્ટમાં તો ફાવશું. એ હિસાબે નાગગીરી ગામના એક ગરીબ કણબીના છોકરાને વીસ વરસ થયાં સગપણ થતું નોતું. તેમજ તેને કોઈ સગપણ આપતું નોતું, ત્યાં નજર પોચાડી. છોકરાના પક્ષે પણ આ તકરારી સંબંધ કરવા ના પાડી છતાં આ એ ચારે મમતી આગેવાનો પાસે શું ચાલે, છેવટે બળજબરીથી કન્યા નેત્રાથી લઈ આવી. લગ્ન નાગવીરીમાં થયાં. નાગવીરી મેતાઓનું ગામ છે. વળી તે મેતા ભુજ વરિષ્ઠ કોર્ટના ન્યાયાધીશ છે. રાજમાં માનીતા છે. પોતાના ગામમાં બનેલી હકીકતમાં ગામના પટેલોની પ્રતિષ્ઠા જાળવશે એ હિસાબે આથમણા પાંચાડાવાળા આગેવાનોએ નાગવીરી ગામ પસંદ કર્યું છે. તે સિવાય આવાં આગળ પણ કામ નાગવીરીમાં થયા છે. કન્યા નેત્રાથી આગેવાનો ઉપાડી આવ્યા. તેમાં છોકરીનો બાપ સાથે ગયો નોતો. જે દિવસે રાત્રે આ કૃત્રિમ જોડાના લગ્ન કેતાં ધોવા પડવાની હતી તે દિવસે નાગવીરીના દરેકે દરેક ઝાંપે જાપતો રાખવામાં આવ્યો હતો. લગ્ન થયાં તેના બીજા જ દિવસે આ વાત જાહેર થઈ ગઈ. આગેવાનોએ આ કાર્ય કરી પોતાની ઘોર ખોદી છે એમ સિદ્ધ કર્યું. પ્રેમજી હરજી દેશલપરવાળાએ કોર્ટમાં કન્યા કબજે લેવા ફરિયાદ માંડી. છોકરીનો બાપ નખત્રાણા કોર્ટમાં આવેલ અને તેણે કોર્ટ રૂબરૂ જે એકરાર કર્યો છે તે નકલ અમોએ મેળવી છે. જે નીચે પ્રમાણે છે. તે ઉપરથી સાફ સાફ જણાય છે કે છોકરીના બાપનો તેમાં કસુર નથી. પરંતુ જુલ્મી આગેવાનો પોતાની શીરજોરીથી કેવાં અમાનુષિક કાર્યો કરી રહ્યા છે તે કોર્ટમાં કરેલા એકરાર ઉપરથી જણાય છે.

કણબી કરશન માવજી ગામ નેત્રાવાળે નખત્રાણા કોર્ટમાં અરજી કરેલ તેની નકલ.

 

અરજીની નકલ

ગૌબ્રાહ્મણ પ્રતિપાલનોધારા આધાર ધર્મ ધુરંધર અખંડ પ્રૌઢ પ્રતાપ મહારાજાધિરાજ મીરઝાં મહારાવશ્રી  ૭ ખેંગારજી સવાઈ બહાદુર

જી.સી.આઈ.ઈ.ની

શ્રી નખત્રાણા અદાલતમાં

 

વાદી.

કણબી પ્રેમજી હરજી ગામ દેશલપરના

પ્રતિવાદી.

૧. કણબી માવજી માના ગામ નેત્રા

૨. કણબી કરશન માવજી ગામ નેત્રા

૩. કણબી માનાની ઘરવાળી ગાંગબાઈ નેત્રા

૪. કા.અરજણ ડાયા ગામ ખોભંડી

૫. કા.પાનબાઈ કરશનના વાલી પ્રતિવાદી નં.૧—૨—૩.

નેત્રાના

 

દાવો

પ્રતિવાદ નં.૫ વાળીનું સગપણ મારા સગીર દીકરા મુળજી વેરે થયેલ તે પ્રમાણે લગ્ન કરી પરણાવી આપવા

 

બાબત.

          પ્રતિવાદ નંબર ૨ વાળા કરશન માવજીની માન સાથે અરજ છે કે વાદી તરફથી આ દાવો દાખલ થયા પછી પ્રતિવાદણ ના. ૫ વાળી પાનબાઈને અમારા તરફથી બીજે ઠેકાણે પરણાવી આપવાની હકીકત નામદાર કોર્ટમાં જાહેર કરી તે સંબંધમાં ઘટિત બંદોબસ્ત કરવા માટે ઘટિત માંગણી કરવામાં આવી છે. તે વિશે મારી અરજ કે :—

          પ્રતિવાદણ નંબર ૫ વાળી મારી દીકરી થાય છે. પણ તેને આ દાવો થયા પછી મારા તરફથી બીજે ઠેકાણે પરણાવવામાં આવી નથી. બાકી અમારા નાતીલાઓએ આ કામ નાત સંબંધીનું હોવાનું ગણી પોતાની ઈચ્છાથી નાગવીરીના કણબી અબજી કેશરા વેરે પરણાવી આપી છે. એટલે આ કામમાં નાત સંબંધી મારી કાંઈ દરમ્યાનગીરી ચાલે તેમ નહતું, જેથી નંબર ૫ વાળી નાતની સંમતિથી અને નંબર ૫ વાળીની મરજીથી પરણી ગયેલ છે. તે સંબંધમાં મારી કંઈ કસુર નથી. નાત તરફથી ગામ નેત્રા ખોભંડી નાગવીરી વિગેરેના આગેવાનો હતા એજ.

          પ્રથમ જેઠ સુદ ૧૦ શુક્રે સંવત ૧૯૭૯ {VSAK: 25-MAY-1923} ના.

          કણબી કરશન માવજીની સહી દા.શા.રતનશી ભાણજીના ધણીના કેવાથી કણબી કરશન માવજી એકરાર કરું છું કે આમાં લખી

          તમામ હકીકત મારા જાણવા માનવા પ્રમાણે ખરેખરી છે. એજ.

          કણબી કરશન માવજીની સહી દા.શા. રતનસી ભાણજી ધણીના કેવાથી કામમાં સામેલ

                             જેઠ વદ ૨ શુક્રે  સાં.૧૯૭૯ {VSAK: 30-Jun-1923}   

                                      (સૈ) માધવજી કલ્યાણજી

                                                      નખત્રાણા થાણદાર.

 

 

એક જામીન કરનાર

 મેતા ભાઈ શંકર                                                           વેલજી ધનજી

 

ખરી નકલ

 માધવજી કલ્યાણજી નખત્રાણા થાણદાર.

          વાદીએ નકલ મળવા રિપોર્ટ આપ્યો પ્રથમ જેઠ સુદ ૧૩ સોમે સંવત ૧૯૭૯ {VSAK: 28-May-1923} નકલ તૈયાર કરી દરખાસ્તથી આપી પ્રથમ જેઠ સુદ ૧૪ ભોમે સંવત ૧૯૭૯ {VSAK: 29-May-1923} માધવજી કલ્યાણજી. નખત્રાણા થાણદાર.

          દુનિયાની સર્વ પ્રજા જાણી શકશે કે પ્રતિવાદ નં.૨ વાળા કણબી કરશન માવજીએ કોર્ટમાં જે એકરાર કર્યો છે તે તદ્દન સાચો છે. કણબી કરશન માવજી નખત્રાણા કોર્ટમાં અરજ કરે છે તે શબ્દો આ પ્રમાણે છે.

          “પ્રતિવાદી નંબર ૨ વાળા કરશન માવજીની માન સાથે અરજ કે વાદી તરફથી આ દાવો દાખલ થયા પછી પ્રતિવાદણના ૫ વાળી પાનબાઈને અમારા તરફથી બીજે ઠેકાણે પરણાવી આપવાની હકીકત નામદાર કોર્ટમાં જાહેર કરી છે. તે સંબંધમાં ઘટિત બંદોબસ્ત કરવા માટે ઘટિત માંગણી કરવામાં આવી છે, તે વિશે મારી અરજ કે.

          પ્રતિવાદણ નંબર ૫ વાળી મારી દીકરી થાય છે. પણ તેને આ દાવો થયા પછી મારા તરફથી બીજે ઠેકાણે પરણાવવામાં આવી નથી, બાકી અમારા નાતીલાઓએ આ કામ નાત સંબંધી હોવાનું ગણી પોતાની ઈચ્છાથી નાગવીરીના કણબી અબજી કેશરા વેરે પરણાવી આપી છે. એટલે આ કામમાં નાત સંબંધી મારી કોઈ દરમ્યાનગીરી ચાલે તેમ નોતું. આ શબ્દો ખુદ છોકરીના બાપના છે. અરજીમાં કરશન માવજી જણાવે છે કે આમાં મારી કંઈ કસુર નથી. ગામ નેત્રા ખોભંડી નાગવીરી વિગેરેના આગેવાનોએ આ કાર્ય કર્યું છે. જેને હૃદય છે, લાગણી છે, પરમાત્મા એ જેને બુદ્ધિ આપી છે. સારાસારનો વિચાર કરી શકે તેવા દુનિયાના માણસોને હું પૂછું છું કે કચ્છના જુલ્મગાર કણબી જ્ઞાતિના આગેવાનો કઈ સત્તાથી પ્રેમજી હરજીના ચડેલા દાગીના કપડાં લત્તાં બાર બાર વર્ષ થયાં થયેલ સંબંધમાં જે જે નાત રીતરિવાજ પ્રમાણે દરેકે દરેક સમય સાચવેલા, તેની સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટ કર્યા સિવાય આ સંબંધ આગેવાનોએ જોર જુલ્મથી છોકરીના બાપની સંમતિ વગર બીજે કરી નાખ્યો. એ શું ઓછા જુલ્મની વાત છે. આ કેસ નખત્રાણા કોર્ટમાં ચાલે છે. એક ફોજદારી કેસ, આગેવાનો પૈસાના બળે ભુજ વરિષ્ઠ કોર્ટમાં લઈ ગયા ત્યાં તેઓએ લાભ પણ મેળવ્યો. હજુ દીવાની કેસ નખત્રાણે ચાલે છે.”

          હું નખત્રાણા કોર્ટને નમ્રતાપૂર્વક અરજ કરું છું કે પ્રેમજીએ કેસ માંડ્યો, મનાઈ હુકમ કોર્ટ મારફતે લગડાવ્યા છતાં કચ્છના જુલ્મગાર આગેવાનોએ કોર્ટનું પણ અપમાન કર્યું.

          મનાઈ હુકમ બજી ગયા છતાં છોકરી બીજે પરણાવી એટલું જ નહીં પણ નખત્રાણા કોર્ટના પટાવાળા ગુસાઈ વલમપુરી નથુપુરીએ કોર્ટ સમક્ષ અરજ કરેલી કે “હું નાગવીરી સમન્સ બજાવવા ગયેલો પરંતુ ગામ નાગવીરી આખું મળેલું જેથી જે શખ્સને સમન્સ લગાડવો હતો તે હાજર હતો છતાં સમન્સ લગાડવા દીધો નહીં જેથી પાછો લાવ્યો છું.”

          આટઆટલી હકીકત બની ગઈ છે છતાં નખત્રાણા કોર્ટ તરફથી જતા મનાઈ હુકમનું અપમાન કરવા બદલ, પટાવાળાને સમન્સ ન બજાવવા દીધો એ ગુના બદલ નખત્રાણા કોર્ટે હજુ કંઈ પગલાં લીધા નથી, એ ઘણી જ દીલગીરીની વાત છે. આ તો કોર્ટના હુકમનો અનાદર કરવાની બાબતમાં પણ કોર્ટ બેદરકાર રહી છે, એ ઘણા જ અફસોસની વાત છે. આજે નવ નવ મહિના થયા હજુ કેસનો ખુલાસો થતો નથી એ પારાવાર ખેદની વાત છે.

          ઘાટકોપર, કરાંચી વિગેરે સ્થપાયેલ જ્ઞાતિ સુધારક યુવક મંડળે ચોક્કસ કરેલું કે, જ્યાં સુધી કોર્ટમાં પ્રેમજી હરજીનો કેસ ચાલે છે ત્યાં સુધી કંઈ પણ અભિપ્રાય એ કેસ સંબંધ ન ઉચ્ચારવો પરંતુ મૌન વ્રત ક્યાં સુધી ધારણ કરવું. એવું જાણીને આજે હું આ પ્રેમજીના કેસ સંબંધે કેવળ મારી પોતાની જવાબદારી ઉપર જ આટલા શબ્દો બોલ્યો છું. દુનિયાના ભાઈઓને કચ્છની કોર્ટોને અને જેને આ કેસ સાથે સંબંધ છે એવા દરેકે દરેક મનુષ્યને આ કેસ કેવા પ્રકારે ઉત્પન્ન થયો છે. તેની જાણ કરવા માટે જ મારો આ પ્રયત્ન છે. સાચી વાત તો એ છે કે સ્વાર્થમાં અંધ બનેલા કહેવાતા કચ્છના કણબી આગેવાનો પોતાના સ્વાર્થને લીધે મમતાના લીધે પોતાના ઉદર પોષણ અર્થે તેઓ એવું કૃત્ય કરી રહ્યા છે કે તેને ભાન નથી કે આતે અમે શું કરીએ છીએ, જ્ઞાતિને કેવા પ્રકારનો ન્યાય આપીએ છીએ. પોતાના સ્વાર્થી કાર્યોમાં ભાન ભુલેલા, કચ્છના કણબી આગેવાનોની મને દયા આવે છે. તેની વિચિત્ર મનોદશા માટે હસવું આવે છે. દીન અને દુનિયા બંનેને ભુલી જઈને સંસારનો સમન્યાયી પરમાત્માનું વિસ્મરણ કરીને કચ્છના કણબી જ્ઞાતિના જુલ્મગાર આગેવાનો ભલે સત્યના સૂર્યને ઢાંકવા પ્રયત્ન કરે પણ સત્યનો સૂર્ય આખરે તો પ્રકાશવાનો. અંધકારને ફેડવાનો. આખરે આખી કચ્છી પ્રજાની આંખ ખુલવાથી અને આ જાલિમોનાં કૃત્યો નિહાળવાની જ. આ ટાણે તો કચ્છમાં કણબી જ્ઞાતિમાં જુલ્મ અત્યાચાર અને ત્રાસ વર્તાવવામાં જેટલા સાધનો એકઠાં કરી શકાય, તેટલાં એકઠાં કરી, આગેવાનો રાક્ષસી સ્વરૂપ ધારણ કરી નિર્લજતાથી જેમ ખેલાય તેમ ખેલી રહ્યા છે. અને જ્ઞાતિ સુધારક ભાઈઓને પાયમાલ જે રીતે કરાય તે રીતે કરી રહ્યા છે. આવા જાલીમ શેતાનોને હું કહું છું કે, તમારા કાર્ય અને તમારી પ્રવૃત્તિઓ કેવળ દુષ્ટ અને અમંગળ છે. મારી તેમજ જ્ઞાતિ સુધારકોની પ્રબળ ઈચ્છા તમારી નાદીરસાઈનો જુલ્મી દોર તોડી ફોડી જમીનદોસ્ત કરવામાં જ જ્ઞાતિનું શ્રેય સમાયેલું છે. એમ અમે માનીએ છીએ અને દુનિયાને બતાવી આપવા માગીએ છીએ કે, કચ્છના જુલ્મગાર કણબી આગેવાનોના જુલ્મી દોરથી પ્રજાની કેવી પાયમાલી થાય છે. અત્યારે કચ્છની કણબી જ્ઞાતિની પ્રજા અસહ્ય દુખમાં છે, ભયમાં છે. મોતના મોંમાં છે. તેથી જ અમો એ કચ્છના જુલ્મી આગેવાનો સામે જ્ઞાતિને બચાવવા કમર કસી છે. આગેવાનોએ જ્ઞાતિના પૈસાની વિનાફોકટ પાયમાલી કરી છે. જ્ઞાતિનો વિશ્વાસઘાત કર્યો છે તેમજ અનેક જ્ઞાતિના ગરીબ કુટુંબોને રંજાડીને પાયમાલ કર્યા છે. તેનો આગેવાનો પશ્ચાતાપ ન કરે, પોતાનું પાપનું પ્રાયશ્ચિત ન કરે, ત્યાં સુધી કોઈ પણ જ્ઞાતિ સુધારક જંપીને ન બેસે એવી પ્રતિજ્ઞા પણ કરી છે. એ પ્રતિજ્ઞાના પવિત્ર ઉદ્દેશથી આજે કચ્છ દેશમાં જુદા જુદા ગામોમાંના જ્ઞાતિ ભાઈઓએ આગેવાનોના જુલ્મી દોરને ઠોકર મારી, પીરાણાના પાખંડી મતને ફેંકી દઈ પોતે સ્વતંત્ર અને સ્વમાનને ચાહી, શુદ્ધ સનાતન હિન્દુ આર્ય ધર્મને માનતા થઈ ગયા છે. તેની નોંધ દુનિયાના સઘળા વર્ગના ભાઈઓ જાણી શકે એવા હેતુથી નીચે પ્રમાણે જણાવવામાં આવી છે. તે ઉપર સર્વે ભાઈઓ લક્ષ આપશે. એવી મારી નમ્ર પ્રાર્થના છે.

          સં.૧૯૭૯ના પ્રથમ જેઠ સુદ ૫ સોમવારે {VSAK: 21-May-19232} ગામ દયાપરમાં કણબી ભાઈઓએ પીરાણાના પાખંડી ધર્મને તજી દઈ, શુદ્ધ સનાતન વૈદિક ધર્મ અંગીકાર કર્યો છે. આ દયાપર ગામના ભાઈઓ તેમજ બહેનોની જાહેર હિંમતની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. આ ગામ પીરાણા પંથમાં એટલું તો આગળ વધેલું કે કઈ ઘડીએ મુસલમાન થઈ જઈએ. કેટલાક ભાઈઓ તો સુનત કરાવવા પણ તૈયાર થયેલા, પરંતુ જ્ઞાતિ સુધારકો તરફના રિપોર્ટથી આ ગામના કેટલાક ભાઈઓની આંખો ઉઘડેલી. નેવું નેવું વર્ષની વયોવૃદ્ધ માતાઓને મેં પૂછ્યું કે તમો શું સમજીને દેહ શુદ્ધ પ્રાયશ્ચિત કરાવો છો? ત્યારે તેઓએ પવિત્રપણે જે જે જવાબો આપેલા તે સાંભળી હૃદયમાં ઘણો જ આનંદ થયેલો. પરમાત્માની પૂર્ણ કૃપા માની, શરૂઆતમાં ગામ દયાપરના આગેવાનો પટેલોએ અમારી સાથે પત્ર વહેવાર કરેલો. લગ્ન પ્રસંગે અમો શરૂઆતના જનોઈવાળા તરીકે ઓળખાતા ભાઈઓ ગયા. વૈશાખ મહિનામાં દેશમાં આવેલા ત્યારે, એક ડેપ્યુટેશન ગામ દયાપરના ભાઈઓનું અમારી પાસે આવેલું ત્યારે અમારામાંના ઘણા ભાઈઓએ તેમનું આ સાહસ નભી શકશે કે કેમ તેના અનેક પ્રશ્નો પૂછ્યા, છેવટે દયાપરવાસી ભાઈઓની અડગ શ્રદ્ધા જોઈ અમે પણ સંમતિ આપી અને છેવટે પ્રથમ જેઠ સુદ ૫ સોમવારે સાં.૧૯૭૯ {VSAK: 21-May-19232} ના દિવસે દેહશુદ્ધ પ્રાયશ્ચિતનો દિવસ નક્કી કર્યો તે પ્રમાણે શુદ્ધીના સર્વ સાધનો દયાપરવાસી ભાઈએ તૈયાર કર્યા, એટલું જ નહીં, પણ સ્વામિનારાયણનો ધર્મ પાળતી અમારી જ્ઞાતિ સમસ્તને આમંત્રણ કર્યું. તદુપરાંત લખપત બંદરથી વહીવટદાર, ફોજદાર તેમજ સંભવિત ગૃહસ્થોને પણ આ કાર્યમાં ભાગ લેવાને આમંત્રણ કર્યું. માતાજીના મઢથી રા.રા.જટાશંકર કાળીદાસ તથા તેમના ચિ.ને પણ ખાસ બોલાવેલા અને મોટી ધામધૂમથી ગઢશીશાવાળા સુવિખ્યાત પંડિત પારાશર શર્માના હાથે તેમજ બીજા અન્ય બ્રાહ્મણોને બોલાવી એક મોટો યજ્ઞ કરી દેહશુદ્ધી પ્રાયશ્ચિત કરાવ્યું, તે વખતનો દેખાવ કંઈ અલૌકિક જ હતો. દાયપર ગામમાં હજુ થોડો ભાગ પીરાણાપંથી છે, તેણે આ કાર્ય નિર્વિધ્ને પાર ન ઉતારવા દેવાનો અથાગ પ્રયત્ન કરેલો. પરંતુ તેમાં તે ફાવ્યા નહીં, વિરુદ્ધ પાર્ટી તરીકે પીરાણા ધર્મનું રક્ષણ કરનારામાં મુખ્ય ભાગ ભાઈશ્રી ખેતા સોમજી ભગતે જ ભજવ્યો હતો. છતાં એ ભાઈએ પણ તનતોડ મહેનત કરી. આ ઓચ્છવ મંગળને વધારે સારો ન દેખાય અથવા તેમાં ફાટફુટ પાડી શકાય એવા હેતુથી દયાપરને લગતાં આઠ ગામના કણબી ભાઈઓને શુદ્ધિના દિવસે ગામ દયાપરમાં બોલાવેલા અને તેઓએ પણ શુદ્ધિવાળા ભાઈઓની માફક મિષ્ટાન ભોજન કરી આઠે ગામના લોકોને જમાડેલા, પરંતુ અધિકારી વર્ગ હાજર હોવાથી કોઈ પ્રકારે તુફાન કરી શક્યા નહીં પરંતુ શુદ્ધીના કાર્યમાં વિરુદ્ધ પાર્ટીનો આનંદ પણ સમાઈ ગયો અને જયજયકાર થઈ રહ્યો. આ કાર્યમાં રા.રા.મગનલાલભાઈ લખપતવાળા તેમજ ફોજદાર સાહેબ બાપાલાલ સીંધી ઈન્સ્પેક્ટર સાહેબ તથા રા.રા.જટાશંકર કાલીદાસ માતાજીના મઢવાળા જેઓ કણબી જ્ઞાતિ સુધારકોને ચાહનારા તેમજ તેઓને દરેક રીતે સહાનુભૂતિ આપનારા મુરબ્બીઓની હાજરી ઘણી જ ઉપયોગી હતી. આ અરસામાં ગામ દયાપરમાં જ્ઞાતિની એકાદ બે સભા પણ મળેલી અને તે સભામાં શુદ્ધીવાળા ભાઈઓ તેમજ બહેનોને કોઈ પણ પ્રકારે પીરાણાપંથી ભાઈઓ સાથે અથડામણમાં ન આવવું પડે, તેમ શાંતિ જાળવવા માટે ખાસ બોધ કરવામાં આવેલો. તેમાં જટાશંકરભાઈનું ખાસ ભાષણ મનન કરવાલાયક હતું. ગઢશીશાવાળા પ્રખ્યાત પંડિત પારાશર શર્માના બોધદાયક વ્યાખ્યાને જ્ઞાતિ ભાઈઓ તેમજ મહાજન વર્ગના ભાઈઓને સારી અસર કરી હતી. છેવટે આનંદ આનંદ વચ્ચે જે જે ભાઈ તેમજ બહેનોએ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરેલું તેની નોંધ નીચે પ્રમાણે.

 

ગામ ડયાપરમાં પીરણા ધર્મ તજી દેહશુદ્ધ પ્રાયશ્ચિત લેનારનાં નામ

૧.

પટેલ લાલજી રૈયા નુંખે લીંબાણી

 

૨.

સૌ.પદમાબાઈ

તે પટેલ લાલજી રૈયાના ધર્મ પત્ની.

૩.

ચિ. ચનુલાલજી           

તે પટેલ લાલજી રૈયાના પુત્રો

૪.

ચિ.વાલજી                

તે પટેલ લાલજી રૈયાના પુત્રો

૫.

ચિ.હંસરાજ

તે પટેલ લાલજી રૈયાના પુત્રો

૬.

ચિ.મેઘજી

તે પટેલ લાલજી રૈયાના પુત્રો

૭.

પટેલ ડાયા રૈયા નુંખે લીંબાણી

 

૮.

સૌ.નાનાબાઈ 

તે પટેલ ડાયા રૈયાના ધર્મ પત્ની.

૯.

ચિ.બહેન પુરબાઈ

તે પા. ડાયા રૈયાની સુપુત્રીઓ

૧૦.

ચિ.બહેન રાજબાઈ                  

તે પા. ડાયા રૈયાની સુપુત્રીઓ

૧૧.

ચિ.બહેન દેવકીબાઈ

તે પા. ડાયા રૈયાની સુપુત્રીઓ

૧૨.

પટેલ મુલજી રૈયા નુંખે લીંબાણી.

 

૧૩.

સૌ રામબાઈ

તે પા.મુલજીભાઈના ધર્મ પત્ની.

૧૪.

ચિ.ફ્કુભાઈ

તે પા.મુળજીભાઈની પુત્ર—પુત્રીઓ.

૧૫.

ચિ.બહેન હાંસબાઈ                

તે પા.મુળજીભાઈની પુત્ર—પુત્રીઓ.

૧૬.

ચિ.બહેન કેશરબાઈ

તે પા.મુળજીભાઈની પુત્ર—પુત્રીઓ.

૧૭.

પટેલ નારણ રૈયા. નુંખે લીંબાણી.

 

૧૮.

સૌ.જાનબાઈ

તે પા.નારણભાઈના ધર્મપત્ની.

૧૯.

ચિ.ભાઈ વિશ્રામ

તે પા.નારણભાઈના પુત્ર—પુત્રીઓ

૨૦.

ચિ.બહેન દાનાબાઈ

તે પા.નારણભાઈના પુત્ર—પુત્રીઓ

૨૧.

ચિ. ભાઈ નાનજી

તે પા.નારણભાઈના પુત્ર—પુત્રીઓ

૨૨.

ચિ.ભાઈ માવજી          

તે પા.નારણભાઈના પુત્ર—પુત્રીઓ

૨૩.

ચિ.બહેન પરમાબાઈ

તે પા.નારણભાઈના પુત્ર—પુત્રીઓ

૨૪.

ચિ.બહેન લાલબાઈ

તે પા.નારણભાઈના પુત્ર—પુત્રીઓ

૨૫.

પટેલ રામજી વસ્તા નુંખે લીંબાણી

 

૨૬.

સો.કુંવરબાઈ

તે પા.રામજીભાઈના ધર્મ પત્ની.

૨૭.

માતાજી જમનાબાઈ

તે પા.રામજીભાઈના પૂ.માતુશ્રી

૨૮.

ચિ.ભાઈ હંસરાજ

તે પા.રામજીભાઈના પુત્ર—પુત્રીઓ

૨૯.

ચિ.બહેન હાંસબાઈ

તે પા.રામજીભાઈના પુત્ર—પુત્રીઓ

૩૦.

ચિ.બહેન પુરબાઈ         

તે પા.રામજીભાઈના પુત્ર—પુત્રીઓ

૩૧.

ચિ.બહેન કેશરબાઈ

તે પા.રામજીભાઈના પુત્ર—પુત્રીઓ

૩૨.

પટેલ શીવજી મેઘજી નુંખે લીંબાણી

 

૩૩.

પૌત્ર ધનજી લધા નુંખે લીંબાણી

 

૩૪.

સૌ. કેશરબાઈ

તે પા.ધનજીભાઈના ધર્મપત્ની.

૩૫.

પટેલ રામજી હીરજી નુંખે લીંબાણી

 

૩૬.

સૌ. રામબા

તે પા.રામજીભાઈના ધર્મપત્ની.

૩૭.

ચિ.બહેન દેવકીબાઈ

તે, પા.રામજી ભાઈના પુત્રી

૩૮.

પટેલ હરજી મુલજી નુંખે ચૌધરી

 

૩૯.

સૌ.જાનબાઈ

તે પા.હરજીભાઈના ધર્મપત્ની.

૪૦.

રાજબાઈ

તે સૌ.જાનબાઈના માતુશ્રી

૪૧.

ચિ.ભીમજી

તે પા.હરજીભાઈના પુત્ર—પુત્રીઓ

૪૨.

ચિ.દેવજી

તે પા.હરજીભાઈના પુત્ર—પુત્રીઓ

૪૩.

ચિ. બહેન મરઘાંબાઈ

તે પા.હરજીભાઈના પુત્ર—પુત્રીઓ

૪૪.

ચિ.બહેન માનબાઈ

તે પા.હરજીભાઈના પુત્ર—પુત્રીઓ

૪૫.

પટેલ કરમશી લાલજી નુંખે ચૌધરી

 

૪૬.

બહેન ધનબાઈ

તે પા.કરમશીની પુત્રી

૪૭.

પટેલ મનજી જીવા નુંખે નાથાણી

 

૪૮.

ચિ.મેઘજી

 

૪૯.

સૌ કેશરબાઈ

તે પા.મેઘજીના ધર્મપત્ની.

૫૦.

ચિ.ધનજી                           

તે પા.મેઘજીના પુત્ર—પુત્રીઓ

૫૧.

ચિ. બહેન લાલબાઈ

તે પા.મેઘજીના પુત્ર—પુત્રીઓ

૫૨.

પટેલ લાલજી વીરજી નુંખે ડોસાણી

 

૫૩

પટેલ અરજણ વીરજી નુંખે ડોસાણી

 

૫૪.

સૌ લાછબાઈ

તે પા.અરજણની ધર્મપત્ની

૫૬.

પટેલ જીવરાજ રામજી નુંખે ડોસાણી

 

૫૭.

સૌ.રામબાઈ

તે પટેલ જીવરાજના ધર્મપત્ની

૫૮.

ચિ.લાલજી                          

તે પા.જીવરાજના પુત્ર—પુત્રીઓ

૫૯.

ચિ.બહેન પાનબાઈ       

તે પા.જીવરાજના પુત્ર—પુત્રીઓ

૬૦.

ચિ.બહેન ગાંગબાઈ       

તે પા.જીવરાજના પુત્ર—પુત્રીઓ

૬૧.

ચિ.બહેન લક્ષ્મીબાઈ

તે પા.જીવરાજના પુત્ર—પુત્રીઓ

૬૨.

પટેલ વીરજી વિશ્રામ નુંખે મૈયાત

 

૬૩.

સૌ. માનબાઈ

તે પા.વીરજીના ધર્મપત્ની

૬૪.

ચિ.મનુ

તે પા.વીરજીના પુત્ર—પુત્રીઓ

૬૫.

ચિ.માવજી

તે પા.વીરજીના પુત્ર—પુત્રીઓ

૬૬.

ચિ.બહેન ડાહીબાઈ       

તે પા.વીરજીના પુત્ર—પુત્રીઓ

૬૭.

ચિ.બહેન પુરબાઈ

તે પા.વીરજીના પુત્ર—પુત્રીઓ

૬૮.

ચિ.બહેન જેઠીબાઈ

તે પા.વીરજીના પુત્ર—પુત્રીઓ

૬૯.

પટેલ જીવરાજ ખીમજી નુંખે રંગાણી

 

૭૦.

માતુશ્રી જાનબાઈ

તે પા.જીવરાજના માતુશ્રી

૭૧.

ધનબાઈ

તે પા.જીવરાજના ભાભી

૭૨.

ચિ.બહેન પાનબાઈ                 

તે ધનબાઈની દીકરીઓ

૭૩.

ચિ.બહેન નાનબાઈ

તે ધનબાઈની દીકરીઓ

૭૪.

પટેલ માધા માંડણ નુંખે જાદવાણી

 

૭૫.

સૌ. માનબાઈ

તે પા.માધાભાઈના ધર્મપત્ની

૭૬.

ચિ.વાલજી

તે પા.માધાભાઈનો પુત્ર

૭૭.

પટેલ શવગણ ડાયા નુંખે વાગડીયા

 

૭૮.

સૌ.જીવાબાઈ

તે પા.શવગણના ધર્મપત્ની

૭૯.

ચિ.હંસરાજ               

તે પા. સવગણના પુત્ર—પુત્રીઓ

૮૦.

ચિ.પ્રેમજી                 

તે પા. સવગણના પુત્ર—પુત્રીઓ

૮૧.

ચિ.રતનશી

તે પા. સવગણના પુત્ર—પુત્રીઓ

૮૨.

ચિ.બહેન કાનબાઈ

તે પા. સવગણના પુત્ર—પુત્રીઓ

૮૩.

પટેલ શિવદાસ કાનજી નુંખે વાગડીઆ

 

૮૪.

સૌ.કાનબાઈ

તે પા.શીવદાસના ધર્મપત્ની

૮૫.

ચિ.બહેન નાનબાઈ

તે પા.શીવદાસની પુત્રી

૮૬.

પટેલ ધનજી નારણ નુંખે લાખાણી

 

૮૭.

સૌભાગ્યવંતા તેમના પત્ની.

 

૮૮.

ચિ.બહેન રાજબાઈ

તે પા.ધનજીની પુત્રી

૮૯.

પટેલ મેઘજી ખીમજી નુંખે સાંખલા

 

૯૦.

સૌ.વાલબાઈ

તે પા.મેઘજીના ધર્મપત્ની

૯૧.

ચિ.હીરજી                 

તે પા.મેઘજીના પુત્ર—પુત્રીઓ

૯૨.

ચિ.શીવજી

તે પા.મેઘજીના પુત્ર—પુત્રીઓ

૯૩.

ચિ.રતનશી      

તે પા.મેઘજીના પુત્ર—પુત્રીઓ

૯૪.

ચિ.બહેન લાલબાઈ

તે પા.મેઘજીના પુત્ર—પુત્રીઓ

૯૫.

પટેલ કાનજી ખીમજી નુંખે સાંખલા

 

૯૬.

સૌ.પુરબાઈ

તે પા. કાનજીના ધર્મપત્ની

૯૭.

માતુશ્રી ગોમતીબાઈ

તે પા.કાનજીના માતુશ્રી

૯૮.

ચિ.પુંજો         

તે પા.કાનજીના પુત્ર—પુત્રીઓ

૯૯.

ચિ.વાલજી       

તે પા.કાનજીના પુત્ર—પુત્રીઓ

૧૦૦.

ચિ.બહેન બચીબાઈ

તે પા.કાનજીના પુત્ર—પુત્રીઓ

૧૦૧.

ચિ.બહેન જેઠીબાઈ

તે પા.કાનજીના પુત્ર—પુત્રીઓ

૧૦૨.

પટેલ જેઠા પાંચા નુંખે ગોગારી

 

૧૦૩.

સૌ ગોમતીબાઈ

તે પા.જેઠાભાઈના ધર્મપત્ની

૧૦૪.

ચિ.જીવરાજ     

તે પા.જેઠાભાઈના પુત્ર—પુત્રીઓ

૧૦૫.

ચિ.બહેન વેલબાઈ

 

૧૦૬.

પટેલ વિશ્રામ પાંચા નુંખે ગોગારી

 

૧૦૭.

સૌ.ગોમતીબાઈ

તે પા.વિશ્રામના ધર્મપત્ની

૧૦૮.

ચિ.પુંજો

તે પા.વિશ્રામનો પુત્ર

૧૦૯.

ચિ.ભીમજી      

તે પા.વિશ્રામભાઈના પુત્ર—પુત્રીઓ

૧૧૦.

ચિ.બહેન કાનબાઈ        

તે પા.વિશ્રામભાઈના પુત્ર—પુત્રીઓ

૧૧૧.

ચિ.બહેન રતનબાઈ

તે પા.વિશ્રામભાઈના પુત્ર—પુત્રીઓ

૧૧૨.

પટેલ મેઘજી ભીમજી નુંખે કેશરાણી

 

૧૧૩.

સૌ.રામબાઈ

તે પા.મેઘજીના ધર્મપત્ની.

૧૧૪.

માતુશ્રી વાલબાઈ

તે. મેઘજીના માતુશ્રી

૧૧૫.

ચિ.માવજી       

તે પા.મેઘજીના પુત્ર—પુત્રીઓ

૧૧૬.

ચિ.રૈયો 

તે પા.મેઘજીના પુત્ર—પુત્રીઓ

૧૧૭.

ચિ.હરજી

તે પા.મેઘજીના પુત્ર—પુત્રીઓ

૧૧૮.

ચિ.બહેન લાલબાઈ

તે પા.મેઘજીના પુત્ર—પુત્રીઓ

૧૧૯.

પટેલ સોમજી ભીમજી નુંખે કેશરાણી

 

૧૨૦.

સૌ.ડાહીબાઈ

તે પા.સોમજીના ધર્મપત્ની

૧૨૧.

ચિ.દેવજી        

તે પા.મેઘજીના પુત્રો

૧૨૨.

ચિ.ડાહ્યો

તે પા.મેઘજીના પુત્રો

૧૨૩.

પટેલ લાલજી ડાહ્યા નુંખે પારસીયા

 

૧૨૪.

સૌ.હીરબાઈ

તે પા.લાલજીના ધર્મપત્ની

૧૨૫.

માતુશ્રી બાઈ આખાઈ

તે પા.લાલજીના માતુશ્રી

૧૨૬.

ચિ.માવજી

તે પા.લાલજીના પુત્ર

૧૨૭.

સૌ.કેશરબાઈ

તે પા.માવજીના ધર્મપત્ની

૧૨૮.

ચિ.ભીમજી      

તે પા. માવજીના પુત્રો

૧૨૯.

ચિ.કરસન       

તે પા. માવજીના પુત્રો

૧૩૦.

ચિ.ખેતો

તે પા. માવજીના પુત્રો

૧૩૧.

પટેલ રતનશી દાના નુંખે પારસીઆ

 

૧૩૨.

સૌ.હીરબાઈ

તે પા.રતનશીના ધર્મપત્ની

૧૩૩.

ચિ.લખમશી     

તે પા.રતનશીના પુત્ર—પુત્રીઓ

૧૩૪.

બહેન પદમાબાઈ

તે પા.રતનશીના પુત્ર—પુત્રીઓ

૧૩૫.

બહેન ગોમતીબાઈ

તે પા.રતનશીના પુત્ર—પુત્રીઓ

૧૩૬.

પટેલ કાનજી કેશરા નુંખે પારસીઆ

 

૧૩૭.

સૌ.ધનબાઈ

તે પા.કાનજીના ધર્મપત્ની

૧૩૮.

ચિ.સોમજી      

તે પા.કાનજીના પુત્ર—પુત્રીઓ

૧૩૯.

ચિ.કરસન       

તે પા.કાનજીના પુત્ર—પુત્રીઓ

૧૪૦.

ચિ.બહેન લાલબાઈ

તે પા.કાનજીના પુત્ર—પુત્રીઓ

૧૪૧.

પટેલ દેવશી કેશરા નુંખે પારસીઆ

 

૧૪૨.

સૌ.રામબાઈ

તે પા.દેવશીના ધર્મપત્ની

૧૪૩.

ચિ.માવજી       

તે પા.દેવશીના પુત્ર—પુત્રીઓ

૧૪૪.

ચિ.ધનજી        

તે પા.દેવશીના પુત્ર—પુત્રીઓ

૧૪૫.

ચિ.બહેન દેવકીબાઈ

તે પા.દેવશીના પુત્ર—પુત્રીઓ

૧૪૬.

પટેલ દેવજી કેશરા નુંખે પારસીયા

 

૧૪૭.

સૌ.જશુબાઈ

તે પા.દેવજીના ધર્મપત્ની.

૧૪૮.

માતુશ્રી પુરબાઈ

તે પા.દેવજીના માતુશ્રી

૧૪૯.

ચિ.મનજી        

તે પા.દેવજીભાઈના પુત્ર—પુત્રીઓ

૧૫૦.

ચિ.પ્રેમજી

તે પા.દેવજીભાઈના પુત્ર—પુત્રીઓ

૧૫૧.

ચિ.કરમશી      

તે પા.દેવજીભાઈના પુત્ર—પુત્રીઓ

૧૫૨.

ચિ.બહેન લક્ષ્મીબાઈ

તે પા.દેવજીભાઈના પુત્ર—પુત્રીઓ

૧૫૩.

ચિ.બહેન ગોમતીબાઈ

તે પા.દેવજીભાઈના પુત્ર—પુત્રીઓ

૧૫૪.

પટેલ રામજી રતનશી નુખે ભાવાણી ગામ—અકરીવાળા.

 

૧૫૫.

સૌ.હીરબાઈ

તે પા.રામજીના ધર્મપત્ની

૧૫૬.

 ચિ.ધનજી       

તે. પા.રામજીના પુત્ર—પુત્રીઓ

૧૫૭.

ચિ. ડાયા

તે. પા.રામજીના પુત્ર—પુત્રીઓ

૧૫૮.

 ચિ. રણમલ              

તે. પા.રામજીના પુત્ર—પુત્રીઓ

૧૬૦.

ચિ.હાંસબાઈ

તે. પા.રામજીના પુત્ર—પુત્રીઓ

૧૬૧.

ચિ.બહેન લાલબાઈ

તે. પા.રામજીના પુત્ર—પુત્રીઓ

૧૬૨.

પટેલ નથુ માંડણ નુખે ભાવાણી

 

૧૬૩.

પટેલ માવજી માંડણ નુખે ભાવાણી

તે રામજી રતનશીના ભત્રીજા.

 

                   ઉપર જણાવ્યા પ્રમાણે ગામ દયાપર કુલે ૧૬૩ માણસે દેહ શિુદ્ધ પ્રાયશ્ચિત કરાવા કચ્છના જુલ્મી આગેવાનોના જુલ્મી દોરને નાબુદ કરી પીરાણાના સતપંથ નામના ખીચડીયા પંથને તિલાંજલી આપી વૈદિક ધર્મની દીક્ષા લીધાની વાત ગામો ગામ જાહેરથઇ. ભાઈશ્રી ખેતા સોમજી ભગતે શુદ્ધિ કરાવેલા ભાઈઓ તેમજ બહેનોને હેરાન કરવાના ત્યાર પછી અનેક કારણો આપ્યા. પરંતુ એ કારણો અને દુઃખોને લેશ પણ ગણકાર્યા સિવાય પોતાના અંગિકાર કરેલા વૃત પ્રમાણે શુદ્ધીવાળા ભાઈઓ વર્તતા હોવાથી ખેતા સોમજી ભગતનું કંઈ ચાલ્યું નથી. પોતે ખાસ દયાપરમાં જ અળખામણાં થઈ પડ્યા છે.

          દયાપરવાસી ભાઈઓએ શુદ્ધિ કરાવવાની વાત મુંબઈ ઘાટકોપર પહોંચી. ઘાટકોપરના યુવક મંડળના ભાઈઓ જ્ઞાતિ સુધારામાં અગ્ર ભાગ લેનારા ગણાય છે. તેઓને આ વાતથી ઘણો જ આનંદ થયોપરંતુ સાથે સાથે એમ પણ લાગ્યું કે દયાપરવાસી ભાઈઓ આ જશ પહેલો ખાટી ગયાની ઈર્ષા કર્યા વગર સં.૧૯૭૯ના અષાઢ સુદ—૧ શનિવારે {VSK: 14-Jul-1923} રાત્રે યુવક મંડળની સભા બોલાવી અને એ સભામાં દયાપરવાસી ભાઈઓનું અનુકરણ કરવાં પોતા માથે હજુ પીરાણાના પાખંડી મતનું કલંક છે તે ધોઈ નાખવા અનેક પ્રકારની વાટાઘાટ ચાલી સારા નસીબે અમદાવાદવાળા જ્ઞાતિ સુધારક કર્મવીર ભાઈ શ્રી મગનલાલ ગોવિંદલાલની હાજરી પણ એજ સભામાં હતી. આ ભાઈએ યુવક મંડળની થતી વાટાઘાટ સાંભળી પોતાના જ્ઞાતિ બંધુ તરીકે પોતે નિખાલશ હૃદયથી પીરાણાના પાખંડી ધર્મમાંથી નીકળી શુદ્ધ કડવા પાટીદાર થનારા ભાઈઓને પોતા તરફની સહાનુભૂતિ આપી એટલું જ નહીં પણ મુંબઈ વસતા પીરાણા પંથને તજી દીધેલા ૨૦૦ ભાઈઓને બીજે દિવસે બોલાવી પોતાની હાજરીમાં ઘાટકોપરમાં વસતા વિદ્વાન બ્રાહ્મણોમાં મુખ્ય શુક્લ છગનલાલ કાનજી ગામ હળવદવાળાના હાથે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિતની ક્રિયા કરાવી. ભાઈ શ્રી મગનલાલ ગોવિંદલાલે તદ્‌ઉપરાંત શુદ્ધિવાળાને તેમજ પ્રથમ શુદ્ધિ કરાવેલા બસો ભાઈઓને પોતા તરફથી મિષ્ટાન જમણ આપી દરેક ભાઈને પોતા તરફ ખેંચ્યા છે. પોતાના જ ભાઈઓ અજ્ઞાનતાથી ભાન ભુલી અવળે રસ્તે ચડેલા તેઓને આ પ્રમાણે પ્રાયશ્ચિત અપાવી પોતામાં ભેળવવાની એક ગુજરાતી જ્ઞાતિભાઈએ જે ઉદારતા બતાવી છે, તે ખાતે ઘાટકોપરના યુવક મંડળના ભાઈઓ ભાઈ શ્રી મગનલાલ ગોવિંદલાલના હંમેશના માટે ઋણી રહેશે. મુંબઈ ઘાટકોપરમાં વસતા કચ્છી કડવા પાટીદાર ભાઈઓએ પીરાણા પાખંડી મતને તજી દઈને આગેવાનોના જુલ્મને ઠોકરો મારી પોતાની સ્વતંત્રતા અને સ્વમાનની જિંદગી ગાળવા માટે નીચે જણાવેલા ભાઈઓ તેમજ બહેનોએ સં.૧૯૭૯ના અષાઢ સુદ—૩ સોમવાર {VSK: 16-Jul-1923} ના રોજે શેઠ ઉમરસી રાયશીની વાડીમાં દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરાવ્યું છે. જેની નોંધ નીચે પ્રમાણે છે.

         

ઘાટકોપરમાં દેહશુદ્ધ પ્રાયશ્ચિત લેનારના નામ

ભાઈ શ્રી રતનશી ખીમજી ખેતાણી ગામ—વિરાણીવાળા ઘાટકોપર યુવક મંડળના સેક્રેટરી.

વેલજી ખીમજી ખેતાણી ગામ—વિરાણી

જીવરાજ ખીમજી ખેતાણી ગામ—વિરાણી

સૌ.મેઘબાઈ તે રતનશી ખીમજીના ધર્મપત્ની

ચિ.બેન જમનાબાઈ તે જીવરાજ ખીમજીના દીકરી

પા.નાનજી દેવજી પોકાર ગામ—વિરાણી

માતાજી ડાઈબાઈ તે નાનજી દેવજીના માતુશ્રી

સૌ.રામબાઈ તે નાનજી દેવજીના ધર્મપત્ની

ચિ.સવજી નાનજીનો પુત્ર

૧૦

ચિ.બેન પાનબાઈ તે નાનજીની દીકરી

૧૧

પટેલ લધા વિશ્રામ માનાણી ગામ—વિરાણી

૧૨

માતાજી નાથીબાઈ તે લધા વિશ્રામની માતાજી

૧૩

સૌ.ભાણબાઈ તે લધા વિશ્રામના ધર્મપત્ની

૧૪

ચિ.મોંઘીબાઈ તે લધા વિશ્રામની દીકરી

૧૫

ચિ.કરમસી રૂડા માનાણીનો ભત્રીજો — વિરાણી

૧૬

ચિ.જખુ—હીરા માનાણીનો દીકરો — વિરાણી

૧૭

પા.નારણ રૈયા લીંબાણી ગામ—દયાપર

૧૮

પા.કાનજી કેશરા પારસીયા ગામ—દયાપર

૧૯

પા.રામજી હરજી લીંબાણી ગામ—દયાપર

૨૦

પા.સોમજી ભીમજી કેશરાણી ગામ—દયાપર

૨૧

પા.ધનજી નારાણ લાખાણી ગામ—દયાપર

૨૨

પા.હીરજી શામજી વાડીઆ ગામ—દયાપર

૨૩

પા.હીરજી રૂડા છાભાણી ગામ—કોટડા જડોદરવાળા

૨૪

સૌ.પાનબાઈ તે હીરજી રૂડાના ધર્મપત્ની

૨૫

ચિ.જાનબાઈ               તે હીરજી રૂડાના છોકરાં

૨૬

ચિ.ગોમાતબાઈ            તે હીરજી રૂડાના છોકરાં

૨૭

ચિ.છોરૂ વેલજી            તે હીરજી રૂડાના છોકરાં

૨૮

પા.રામજી કાનજી ચૌધરી ગામ—ઘડુલી

૨૯

સૌ.બાઈ કાનબાઈ તે રામજી કાનજીના ધર્મપત્ની

૩૦

ચિ.અરજણ રામજી

૩૧

ચિ.બેન કેશરબાઈ તે રામજીની દીકરી

૩૨

પા.કાનજી ઉકેડા પોકાર ગામ—મંગવાણા

૩૩

પા.રામજી કાનજી પોકાર ગામ—મંગવાણા

૩૪

પા.વિશ્રામ કરશન પોકાર ગામ—મંગવાણા

૩૫

સૌ.જમનાબાઈ તે રામજી કાનજીના ધર્મપત્ની

         

ઉપર જણાવેલા જણ પાંત્રિસે અષાઢ સુદ—૩ સોમવારે સં.૧૯૭૯ {VSK: 19-Jul-1923} ના દિને દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરાવ્યું છે.

ત્યાર પછી ગામ પાનેલીમાં માતાજીના મઢના કારભારી રા.રા.જટાશંકર કાળીદાસભાઈની સહાયતાથી દયાપરવાળા કણબી જ્ઞાતિના હિતેચ્છુ મણીશંકર અંબારામ ત્રવાડીના હાથે સાં.૧૯૭૯ અને કચ્છી સાં.૧૯૮૦ના આસો સુદ—૧૦ શુક્રવારે (વિજ્યા દસમી) {VSA: 19-Oct-1923 } ના દિને ગામ પાનેલીમાં નીચે પ્રમાણે જ્ઞાતિભાઈઓ તેમજ બહેનોએ પીરાણા ધર્મ તજીને શુદ્ધ સનાતન હિન્દુ ધર્મની દીક્ષા લીધી છે જેના નામ નીચે પ્રમાણે છે.

પ્રાયશ્ચિત લેનારના નામ

પા.રામજી પરબત નુખે વાગડીઆ ગામ—પાનેલી

 

સૌભાગ્યવતી બેન જસુબાઈ

તે રામજી પરબતના ધર્મપત્ની

હરજી રામજી

તે રામજી પરબતનો દીકરો

સોમજી રામજી

તે રામજી પરબતનો દીકરો

સૌભાગ્યવતી બેન પુરબાઈ

તે હરજી રામજીના ધર્મપત્ની

ચિ.અરજણ હરજી

તે હરજી રામજીનો પુત્ર

પટેલ હીરજી રામજી વાગડીઆ ગામ—પાનેલી

 

સૌ.બેન કુંવરબાઈ

તે હરજી રામજીના પત્ની

ચિ.બેન કેશરબાઈ હીરજી રામજીની દીકરીઓ

 

૧૦

ચિ.બેન જીવાબાઈ

 

૧૧

પટેલ વિશ્રામ રામજી નુખે વાગડીઆ

 

૧૨

સૌ.લાલબાઈ

તે પા.વિશ્રામના ધર્મપત્ની

૧૩

ચિ.બહેન ડાહીબાઈ

તે પા.વિશ્રામની પુત્રી

૧૪

પટેલ મુળજી પરબત નુખે વાગડીઆ

 

૧૫

સૌ.કાનબાઈ

તે પા.મુળજીના ધર્મપત્ની

૧૬

પટેલ કરશન મુળજી

 

૧૭

સૌ. મેઘબાઈ

તે પા.કરશનના ધર્મપત્ની

૧૮

ચિ.બહેન રતનબાઈ       

પા.કરસનના પુત્ર—પુત્રીઓ

૧૯

ચિ.બહેન મરધાંબાઈ      

પા.કરસનના પુત્ર—પુત્રીઓ

૨૦

ચિ.લધારામ

પા.કરસનના પુત્ર—પુત્રીઓ

૨૧

પટેલ શીવજી મુળજી નુખે વાગડીઆ

 

૨૨

સૌ.પ્રેમાબાઈ

તે પા.શીવજીના ધર્મપત્ની

૨૩

પટેલ જેઠા મુળજી નુખે વાગડીઆ

 

૨૪

પટેલ હંસરાજ મુળજી નુખે વાગડીઆ

 

૨૫

ચિ.બહેન ગાંગબાઈ

તે પા.હંસરાજ તથા પા.જેઠાભાઈની બહેન

૨૬

પટેલ રામજી રાજા નુખે નાથાણી

 

૨૭

સૌ.કંકુબાઈ

તે ચિ.રામજીના ધર્મપત્ની

૨૮

પટેલ કરશન લાલજી નુખે નાથાણી

 

૨૯

સૌ.મરઘાંબાઈ

તે પા.નારાણજીના ધર્મપત્ની

૩૦

પટેલ કરશન લાલજી નુખે નાથાણી

 

૩૧

સૌ.બચીબાઈ ઉર્ફે નાનબાઈ

તે પા.કરશનના ધર્મપત્ની

૩૨

ચિ.બહેન ભાણબાઈ

તે કરશન લાલજીની દીકરી

૩૩

સૌ.માનબાઈ

તે પા.રામજી ભીમજી નુખે કેશરાણીના ધર્મપત્ની

૩૪

ચિ.બહેન દેવકીબાઈ      

તે પા.પાનબાઈના પુત્ર—પુત્રીઓ

૩૫

ચિ.બહેન હાસબાઈ       

તે પા.પાનબાઈના પુત્ર—પુત્રીઓ

૩૬

ચિ.બહેન જાનબાઈ

તે પા.પાનબાઈના પુત્ર—પુત્રીઓ

૩૭

ચિ.રતનશી

તે પા.પાનબાઈના પુત્ર—પુત્રીઓ

૩૮

પટેલ ખેતજી કેશરા નુખે વાગડીઆ

 

૩૯

ચિ.ગોમતીબાઈ

તે પા.ખેતશીની દીકરી

૪૦

પટેલ દાના ખેતશી નુખે વાગડીઆ

 

૪૧

સૌ.લાલબાઈ

તે પા.દાનાના ધર્મપત્ની

૪૨

પટેલ મેઘજી ખેતશી નુખે વાગડીઆ

 

૪૩

સૌ.પુરબાઈ

તે પા.મેઘજીના ધર્મપત્ની

૪૪

ચિ.શીવગણ              

તે પા.મેઘજીના પુત્ર—પુત્રીઓ

૪૫

ચિ. રામજી                       

તે પા.મેઘજીના પુત્ર—પુત્રીઓ

૪૬

ચિ. બહેન લક્ષ્મીબાઈ

તે પા.મેઘજીના પુત્ર—પુત્રીઓ

૪૭

પા.કરમશી ખેતશી નુખે વાગડીઆ

 

૪૮

સૌ.હીરબાઈ

તે પા.કરમશીના ધર્મપત્ની

૪૯

ચિ.બહેન બચીબાઈ      

તે કરમશી ખેતશીના પુત્ર—પુત્રીઓ

૫૦

ચિ.વેલજી

તે કરમશી ખેતશીના પુત્ર—પુત્રીઓ

૫૧

પટેલ વાલજી ખેતશી નુખે વાગડીઆ

 

૫૨

સૌ.રતનબાઈ

તે પા.વાલજીના ધર્મપત્ની

૫૩

ચિ.બહેન ગોમતીબાઈ    

તે પા.વાલજીના પુત્ર—પુત્રીઓ

૫૪

ચિ.કાનજી

તે પા.વાલજીના પુત્ર—પુત્રીઓ

૫૫

પટેલ માવજી ખેતશી નુખે વાગડીઆ

 

૫૬

સૌ.હીરબાઈ

તે પા.માવજીના ધર્મપત્ની

૫૭

ચિ.માવજી                

તે પા.માવજીના પુત્ર—પુત્રીઓ

૫૮

ચિ.બહેન વાલબાઈ

તે પા.માવજીના પુત્ર—પુત્રીઓ

૫૯

પટેલ માવજી ભીમજી નુખે દીવાણી ગામ—દયાપરવાળા

 

૬૦

સૌ.વાલબાઈ

તે પા.માવજીના ધર્મપત્ની

૬૧

ચિ.રામજી                 

તે પા.માવજીના પુત્રો

૬૨

ચિ. રતનશી

તે પા.માવજીના પુત્રો

૬૩

પા.કાનજી લાલજી નુખે નાકરાણી ગામ—દયાપરવાળા

 

૬૪

સૌ.ધનબાઈ

તે પા.કાનજીના ધર્મપત્ની

૬૫

ચિ.વિશ્રામ                

તે પા.કાનજીના પુત્ર—પુત્રી

૬૬

ચિ.બહેન પુરબાઈ

તે પા.કાનજીના પુત્ર—પુત્રી

૬૭

સૌ.જાનબાઈ

તે પા.હીરજી દાના નુખે પારસીયાના ધર્મપત્ની

 

          ઉપર જણાવેલા પાનેલીમાં ઘર—૧૬ અને એકંદરે માણસોની સંખ્યા ૬૭ જેમણે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરાવી છે. કચ્છના કણબી જુલ્મી આગેવાનોની જુલ્મી જોંસરીને ફેંકી દીધી છે, તેમજ પીરાણા કબ્રસ્તાની પંથની સાથે તદ્દન છુટાછેડા કરી હિન્દુ ધર્મની પાછી દીક્ષા લીધી છે. આ વાત સાંભળીને દરેકે દરેક હિન્દુભાઈઓને આનંદ થવો જ જોઈએ. પરંતુ અદેખા—ઈર્ષાળુ લોકોને દ્વેષની આગ સળગે છે તેને બીજા શું કરે? પાનેલીવાળા ભાઈઓને દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત ન કરવા દેવામાં ગામ—પાનેલીવાળા ભાઈ મનજી તથા નથુ ખીમા જેઓ નવા મુખી થઈ પીરાણા પંથની મુસલમાની ક્રિયા કરવામાં આગેવાની ભર્યા હાલમાં ભાગ ભજવે છે તથા નાનજી હીરજી પારસીયા જે ભાઈ જુવાન છે, જ્ઞાતિ સુધારકોને પાયમાલ કરવામાં અગ્ર ભાગ ભજવવાથી હાલમાં તે પણ પીરાણા પંથના જુલ્મી આગેવાનોની ગણતરીમાં ઉમેદવાર તરીકે આવી શકે છે. તે સિવાય દયાપરવાળા જગ બત્રિસીએ ચડેલા ભાઈ શ્રી ખેતાભાઈ સોમજી ભગત, કે જેમણે રાત દિવસ નિંદ્રાનો ત્યાગ કરી સુધારાવાળાને પાયમાલ કરવાથી ગેઢેરામાં ખપી શકાશે અથવા તો પીરાણા ધર્મની રક્ષા કરવાથી ભેસ્તમાં પચાસ હુરાંઓની સાથે રંગરાગ ભોગવી શકાશે એ લાલચે પાનેલી ગામમાં પણ પહોંચેલા પરંતુ માતાજીના મઢવાળા, કાકા જટાશંકર કાળીદાસની છાયા ત્યાં પણ નડેલી, તેથી વિલે મોંઢે પાછા ફરેલા. આ આદમી પીરાણા પંથના ભારે રક્ષક છે. જ્યાં ત્યાં હડધૂત થાય છે તો પણ પોતાના પાસા ફેંકવામાં ના હિંમતવાન નથી. હું આ ભાઈની હિંમતના માટે તેમજ પીરાણા ધર્મનું રક્ષણ કરવામાં પોતાની બધી શક્તિઓનો ઉપયોગ કરનારા છતાં નાસીપાસ થતા ભાઈને શાબાસી આપું છું.

          ભાઈશ્રી ખેતા સોમજી ભગતે ગામ પાનેલીમાં હણમાર તો ધણી કરી, પરંતુ છેવટે કંઈ વળ્યું નહીં ત્યારે તેણે એકબીજો દાવ અજમાવેલો તે આબેહુબ સિદ્ધ થયેલો અને તેમાં તેને સંપૂર્ણ ફતેહ પણ મળેલી જે હકીકત આ પ્રમાણે છે. પાનેલીના કણબી રામજી રાજા નાથાણીના ધર્મપત્ની સૌભાગ્યવતી બેન કંકુબાઈએ પોતાના પતિ સાથે દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવ્યું તેથી ભાઈ ખેતા સોમજીએ બેન કંકુબાઈના બાપ ખેતા જીવરાજ મુખીને ચડાવ્યો. મુખીએ પોતાના જમાઈ તથા દીકરી પાસે ખૂબ ધામધૂમ કરી પણ કંઈ વળ્યું નહીં તેથી છેવટે પોતા તરફથી જે દાગીના કંકુબાઈને આપવામાં આવ્યા હતા તે બળજબરીથી ઉતારીને પોતાની દીકરી કંકુબાઈને મુવેલી, માની સંતોષ માન્યો. ધન્ય છે એ બાપને?

          કરાંચી પરિષદ બીજીનો રિપોર્ટ છપાઈ બહાર પડ્યા પછી ઘણા ભાઈઓને પીરાણાના પાખંડી મતમાં રહેવું એ એક શરમ ભરેલું છે એમ લાગ્યું પણ એ કબ્રસ્તાની પંથથી છૂટાછેડા કરવાની પહેલ કેમ કરવી, એમાં જ મુંજાતા હતા. હવે તો દયાપર પાનેલી ઘાટકોપર ઈત્યાદિ સ્થળે દેહશુદ્ધિ પ્રાયશ્ચિતનાં કાર્યો ઝપાટા બંધ થતાં જોઈ કચ્છમાં પણ અકેક બબે ઘરવાળાએ પણ આ કાર્ય કરવામાં હિંમત બતાવી છે, જેનો દાખલો ગામ રવાપરમાંથી આપણે જાણી શકીશું. સંવત ૧૯૮૦ના કારતક સુદ—૨ શનિવાર {VSAK: 10-Nov-1923} ના રોજે જોશી નારાણજી ગોકળજીના હાથે ગામ રવાપરના નીચે જણાવેલા ભાઈઓએ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવ્યું છે જેની નોંધ આ પ્રમાણે છે.

કણબી અખૈઈ ખેતા પોકાર ગામ—રવાપર

 

સૌભાગ્યવતી બાઈ કુંવરબાઈ તે અખૈઈ ખેતાના ધર્મપત્ની

 

સૌ.પાનબાઈ તે અખૈઈના દીકરા વિશ્રામના ધર્મપત્ની

 

રામજી વિશ્રામ

પોકાર ગામ—રવાપર

ચિ.હરજી વિશ્રામ

પોકાર ગામ—રવાપર

ચિ.નારણ વિશ્રામ

પોકાર ગામ—રવાપર

         

હવે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિતનું કાર્ય આગળ વધ્યું. મુંબઈ ઘાટકોપરમાં સંવત ૧૯૮૦ના કારતક સુદ—૩ રવિવાર {VSAK: 11-Nov-1923} ના દિને નીચે પ્રમાણે ભાઈઓએ હળવદવાળા શુક્લ છગનલાલ કાનજીના હાથે પ્રાયશ્ચિત કરાવ્યું જેની નોંધ નીચે પ્રમાણે છે.

મુખી અરજણ રામજી લીંબાણી

ગામ—દયાપર

પટેલ હીરજી દાના પારસીયા

ગામ—દયાપર

પા.કરમશી દેવજી બાથાણી

ગામ—ખીરસરા

પા.રામજી ભીમજી કેશરાણી

ગામ—પાનેલી

પા.વાલજી ભીમજી ભગત

ગામ—પાનેલી

પા.લધા તેજા છાભૈયા

ગામ—પાનેલી

પા.કાનજી તેજા છાભૈયા

ગામ—પાનેલી

પા.શીવદાસ કરશન ભાદાણી

ગામ—ઘડુલી

         

આ પ્રમાણે ભાઈઓએ પીરાણા સતપંથને ત્યાગી શુદ્ધ સનાતન હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે. તે સિવાય ઘાટકોપરમાં સંવત ૧૯૮૦ના કારતક વદ—૩ સોમવાર {VSAK: 26-Nov-1923} ના રોજ હળવદવાળા પ્રખ્યાત પંડિત શુક્લ છગનલાલ કાનજીના હાથે દેહશુદ્ધિ પ્રાયશ્ચિત નીચે જણાવેલા ભાઈઓએ લીધું છે.

પટેલ વેલજી ખીમજી ખેતાણી

ગામ—વિરાણીવાળા

માતાજી સોનબાઈ        

તે વેલજી ખીમજીના માતુશ્રી

સૌભાગ્યવતી લાલબાઈ

તે વેલજી ખીમજીના ધર્મપત્ની

સૌ.પુરબાઈ

તે જીવરાજ ખીમજીના ધર્મપત્ની

ચિ.દેવજી જીવરાજ

 

ચિ.મોંઘીબાઈ જીવરાજ

 

ચિ.ધનબાઈ તે વેલજીના દીકરી

 

પા.વિશ્રામ અખૈઈ પોકાર

ગામ—રવાપરવાળા

પા.પ્રેમજી અખૈઈ પોકાર

ગામ—રવાપરવાળા

 

ત્યાર બાદ મુંબઈ માટુંગામાં સંવત ૧૯૮૦ કારતક વદ—૦))(અમાસ) શનિવાર તા.૮—૧૨—૧૯૨૩ {VSAK: 08-Dec-1923} ના રોજે હળવદવાળા શુક્લ છગનલાલ કાનજીના હાથે નીચે પ્રમાણે ભાઈઓ તેમજ બહેનોએ પીરાણા પંથને તિલાંજલી આપી વૈદિક ધર્મ અંગીકાર કર્યો છે. જેના નામની નોંધ નીચે પ્રમાણે છે.

         

પા.પચાણ રૂડા રૂડાણી

ગામ—વિથોણવાળા

પા.માવજી લાલજી

ગામ—વિથોણવાળા

પા.નથુ દેવશી

ગામ—વિથોણવાળા

સૌભાગ્યવતી રામબાઈ

તે પચાણ રૂડાના ધર્મપત્ની

સૌ.દેવકીબાઈ

તે માવજી લાલજીના ધર્મપત્ની

સૌ.લક્ષ્મીબેન

તે નથુ દેવશીના ધર્મપત્ની

ચિ.ધનબાઈ

તે પચાણ રૂડાની દીકરી

ચિ.વેલબાઈ

તે માવજી લાલજીની દીકરી

પા. પચાણ દેવશી કાનાણી

ગામ—વિરાણી

૧૦

પા.જેઠા દેવશી કાનાણી

ગામ—વિરાણી

૧૧

પા.રામજી જેઠા વાગાણી

ગામ—વિરાણી

 

          આ હિસાબે કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિમાં જે ચળવળ ચાલી રહી છે તે જોઈ દરેક સાચા હિન્દુ ભાઈઓને આનંદ થયો જ હશે. પ્રભુ કૃપાએ મને કરાંચી યુવક મંડળ તરફથી કેટલાક કાગળો આવેલા છે અને તે લગભગ બસોની સંખ્યામાં દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લેવા માગે છે. આ ભાઈઓ ઘાટકોપર યુવકમંડળના કાર્યવાહકોને આમંત્રણો કરી રહ્યા છે, મહા મહિનામાં શુદ્ધિ કરાવવાના નિર્ણય ઉપર આવ્યા છે. જ્યારે ઘાટકોપરમાં વસ્તા ભાઈઓ એવી ઉમિદ બાંધી રહ્યા છે કે ઘાટકોપરમાં પરિષદ ભરવાની હિલચાલ ચાલે છે તે પાર ઉતર્યા પછી એ કાર્ય હાથ ધરવાને વખત લંબાવે છે. ઘાટકોપરવાસી ભાઈઓનો ઊંડો ઊંડો એવો પણ વિચાર છે કે ખુદ ઘાટકોપર કરાંચી અને કચ્છમાં મળી કુલ્લે સંખ્યા ત્રણ હજારની પ્રાયશ્ચિત કરાવવા તૈયાર છે તેને પરિષદના કાર્યથી ભારે ઉત્તેજન મળશે એ લાલચે આ કાર્ય થોભાવ્યું છે, એવું મેં કેટલાક જ્ઞાતિ સુધારક યુવક મંડળના ભાઈઓના મોંઢાથી સાંભળ્યું છે. વળી એવા પણ સમાચાર મળ્યા છે કે કરાંચીમાં ત્રણ કુટુંબે તો દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લીધું છે જેની સંખ્યા તેરની છે. પ્રભુ કૃપાએ મારી તો ખાતરી જ છે કે હવે જો યુવક મંડળના ભાઈઓ થોડો વધારે ભોગ આપવા તૈયાર થશે તો હજારોની સંખ્યામાં આપણી જ્ઞાતિને મુસલમાની રાહ ઉપર જતા અટકાવી શકીશું. અન્ય હિન્દુ જ્ઞાતિના ભાઈઓ પણ આ કાર્ય તરફ સંપૂર્ણ દિલશોજી બતાવે છે એટલું જ નહીં પણ આર્થિક મદદ પણ કરવાને પોતાનો હાથ લંબાવી રહ્યા છે. ધન્ય છે એવા ધર્મપ્રેમી બંધુઓને. આ ઉપરથી જન સમાજ જાણી શકશે કે કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળના સતત પ્રયાસને લઈ જ્ઞાતિમાં કેવો અવનવો ફેરફાર સપાટા બંધ થતો જાય છે. છતાં અજ્ઞાન અને મૂર્ખ લોકો આ કાર્યને હસી રહ્યા છે, એ કેટલું દિલગીર ભર્યું છે. દયાપર—પાનેલી—રવાપર અને ઘાટકોપર અને કરાંચીમાં મળી કુલે ૩૧૨ માણસોની સંખ્યા જ્ઞાતિથી જુદી પડે અને પોતાનો ધર્મ બદલે એને સાધારણ કેમ કહેવાય.

          આ પ્રમાણે ની હિલચાલ જ્યારે કચ્છની કણબી જ્ઞાતિમાં ચાલી રહી છે, ત્યારે કેટલાક પીરાણા પંથને પકડી રાખવા પીરાણા જાગીરની મિલકત અને વહીવટના માલિક થવામાં લાભ છે એમાં જ પોતાની આબરૂ માની અને પ્રતિષ્ઠા વધે છે એમ જાણી પીરાણાનો મુજાવર લક્ષ્મણ કાકો તથા કેટલાક પીરાણાપંથી કણબીઓ સૈયદો સાથે તકરારમાં ઉતર્યા છે. આગળના પીરાણાના મુજાવર કાકાઓ પીરાણાનો વહીવટ કરતા આવ્યા છે પરંતુ તેઓ એક જ પોલીસીથી કામ લેતા આવતા હતા જેથી સતપંથના સેવકોમાં કોઈ વખત ખળભળાટ થયો નહોતો. સૈયદ ઈમામશાહે હિન્દુઓને વટલાવવા માટે અનેક યુક્તિઓ રચી છે. એ બધી હકીકતની નોંધ મેં પીરાણા ધર્મની પોલમાં ખુલ્લી પાડી છે, જે છપાયેથી તમો જાણી શકશો. પીર સદરુદીન કબીરદીન, પીરસમ્સ નુરસતગોર ઈત્યાદિ પીરોએ તો હિન્દુઓને વટલાવી મુસલમાન કર્યા છે પરંતુ પીર ઈમામશાહે જે સતપંથ પોતાના વડીલોએ ચલાવેલો તે જ રસ્તે હિન્દુઓને વટલાવી મુસલમાન કરવા ધારેલા પરંતુ તેઓ પોતાની હયાતિમાં તેમ કરી શક્યા નહોતા, તો પણ તેણે પીરાણા સતપંથનું બંધારણ એવા પ્રકારે ઘડ્યું છે કે એ ધર્મમાં ફસાયેલા માણસ અંતે તો મુસલમાન જ થાય. સૈયદ ઈમામશાહે દીર્ઘદૃષ્ટિ વાપરી પોતાના વંશજોને આમદાની મળે અને પોતાનું અધુરું રહેલું કાર્ય જે હિન્દુઓને વટલાવી મુસલમાન કરવાનું તે  પણ બની શકે એવા હેતુથી, એક હિન્દુ જે ભગવું લુગડું માથે બાંધે અને તે એક સન્યાસીના જેવો દેખાવ કરે તેવા માણસને પસંદ કરી મુજાવર તરીકે નિમવાની પ્રથા રાખી છે. તે ઈમામશાહની મિલકત સતપંથના સેવકો તરફથી જે દશોંદ કેતાં કમાઈનો દશમો ભાગ આવે તે સૈયદોને બંધારણપૂર્વક વહેંચી આપે કે જેથી સૈયદોમાં આપસ—આપસમાં ટંટો ફસાદ થાય નહીં અને સતપંથમાં કોઈ દખલગીરી કરે નહીં એ હેતુ ધ્યાનમાં રાખી ઈમામશાહે આ રસ્તો બાંધેલો. મુજાવર તરીકે રહેનાર માણસનું મુખ્ય કામ દશોંદ ઉઘરાવવી ઈમામશાહ રોજાને ધૂપ લોબાન કરવો અને કોઈ આવે જાય તેની ખાતર બરદાસ રાખવી. આવા મુજાવર ને કાકો કહેવામાં આવે છે. તે કાકો પોતાના હાથ નીચે બીજા માણસો રાખે તે પણ સાધુ તરીકે જિંદગી ગાળે અને મુજાવર કાકાને મદદ કરે આવા કાકા થનારાઓને ખાવું—પીવું અને લુગડાં લતાં સિવાય બીજો પગાર કંઈપણ મળતો નથી.

સૈયદ ઈમામશાહે પોતાના હાથે મુજાવર કાકાઓ નીમવાની પ્રથા પાડી છે. જેની એકંદર સંખ્યા આજ દિન સુધી નીચે પ્રમાણે છે.

કાકા નાયા ઉર્ફે નસીરોદીન

કાકા સાણા

કાકા શેરમહમદ

કાકા અબ્દુલ્લાહ

કાકા ઈભરાહીમ

કાકા રહીમ

કાકા કરીમ મહમદ

કાકા સામદ

કાકા હસન

૧૦

કાકા રહીમ

૧૧

કાકા રાજેમહમદ

૧૨

કાકા રાજેમદ

૧૩

કાકા નુરમહમદ

૧૪

કાકા ભુલા

૧૫

કાકા પોચા

૧૬

કાકા પ્રાગજી

૧૭

કાકા નથુ

૧૮

કાકા દીપા (ઉર્ફે અબદુર રહીમ)

૧૯

કાકા મનજી

૨૦

કાકા નથુ

૨૧

કાકા નાગજી

૨૨

કાકા સામજી

૨૩

કાકા નથુ

૨૪

કાકા પેથા

૨૫

કાકા નથુ

૨૬

કાકા કરમસી

૨૭

કાકા લખમણ

 

          ઉપર બતાવ્યા પ્રમાણે ભાઈઓની સત્તાવીસમી પેઢીએ લખમણ કાકો આવે છે. આથી આગળના કાકાઓએ સૈયદ ઈમામશાહના આંકેલા માર્ગે જ ચાલવાનું પસંદ કરેલ. પરંતુ લખમણ કાકાના વહીવટ દરમ્યાન અનેક પ્રકારની જુદી જુદી હિલચાલો લખમણકાકે કરેલી. સાંભળવા પ્રમાણે મિલોના શેરનો સટો, તે સિવાય ધી પાટણ સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલ્સ કંપની લીમીટેડના ડાયરેક્ટર પણ થયેલા તે સિવાય અમદાવાદમાં મોટર સર્વિસ પણ કાઢેલી. આ બધા કામોમાં નફા તોટાનો સવાલ હોવાથી સૈયદો કાકાઓ વચ્ચે તકરાર થયેલી. નોટીસપત્રીઓ ચાલેલી તે ઉપરથી કાકા શ્રી લખમણ કરમશીએ પીરાણાની મિલ્કત તેના કુલ વહીવટનું કુલ મુખતિયારનામું એક શેખ જેઠાલાલ નુરભાઈ ઉર્ફે મુલજી રહેવાસી નડીયાદ અગર વસોનો જાતે શેખ, ધર્મે મુસલમાનને કરી આપ્યું. તે ઉપરથી સૈયદોએ કમર કસી મુખત્યારનામું રદ કરાવ્યું. છેવટે સૈયદોનો શો હક્ક છે અને કાકા લખમણની કેટલી સત્તા છે. એ સંબંધે સૈયદોના પંચે અમદાવાદ કોર્ટમાં એક દાવો રજુ કર્યો છે. જે દાવો આ પ્રમાણે છે.

 

* દાવાની વિગત ગુજરાતી પંચ તા.૧૨ ફબ્રુઆરી ૧૯૨૨ ના અંકમાંથી લીધેલી છે.

 

જાહેર નોટીસ

અમદાવાદના મે.જોઈન્ટ સબ જજ સાહેબની કોર્ટમાં

દિ.મુ.નંબર ૧૪૫૨ સને ૧૯૨૧

વાદીઓ

                            

૧.

સૈયદ અહેમદ હુસેનમીયાં સાહેબ

૨.

સૈયદ અમીરસાહેબ જાફરઅલી

૩.

સૈયદ આબેદઅલી અલીમીયાં

૪.

સૈયદ મીરસાહેબ ડોસામીયાં

૫.

સૈયદ અસરફઅલી કાસમઅલી આવાખલ

૬.

સૈયદ ગુલામહુસેન અસગરઅલી

 

          રહેનાર નંબર ૧—૩ પેટલાદ નંબર—૨ પીરાણા ને નંબર ૪ અવાખલ તાલુકે સિનોરને નંબર ૫ પુનિયાત તાલુકે સિનોરને નંબર—૬ પીરાણાના.

વિરુદ્ધ

૧. પ્રતિવાદી કાકા લખમણ કરમસી ગામ—પીરાણાના

દાવો રૂા.૨૮૦—૦—૦નો

          વાદીઓએ આ દાવો તમામ જલાલશાહી તથા નુરશાહી સૈયદો તરફથી આ સાથેની દાવા અરજીની નકલમાં લખ્યા મુજબ દાદ મેળવવા કરેલો છે. મજકુર જલાલશાહી તથા નુરશાહી તમામ હક સંબંધ ધરાવતા સૈયદોને આ દાવામાં દાખલ કરવા અશક્ય છે, તેથી વાદીઓએ સી.પ્રો. કોડ ઓડર ૧ના રૂલ ૮ મુજબ પરવાનગી મેળવવા અરજી કરી છે માટે આ ઉપરથી તમામ જલાલશાહી તથા નુરશાહી સૈયદોને ખબર આપવામાં આવે છે કે આ કામમાં જે લોકોનું હિત હોય તેમણે તે સંબંધી અરજિ કરવી હોય તો તેઓએ તા.૮ માર્ચ, સને ૧૯૨૨ના એજ દિવસના ૧૦.૩૦ વાગતાં કોર્ટમાં હાજર થવું જો તે પ્રમાણે કરવામાં ચુકશો તો તમારી ગેરહાજરીમાં યોગ્ય હુકમ કરવામાં આવશે.

          આજ તા.૪ માંહે ફેબ્રુઆરી સને ૧૯૨૨ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો.

                   કોર્ટનો                                                                      દ્મ.. દ્મેંહ્ત્ઙ

                   સિક્કો                                                             કલાર્ક ઓફ ધી કોર્ટ

 

 

અમદાવાદ મે.ફ.ક.સબ જજ સાહેબની કોર્ટમાં

દિ.મુ.નંબર ૧૪૫૨ સને ૧૯૨૧

વાદીઓ

 

નામ

ઉંમર

કસબ

રહેનાર

સૈયદ એહમદહુસેન મીયાસાહેબ  

૬૧

વજીફરાદી

પેટલાદ

સૈયદ અમીરસાહેબ જફરઅલી    

૬૫

 

પીરાણા

સૈયદ આબેદઅલી અલીમીયાં     

૪૭

 

પેટલાદ

સૈયદ મીરસાહેબ ડોસામીયાં       

૪૭

 

અવાખલ (તાલુકે સિનોર)

સૈયદ અસરફઅલી કાસમઅલી    

૩૫

 

પુનિયાત

સૈયદ ગુલામહુસેન અસગરઅલી

૪૦

 

પીરાણા

         

સર્વે ધર્મે મુસલમાન જાતના સૈયદ

          પ્રતિવાદી કાકા લક્ષ્મણ કરમશી ધર્મે મુસલમાન પીરાણાનો. જાતના મોમના કણબી ઉમર વરસ ૫૮ કસબ મુજાવરીનો, રહેનાર મોજે પીરાણા તાલુકે દક્ષિણ દસક્રોઈ.

દાવો રૂા.૨૮૦—૦—૦નો

આ કામમાં અમો વાદીઓના દાવાની બીના નીચે મુજબ

૧.     સુમારે છસો વરસ ઉપર પંજાબ તાલુકે મુલતાન શહેર પાસે મોજે ઉંચસરીફમાં એક હજરત સૈયદ કબીરૂદ્દીન ઉર્ફે સીકન એરાકી નામના મહાન પરાક્રમી પુરૂષ હતા અને ધર્મનો ફેલાવો કરવો એ એમનો મુખ્ય હેતુ હતો અને તેઓ મોટા પીરસાહેબ કહેવાતા. તે અમો વાદીઓના વડીલ થતા હતા. તેમને સત્તર દીકરા હતા. તેમાંથી સૌથી નાના દીકરા જેનું નામ હજરત ઈમામુદ્દીન ઉર્ફે ઈમામશાહ હતું તે પણ તેમના પિતા જેવા જ હતા અને પોતાના પિતાશ્રીના ચલણ મુજબ ચાલતા હતા.

૨.     મજકુર સૈયદ હજરત ઈમામુદ્દીન સાહેબનો વિચાર પોતાના પિતાના મુજબ બીજા મુલકોમાં ધર્મની વૃદ્ધિ કરવાનો થયો તેથી તે મોજે ઉંચસરીફ છોડી સિંધમાં થઈ કચ્છના મુલકમાં થઈ કાઠીયાવાડમાં થઈ ગુજરાતના મુલકમાં આવ્યા ને ઠેકાણે ઠેકાણે પોતાના સેવકો કરતા આવ્યા.

૩.     ગુજરાતના મુલકમાં જે વખતે હજરત ઈમામુદ્દીન સાહેબ પધાર્યા તે વખતે શહેર અમદાવાદ વસવાને લગભગ પચાસેક વરસ થયા હતા. પોતે પોતાના મુકામ મોજે ગીરમથા ગામની સીમમાં કર્યો હતો ત્યાં પોતે રહેવાને માટે એક મોટું કમ્પાઉન્ડ બાંધ્યો. તેમાં મકાનો કર્યા ને પોતાની હયાતી બાદ પોતાના શબને દફન થવા સારું તે કમ્પાઉન્ડમાં દરગાહ પોતાની હયાતીમાં બંધાવી તેને હજરત ઈમામશાહની દરગાહ તથા કમ્પાઉન્ડ કહેવાય છે.

૪.     આ પ્રમાણે હજરત ઈમામુદ્દીન સાહેબ પીર તરીકે ઓળખાતા એટલે જે જગાએ પોતે મુકામ કર્યો તે જગ્યાનું નામ પીરાણા પાડ્યું અને સેવકો તેને હીમપુર તથા જંબુદ્વીપ તથા ઈમામપુરી નગરી પણ કહે છે.

૫.     જે ધર્મ સેવકોને તે પળાવતા તે ધર્મ સેવકો પાળતા. તેને સેવકોમાં સતપંથ ધર્મ કહેવાય છે. સેવકો પછી જે સેવકો જાહેર ધર્મ પાળે છે તે પ્રગટીમોમીન કહેવાય છે અને છુપી રીતે જે ધર્મ પાળે છે તે ગુપ્તિ કહેવાય છે.

૬.     દિનપ્રતિદિન સેવકો વધવા લાગ્યા. સુમાર્ગનો રસ્તો મળવાના કારણથી સેવકો હરસાલ તેમને પોતાની પેદાશમાંથી દસમો હિસ્સો તેમના હક્કનો આપતા. તે હક્કને દસાઉંસ ઉર્ફે દશોંદ કહેવાતો અને કહેવાય છે. તે ઉપરાંત મજકુર પીરસાહેબને પ્રકાર પ્રકારની ભેટો અર્પણ કરતા. દાગીના આપતા, જમીનો આપતા એટલા સુધી સેવકોની આસ્થા વધી કે હરસાલ પેદાશનો દસાઉંશ આપીએ છીએ તે મુજબ દસ છોકરા થાય તેમાંથી એક છોકરો પીરસાહેબની તાબેદારીમાં અર્પણ કરવો.

૭.     સુમારે ૬૩ વરસની ઉંમરે હજરત ઈમામુદ્દીન સાહેબ ગુજરી ગયા, ને પીરાણામાં પોતાની બનાવેલી દરગાહમાં દફન થયા. તેમના ચિરંજીવી હજરત નુરમહમદ ઉર્ફે નરઅલી મહમદશાહ કરીને હતા તે તેમની ગાદી ઉપર આવ્યા ને તેમની તમામ મિલકતના તે માલિક થયા. તેઓ પણ તેમના બાપદાદાઓ જેવા પરાક્રમી હતા. અને તેઓએ પણ સંખ્યા બંધ સેવકો કર્યા. તેમની મોટી જાહોજલાલી હતી. અને તેમના વખતમાં પણ તેમના પિતાશ્રીના રીવાજ મુજબ કાકા અને મુજાવર રખાતા અને કામ ચાલતું. તેઓ પણ પીરાણામાં ગુજરી ગયા અને તેજ દરગાહમાં પોતાના બાપની પાસે દફન થયા. તે ગાદી ઈમામશાહ સુતનરઅલી મહમદશાહની ગાદી કહેવાય છે.

૮.     મજકુર હજરત નરઅલી મહમદશાહની ઓલાદમાં વધારો થયો અને જલાલશાહ તથા નુરશાહ તેમના પુત્ર થતા હતા અને કેટલીએક શાખાઓ થઈ તેમાં કેટલાક પુરૂષો તેમના બાપદાદા જેવા થયા. તેમણે પણ નવા સેવકો ઘણા કર્યા અને દરગાહો બંધાવી. દિવસે દિવસે તેમની ઓલાદ વધતી ગઈ એટલે જલાલશાહે તથા નુરશાહે શાખામાં ઉપર પ્રમાણેની ઉપજ ભાગે પડતી આવવા લાગી.

૯.     દરમ્યાન ઉઘરાણી લાવવાનું કામ પોતાના નોકરો પછી જેને સાચો પ્રમાણિક અને ધર્મનીસ્ટ જાણતા તેને સોંપતા અને તેને કાકા કહેતા. કાકા ફારસી શબ્દ છે. તેનો અર્થ ગુલામ થાય છે. અને દરગાહમાં દીવાબત્તી કરવાનું કામ તથા ઝાડું કાઢવાનું કામ તેમને સોંપતા અને તેમને મુજાવર પણ કહેતા અને આ કાકાઓ ઓળખાણ માટે એક વિરક્ત ભગવું કપડું પોતાની પાસે રાખતા. વખત અનુસારે તેમની પાસેથી લખાણો લખાવતા જેથી ચાલતી પ્રણાલિકા તેઓ ઉલ્લંઘન કરે નહીં અને કામ ચાલે છે તેમ ચાલ્યા કરે. તે પછી સંવત ૧૯૧૪ના પહેલા જેઠ વદ—૮ {VSAK: 05-Jun-1858} ના રોજ કાકા તેજા વિગેરેએ લખી આપેલ છે. તથા તા.૨૪—૫—૧૮૬૦ના રોજ કાકા નથુએ દસ્તાવેજો લખી આપેલ છે. ત્યારબાદ અને એ પહેલાં પણ વખતો વખત દસ્તાવેજો થયેલ છે.

૧૦.   ઉપર પ્રમાણે હાલનો પ્રતિવાદી કાકા મુજાવર છે અને અમો વાદીઓ જલાલશાહી તથા નુરશાહી શાખામાંના સૈયદો છીએ.

૧૧.   પ્રતિવાદીએ ચાલતા આવેલા રીવાજ મુજબ વર્તવા કબુલ કરવાથી તેની નિમણુંક સાદાતો તરફથી કરવામાં આવી છે.

૧૨.   ઉપર બતાવ્યા પ્રમાણે મજકુર સૈયદો તરફથી પ્રતિવાદીને કાકા મુજાવર તરીકે નીમવામાં આવ્યો અને તેનો દસ્તાવેજ સંવત ૧૯૫૮ના ચૈત્ર વદી—૬ {VSAK: 29-Apr-1902} તા 29-4-02 ના રોજ કરી આપ્યો તેમાં પ્રતિવાદીએ સહી કરી છે અને તેની રૂઈએ તે સૈયદો તરફથી વહીવટ કરે છે અને તે દસ્તાવેજ પ્રમાણે વર્તવા બંધાયેલ છે. તેમજ સંવત ૧૯૭૧ના માગસર વદી—૧૨ {VSAK: 14-Dec-1914} ના રોજ રજીસ્ટર દસ્તાવેજ પ્રતિવાદીએ કરી આપ્યો છે તેમાં પણ પ્રથમના દસ્તાવેજ પ્રમાણે કેટલીક જવાબદારી કબુલ કરી છે.

૧૩.   પ્રતિવાદી કાકા મુજાવરે જુના ચાલતા આવેલા રીવાજ મુજબ કપડા પહેરવા જોઈએ અને સફેદ પાઘડી બુખારાશાહી બાંધવી જોઈએ અને વિરક્ત રહેવું જોઈએ તે મુજબ પણ પ્રતિવાદી વર્તતો નથી. તેમ પ્રતિવાદી ગાદીનો અધિકારી લખતો હોવાથી તેને અટકાવવામાં આવ્યો ત્યારે તેણે ગાદીના અધિકારી નહીં લખતાં મુજાવર લખીશું અને એમ લખાણ પણ સંવત ૧૯૬૮ના જેઠ સુદી—૧૦ {VSAK: 26-May-1912} ના રોજ કરી આપ્યું છે.

૧૪.   અમો સૈયદો પૈકી કેટલાક વખતો વખત રકમો લેવા દાવા કરેલા અને તેમાં હુકમ નામા થયેલા.

૧૫.   ઉપર મુજબ છતાં કેટલીક શરતોનો ભંગ આ પ્રતિવાદી કરતો હોવાથી તે બાબતમાં વખતો વખત નોટીસો થયેલી.

૧.

વિરક્ત પણે નહીં રહેનારને રેવા દે છે.

૨.

રૂપિયા ૫૦૦ કરતાં વધારે ખર્ચ કરે છે.

૩.

પોતે વિરક્ત પણે વર્તતો નથી.

૪.

ભગવું આપવાના કામમાં નકામી તકરારો કરવાથી જાહેરનોટીસો નાનજી લખમણ વિગેરેના સંબંધમાં એ પ્રમાણે થયેલી છે.

૫.

સૈયદ મીર સાહેબ ડોસામીયાંએ મુકદમો નંબર ૪૮૭ અને ૧૯૦૭નો દાવો કરેલો તે દાવામાં આ પ્રતિવાદીએ માલિક હોવાનો ડોળ કરવાથી તે બાબત મુદ્દો નીકળેલો અને તેમાં આસીસ્ટન્ટ જજ સાહેબે તા.૨૭—૭—૧૯૦૮ના રોજ આ પ્રતિવાદી વિરુદ્ધ ઠરાવ્યું છે. પ્રતિવાદી પીરાણાનો મુજાવર છે અને મુજાવર તરીકે વહીવટ કરે છે. પણ તે ગાદીનો માલિક નથી તેમ માલિક તરીકે તેનો વહીવટ તે કરતો નથી, આમ છતાં પ્રતિવાદી માલિક હોય તેવી રીતે વર્તે છે.

૬.

ધર્મના ફરમાન પ્રમાણે વર્તતો નથી, તેમ તેનો તેને ખરી રીતે બોધ પણ નથી. દાખલા તરીકે તા.૨૮—૪—૧૯ના રોજ જાહેરખબર આપી પીરાણા સતપંથ હિન્દુ ધર્મ વિજય પતાકા પાના એકથી બાર સુધીમાં પ્રશ્ન આ પ્રતિવાદી તરફથી લખાયેલા તે તેને પાછા ખેંચાવી લેવા પડેલા.

૭.

પ્રતિવાદી પોતે જ અમારો એજન્ટ યાને નોકર હોવાથી તેને મુખત્યાર નીમવાનો અધિકાર નહીં છતાં એક શેખ જેઠાલાલ નુરભાઈ ઉર્ફે મુલજીને કુલ મુખત્યાર નીમવાથી અમો સૈયદો પૈકી એ તા.૨૬—૬—૧૯ તથા ૨૪—૭—૧૯ના રોજ જાહેર ખબર કાઢવી પડેલી.

૮.

તા.૩૦—૪—૨૧ના રોજ અધિપતિ નહીં છતાં માલિક યાને અધિપતિ બની અમોને પુછ્યા સિવાય ડોળ કરવા તથા પોતાની ગેરવ્યવસ્થા ઢાંકવા એક જાહેર ખબર આ પ્રતિવાદીએ છપાવી. તે પત્રિકા તા.૪—૬—૨૧ના રોજ આ પ્રતિવાદીને રદ કરવી પડી છે.

૯.

આ પ્રતિવાદી મિલકત વેચી ખાવાનો પ્રયત્ન કરતા હોવાથી તા.૨૪—૭—૨૧ના રોજ અમો સૈયદોને જાહેરખબર કાઢવી પડેલી તેમ તેને વેપાર કરવાનો હક્ક નથી. ઉપર પ્રમાણે આ પ્રતિવાદી તદ્દન અપકૃત્ય કરતો હોવાથી અમોને ચોપડા બતાવવા વિગેરે બાબત દબાણ કરવાથી ખોટી રીતે અમારા પૈકી કેટલાક ઉપર દબાણ કરવા અમો સૈયદો પૈકી ઉપર ખોટી રીતે લહેણું કાઢી નોટીસો આપેલી તેના જવાબો પણ આપવામાં આવ્યા છે.

 

૧૬.   પ્રતિવાદી નં.૧ સૈયદો તરફથી વહીવટદાર છે અને તેમની ગેરવર્તણુંક હોય તો તેને દૂર કરવા સૈયદોને અખત્યાર છે. આમ છતાં કેટલાક વખત ગાદીના અધિકારી તથા ગાદીના અધિપતિ એવી રીતે પ્રતિવાદી પોતાના માટે લખાવે છે. તેમજ સૈયદોને અથવા સૈયદોના પંચને પુછ્યા સિવાય આ મિલકતનો ઉપયોગ કરે છે અને જાણે કે પોતાની માલિકીની મિલકત હોય તેવી રીતે વર્તન કરે છે.

૧૭.   પણ અમો સદરહુ કુટુંબના સૈયદોનો વિસ્તાર વધવાથી તથા જુદે જુદે સ્થળે રહેતા હોવાથી અમોને દરગાહની આવકમાંથી દરેક માણસને દર સાલ અને વખતો વખત નીચે મુજબ લેવાની સમજુતી કર્યાથી નીચે મુજબ લઈએ છીએ અને મિલકતના વધારાનો ભાગ તથા ઉપર મુજબ મળતા હક્કોમાં જરૂરિયાત પ્રમાણે વધારો કરવાનો હક્ક સમસ્ત પંચનો છે.

૧.

દસાઉસ સુકરીત ઉર્ફે સુખડીના રૂપિયા ૩૦

૨.

સુખડીની વિદાયગીરીના રૂા.૨૦

૩.

ઘરડાના ફાતીયાના હકના રૂા.૪—૮—૦

૪.

બિસમિલ્લાના રૂા.૧૦

૫.

સાદીના હક્કના રૂા.૨૦

૬.

મોટી મૈયતના રૂા.૨૦

૭.

નાની મૈયતના રૂા.૧૦

૮.

ઓઢણા ચુડીઓના રૂા.૩

૯.

ધરો આઠમના રૂા. ૦—૪—૦

૧૦.

બે ઈદોના રોકડા તથા ચોખાના મળી રૂા. ૦—૧૨—૦

૧૧.

સુખડી ચુકવતી વખતે રોજાની વિદાયગીરીના રૂા.૨

૧૨.

સુવાવડના છલ્લાનો રૂપિયો એક તથા નાળીએર

૧૩.

બિસમિલ્લા દરગાહ ઉપર પડાવવામાં આવે તે વખતે રૂપિયા એક તથા નાળીએર

૧૪.

સાદીના વરઘોડાનો સલામના દરગાહનો રૂપિયો એક તથા નાળીએર

૧૫.

ઓરસના હક્કના રૂા.૩ તથા ધી શેર ત્રણ

૧૬.

બે હપ્તાના હક્કના ડાંગર મણ ૪, મગ મણ ૧. બાજરી મણ ૧. ઘી શેર ૯, દીવેલ શેર ૩॥। ચાંદતારાના રૂા.૪—૮—૦

૧૭.

સુબરાત તથા મહોરમના ચોખા શેર ૮

૧૮.

ગીલેફ નંગ ૧ કબરો ઉપરથી ઉતારેલા કીનખાબનો

૧૯.

કપડાના ગીલેફ યાને ચાદરો કબર ઉપરથી ઉતારેલી નંગ એક

૨૦.

હંમેશની રોજાની વિદાયગીરી. અમદાવાદનો રૂ.૧ અને નાળીએર કચ્છ જાય તો રૂા.૫ તથા નાળીએર કાઠીયાવાડ જાય તો રૂા.૩ તથા નાળીએર ધોલકે જાય તો રૂા.૨ તથા નાળીએર. મુંબઈ, સુરત તથા કોઈ પણ ઠેકાણે જાય તો રૂા.૪ તથા નાળીએર

૨૧.

મૈયતની ભાતીની ખીચડી મૈયતના દિવસે જેટલા માણસો હોય તેટલાની

૨૨.

કેરીઓ મણ એક

૨૩.

મોદીખાના કોટડી ઉપરથી સીધું જરૂર પડે તે વખતે ઘી, તેલ, લોટ, ચોખા, દાળ, ખાંડ, દૂધ વિગેરે.

૨૪.

રસોડાથી એક દિવસની અંતરે જમણ.

૨૫.

કાકા મુજાવર મુસાફરી જાય ત્યારે કચ્છ જાય તો રૂા.૫૦ સુરત જિલ્લામાં જાય તો રૂા.૨૦, કાઠીયાવાડ ભાવનગર જાય તો રૂા.૧૦ ધોળકે જાય તો રૂા.૧૦ ચરોતરમાં જાય તો રૂા.૧૦ કાનમમાં જાય તો રૂા.૨૦

૨૬.

દરગાહના કમ્પાઉન્ડમાં કોઈપણ મૈયતને દફન કરવામાં આવે તો તેના ભોંયવાડાના, રૂપિયા લેવાનો હક્ક

૨૭.

દરગાહ ઉપર જે કોઈ માનતાવાળા તોળાવવાની બાધા રાખી હોય ને તે જે પદાર્થે તોળાવ તે તે તોલાએલા પદાર્થ સૈયદોને લેવાનો હક્ક

૨૮.

માનતાવાળો દરગાહની ચારે બાજુ જે ચીજ લઈ પ્રદક્ષિણા કરે તે ચીજ લેવાનો હક્ક

૨૯.

દરગાહમાંથી ખાંડ ઘી તથા વાપરવા સારું પૈસા

૩૦.

સવારી માટે પીરાણાથી અમદાવાદ આવતા તથા જતા તથા લગન વખતે વાહન ઘોડા બળદગાડી વિગેરે જે હોય તે

૩૧.

મોહરમના તાજીયાનું ખર્ચ જે થાય તે લેવાનો હક્ક. વિગેરે વિગેરે હક્ક છતાં પ્રતિવાદી મારફત પંચ તરફથી આપવામાં આવે છે તે જાણે કે ધર્માદા આપતા હોય તેવી રીતે ચોપડામાં ધર્માદા લખીને આપે છે. આથી પ્રતિવાદી એવો પુરાવો ઉભો કરવા માગે છે કે જાણે કે તેઓ અમે વાદીઓના જલાલશાહી તથા નરશાહી સૈયદો તરફથી ન હતા પણ પોતે જ માલીક છે અને સૈયદોને કાંઈ હક્ક નથી. પરંતુ ધર્માદા તરીકે પ્રતિવાદીની મરજી અનુસાર મળે છે આથી વસ્તુસ્થિતિ બદલાઈ જાય છે અને અમો જલાલશાહી તથા નુરશાહી સૈયદોના વહીવટદાર એ માલીક બની જાય છે. ને અમારો હક્ક નષ્ટ થાય છે. તેને નુકસાન થાય નહીં તેથી આ દાવો લાવવાની જરૂર પડી છે.

 

૧૮.   વળી પરાપૂર્વથી કાકા સૈયદો તરફથી વહીવટદાર છે અને કાયદા પ્રમાણે વહીવટદારનો અમો હિસાબ જોવા હક્કદાર છીએ છતાં અમોને બાના કાઢી હિસાબ પ્રતિવાદી બતાવતો નથી, અમો સારી પેઠે માનીએ છીએ કે પ્રતિવાદીએ ગેર વ્યવસ્થા ઘણી કરી છે અને ઘણા અપકૃત્યો કર્યા છે. સ્વચ્છંદપણે પૈસા ઉડાવે છે અને જે ઉદ્દેશથી તે પૈસા એકઠા કરવામાં આવે છે તેને માટે ખર્ચવામાં આવતા નથી. પરંતુ સ્વભોગમાં પોતાની મરજીમાં આવે છે તે પ્રમાણે પૈસા ઉડાવે છે. તથા ગાદીના પૈસાથી મિલકતો ગાદીના નામની ન ખરીદ કરતાં પોતાના નામથી ખરીદ કરે છે. આ છુપાવવાની ખાતર ચોપડા બતાવવા પ્રતિવાદી આનાકાની કરે છે. અને જ્યાં સુધી ચોપડા અમો જોઈએ નહીં ત્યાં સુધી પુરેપુરી રીતે અમો કહી શકીએ નહીં કે કેટલી ગેરવ્યવસ્થા પ્રતિવાદીએ કરી છે. તેથી કરી આ દાવો લાવવાની જરૂર પડી છે. પ્રતિવાદીની કાંઈ ખાનગી મિલકત નથી અને હોઈ શકે પણ નહીં છતાં હોય તો અમારી દરગાહની માલીકીની જ છે.

૧૯.   પ્રતિવાદી અને અમારા વચ્ચે કેટલીક આ સંબંધી નોટીસો થઈ પરંતુ અમારો હક્ક ઈનકાર કરતા હોવાથી આ દાવો લાવીએ છીએ.

૨૦.   માટે દાદ માગીએ છીએ કે?

એ.      પ્રતિવાદી સૈયદો પંચ તરફથી એટલે અમો જલાલશાહી તથા નુરશાહી વંશના સાદાતોના પંચ તરફથી અમારા વડીલ હજરત ઈમામશાહની દરગાહની તમામ મિલકતના તથા આવકના વહીવટદાર કાકા મુજાવર તરીકે પ્રતિવાદીને નીમવામાં આવ્યો છે અને તે સમસ્ત અમો સૈયદોના પંચ તરફથી વહીવટ કરે છે. અને તે વહીવટ અમો વાદીઓને જોવા અખત્યાર છે અને વહીવટ શી રીતે ચલાવવો તથા આવકની શી વ્યવસ્થા કરાવી તે ઠરાવવા સૈયદોનું પંચ હકદાર છે. તથા વહીવટ નીતિસર અને દરગાહના ફાયદા માટે તથા અસલ હજરત ઈમામશાહ જે ઉદ્દેશના માટે આ સંસ્થા ઉભી કરી છે તેમાં પૈસા ન ખર્ચાય અને બીજી જગ્યાએ ખર્ચાય તે અટકાવવાને સૈયદોને હક્ક છે. ટુંકામાં સદરહુ દરગાહની મિલકતને તેની આવકની વ્યવસ્થા સૈયદોના હાથમાં છે અને પ્રતિવાદી તો ફક્ત વહીવટદાર છે અને સૈયદોના કહેવા પ્રમાણે પ્રતિવાદી બંધાયેલો છે અને તે ગાદીના અધિપતિ કે અધિકારી નથી અને તેઓને અમો સૈયદોના પંચ દુર કરી શકીએ છીએ. એવું ઠરાવો. તેનો આંક રૂા.૧૩૦નો બાંધ્યો છે.

બી.     પ્રતિવાદીનો વહીવટ જોઈ દાવા અરજીમાં બતાવ્યા પ્રમાણે જે ઉદ્દેશ માટે આ સંસ્થા ઉભી કરવામાં આવી છે તે ઉદ્દેશ વિરુદ્ધ પ્રતિવાદીએ પૈસા ખર્ચ્યા હોય તેવું માલુમ પડે તો તે પૈસા પાછા પ્રતિવાદી ભરી દે તે દાદનો આંક રૂા.૧૩૦નો બાંધ્યો છે.

સી.      દાવા અરજીના પેરેગ્રાફ ૧૭માં અમોએ જણાવ્યું છે તે પ્રમાણે સૈયદોને લેવાનો હક્ક છે. છતાં પ્રતિવાદી સારી રીતે આપતો નથી અને આપે છે તો તે ધર્માદા લખે છે. ને ભવિષ્યમાં વંશપરંપરાના હક્ક તરીકે સૈયદોને આપે જાય તેવો કાયમનો મનાઈ હુકમ પ્રતિવાદીને આપશો. તેનો આંક રૂા.૫નો બાંધ્યો છે.

ડી.      પ્રતિવાદી ગાદીનો અધિપતિ કે અધિકારી લખે નહી તેવો તેને કાયમનો મનાઈ હુકમ આપશો તેનો આંક રૂા.૫નો બાંધ્યો છે.

ઈ.       પ્રતિવાદીના નામ ઉપર જે મિલકત ચાલતી હોય તે હજરત ઈમામશાહ સુતનુરઅલી મહમદશાહની ગાદીની માલીકીની છે એવું ઠરાવી તેમના વહીવટદાર મુજાવર કાકા તરીકે પ્રતિવાદી હાલ કરે છે તેવું ઠરાવી તેનો વહીવટ મુજાવર કાકા તરીકે કરવા જાથુની તાકીદ આપશો તેનો આંક રૂા.૫નો બાંધ્યો છે.

એફ.    અત્યાર સુધી તમામ ચોપડા વહીવટ અમોને પ્રતિવાદી બતાવે તેવો હુકમ કરશો. તેનો આંક રૂા.૫નો બાંધ્યો છે.

જી.     આ પ્રતિવાદી ભવિષ્યમાં તમામ વહીવટ તથા હિસાબ જોતાં અમોને હરકત કરે કરાવે નહી તેનો તેમને મનાઈ હુકમ આપશો તે દાદ. માટે રૂા.૫નો આંક બાંધીએ છીએ.

એચ.    આ દાવાનું તમામ ખર્ચ પ્રતિવાદી પાસેથી અપાવશો.

આઈ.   નામદાર કોર્ટને બીજી યોગ્ય અને વ્યાજબી લાગે તે દાદ અપાવશો.

૨૧.   આ દાવાની અંદર તમામ જલાલશાહી તથા નુરશાહી સૈયદોનું હીત છે અને અમો પણ જલાલશાહી તથા નુરશાહી શાખામાંના સૈયદો છીએ અને જલાલશાહી તથા નુરશાહી સૈયદો પીરાણામાં કાનમમાં પેટલાદમાં તથા સુરતમાં તથા અમદાવાદમાં વિગેરે ઠેકાણે રહે છે અને તેમની સંખ્યા મોટી છે. તેથી બધાને વાદીમાં દાખલ કરવામાં ઘણી અડચણ પડે છે અને અમો વાદીઓ જલાલશાહી તથા નુરશાહી સૈયદોના તરફથી આ દાવો લાવીએ છીએ. માટે સીવીલ પ્રોસીજર કોડ ૧ રૂલ આઠ મુજબ બધા સૈયદો તરફથી દાવો લાવવાની પરવાનગી આપવા મહેરબાની કરશો અને દાવો ચલાવશો.

૨૨.   દાવાનું કારણ સને ૧૯૨૦—૨૧ની સાલમાં અથવા તે અરસામાં આ કોર્ટની હકુમતમાં પીરાણામાં ઉત્પન્ન થયું છે.

૨૩.   આ દાવાની કોર્ટ ફી જ્યુરીસડીક્શન તથા વકીલ ફી માટે એક જ આંક બાંધ્યો છે.

૨૪.   પક્ષકારો પૈકી કોઈ ખેડત નથી.

૨૫.   આ સાથે વકીલપત્ર તથા લીસ્ટ તથા બ્યાન રજુ કરીએ છીએ. આ દાવાને રૂા.૨૧—૮—૦નો સ્ટેમ્પ વાપર્યો છે.

          તા.૨૨ ઓક્ટોબર સને ૧૯૨૧.

(સહીઓ)

સૈયદ એહમદહુસેન મીયાંસાહેબ સઇ દા.પોતે

સૈયદ મીરસાહેબ જાફરઅલી સહી દા.પોતે

સૈયદ આબેદઅલી અલીમીયાં સહી દા.પોતે

સૈયદ મીરસાહેબ ડોસામીયાં સહી દા.પોતે

સૈયદ ગુલામહુસેન અસગરઅલી સહી દા.પોતે

સૈયદ અસરફઅલી કાસમઅલી સહી દા.પોતે

                                                                                     

(સહી) K. P. Mody

          અમો ઉપર કહેલા વાદીઓ ઈકરાર કરીએ છીએ કે ઉપર લખેલ મજકુર અમારા જાણવા પ્રમાણે ખરો છે. તા.૨૧—૧૦—૨૧ના રોજ આ ઈકરાર શહેર અમદાવાદમાં કર્યો.

(સહીઓ)

સૈયદ એહમદહુસેન મીયાંસાહેબ સઇ દા.પોતે

સૈયદ મીરસાહેબ જાફરઅલી સહી દા.પોતે

સૈયદ આબેદઅલી અલીમીયાં સઇ દા.પોતે

સૈયદ મીરસાહેબ ડોસામીયાં સઇ દા.પોતે

સૈયદ ગુલામહુસેન અસગરઅલી સહી દા.પોતે

સૈયદ અસરફઅલી કાસમઅલી સહી દા.પોતે

ખરી નકલ

M. C. M.

કલાર્ક

 

          ઉપલા દાવામાં તમામ હકીકત સ્પષ્ટ લખાઈ છે એટલે તે ઉપર ટીકા કરવા જેવું કંઈ છે જ નહીં, તો પણ અમારા કચ્છના સતપંથી કણબી ભાઈઓની જાણ માટે જણાવવાનું કે, સૈયદો કહે છે કે પ્રતિવાદી કાકા લખમણ કરમશી ધર્મ મુસલમાન પીરાણાનો, જાતના મોમના કણબી. હવે કચ્છી કણબી ભાઈઓને ખાતરી થવી જોઈએ કે આપણે લખમણ કાકાને ગુરૂ માનીએ છીએ તેમજ કેટલાક ધર્મ જનુનીયો સૈયદોને ગુરૂ કરે છે તેમને હવે તો ખાતરી થઈ હશે કે સૈયદો જ જ્યારે લખમણ કાકાને મુમના કણબી અને ધર્મ મુસલમાન ગણે છે. તો પછી લખમણ કાકો તમારી જ કણબીની નાતનો જો ધર્મ મુસલમાન અને જાતે મુમનો કણબી ઠરે તો પછી આપણા માટે શું કહેવાય? પીરાણાનો પાખંડી સતપંથ ધર્મ પાળવાથી હિન્દુપણું ટળે છે. મુમનાની ગણતરીમાં ખપીએ છીએ અને ધર્મે મુસલમાન ઠરીએ છીએ. આવું ચોખ્ખું વાંચ્યા પછી પણ જ્ઞાતિમાં અંધ થયેલા પીરાણા સતપંથીઓ સમજશે કે પોતે જે ધર્મ પાળે છે તે હિન્દુ ધર્મ નથી પણ ખાસ મુસલમાની ધર્મ છે. કાકાની નિમણુંક કરવાની બાબતમાં સા.૧૯૫૮માં ચૈત્ર વદી—૬ તા.૨૯—૪—૧૯૦૨ની સાલે કાકા લખમણ કરમશીએ સૈયદોને દસ્તાવેજ કરી આપ્યો છે અને તેમાં કાકે સહી કરી છે. તે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે સૈયદો તરફથી જ કાકો વહીવટ કરે છે. ત્યાર પછી સા.૧૯૭૧ના માગસર વદી—૧૨ {VSAK: 14-Dec-1914} ના રોજે રજીસ્ટર દસ્તાવેજ લક્ષ્મણ કાકાએ કરી આપ્યો છે અને જવાબદારી કબુલી છે. સૈયદો જણાવે છે કે લક્ષ્મણ કાકો પીરાણામાં વિરક્તપણે નહી રહેનારને રહેવા આપે છે. અને પોતે પણ વિરક્ત પણે વર્તતો નથી? આ કેવી ગંભીર બાબત છે? કાકાને આપણે બ્રહ્મચર્ય પાળે છે એમ માનીએ છીએ, ત્યારે સૈયદો કોર્ટમાં એકરાર કરે છે કે વિરક્તપણે કાકો વર્તતો નથી? ત્યારે કાકો શું ઘરબારી થઈને રહેતો હશે. સૈયદોના કહેવા પ્રમાણે તે વાત સાચી હોય તો તમે કચ્છના કણબીઓ સતપંથ પાળી રહ્યા છો અને તમારી ખરી કમાઈના પૈસામાંથી દશોંદ જે કાકા મારફતે પહોંચાડો છો તે કાકો કેવા ચારિત્રવાળો છે અને તે સંબંધે સૈયદો શું કહે છે તેના ઉપરથી વિચાર કરશો જ, એવી હું આશા રાખું છું. સૈયદોએ કાકા ઉપર કરેલા દાવામાં કલમ અઢારમીમાં જણાવે છે કેઃ—

          પરાપૂર્વથી કાકા સૈયદો તરફથી વહીવટદાર છે અને કાયદા પ્રમાણે વહીવટદારનો અમો હિસાબ જોવા હક્કદાર છીએ. છતાં અમોને બાનાં કાઢી હિસાબ પ્રતિવાદી બતાવતો નથી. અમે સારી પેઠે માનીએ છીએ કે પ્રતિવાદીએ ગેરવ્યવસ્થા ઘણી કરી છે અને ઘણાં અપકૃત્યો કર્યા છે. સ્વચ્છંદપણે પૈસા ઉડાવે છે અને જે ઉદ્દેશથી તે પૈસા એકઠા કરવામાં આવે છે તેને માટે ખર્ચવામાં આવતા નથી. પરંતુ સ્વભોગમાં પોતાની મરજીમાં આવે છે તે પ્રમાણે પૈસા ઉડાવે છે. તથા ગાદીના પૈસાથી મિલકતો ગાદીના નામથી ન ખરીદ કરતાં પોતાના નામથી ખરીદ કરે છે, આ છુપાવવાની ખાતર ચોપડા બતાવવા પ્રતિવાદી આનાકાની કરે છે.” આ પ્રમાણે સૈયદોએ દાવો કરેલો તે તમે વાંચ્યો.

          હવે લખમણ કાકાએ તેનો કોર્ટમાં કેવા પ્રકારે જવાબ વાળ્યો છે તે વાંચવાથી સ્પષ્ટ સમજાશે. એટલું જ નહીં પણ લખમણ કાકાએ કેવો જવાબ આપ્યો છે અને નાણાંની કેવી પાયમાલી કરી રહ્યા છે તે પણ તમને સાથે સાથે સમજાશે, વળી અધિકારી બની ગાદીપતિ થવાના લોભમાં કેવાં ફાંફાં મારી રહ્યા છે તે પણ સમજાશે. અમદાવાદની કોર્ટને આ દાવો સાંભળવાનો અખત્યાર નથી વિગેરે વિગેરે દાવાના જવાબમાં કહીને કાકા શ્રી લખમણ કરમશી નાણાની કેવી બરબાદી કરી રહ્યા છે એ તરફ હું વાચકોનું ધ્યાન ખેંચું છું.

 

કાકાશ્રી લખમણ કરમશીએ દાવાનો વાળેલો જવાબ નીચે પ્રમાણે.

અમદાવાદના મે. જો. સે. ક. સબ જજ સાહેબની કોર્ટમાં દિ.મુ.

નંબર ૧૪૫૨ સને ૧૯૨૧

સૈયદ એહમદહુસેન મીયાં સાહેબ વગેરે વાદી.

વિરુદ્ધ

કાકા લક્ષ્મણ કરમશી — પ્રતિવાદી

દાવો રૂા.૨૮૦—૦—૦ નો.

          અમો પ્રતિવાદી વાદીઓના દાવા વિરુદ્ધ હકીકત આપીએ છીએ કે,

૧.     વાદીઓનો દાવો ખોટો છે અને દાવા અરજીમાં લખેલી અમારા વિરુદ્ધની તમામ હકીકત ખોટી છે.

૨.     વાદીઓએ જેવા સ્વરૂપમાં દાવો કર્યો છે તેવા સ્વરૂપમાં તેઓનો દાવો ચાલી શકતો નથી.

૩.     વાદીઓના દાવાને સ્પેસીફીક રીલીફ એકટની કલમ ૪૨નો બાધ આવે છે તે કારણથી પણ વાદીઓનો દાવો ચાલી શકતો નથી.

૪.     દાવા વાલી મિલકતની કિંમત અને દાવાનો વિષય રૂા.૫૦૦૦ કરતાં ઘણા વધારે મિલકતનો હોવાથી આ દાવો સાંભળવાને આ કોર્ટને અધિકાર નથી.

૫.     વાદીઓ પોતાને તથા બીજા સૈયદોને દાવાવાળી મિલકતના માલીક હોવાનું બતાવે છે અને પ્રતિવાદીઓને પોતાના તરફથી વહીવટ કરવાને નીમવામાં આવેલાનું બતાવે છે, અને માલીક તરીકે પ્રતિવાદીને વહીવટમાંથી દુર કરવાને પોતાનો હક્ક હોવાનું બતાવે છે તો દાવાવાળી મિલકત જે લાખો રૂપિયાની ભારે કિંમતની મિલકત છે તે તમામ મિલકતની કિંમત પ્રમાણે દાવાનો આંક બાંધી યોગ્ય કોર્ટ ફી આપ્યા સિવાય વાદીઓનો દાવો ચાલી શકતો નથી.

૬.     દાવાવાળી મિલકત સાર્વજનિક ધર્માદા મિલકત છે અને સેવકો તરફથી જે ઉપજ આવે છે તે મધ્યેથી ધર્માદા મિલકતનો તથા સદાવ્રત હંમેશથી અપાય છે તેનો ખર્ચ આપવામાં આવે છે અને તે મિલકતમાં તમામ સેવકોનું હીત રહેલું છે. તેઓને પક્ષકાર કર્યા સિવાય અને સીવીલ પ્રોસીજર કોડની કલમ ૯૨ પ્રમાણે કલેક્ટર સાહેબની પરવાનગી લીધા સિવાય આ દાવો ચાલી શકતો નથી. તેથી પણ આ દાવો સાંભળવાને આ કોર્ટને અધિકાર નથી અને તે સંબંધનો દાવો ડીસ્ટ્રીક કોર્ટમાં કરવો જોઈએ.

૭.     વાદીઓ અમો પ્રા.ને દાવાવાળી મિલકતના વહીવટમાંથી દૂર કરી શકે છે એવું કરાવવાને જે દાવો કર્યો છે તેઓ ફક્ત દાવો કાયદેસર ચાલી શકતો નથી તેથી પણ વાદીઓનો આ દાવો રદ થવો જોઈએ.

૮.     (અમારી નોંધ : મુળ દસ્તાવેજમાં આ ક્રમ નથી.)

૯.     વાદીઓ અમો પ્રા.ને વહીવટમાંથી દૂર કરી શકે છે, એમ ઠરાવવાને અને તેની સાથેજ અમો વંશપરંપરાના હક્ક તરીકે જે આપતા આવ્યા છીએ તે પ્રમાણે અમો આપ્યા જઈએ, તેમજ અમો વહીવટ કરીએ તે મુજાવર કાકા તરીકે લખીને કરીએ, એવી એક એકથી ઉલટી દાદો માગી વાદીઓએ જે દાવો કર્યો છે તેવો દાવો ચાલી શકતો નથી.

૧૦.   વાદીઓ પોતે માલીક હોવાનું અને અમો તેઓના તરફથી વહીવટ કરીએ છીએ એવું કહે છે તેમ છતાં અમો તેઓને વહીવટના ચોપડા બતાવીએ એવો હુકમ કરવા માટે જે દાવો કર્યો છે, તે કાયદેસર ચાલી શકતો નથી.

૧૧.   દાવા અરજીની પહેલી અને બીજી કલમમાં લખેલી હકીકત વીસે અમો કાંઈ પણ જાણતા નહી હોવાથી તે હકીકત અમો કબુલ કરતા નથી અને વાદીઓ પોતાને હજરત સૈયદ કબીરુદીન તરફથી ઉતરી આવેલાનું બતાવે છે તે હકીકત અમો કબુલ કરતા નથી. વાલીઓને સતર દીકરા હતા અને હજરત ઈમામુદ્દીન સૌથી નાના તા એમ વાદીઓ લખે છે તો હજરત ઈમામુદ્દીનની મિલકત ઉપર તેઓનો કાંઈ પણ હક હોઈ શકે નહિ તે કારણથી પણ વાદીઓને માલીક હકથી દાવો કરવાનો કાંઈ પણ હક્ક નથી.

૧૨.   હજરત ઈમામશાહને દાવાવાળી દરગાહમાં દફન કરવામાં આવ્યા છે તે સિવાયની દાવા અરજીની ત્રીજી કલમમાં લખેલી હકીકત અમો કબુલ કરતા નથી.

૧૩.   દાવા અરજીની ચોથી કલમમાં હજરત ઈમામુદ્દીન સાહેબ પીર તરીકે ઓળખાતા એવું લખ્યું છે, તે સિવાયની બીજી હકીકત અમો કબુલ કરતા નથી.

૧૪.   દાવા અરજીના પાંચમાં પેરેગ્રાફમાં વાદીઓ લખે છે કે જે સેવકો જાહેર ધર્મ પાળે તે પરઘટી મોમીન કહેવાય છે. તે હકીકત ખોટી છે પણ તેઓને પરઘટી કહેવાય છે, એ સિવાયની મજકુર પેરીગ્રાફની હકીકત વીસે અમારે તકરાર નથી.

૧૫.   દાવા અરજીના છઠ્ઠા પેરેગ્રાફના સંબંધમાં જણાવવાનું કે ઈમામશાહે સેવકો કરેલા તેમાં કેટલાક પોતાની  પેદાશમાંથી દસમો હિસ્સો કહી દશોંદ આપે છે તેમજ તે સ્વસ્થાનમાં ભેટો પણ આપે છે પણ તે રકમ તથા ચીજો જાણે ઘણી મોટી હોય એ વાદીઓ બતાવવા માંગે છે તે હકીકત ખોટી છે, દસ છોકરામાંથી એક છોકરો સ્વસ્થાને અર્પણ કર્યા સંબંધમાં જણાવવાનું કે મારી જાણમાં એવો કોઈ પણ દાખલો બનેલો નથી.

૧૬.   દાવા અરજીના સાતમા પેરેગ્રાફમાં લખેલી હકીકત બરાબર નથી. પીર ઈમામુદ્દીન ગુજર્યા ત્યારે તેમને એક  દીકરા નામે હજરત નુરમહમદ હતા, તેઓ ગુજર્યા ત્યારે તેમને તેમના પિતાની બાજુમાં દફન કર્યા. તેથી બંનેની ભેગી કબર એક જગ્યામાં હોવાથી હજરત ઈમામશાહ સુતનર અલીના નામથી ઓળખાય છે. પરંતુ મરનાર ઈમામશાહે પોતાની સ્વસ્થાને વહીવટ કરવાને શાણા કાકાને સ્વતંત્ર અખત્યાર સોંપેલો તેથી તેનો સ્વતંત્ર રીતે વહીવટ કરતા હતા અને તેજ પ્રમાણે અમો વહીવટ કરીએ છીએ, વાદીઓ લખે છે કે ઈમામશાહની તમામ મિલકતના માલીક હજરત નુરમહમદ થયા તે વાત ખોટી છે અને તે અમો કબુલ કરતા નથી. ઈમામશાહની કાંઈ પણ મિલકત નહોતી અને જે મિલકત હતી અને તે સ્વસ્થાનના સેવકો તરફથી જે આવક આવે છે તેથી થયેલી છે.

૧૭.   દાવા અરજીની આઠમી કલમમાં લખેલી હકીકત ખરી નથી અને તે અમો કબુલ કરતા નથી.

૧૮.   દાવા અરજીની નવમી કલમમાં લખેલી હકીકત અમો કબુલ કરતા નથી. કાકા સ્વતંત્રપણે વહીવટ કરે છે અને કાકાનો ઈલ્કાબ ચાલતા આવેલા રીવાજ પ્રમાણે સાણા કાકાને જે પ્રમાણે મળેલો તે પ્રમાણે ગાદીના અધિકારીની રૂએ લખે છે અને તેઓ સેવકોના ગુરૂ તરીકે મનાય છે અને તે વિરુદ્ધ વાદીઓ જે લખે છે તે હકીકત દ્વેષ બુદ્ધિથી પોતાના હીત માટે ખોટી લખી છે. સંવત ૧૯૧૪ {Year: 1857-58} નો જે દસ્તાવેજ તેઓ બતાવે છે તે ખોટો અને બનાવટી છે. તે હકીકત દસ્તાવેજ જોવાથી સાફ માલુમ પડી આવે છે અને તા.૨૪૧૮૬૦ નો જે દસ્તાવેજ બતાવે છે તે વખતે કાકા નથુ ગાદીપતિ તરીકે નહોતા અને દસ્તાવેજ વાંચવાથી જણાય છે કે ફક્ત સૈયદોને હાથમાં લેવા માટે મજકુર લખાણ કરી આપેલું હોય એમ દેખાય છે અને તેનું ખરાપણું અમો કબુલ કરતા નથી અને જો તે ખરે પ્રકારે થયેલો સાબીત થાય તો પણ અધિકાર બહારનો હોવાથી તે કોઈ પણ રીતે બંધન કર્તા નથી અને તે રદ બાતલ છે.

૧૯.   દાવા અરજીના દસમા પેરેગ્રાફમાં બાબતમાં જણાવવાનું કે અમો ઉપર પ્રમાણે અધિકારવાળા ગાદીવાળા કાકા છીએ અને વાદીઓ પીરાણા વગેરે ગામના સૈયદો છે.

૨૦.   દાવા અરજીના અગીયારમાં પેરેગ્રાફમાં લખેલી હકીકત ખોટી છે. હરકોઈ ગાદીવાળા કાકા ગુજરી જાય ત્યારે, ત્યારબાદ સેવકો તરફથી ગાદીવાળા કાકાની નવી નિમણુંક કરવામાં આવે છે.

૨૧.   દાવા અરજીના બારમાં પેરેગ્રાફમાં લખેલી હકીકત ખોટી છે અને અમો પ્રતિવાદીની નિમણુંક માટે ગામો ગામના આશરે આઠથી દસ હજાર સેવકો ભેગા થયેલા અને તેઓએ ગાદી ઉપર અમારી નિમણુંક કરી અને તે વખતે રામજી કાકા સાથે અમારે તકરાર હોવાથી રામજી કાકાએ અમારા ડેપ્યુટી અને કારભારી તરીકે શું શું થયું કરવું તે નક્કી કરવાનું હતું તે ઉપરથી કેટલાક સૈયદો તે બાબતનું મજકુર લખાણ છે એમ કહી એક છેલ્લા કાગળ ઉપર મારી સહી કરાવી પણ જ્યારે મજકુર લખાણ એક સ્ટેમ્પના કાગળ ઉપરના લખાણને અનુસંધાને છે એમ મારા જોવામાં આવ્યું એટલે તુરત જ મેં મારી મજકુર સહી ચેકી નાખી, વાદીઓ મજકુર કહેવાતો અસલ દસ્તાવેજ હજુ સુધી રજુ પણ કરતા નથી એટલે તે દસ્તાવેજ રજુ થશે તો તે વિશે બધો ખુલાસો આપવાનો અમારો હક્ક કાયમ રાખીએ છીએ. વળી મજકુર પેરેગ્રાફમાં સંવત ૧૯૭૧ {Year: 1914-15} ના દસ્તાવેજ બાબત લખ્યું છે તે દસ્તાવેજ વખતે પણ અમોને રામજી કાકા સાથે તકરાર કરાવી તેઓને કાઢી મુક્યા, માટે એ દસ્તાવેજ તેઓને મદદ માટે અધિકાર આપવા માટે તે છે એમ કહી તેના ઉપર અમારી સહી લીધેલી તે કારણથી તે દસ્તાવેજ પણ નિરર્થક અને રદબાતલ છે અને તે સંબંધમાં અમોએ સંવત ૧૯૧૫ {Year: 1858-59} નો જે કાગળ સૈયદોના વકીલને લખેલો છે. તેમાં પણ અમે સ્પષ્ટ રીતે જણાવી ચુક્યા છીએ.

૨૨.   દાવા અરજીના તેરમાં પેરેગ્રાફમાં લખેલી હકીકત ખોટી છે. સૈયદોને જે જે ધર્માદા આપવામાં આવે છે તે સંબંધમાં તેઓની સહીઓ લેવાતી તે ઉપર સંવત ૧૯૬૮ {Year: 1911-12} માં કેટલાક સૈયદોએ અમોને એમ જણાવ્યું કે તેઓને જે જે હક્કો આપવામાં આવે છે તે બાબતનું લખાણ અમોએ તેઓને કરી આપવું એમ કહી એક કાગળ ઉપર લખાણ કરાવી વાદી તેના ઉપર મારી સહી માગવામાં આવી તે ઉપરથી મેં તે કાગળ વાંચ્યા વગર તેના ઉપર સહી કરી અને તે સંબંધી જ્યારે સને ૧૯૧૫માં કેટલાક સૈયદો તરફથી એક કાગળ આવ્યો, ત્યારે મને તેઓના મજકુર દગાની ખબર પડી એટલે તુરત જ અમોએ સને ૧૯૧૫ના જુલાઈ માસમાં અમારા કાગળમાં મજકુર હકીકત તેઓને જણાવી છે. મજકુર લખાણ પછીની તારીખોએ સૈયદોએ અમોને દસ્તાવેજ કરી આપ્યા છે, તેમાં અમોને અધિકારી લખીને દસ્તાવેજો કરી આપેલા છે, તે ઉપરથી પણ મજકુર લખાણ સંબંધીનું કપટ સાફ રીતે જણાઈ આવે છે, વળી અમો જુના રીવાજ પ્રમાણે હંમેશથી વર્તીએ છીએ, તે વિરોધ વાદીઓ જે લખે છે તે તદ્દન ખોટું છે.

૨૩.   દાવા અરજીના કલમ ચૌદમાં લખેલી હકીકત બરાબર નથી. આ કામના વાદીના જ તથા તેનામાએ જે ધર્માદા અપાતું હતું તે કેટલા કારણસર તેને આપવામાં બંધ કરવામાં આવેલું તે ઉપરથી, તેઓએ દાવા કરેલા અને તે કામમાં અમોએ અમારા જવાબો રજુ કરેલા ત્યાર બાદ જે કારણસર તેઓને મળતી ધર્માદા રકમ બંધ કરવામાં આવે તે કારણ દૂર થવાથી તે ધર્માદા તેને આપવાનું નક્કી થયેલું, તે આપવાનું હતું તેમ છતાં એક તરફી કામ ચલાવી તેઓએ જે જજમેન્ટ લખ્યા છે તેમાં લખેલી અમારા વિરુદ્ધની કોઈ પણ હકીકત અમોને બંધન કરતા નથી.

૨૪.   દાવા અરજીના પંદરમાં પેરેગ્રાફમાં અમોએ શરતોનો ભંગ કર્યો એમ વાદીઓ લખે તે ખોટું વાદીઓને અમારી પાસેથી કાંઈ પણ શરતો કરાવી લેવાનો હક્ક નથી. ભગવું આપવા બાબતની તકરારો વિશે તેઓ લખે તે ભગવું આપવાનો હક્ક અમારો છે અને વાદીઓને કાંઈ પણ હક્ક નથી અને જેને ભગવું અમો આપીએ તે અમારો ચેલો થતો હોવાથી ગુરૂ તરીકે અમારું નામ તેના બાપની જગ્યાએ લખે છે, તે ઉપરથી તે સંબંધમાં વાદીઓ જે લખે છે તે તદ્દન ખોટું છે એમ સ્પષ્ટ જણાશે. વળી અમો સૈયદો તરફથી વહીવટદાર છીએ એવું તેઓ લખે છે તે વગેરે તમામ હકીકત બિનપાયાદાર છે.

૨૫.   દાવા અરજીની સોળમી કલમમાં લખેલી હકીકત તદ્દન ખોટી ને બિનપાયેદાર છે.

૨૬.   દાવા અરજીના સત્તરમાં પેરેગ્રાફમાં લખેલી હકીકત તદ્દન ખોટી છે. સૈયદોને સંસ્થામાં આવતી સેવકો તરફથી ધર્માદા ઉપજમાંથી ધર્માદા તરીકે અપાય છે, પણ તેઓને હક્ક તરીકે મળે છે એમ વાદીઓ લખે છે, અને તેમાં વધારો કરવાને તેઓને હક્ક છે એમ જણાવે છે તે હકીકત તદ્દન ખોટી છે. મજકુર ધર્માદા આવક મધ્યેથી સદાવ્રત વગેરેનો મોટો ખર્ચો અમો કરીએ છીએ અને સૈયદોને પણ ધર્માદા તરીકે કેટલુંક અપાય છે અને રકમો સેવકોની સંમતિ અપાય છે અને તેમાં વધારો ઘટાડો કરવાનો હક્ક સેવકોનો તથા અમો ગાદીવાળાનો છે અને મજકુર પેરેગ્રાફમાં તેમના હક્કો કહી જે હક્કોની વિગત આપે છે તે ખોટી છે અને તેઓને જે ધર્માદા તરીકે અપાય છે અને તેમાં પ્રતિવાદી પોતાની મુનસફીથી કોઈ કોઈ વખતે ફેરફાર કરે છે.

૨૭.   દાવા અરજીના અઢારમાં પેરેગ્રાફમાં લખેલી હકીકત તદ્દન ખોટી છે. મજકુર સ્વસ્થાનની મિલકત ઉપર આ વાદીઓનો કાંઈ પણ હક્ક નથી અને તેનો હિસાબ જોવાને પણ તેઓ કોઈપણ રીતે હક્કદાર નથી અને હજુ સુધી કોઈપણ વખતે એ હિસાબ જોવા માગ્યો નથી તે ઉપરથી પણ સાફ જણાશે કે તેઓ મજકુર દાવો તદ્દન ખોટો અને બિનપાયાદાર છે.

૨૮.   દાવા અરજીની ઓગણીસમી કલમ સંબંધમાં અમો જણાવીએ છીએ કે સૈયદોએ વારંવાર તેઓને કાંઈ પણ હક્ક નહી હોવા છતાં ખોટી નોટીસો આપેલી અને બને તેમ દબાણ કરી રૂપિયા કઢાવવાની કોશીશો કરી હતી, તેનો અમોએ વ્યાજબી અને ઘટતો જવાબ આપવાથી તેઓ કાંઈ પણ કરી શક્યા નહિ અને હાલમાં પણ તેવી જ રીતે અમારા ઉપર દબાણ કરવાને આ ખોટો દાવો કર્યો છે અને તેવા જ પ્રકારનો બીજો એક દાવો સને ૧૯૭૭ની સાલમાં કેટલાક સૈયદોએ કરેલો અને તેઓએ પાછો ખેંચી લીધેલો.

૨૯.   દાવા અરજીના વીસમાં પેરેગ્રાફમાં બતાવેલી કોઈ પણ દાદ મેળવવાને વાદીઓ હક્કદાર નથી.

૩૦.   વાદીઓએ અમોને જાણીબુઝીને ખરાબ લગાડવાના હેતુથી અમો લેવા પાટીદાર હોવા છતાં, અમોને ધર્મે મુસલમાન હોવાનું જણાવ્યું છે અને જાતના મોમના એવું ખોટું લખાણ કર્યું છે અને અમો ગાદીપતિ કાકા હોવા છતાં અમોને ખોટી રીતે ઈરાદાપૂર્વક મુજાવર લખ્યા છે.

૩૧.   આ જવાબમાં જે જે હકીકતોનો ઈકરાર કર્યો છે, તે સિવાયની દાવા અરજીની બીજી કોઈપણ હકીકતનું ખરાપણું અમો કબુલ કરતા નથી. વાદીઓનો દાવો ખોટો છે અને તે દાવો લાવવાને તેઓને કાંઈ પણ હક્ક નથી અને તેઓનો દાવો આ કોર્ટમાં ચાલી શકતો નથી, એ વગેરે ઉપર બતાવેલા કારણો ધ્યાનમાં લઈ વાદીનો દાવો ખર્ચ સાથે રદ કરશો.

 

તા.૨૪ માર્ચ સને ૧૯૨૨

વકીલ મી.હોસંગજી બરજોરજી.

 

          આ પ્રમાણે કાકા શ્રી લખમણ કરમશી તરફથી દાવાનો જવાબ આપવામાં આવ્યો છે. તે આપણે વાંચી ગયા. આ દાવાથી કચ્છના કણબી સતપંથીઓમાં પણ ભારે હોહાકાર ચાલી રહ્યો છે. ગયા ફાગણ ચૈત્ર મહિનામાં કચ્છથી સંઘ કાઢી પીરાણે જાત્રા કરવા કણબીઓ આવેલા. તેથી અગાઉ પીરાણાની ગાદી લખમણ કાકો ભેસ્તમાં પહોંચી જાય ત્યાર પછીના ઉમેદવાર નથુકાકાએ કચ્છના કેટલાક કણબી આગેવાનોને સૈયદો અને કાકા વચ્ચેની તકરારનો નિવેડો લાવવા સમજાવેલા તેમજ સૈયદ તરફથી પણ કચ્છના કણબીઓને પતાવટ કરવા સમજાવવામાં આવેલું, જે ઉપરથી પીરાણે સંઘ જાત્રા કરવા ગયેલો તે સાથે સાથે ખોંભડીના કણબી અરજણ ડાયા તથા નાગવીરીના કણબી અરજણ માવજી તથા વિથોણના કણબી શીવદાસ—હીરજી તથા સાંયરાના કણબી ખીમા — જીવા તથા મંગવાણાના પટેલ હીરજી ખીમા વિગેરે પણ ગયેલા. આ પાંચે આસામી એવા પહોંચેલા છે કે સૈયદો તેમજ લક્ષ્મણ કાકાને ઘસીને પી જાય તો પણ સૈયદો તથા કાકાને ગમ પડે નહિ, તો પણ જે આસામી તરફથી વધુ લાભ મળે તેના તરફ ઉતરી શકે એવા પ્રમાણિક માણસોને આ કામ કેતા સૈયદો અને કાકા વચ્ચે અમદાવાદની કોર્ટમાં હક્કની જે તકરાર ચાલે છે તેનો ફેંસલો કરવા સોંપેલું. સૈયદોએ તો માનેલું કે આ પાંચે આસામી સૈયદોનો જ પક્ષ કરશે અને તે સૈયદો તો સુકા ખાકી બંગાલી એમાં એમનું વળે તેમ નહોતું. કાકો તો માલદાર કહેવાય છેવટે રેશમી કોરની પાઘડી પણ બંધાવે. એટલું જ નહી પણ કાકાનો ખાસ સલાહકાર એ.જી.પંડિતની બુદ્ધિએ જ બધું કામ થનારું. આ કણબીઓને તો મતું જ મારી દેવાનું હતું. ન્યાય કે ઈન્સાફની સાથે આ પાંચે પ્રમાણિક ભાઈઓને બારમો ચંદ્રમાં હોવાથી, ન્યાય કે ઈન્સાફની જાજી પર્વા નહોતી. પરંતુ આવડો મોટો કેસ તેનો ફેંસલો કરવાનો લાભ મળ્યો છે એ ઘણું છે એમ માનેલું. સૈયદો તથા કાકાની અનુમતિથી કણબી પંચોએ ફેંસલો આપેલો. અને તે ફેંસલાની નકલ કોર્ટમાં રજુ કરી કણબી પંચોએ કચ્છ તરફ પ્રયાણ કર્યું.

          કાકા લખમણ કરમસી અને સૈયદો તરફથી નીમાયેલ પંચ કણબી અરજણ ડાયા ગામ ખોંભડીવાળા તથા નાગવીરીના કણબી અરજણ માવજી તથા વિથોણના કણબી શીવદાસ હીરજી તથા સાંયરાના પટેલ ખીમા જીવા તથા મંગવાણાના પટેલ હીરજી ખીમાએ અમદાવાદ કોર્ટમાં સૈયદો તથા લખમણ કાકા વચ્ચે ચાલતી હક્કની તકરારનો જે ફેંસલો આપ્યો છે તે નીચે પ્રમાણે છે.

 

આં.૭૩. લવાદનો એવાર્ડ.

દા.તા.૧૨—૪—૨૩

C. P. P.

એ.જો.સબ જજ

અમદાવાદના મે.એ.જો.સે.ક. સબ જજ સાહેબની કોર્ટમાં મુ.નંબર ૧૪૫૨

સને ૧૯૨૧

વાદી. સૈયદ એહમદ હુસેન મીયાં સાહેબ વિગેરે.

વિરુદ્ધ

પ્રતિવાદી કાકા લક્ષ્મણ કરમશી.

દાવો રૂા.

          આ કામમાં અમો નીચે સહીઓ કરનારાઓને આ કામમાં લવાદો નામદાર કોર્ટે નીમેલા છે. તેથી સદરહુ કામમાં અમો અમારે નીચે મુજબ ઠરાવ કરીએ છીએ.

૧.     દાવાવાળી હજરત પીર ઈમામશાહ સુદ નુરઅલી મમદશાહ બાવાના નામની સંસ્થાનો વહીવટ ઘણો હોવાથી ગાદીવાળા કાકાને તે વહીવટ સ્વતંત્ર રીતે કર્યા સિવાય ચાલે નહિ, તેથી તેમને સદરહુ સંસ્થાનું તમામ વહીવટ કરવા પ્રથમથી ધર્મીઓના પંચ તથા સાદાતોના પંચ મળી અખત્યાર સોંપ્યો છે અને તેવો રીવાજ છે.

૨.     સાદાતોના જે જે હક્કો આપવામાં આવે છે તે સદરહુ જગ્યાના ધર્મીઓની આવતી ધર્માદા પેદાશમાંથી અપાય છે. તે ચોપડે લેખિતવાર હોય તે ગાદીવાળાએ આપવું.

૩.     ગાદીવાળા કાકાએ પોતાની ખાનગી મિલકત હોય તેવી રીતે કોઈ મિલકત રાખવી નહિ. અને હોય અથવા થાય તો તે ગાદીની છે એમ ગણવી.

૪.     ગાદીવાળા કાકાએ કોઈ પણ જાતનો ખાનગી ધંધો કે વહેપાર કરવો નહિ. અને કોઈ પણ ખાનગી ધંધો કે વહેપાર કરતાં માલુમ પડે તો બંને પંચોએ અટકાવવાનો અખત્યાર છે.

૫.     હાલ ગાદીવાળા કાકાએ એકંદર રીતે તપાસ કરતાં સંસ્થાનું કાંઈ પણ હીત બગાડ્યું માલુમ પડતું નથી. હવેથી સંસ્થાનું કાંઈ પણ જોખમકારક કામ કરતાં પહેલાં સેવકોના પંચે સાદાતોના પંચની સલાહ લઈ સુચના કરવી.

૬.     સદાવ્રતોના પંચના આગેવાનોએ ગાદીવાળા કાકાની તથા સંસ્થાના સાધુની આબરૂ જાળવવી અને માન મરતબાથી વર્તવું. તેવી સદાવ્રતોને સુચના કરવી. જે સાદાત સંસ્થાના ઉપર બતાવેલા સખ્શોનો માન મરતબો નહિ જાળવે તો અપાતા હક્કોમાંથી ગુનોહ ગાદીવાળાના કહેવાથી બે પંચો મળી ગુનો લેવાનો અધિકાર છે.

૭.     આ સંસ્થાના સાધુ તથા ગાદીવાળા સેવકો હિન્દુઓ છે અને આ ધર્મ સતપંથ હિન્દુધર્મ છે. માટે સાદાતોએ કોઈને લાગણી દુખાવવી નહિ.

 

          આ દાવા સંબંધીની બીજી તકરારો રદ કરવામાં આવે છે. એજ. સંવત ૧૯૭૯ના ચૈત્ર વદી—૧૨ ગુરુવારના {VSAK: 12-Apr-1923}

          (સહી) મુખી અરજણ ડાહ્યાની સહી. દા.પોતે

          (સહી) પા.હીરજી ખીમજીની સહી દા.પોતે

          (સહી) અરજણ માવજીની સહી દા.પટેલ હીરજી ખીમજી ધણીના કહેવાથી અંગુઠાનું નિશાન.

          (સહી) શિવદાસ હીરજી સહી દા.ખીમજી ઉકેડા ધણીના કહેવાથી અંગુઠો

          (સહી) પટેલ ખીમજી જીવરાજની સહી.

દા.નારણભાઈ છગનભાઈ ધણીના કહેવાથી સહી કરી છે

ને ડાબા હાથનું નિશાન કરાવ્યું છે.

(અંગુઠાનું નિશાન છે)

Award produce by the Punch to day that is on 12th April 1923, To be kept on the record.

12th April 1923

Sd/ C. P. Parekh

2nd Joint Sub Judge.

 

          આ પ્રમાણે ફેંસલો આપી અમદાવાદ કોર્ટમાં રજુ કરી કણબી પંચો કચ્છ તરફ રવાના થઈ ગયા. ત્યારબાદ પાછળથી સાંભળવા પ્રમાણે જે ફેંસલો કણબી પંચોએ આપેલો તે સૈયદોને વંચાવેલ નહીં હોવાથી અને તે એક તરફી કાકા લખમણ કરમસીના લાભમાં કરેલો હોવાથી સૈયદોએ વાંધો ઉઠાવ્યો, જેના પરિણામે અમદાવાદ કોર્ટે કચ્છના કણબી પટેલીયાને રૂબરૂ ન બોલાવી શકવાથી કમિશન મારફતે કચ્છથી તેઓની ફરી જુબાની લેવા ઠરાવેલું. જે ઉપરથી લખમણ કાકો પોતાના સ્ટાફના માણસોને લઈ તેમજ સૈયદો તરફથી સૈયદ પુંજામીયાં, હુસેનમીયાં તથા ગુલામઅલી વિગેરે કચ્છમાં ગયા. શ્રાવણ માસના ગયેલા અને ત્યાં નખત્રાણા કોર્ટમાં પાંચ સાક્ષીઓની જુબાની થઈ. જે નીચે પ્રમાણે જણાવવામાં આવી છે. તે સંબંધે વાંચનારાઓના ધ્યાનમાં આવે એવા હેતુથી નીચે પ્રમાણે છે.

 

વાદીનો સાક્ષી             શ્રી નખત્રાણા કોર્ટ                 કમિશન

શ્રાવણ વદી—૧૦ બુધ સં.૧૯૮૦ {VSA: 05-Sep-1923}

 

ધર્મની પ્રતિજ્ઞાથી ખરું લખાવીશ.

          મારું નામ અરજણ બાપનું નામ ડાયા જાતે કણબી ઉંમર વર્ષ ૬૦ આશરેની, ધંધો ખેડનો રહેવાસી ખોંભડીનો.

          મુખ્ય ઈમામશાહ સુતનરઅલી માહમદશાહનો બતાવેલો સતપંથ ધર્મ પાળું છું અને તે ધર્મનો હું મુખી છું. મુખીનો ધર્મ શું શું છે તે જાણું છું. ઈમામશાહનું જીવનચરિત્ર હું જાણતો નથી. પીરાણે ફાગણ કે ચૈત્રમાં આવેલ હતો, સાદાત અમને તેડવા આવેલ હતા. બે ત્રણ વખત આવેલા હતા, તે પરથી એક વખત અમે ભેગા થઈને ગયા હતા જાતે આવેલ હતા. નામ મને યાદ નથી. કોણ કોણ તેડવા આવેલ. પીરાણે જઈને બને ધણીને બોલાવેલા અને પૂછ્યું કે અમને શું કરવા બોલાવ્યા ત્યારે તેમણે કહ્યું કે અમારે ને કાકાને ખટપટ છે. તેથી તેની સમાધાની કરવાને તેડાવ્યા છે. પછી અમે કહ્યું કે અમને પંચનામું લખી આપો. પંચ કેવી રીતે નીમાયા અને ફેંસલો કેવી રીતે કરવાનો તે મોઢે યાદ નથી. પંચ સાદાત સાહેબો અને કાકાએ નીમેલા હતા. પંચ નીમાઈને વહીવટ જોઈને જે પ્રમાણે અમને મગજમાં આવ્યું તે પ્રમાણે ફેંસલો કરી આપ્યો. ફેંસલો તે દી.મુ.નાં ૧૪૫૨નો કરવાને સોંપેલ હતો તે દાવો સૈયદોએ શી બાબતનો કરેલો તે હું જાણતો નથી. એ દાવામાં વાદી કોણ છે તે હું જાણતો નથી. ફરી કહું છું કે વાદી સાદાત છે. એ દાવાના મુદ્દા શું નીકળ્યા તે જાણતો નથી. તેમ વાંચ્યા નથી. દાવા અરજીની દરેક તકરારનો ફેંસલો કરી તકરાર ન થાય તેમ સમજી આપેલ છે. તેમાં સહીયો અમે ગણી નથી. કરી તેમાં ફેંસલો આપ્યો છે કે કેમ તે હું જાણતો નથી. પણ ફરી તકરાર તેઓ વચ્ચે ન થાય એમ સમજી ફેંસલો આપેલ છે. બાકી જાણતો નથી. પ્રતિવાદી અને હું એક જ નાતના છીએ. લક્ષ્મણ કાકાની નુખની મને ખબર નથી. હું ચવાણનુખ છું. લખમણ કાકા મારો કંઈ સંબંધી નથી. ગાદીપતિ છે. જેથી નમવાનું છે. લખમણ કાકો પીરાણાની ગાદીનો મુજાવર હોવાનું હું સમજતો નથી. પીરાણે અમે જઈએ છીએ અને ત્યાં રહીએ છીએ, તેટલા દિવસ બરદાસ ચાકરી કાકા કરે છે. ને તે જગ્યાના પૈસાથી થાય છે કે કેમ તે હું જાણતો નથી. અમે પૈસા પીરાણે મોકલીએ છીએ તેટલું જાણીએ છીએ. ત્યાં વહીવટ શી રીતે થાય છે તે તેઓને ખબર. કાકા જે મુખત્યાર ગાદી પર બેસે છે તેને શાસ્ત્ર વાંચવા બોધ કરવો અને સાદાત લોકોના હક્ક આપવાનું તથા સદાવ્રત ચલાવવાનું કામ કરે છે. ગાદીવાળા કાકાએ કોઈ પણ જાતનો ખાનગી ધંધો કે વેપાર કરવો નહીં અને કોઈ પણ ખાનગી કરતાં માલુમ પડે તો એ બે પંચોએ અટકાવવાનો અખત્યાર છે. એવું અમે પંચના ફેંસલામાં લખ્યું છે. કાકાએ કંઈ પણ મિલકતની ગેરવ્યવસ્થા કરી નથી. એમ અમે પંચના ફેંસલામાં લખ્યું છે. તે વાતચીત કંઈ સમજીને તથા અમને જે મનમાં અનુભવ્યું તે ઉપરથી લખ્યું છે જે ચોપડા તથા સ્થાનથી વાદી તથા પ્રતિવાદી સાથે એ બાબતમાં અમે પુછી સમજેલ વાતચીત થઈ હતી. પ્રતિવાદી પાસેથી અમે એ સંબંધમાં આધાર માગવાની મને ખબર નથી. સાદાતોને જગ્યામાંથી શું શું હક્કો મળે છે તે હું જાણતો નથી. ધર્મીઓના પંચ આ દાવામાં પક્ષકાર છે કે કેમ તે પક્ષકાર એટલું શું તે હું જાણતો નથી. દાવાવાળી હજરત ઈમામશાહ સુતનરઅલી મહમદશાહ બાવાના નામની સંસ્થાનો વહીવટ ઘણો હોવાથી ગાદીવાળા કાકાને વહીવટ સ્વતંત્ર રીતે કર્યા સિવાય ચાલે નહીં તેથી તેમને સંસ્થાનો તમામ વહીવટ કરવા પ્રથમથી ધર્મીઓના પંચ તથા સાદાતોના પંચ મળી અખત્યાર આપેલ છે. એવું પંચના ફેંસલામાં લખાણું હશે ઘણા વખતની વાત છે. તેથી યાદ નથી. ધર્મીઓના પંચનો હક્ક નથી. સંભાળવાનો હક્ક છે. એવો લખાણ પુરાવો હશે તો મારા પાસે એકલા પાસે નથી. ઠામ ઠેકાણે હશે. પંચ તરીકે અમે જે ઠરાવ લખ્યો છે, તેમાં વાદીઓ કરનાર તમામ હાજર હતા. અહમદ હુસેનમીયાંને ઓળખતો નથી. અબદેઅલી અલીમીયાંને ઓળખતો નથી. હું કોઈ સૈયદના નામ જાણતો નથી. વાદી પૈકી ક્યા સૈયદને વાત પુછેલી તે નામ જાણતો નથી. પંચમાં અમે છ જણા હતા તે છએ જણાએ સૈયદ વાળાઓને હારે બેસાડી પૂછેલું હતું, હું તેના નામ જાણતો નથી. વાદી સૈયદોના કોઈ મારફત અમે પંચ હતા એટલે તેનો ખુલાસો કરી કોર્ટને સોંપ્યો. અમે પક્ષકારોને તેના ખબર નોટીસથી આપેલા નથી. બંને પક્ષકારો તરફથી કંઈ લખી હકીકત લીધી નથી. પ્રતિવાદીએ શું શું મિલકત વેચી છે તે હું જાણતો નથી. પીરાણાનો ધર્મ હિન્દુ ધર્મ છે. એમ મેં લખાવ્યું છે તે હિન્દુ ધર્મ છે એમ સમજીને અમે લખાવ્યું છે. દાવા અરજીમાં હિન્દુ અને મુસલમાન ધર્મ સંબંધી માગણી છે કે કેમ તે મને ખબર નથી. પ્રતિવાદીના જવાબમાં એવું લખાયેલની મને ખબર નથી. અમને જણાયું તે તે લખાવ્યું છે. અમે હિન્દુ છીએ તે જાણીએ છીએ તેથી હિન્દુ ધર્મ છે એમ સમજીએ છીએ. ઈમામશાહ જે ધર્મ પાળતા તે ધર્મ અમને બતાવ્યો છે. ઈમામશાહનો ધર્મ હિન્દુ હતો કે મુસલમાની તે આગલી વાતની મને ખબર નથી. ઈમામશાહ ક્યાંના હતા તે હું જાણતો નથી તેમ કોણ હતા તે હું જાણતો નથી. સૈયદ હતા કે કેમ તે હું જાણતો નથી. નરઅલી માહમદશાહ ઈમામશાહના દીકરાના લગ્ન અમદાવાદના મહમદ બેગડાની દીકરી બુજરગ બેગમ સાથે થયા હતા કે કેમ તે હું જાણતો નથી. ઈમામશાના લગ્ન સૈયદ મહમદ યુધાહીસાની દીકરી વેરે થયા હતા કે કેમ તે હું જાણતો નથી. કબીરુદ્દીનના કેટલા દીકરા હતા તે હું જાણતો નથી.

          ઉલટ. સતપંથ ધર્મ પંથ છે. તે અમે હિન્દુ માનીએ છીએ હું ખોભંડીનો મુખી છું. બીજા ગામોનો નથી. કાકા અને સૈયદોની ખટપટ છે એમ સૈયદોએ તેમજ કાકાએ કહેલું હતું જે અમે પંચનો ઠરાવ કીધો તે સૈયદો અને કાકાની વાતો સમજીને કરેલ હતો. તકરાર શું હતી તે સૈયદો તથા કાકાએ અમને મોએ કહેલ હતી અને તે ઉપરથી અમે નિકાલ આપ્યો. અમે પંચ નીમાણા તેથી પહેલાં હું અને કાકો એકજ જાતના  છીએ એમ સૈયદો જાણતા હતા કે કેમ તેના જવાબમાં કે તે તેમને ખબર. કાકાને અમે મુજાવર સમજતા નથી, ગાદીપતિ સમજીએ છીએ. હું સમજું છું ત્યારથી કાકો પીરાણાનું સ્વતંત્ર વહીવટ કરે છે. કોઈને દેવું લેવું તથા સંભાળવું એ કાકાની અખત્યારી છે. કઈ મિલકત લેવી હોય કે વેહેંચવી હોય તે કાકાની મરજી અને તેવો રીવાજ આજ સુધી સળંગ ચાલ્યો આવે છે. પીરાણે જઈએ છીએ ત્યાં કાકો યાત્રાળુ જાણી અમારી બરદાસ કરે છે અને અહીં જતી વખતે પૈસા જગ્યામાં મુકીએ છીએ. સાદાતોને અમારા તરફથી દરેક ધર્માદો જાય તેમાંથી હક્ક હોય તે સૈયદોને મળે છે. તે અગાઉથી તેમને મળે છે. તે દાખલો સૈયદોને તેમાંથી મળે છે. સૈયદો અને કાકાની હકીકત સમજવાથી ચોપડા જોવાની અમને જરૂર લાગી નહોતી. જે સૈયદોએ સહી આપી અને હાજર હતા તેને ત્યાં હોઈએ તો મોઢે ઓળખીયે. આ ટાણે કહી શકાય નહીં. સહીઓવાળા કેટલા હતા તે લખ્યા ન હતા. આશરે દસ વીસ જણા હતા અને તે સિવાય બીજા પણ હશે. પંચનામું આપી પહેલાં સૈયદોએ તથા કાકાએ માનકુવે કરી આપેલ હતું. જેના તરફથી પંચ નીમાયા હોય ને તેમાં ત્રીજાનો હક્ક હોય તો તેને નુકસાન થાય એમ પંચ કરે નહીં. પંચનામામાં જે હકીકત લખી છે તે બીજાને હરકત ન આવે તેટલા માટે લખી છે. સેવકના પંચને લખમણ કાકો ધર્મે હિન્દુ મુસલમાન નહીં. અરજીમાં મુસલમાની ધર્મ કાકાનો લખ્યો છે. એમ કાકાએ અમને કહેલું હતું. ઈમામશાહને અમો ગોર બ્રહ્માનો અવતાર માનીએ છીએ. મુસલમાન માનતા નથી અને સતપંથના ધર્મમાં પણ એવી હકીકત લખી છે. સતપંથ ઈમામશાહના લખાવવાથી ગોર બ્રહ્માનો અવતાર માનો છો કે ભાગવત ગીતાજીમાં જે લખ્યું છે, તે પ્રમાણે માનો છો તેના જવાબમાં કે ઈમામશાહનું લખવું અને ભાગવત ગીતાજીનું લખવું એક સમજીએ છીએ. ઈમામશાહના બીજા ફરમાનો છે, તે હું જાણતો નથી. અમે હમણાં કાકાને પૈસા આપ્યા હતા. સ્વતંત્ર વહીવટ કાકા કરે છે. તેવો લેખીત આધાર અમારી પાસે હશે. પા.અરજણ ડાયાની સહી દા.પોતાના

રૂબરૂ સહી માધવજી — કલ્યાણજી નખત્રાણા થાણદાર

એક જામીન કરનાર

મેતાભાઈશંકર—રેવાશંકર, ગૌરીશંકર વેલજી.

ખરી નકલ સહી માધવજી — કલ્યાણજી નખત્રાણા થાણદાર

          વાદીએ નકલ મળવા રીપોર્ટ આપ્યો. શ્રાવણ વદ ૧૨ શુક્રે સાં. ૧૯૮૦ {VSA: 07-Sep-1923}  

          સ્ટેમ્પ તપાસી આપવા હુકમ થયો શ્રાવણ વદ ૧૨ શુક્રે સાં. ૧૯૮૦ {VSA: 07-Sep-1923}

          નકલ તૈયાર કરી દરખાસ્તથી આપી શ્રાવણ વદ ૧૩ શની સાં.૧૯૮૦ {VSA: 08-Sep-1923}

                                                                   સહી માધવજી કલ્યાણજી નખત્રાણા થાણદાર

 

વાદીનો સાક્ષી                      શ્રી નખત્રાણા            કોર્ટ કમિશન

          શ્રાવણ વદી—૧૦ બુધે સાં.૧૯૮૦  {VSA: 05-Sep-1923}  

          ધર્મની પ્રતિજ્ઞાથી ખરું લખાવીશ

          મારું નામ અરજણ બાપનું નામ માવજી જાતે કણબી ઉંમર વર્ષ ૬૦ આશરેની ધંધો ખેડનો રહેવાસી નાગવીરી. મુખ્ય નાગવીરીમાં હું ખાનાનું લેવડદેવડ કરું છું. મુખી નથી આગેવાન તરીકે મુખી તથા પટેલ હોય. પીરાણાના સતપંથી ધર્મને માનું છું. મુળ ઉપદેશક અમારા કોણ હતા, તે હું જાણતો નથી. સૈયદો ઈમામશાહ બાવાના પંથના છે અને સૈયદોના ઈમામશાહ બાવા વડીલ થાય, તે હું જાણતો નથી. ઈમામશાહ બાવાએ જે ધર્મ બતાવ્યો તે ધર્મ અને તેની નીતિ તે હું જાણતો નથી. દશોંદ બારે મહિને આપીએ છીએ તે કાકાને આપીએ છીએ. કાકાને દશોંદ હક્ક તરીકે આપીએ છીએ. ઈમામશાહ બાવાનું ફરમાન દશોંદ કાકાને આપવાનું છે કે કેમ તે હું જાણતો નથી. લખુ કાકાને ઓળખું છું. તે અને હું એક જ નાતના છીએ. લખુ કાકા ક્યા ગામના અને નુંખે કેવા છે, તે હું જાણતો નથી. ગઢશીશા પાસે વિરાણીના લખુ કાકા છે કે કેમ તેની મને ખબર નથી. ઈમામશાહ બાવા અને તેની જગ્યાની કોઈ પણ હકીકતથી હું વાકેફ નથી. પીરાણે હું ચૈત્ર મહિને ગયો હતો અને કાકા અને સૈયદો વચ્ચે તકરાર હતી. તેટલા માટે જવું પડેલ હતું અને નથુ કાકા તેટલા માટે બોલાવવા આવેલ હતો. તેણે અમને કહ્યું કે પંચ થઈને તકરાર છે તે ઓળખી આપો. તે તકરાર સૈયદે કોર્ટમાં ફરિયાદ કરી છે, તે તકરાર માટે. એ તકરાર શી બાબતની છે તે અમે જાણતા નથી. તેમ સૈયદોએ શી બાબતનો દાવો કરેલ છે તે અમને ખબર નથી. જે અમે પંચોએ ફેંસલો કરેલ છે તે હંમેશની રીતે ખાઓપીઓ દયો લ્યો એવા ફેંસલા કર્યા છે. એ ફેંસલો અમે ખાનગી કર્યો ને પછી કોર્ટમાં રજુ કર્યો. અમે છ જણા હતા. અમને બંને પક્ષકાર તરફથી લવાદનામું લખી આપવામાં આવેલ હતું. તે લવાદ નામામાં શું લખેલ હતું તે મને ઘણા દિવસની વાત છે તેથી યાદ નથી. સૈયદોની શું માગણી હતી તે ઘણા દિવસની વાત છે તેથી યાદ નથી. બંને તરફથી અમે લેખિત હકીકત લીધી નથી. વાદી પ્રતિવાદી વિરુદ્ધ શું શું બચાવ લીધો છે તે હું જાણતો નથી. દાવા અરજીની માંગણી સંબંધમાં એ દાવાના મુદ્દા શું નીકળ્યા હતા તે હું જાણતો નથી. હું ભણેલ નથી, અક્ષર જાણતો નથી. પંચનો ખુલાસો ભણેલ નથી તેથી હીરજી ખીમાએ લખેલ છે, તે કાચો અને પાકો વાણીયા પાસે લખાવેલ હતો તે કોર્ટમાં આપ્યો. તે વાણીયો કોણ હતો તે હું જાણતો નથી. જે વખતે ફેંસલો લખાણો તે વખતે હું બહાર હતો, ત્યાં ન હતો. પાકો લખાણો તે વખતે અમે કોઈ ન હતા, ફરી કહું છું કે હું ન હતો. મુખી નાગવીરી તે ખોંભડીના એ લખાવ્યો બીજા ક્યા હતા તે ખબર નથી. અમારા છમાંથી એ વાણીયાને કોણ બોલાવી લાવ્યો તેની મને ખબર નથી. અમે જે ફેંસલો આપ્યો છે, તે વાદીને પ્રતિવાદીની તકરારોનો આપ્યો છે. વાદીઓની દાવા અરજીમાં શું દાદ છે તે મેં વાંચી નથી, ફેંસલામાં જે સૈયદોએ માંગણી કરેલ હતી તે બધી વાત આવી હતી, તેમાંથી છોડી દીધી નહોતી. પંચ અમને વાદી—પ્રતિવાદીએ નીમેલ હતા અને તેઓ બંનેની તકરાર સાંભળી અમે ફેંસલો આપેલ હતો. લેખિત યા મોઢે તકરાર સાંભળી હતી. લેખિત તકરારના કાગળીયા અમારી પાસે નથી. કોની પાસે છે તેની મને ખબર નથી. અમદાવાદ જતાં જ ને અમે પંચ નીમાયા હતા. ફેંસલો ૫—૬ દહાડા પછી આપ્યો. વાદીઓને ઓળખીએ છીએ. પુંજામીયાં તથા ગુલામહુસેનને બીજાના નામ નથી આવડતા. બીજાને ઓળખતો નથી. વાદીમાંથી પુંજામીયાંને પૂછેલું હતું. પુંજામીયાં અને ગુલામહુસેન એ બંને મુખત્યાર હતા એ બંને મુખત્યાર છે એમ લખી તે વાતની મને મોંએ યાદ નથી. આ દાવામાં પક્ષકાર કોણ કોણ છે તે જાણતો નથી. અમે પંચ આ દાવામાં પક્ષકાર નથી. ધર્મીઓના પંચ તથા સાદાતોના પંચ મળી અખત્યાર સોંપ્યો છે. તેનું એમ છે કે સૈયદોના પંચોએ અને અમારી જમાતના સેવકોના પંચ મળી લખમણ કાકાને ગાદીએ બેસાડેલ છે. તેમાં બીજી જમાતો કહ્યા સિવાયની જમાતો પણ છે. તે બધા ભેગા થઈને સોંપેલ છે. તેનું લેખિત કરાર અમારી પાસે નથી. કાકા પાસે હોય તો ભલે. સૈયદોએ લક્ષમણ કાકા પાસેથી લેખિત કરાવી લીધેલ છે કે નહીં તેની મને ખબર નથી, કેમકે હું તે વખતે નહોતો. લખમણ કાકાને કેવી રીતે વહીવટ સોંપ્યો તે મારા ધ્યાનમાં નથી. દાવાના રજુ કરેલ કાગળો પૈકી કોઈ પણ કાગળ અગર તેની નકલો મેં જોઈ નથી. તેમ પક્ષકારો પાસેથી મેં માગી નથી તેમ બને પક્ષકારોની મેં જુબાની લીધી નથી. ફેંસલો આપતાં પહેલાં વાદીઓ અમુક વખતે અમુક ઠેકાણે હાજર થવાને અમે ખબર આપ્યા નથી. વાદી અને પ્રતિવાદી વચ્ચે શું તકરાર હતી તે મારા જાણવામાં નથી. આ ફેંસલો અમે પાંચ છ જણને દિલથી ઉકલ્યો તે પ્રમાણે અમે પાંચ છ જણાએ કર્યો છે. મેં કલમ લખાવી હશે તો પાંચ છ મહિનાની વાત છે એટલે યાદ નથી કે કલમ લખાવી. સાદાતોને શું હક્ક આપવામાં આવે છે તે અમે ચોપડામાં પણ જોયું નથી. તેમ જાણતો નથી. ગાદીવાળા કાકા પોતાની ખાનગી મિલકત રાખી શકે નહીં અને જે મિલકત રાખે તે ઈમામશાહ સુતનરઅલીની ગાદીની છે. એમ અમે લખ્યું છે. કાકાએ એવી મિલકત કોઈ પણ વખત રાખી એવું મારા જાણવામાં નથી ને અજાણ અમે એટલે તે વાત ફેંસલામાં લખી. જાણત તો લખત નહીં. ગાદીવાળા કાકાને કોઈ ખાનગી ધંધો કરવાનો અધિકાર નથી. જો ગાદીવાળા કાકા એવો ધંધો કરે તો સાદાતોના પંચો અને ધર્મના પંચો અટકાવે, અમારામાં એવું ફરમાનથી ધર્મનો બોધ કરે. લખુ કાકાએ દીવાસળીની મીલ કરવાનું હું જાણતો નથી. ધી ઈમામશાહ ટ્રાન્સફર કંપની કરવાનો હું જાણતો નથી. તેમજ મોટરનું કારખાનું કાઢ્યું હતું કે નહીં તેની મને ખબર નથી. અમે મોટા કાકાએ જગ્યામાં રહી કાંઈ બગાડ્યું નથી એમ લખ્યું છે, તે હાલચાલ જોઈને લખ્યું છે. ચોપડા જોઈને લખ્યું નથી. ફેંસલામાં આબરૂ જાળવવાનું લખ્યું છે તે એટલા ઉપરથી કે સાધુઓને સૈયદ બાવા એલફેલ બોલતા તે ન બોલે એટલા સારું તે લખ્યું છે. દાવા અરજીમાં તે વાત નથી. મુસલમાની ધર્મ લખે છે તેથી હું હિન્દુ ધર્મ અમે છીએ તેટલા સારું તે ફેંસલામાં તે લખેલ છે. ઈમામશાહ સૈયદ હતા ને તે કેવો ધર્મ પાળતા તે ખબર નથી. બાકી તેમણે અમને હિન્દુના શાસ્ત્રો બતાવ્યાં છે ને હિન્દુનો ધર્મ દીધો છે. ક્યા શાસ્ત્રનો આપ્યો છે તે હું અભણ છું તેથી જાણું નહીં.

          ઉલટ — ઈમામશાહના વંશજોના ક્યા ક્યા સૈયદો તે હું જાણતો નથી. લખમણ કાકા સાથે હવે ગરનો કોઈપણ જાતનો વહીવટ કરતા નથી. કેમકે સાધુ થઈ ગયા માટે. લખમણ કાકો આશરે ચાલીસ વર્ષ થયા સાધુ થયેલ હશે. સૈયદો અને કાકાની તકરારોમાંથી સાંભળીને ફેંસલો કર્યો. પુંજો બાવો કાગળીયા લાવેલ હતા. સાક્ષી પોતાની મેળે કહે છે કે હું ભણેલ નહીં તેથી વાંચ્યા નહીં. કાચો ફેંસલો લખાણો તે વખતે હું હતો, પાકો લખાણો તે કાચા ઉપરથી ઉતાર કર્યો. હાલ બે સૈયદોને ઓળખું છું, તે સિવાય બધાને ઓળખતો નથી. બેએક જણાને મોઢે ઓળખું અમારી પાસે દશેક સૈયદો આવેલા હતા. કાકાને ગાદી દેવાય છે તેના અક્ષરો થવાની મને ખબર નથી. પુંજા બાવા તથા ગુલામહુસેનને પૂછેલ હતું તેથી ફેંસલા વખતે બોલાવવાની જરૂર નહતી. તેથી બોલાવેલ નહતા, જાગીરમાં કંઈ ચીજ ખપતી હોય તો તે કાકા લઈ શકે અને વેચવી હોય તો વેચી શકે. લખમણ કાકાનો ધર્મ હિન્દુનો છે.

          ફરી તપાસ. કાકો મોટો વેપાર કે મીલો કરી શકે નહીં. બાકી જાગીરમાં ખપતો દાણો કે બળદ લઈ શકે. વેપાર કરી શકે નહીં.

કણબી અરજણ માવજીની સહી દા.કા.માવજી પચાણ ધણીના કહેવાથી.

રૂબરૂ

સહી માધવજી — કલ્યાણજી

નખત્રાણા થાણદાર.

એક જામીન કરનાર

મેતા ભાઈશંકર—રેવાશંકર                ગવરીશંકર વેલજી

ખરી નકલ

માધવજી કલ્યાણજીની સહી

નખત્રાણા થાણાદાર.

          વાદીએ નકલ મળવા રીપોર્ટ આપ્યો. શ્રાવણ વદ ૧૨ શુક્રે સાં. ૧૯૮૦ {VSA: 07-Sep-1923}

          સ્ટેમ્પ તપાસી આપવા હુકમ થયો શ્રાવણ વદ૧૨ શુક્રે સાં. ૧૯૮૦ {VSA: 07-Sep-1923}

          નકલ તૈયાર કરી દરખાસ્તથી આપી શ્રાવણ વદ ૧૩ શની સાં.૧૯૮૦ {VSA: 08-Sep-1923}

સહી માધવજી કલ્યાણજી

નખત્રાણા થાણદાર

 

વાદીનો સાક્ષી                      શ્રી નખત્રાણા            કોર્ટ કમિશન

                             શ્રાવણ વદી—૧૧ ગુરુ      સાં.૧૯૮૦ {VSA: 06-Sep-1923}

 

          ધર્મની પ્રતિજ્ઞાથી ખરું લખાવીશ

          મારું નામ શીવદાસ બાપનું નામ હીરજી જાતે કણબી ઉંમર વર્ષ ૪૮ આશરેની ધંધો ખેડનો રહેવાસી વિથોણ.

          મુખ્ય હું અમદાવાદ ગયેલ છું. કાકાની અને સાદાતની સરખામણી માટે. સાદાતની તરફથી કચ્છમાં ગુલામહુસેન અને બીજા પાંચ છ જણા જેના નામ જાણતો નથી તે બોલાવવા આવેલ હતા. કાકા તરફથી કોઈ બોલાવવા આવેલ નહતો. સરખામણી કરવા ત્યાં ગયા પછી પંદર વીસ દિવસ પછી પંચનામું આપ્યું. પંચનામું લખી આપતી વખતે સાદાત તરફથી પુંજામીયાં તથા ગુલામહુસેન જેઓ કોર્ટમાં બેઠા છે, તે અને તે સિવાય બીજા ઘણા હતા તેના નામ યાદ નથી. સાદાત તરફથી પાંચ માણસોએ પંચનામામાં સહી કરી હતી, સૈયદ પુંજામીયાં હુસેનઅલી, સૈયદ ઈનાયતઅલી બંદેઅલી, સૈયદ ફતેઅલી હસનઅલી, સૈયદ મહમદહસન, હૈદરઅલી, સૈયદ અકબરઅલી મીયાંસાહેબ, સૈયદ આહમદમીયાં અડામીયાં, સૈયદ અલીયાક ગુલામઅલી, સૈયદ અહમદઅલી બાવામીયાં, સૈયદ પુંજામીયાં શેરઅલી, સૈયદ દાદમીયાં બાકરઅલી, આ નામવાળામાંથી પંચનામામાં કોઈએ સહી કરેલ હતી કે કેમ પ્રતિવાદી તરફથી આ સવાલ સંબંધ જે નામનો બતાવી પૂછવામાં આવેલ છે. તે દાવા પ્લેન્ટમાં દાવો કરતી વખતે વાદીમાં દાખલ નથી, તો આ સવાલ પુછી શકતા નથી એવો વાંધો છે. તો આ વિશે બંનેની હકીકત રૂબરૂ રજુઆત થતાં સમજતા દાવા પ્લેન્ટ અહીં આવેલ નથી અને પંચનામું રદ થતા વિગેરે બાબતમાં તકરાર જણાય છે તો કોર્ટ ઠરાવે છે કે આ સવાલ પૂછવામાં આવે છે કે, પંચનામા ઉપર સહી કરેલી હતી તે કોણે કરેલ હતી તેના નામ જાણતો નથી. ઉપરના નામવાળાઓને રૂબરૂમાં ઓળખી શકું અને તેઓએ મારા રૂબરૂ પંચનામાં ઉપર સહીઓ કરેલ છે. ઈમામશાહની દરગાહની લાગતોમાં ઈમામશાહ બાવાના વંશજોની તમામનો સમાન હક્ક છે કે કેમ તે કાકાને ખબર. પંચનામું શી બાબતનું હતું, તેના જવાબમાં કે અરસપરસ તકરાર હતી, તે બાબતનું હતું. પંચનામામાં શું તકરાર હતી તે ફેંસલામાં હશે મને યાદ નથી. ફેંસલો પંચનામાંના કર્યા અગાઉ કોર્ટના આ દાવાના કાગળો વાંચ્યા નહોતા, કેમકે હું અભણ છું. પણ પુંજામીયાંએ વાંચી સંભળાવ્યા હતા. એ દાવામાં વાદીનો તથા પ્રતિવાદી વચ્ચે શી તકરાર હતી તે અરજીમાં હોય તે ખરી મને યાદ નથી. મેં દરગાહનું દફતર તપાસ્યું નથી. વાદી અને પ્રતિવાદીના હક્કોની મને માહિતી નથી. હક્ક વિશે કંઈ જોયેલ નહીં પણ કાકાના અને સાદાતના જે હક્કો હોય તે અપાવવા એમ લખ્યું છે. હું પોતે સતપંથનો સેવક છું. એ સતપંથ મુળ ઈમામશાહ બાવાએ ચલાવેલ છે. લાગા લગત ક્યારથી અપાય છે તેની મને ખબર નથી. પંચનામામાં ફેંસલો અમે છ પંચોએ મળીને કાચો લખ્યો હતો અને તે કાચા ઉપરથી પાકો લખાવ્યો, જે અમદાવાદનો વાણીયો હતો તેને આઠ આના આપી પાકો લખાવ્યો હતો. પાકો ફેંસલો અમે બોલીએ છીએ તેવી ભાષામાં ગુજરાતીમાં લખાવ્યો હતો. પાકો ફેંસલો તથા કાચો ફેંસલો હું ભણેલ નથી, તેથી હાથે લખ્યો નથી. કાચો ફેંસલો અમે રાખ્યો નથી ત્યારે જ તોડી નાખ્યો. જેવો ફેંસલો અમે કીધો તેવો ને તેવો ફેંસલો તેવી બાંધણીથી હવે હું લખાવી શકું નહીં. પાકો ફેંસલો લખાતી વખતે અમે પાંચ જણા તથા લખનાર એમ છ જણા હતા. સિવાય કોઈ ન હતો. આ દાવામાં સાધુના નામની કોઈ વ્યક્તિ પક્ષકાર ન હતી. તેને પંચ પક્ષકારમાં ન હતું. સતપંથના સેવકો આ દાવામાં પક્ષકાર ન હતા, જે કામમાં પક્ષકારો ન હોય તેવા કામનો પંચ નિકાલ કરી શકે કે કેમ તેના જવાબમાં કે પંચનામું લખી આપે તો પંચ ફેંસલો કરી શકે કે દાવા અરજીમાં માંગેલ તમામ બાબતો અમે પંચનામું લખ્યું તેમાં આવી ગઈ છે કે કેમ તેની ખબર નથી. પંચનામું તે ફેંસલો. અમે આ કામના વાદીને પ્રતિવાદીને બોલાવી, તેઓની સંમતિ લીધી તેમ અમને જાણવાની જરૂર ન હતી. દરગાહમાં શું શું રિવાજો છે તે જાણવાની અમને જરૂર ન હતી. વાદી તથા પ્રતિવાદીનો પુરાવો લીધો હતો કે કેમ તેના જવાબમાં કહું છું કે બંને પક્ષકારોએ આપસમાં તકરાર થાય છે તે માટે નીવેડ થવા સમજાવી પંચનામું કરી લખી આપેલ, તે અમારી ઉકેલ પ્રમાણે પંચનામું લખેલ, સિવાય કંઈ લેખિત પુરાવો લીધો નથી. ફેંસલામાં સાદાતના પંચના અને આગેવાનો અને ગાદીવાળા કાકાના તથા સંસ્થાના સાધુના આબરૂ જાળવવા માન મરતબાથી વર્તવું. એ શખ્સો માન મરતબો ન જાળવે તો અપાતા હક્કોમાંથી ગુના ગાદીવાળાના કહેવાથી બે પંચ મળી ગુનો લેવાનો અધિકાર છે. તો તે બે પંચ કોણ તેના જવાબમાં કે અમારી જમાતના અને એક સાદાતના પંચોમાંથી. આ દાવામાં કોઈ પક્ષકાર નોતો એ સાદાત પંચે અને કચ્છના પંચો જેમને આજે દાવાનો તમે ફેંસલો કીધો તે દાવામાં પક્ષકાર નથી, તો પછી તેને ગુનો લીધાનો અધિકાર છે. એવા અધિકાર તે પંચોએ શા આધારે આપ્યા તેના જવાબમાં કે કોઈ વઢે નહીં એટલા સારું દાખલા માટે લખ્યું છે. કચ્છના સેવકોમાં મારો માણસ છે. એ ફેંસલામાં સતપંથને અમે સતપંથ ધર્મ ઠરાવ્યો છે. સતપંથ ધર્મ એ સ્વતંત્ર ધર્મ છે અને તે બીજા કોઈ ધર્મનો ભાગ નથી. સતપંથ હિન્દુ ધર્મ છે. તેથી અમે અમારા ખુલાસામાં લખ્યું હતું. મરનારના પછવાડે અમે શ્રાધાદીક ક્રિયા કરતા નથી. અમે ચોરીએ લગ્ન પ્રસંગે ચડીએ છીએ. ગાયત્રી પુજા મેં કોઈ વખત કરી નથી. તેમ બ્રાહ્મણ કે પીપળાની પુજા પણ કરી નથી. તુલસીના ઝાડને અમે અમારા ઘર પાસે રાખતા નથી. અને રામ—શંકર એવી જુની મૂર્તિની પુજા કરતા નથી. અમે મુસલમાની ધર્મ પ્રમાણે નીકા પડતા નથી, અમે કોઈ મસ્જિદમાં બંદગી કરવા જતા નથી. તેમ કલમો અમે પડતા નથી, કુરાન શરીફ જોયું નથી તેમ સાંભળ્યું નથી. અમે જે જે ક્રિયાઓ કરીએ છીએ તે ઈમામશાહ સતગોરે બતાવેલી ક્રિયા અમે કરીએ છીએ અને તેને અમે ધર્મ ગુરૂ માનીએ છીએ. ઈમામશાહની દરગાહને અમે જે જે લાગતો આપીએ છીએ તે અમે તેમના સેવક તરીકે આપીએ છીએ. સતગોર ઈમામશાહના વાદીઓના વંશજો છે કે કેમ તેની ખબર નથી. ઈમામશાહના બીજા વંશજો હોવાનું મારા ધારવામાં નથી. કાકા જે છે તે અમારી નાતવાળામાંથી છે, તે ઈમામશાહના વંશજો નથી. બેસાડેલા છે. વાદીઓ સાથે અમારે બનાવ નથી આ વાદીઓને ઉતારો આપેલ છે કે કેમ તે હું નખત્રાણાનો રહેવાસી નથી તેની ખબર નથી. કાકા સાથે બનાવ છે. પંચનામું અમારું અમદાવાદમાં બે ત્રણવાર થયું હતું તે ફાડ્યું હતું, પેલા પંચનામાંમાં કોઈએ પસંદ કરેલ નહીં પસંદ ન પડ્યું તેથી ફાડી નાખતા, બીજા પંચનામાંમાં કોણે કોણે સહીઓ કરી તે ઘણા દિવસની વાત છે તેથી યાદ નથી. પંચનામાનો ફેંસલો નિકાલ પેટીમાં છે હાજર નથી તેથી ઈમામશાહ સુતનરઅલી બાવાની સંસ્થાનો વહીવટ સંબંધમાં બંને પંચોનો મુખત્યારી લખવાનો તમને શો અધિકાર હતો, તેના જવાબમાં કે પેલી કલમમાં એ કેમ લખાણ છે તે મને કંઈ એમાં સમજણ પડતી નથી. સંસ્થાનો અર્થ હું જાણતો નથી, જે અમે પંચનામાંમાં ફેંસલો કર્યો છે, તે વિચારો બતાવવામાં આવે તો તેનો શબ્દેશબ્દનો આટાણે કરી શકું નહીં. ફેંસલો લખ્યો તે અમે બરાબર સમજ્યા હતા, ફેંસલો અમો પંચોએ તદ્દન સાથે હતા, તેમણે કોર્ટમાં રજુ કર્યો છે. કાકાએ હંમેશ રીતે બરદાસ પીરાણે ગયા હતા ત્યારે અમારી કરી હતી. સાદાતવાળા અમને પંચ તરીકે ન માને તો અમે તેના લાગા લગત ન અટકાવીએ ઉપર લખ્યા નામવાળા સૈયદોની મંજુરી માંગીને અમે ફેંસલો કીધો છે. એ મંજુરી મોંએ લીધી હતી. લખાવી લીધેલ ન હતી. ફેંસલાની કલમ ચોથીમાં ગાદીવાળા કાકાને કોઈ પણ જાતનો ખાનગી ધંધો કરે તો તેને અટકાવવાનો બે પંચને અધિકાર છે. તે બે પંચ ૧ સાદાતનો અને એક અમારી જમાતનો, એમ બે પંચ એ બે પંચો નીમાયેલા કોઈ નથી. કાકા અને સાદાત તથા અમારા જમાતના પંચોએ આવી રીતે અટકાવવાને દાખલો હાલ બન્યો નથી. તેમ આગળ બનેલો મારા ધારવામાં નથી. કાકા ખાનગી ધંધો કરે તો તેને સાદાતવાળા એકલા અટકાવી શકે. કાકો વધુ પગ ન ભરે તેટલા માટે પંચના પ્રકરણ સંબંધમાં લખ્યું છે. આ દાવા સંબંધીની બીજી તકરારો રદ કરવામાં આવે છે. એવું પંચના ફેંસલામાં લખાયેલ હશે તો હાલ મને યાદ નથી. પંચનો ફેંસલો કોર્ટમાં રજુ કરવા પેલા સાદાતોમાંના આ બે સિવાય બીજા પક્ષકારને બોલાવ્યા નોતા જ બેજ પક્ષકાર હતા. પુંજા બાવાએ કઈ કઈ બાબતો સમજાવેલ હતી તે હાલ યાદ નથી, તેમ ગુલામહુસેને શું શું બાબતો વાંચી સંભળાવેલી તે આ ટાણે યાદ નથી.

          ઉલટ — પીરાણે ગયો હતો તેમનો એમ હતો. સૈયદો તેડવા આવ્યા હતા. તેથી પેલા કાગળ તેના આવેલ હતા. અમે ધર્મે હિન્દુ અને કાકો પણ ધર્મે હિન્દુ અને સતપંથ તે હિન્દુનો. અમારી જગ્યામાં પાટ તે બ્રહ્માનો અને ત્યાં કને જોત બ્રહ્માજીની, બીજું અને માહેસની સ્થાપના કરીએ છીએ. અમારા ધર્મમાં ગાયત્રી છે અને અવતાર છે. તો તેટલા અમે માનીએ છીએ. પંચનામું થયા પછી ખુલાસો પાંચ છ દિવસે અમે લખ્યો હતો. ખુલાસો અમે કાચો શબ્દેશબ્દ લખેલ હતો. તે પરથી વાણીયાએ પાકો પાકે શબ્દે શબ્દ લખ્યા હતા, પક્ષકાર એટલે શું તે હું જાણતો નથી. અમે જે ખુલાસો કીધો હતો તે કાકાને સૈયદોએ બંનેની હકીકત તમામ સાંભળીને કરેલ હતો. કોર્ટમાં શું ફરિયાદ કરી છે, તેવું પુંજામીયાંએ અમને વાંચી સંભળાવી હતી. હકીકત કહી અને પંચનામું લખાણું, તે વખતે બધા વીસ પચીસ સૈયદો હતા. લાગા લગત દરગાહને આપીએ છીએ તે કાકાને પહોંચાડીએ છીએ. જગ્યાની દેતી લેતીનો બધો વહીવટ કરવો તે મુખત્યારી કાકાની છે. બનાવ એટલે શું તે હું જાણતો નથી. આગળ કાકા સ્વતંત્ર વહીવટ કરતા કે કેમ તેની મને ખબર નથી, પણ હાલ તો લખમણ કાકો સ્વતંત્ર વહીવટ કરે છે. કાકાએ અમારી બરદાસ કરી તેમ સાદાતોએ પણ અમારી બરદાસ પંચ હતા તેથી કરી હતી. અમે તથા સાદાતો તથા કાકો જગ્યામાં જમતા. કાકા કે સાદાતો ઉપર અમને ઈર્ષા નહતી. ફેંસલો જે અમે કીધો તે અમે અમારા ધર્મ ઉપર કરી દીધો છે. કોઈની તરફ તણાયા નથી, આગેવાન પંચ ન કહેવાય તમામ પંચ કહેવાય.

          ફરી તપાસ. પીરાણામાં કબર પુજાય છે. તેને બદલ પાટ અહીં પુજાય છે કે નહીં તેની મને ખબર નથી. હું ગામ મીંજાણનો નથી દસમો અવતાર ક્યો તે મને ખબર નથી. નુરઅલી અહમદશાહને અવતાર તરીકે અમે માનતા નથી. બંને પક્ષકારની હકીકત સાંભળી હતી તો શું શું હકીકત સાંભળી હતી, તે યાદ નથી. તેથી લખાવી શકું નહીં. વીસ પચીસ સૈયદો પંચનામા વખતે હતા, તે બધાની સહીઓ અમે લીધી ન હતી. સ્વતંત્ર વહીવટ ચલાવવાનો કાકાને અમે કહેલ છે. બાકી લખત નથી. બનાવ સૈયદો સાથે નથી, એમ તથા ઈર્ષા નથી એમ જે લખાવ્યું છે તેમાંથી ખરું શું તે હું આ ટાણે કંઈ સમજી શકતો નથી, સૈયદો સાથે અમને પ્રથમ તકરાર આ દાવા પહેલાં થઈ નથી. સૈયદો ઉપર નોટીસ કરવા સંબંધીની હકીકત મારા જાણવામાં નથી.

કા.શીવદાસ. હીરજીની સહી દા.ઠા.મોતીરામ ગોકલદાસની ધણીના કહેવાથી.

રૂબરૂ

સહી માધવજી — કલ્યાણજી

નખત્રાણા થાણદાર.

એક જામીન કરનાર

મેતા ભાઈશંકર—રેવાશંકર                 ગવરીશંકર વેલજી

ખરી નકલ

માધવજી કલ્યાણજી

નખત્રાણા થાણાદાર.

          વાદીએ નકલ મળવા રીપોર્ટ આપ્યો. શ્રાવણ વદ ૧૨ શુક્રે સાં. ૧૯૮૦ {VSA: 07-Sep-1923}

સ્ટેમ્પ તપાસી નકલ કરી આપવા હુકમ થયો શ્રાવણ વદ ૧૨ શુક્રે સાં. ૧૯૮૦ {VSA: 07-Sep-1923}

          નકલ તૈયાર કરી દરખાસ્તથી આપી શ્રાવણ વદ ૧૩ શની સાં.૧૯૮૦ {VSA: 08-Sep-1923}

સહી માધવજી કલ્યાણજી

નખત્રાણા થાણદાર

 

વાદીનો સાક્ષી                      શ્રી નખત્રાણા            કોર્ટ કમિશન

                             શ્રાવણ વદ ૧૧ ગુરુ સાં.૧૯૮૦ {VSA: 06-Sep-1923}

ધર્મની પ્રતિજ્ઞાથી ખરું લખાવીશ

          મારું નામ ખીમા. બાપનું નામ જીવો. જાતે કણબી ઉંમર વર્ષ ૭૦ આશરે ધંધો ખેડનો. રહેવાસી સાંયરાના.

          મુખ્ય પીરાણે હું ગયો છું. કાકા અને સૈયદોની ખટપટ હતી, તેટલા માટે પીરાણે ગયેલ હતો. મને બોલાવ્યો હતો. તમને કોણે બોલાવ્યા હતા તેના જવાબમાં માનકુવે અમે ગયા હતા, ત્યાં નથુ કાકો તથા બે ત્રણ સૈયદો હતા, તેમણે પીરાણે મોકલવાની વાત કરતાં અમે છ જણા પીરાણે ત્યાંથી ગયા હતા. કાકાની અને સૈયદોની દીધા લીધાની તકરાર હતી. સૈયદોએ કહ્યું કે કાકો બગાડે છે. તે પરથી અમે તપાસ કરી તો, બગાડ્યાનું અમને કાંઈ જાણવામાં ન આવ્યું. સૈયદોએ કહ્યું કે કાકાએ અમારા હક્ક બંધ કર્યા છે. તેનો ખુલાસો કરી દ્યો, તે પરથી અમે કહ્યું કે, તમારી ચોવટ તો કરીએ કે અમને પંચનામું, સૈયદો બાવો અને કાકો લખી આપે, કેમકે તેમનો કેસ કોર્ટમાં હતો. પંચાતનામું કરવા કાકા તથા સૈયદોએ હા પાડી. સૈયદોમાં પુંજા બાવા મુરાદઅલી, ગીસુ બાવો અમીરશાહ તથા પેટલાદનો હતો જેનું નામ હૈદરઅલી કહે છે. ઘણાય તે સિવાય સૈયદો બીજા બે ત્રણ જણા હતા. ખરા સહીમાં પાંચ સૈયદ હતા અને ૧ કાકો હતો. સૈયદો છે તેમાં કોણે સહી આપી અને કોણે ન આપી તે યાદ નથી. ગીસુ બાવાએ પંચનામાંમાં સહી કરી હતી કે નહીં તેની મને ખબર નથી. ફરી કહું છું કે યાદ નથી. હૈદરઅલીની સહી હતી કે નહીં તે ખબર નથી, મુરાદઅલીની સહી હતી કે નહીં તેની યાદ નથી. સૈયદોએ જે પંચનામામાં સહીઓ કરી હતી તે પક્ષકારોમાંના તા.સૈયદ પુંજામીયાં હસનઅલી. સૈયદ પુજામીયાં હસનમીયાં, સૈયદ અનામતઅલી બંદેઅલી, સૈયદ ફતેઅલી હસનઅલી, સૈયદ મહમદ અલીહુસેન, હૈદરઅલી, અકબરઅલી મીયાંસાહેબ, સૈયદ આમદમીયાં અડામીયાં, સૈયદ અલીરજાક ગુલામનબી, સૈયદ અહમદઅલી બાવામીયાં વિગેરેમાંથી પંચનામું કરવાને અમને કેવાવાળા હતા ને તે વખતે પંચો અમે જણાવેલા હતા. આ કામમાં વાદી કોણ કોણ તથા પ્રતિવાદી કોણ કોણ હતા તેના નામ હું લખાવી શકું નહીં. સૈયદોએ કોર્ટમાં ફરિયાદ કરી છે તે દાવા અરજી અમે વાંચી નથી. દાવા જવાબ પ્રતિવાદી તરફથી કેવો હતો તે હું જાણતો નથી. વાદી પ્રતિવાદીના જવાબ પરથી કોર્ટે ક્યા ક્યા મુદ્દા કાઢેલા તે મારા જાણવામાં નથી. વાદી પ્રતિવાદીનો પુરાવો એટલે સાક્ષી, અમે લીધા નોતા. વાદી પ્રતિવાદી પાસેથી અમે દાવાને લગતી કંઈ હકીકત લખાવી લીધી નહોતી અને લેવાને કંઈ હકીકત લખાવી લીધી નહોતી અને લેવાને કંઈ જરૂર નહતી. પીર ઈમામની જગ્યાનું અમે કંઈ દફતર જોયું નહતું. વાદી અને પ્રતિવાદીની જુબાની લીધી નહોતી, પંચનામું લખ્યું હતું, ખુલાસો કીધો નથી. હું બારે પાસ ગયો, હું તે વાસે કંઈ કરેલ હોય તો તેમને ખબર. ઈમામશાહને સતપંથના ગુરૂ તરીકે અમને પાલવે તો માનીએ. ઈમામશાહને માન્યા છતાં હવે મેલી દીધા. ઈમામશાહની જગ્યાને અમે દશોંદ દેતા નથી. પાંચ પૈસા કાકાને મુકીએ છીએ તેમાંથી સદાવ્રત ચલાવે છે. ઈમામશાહના વંશજો વાદીઓ છે કે કેમ તેની મને ખબર નથી. સતપંથી ધર્મ સ્વતંત્ર છે. બીજા પંથ માયલા છે. તે હું અજાણ છું. તેથી મને ખબર નથી. અમે જે પૈસા કાકાને મુકીએ છીએ તેમાંથી સદાવ્રત સિવાય બીજું કંઈ થતું હશે તો તે કાકાને ખબર. અમે જે પૈસા મુકીએ તે કાકો પોતાની અખત્યારે ગમે તેવી રીતે વાપરી શકે છે. એ પૈસામાંથી સૈયદોને કંઈ અપાય છે કે નહીં તેની કાકાને ખબર. મને ખબર નથી. ત્યારે તે વિશેની તપાસ કરવાની જરૂર હતી. પંચનામું કરી વાદી પ્રતિવાદીની સહી લઈ કોર્ટમાં રજુ કર્યું, ને કોર્ટમાં રજા આપી તેથી તેજ રોજે ગાડીમાં રવાને થઈ ગયા, કોર્ટમાં પંચનામા સિવાય બીજી કંઈ હકીકત રજુ કરી નથી, હું ભણેલ નથી, તેથી મારા નામની સહી બીજા પાસેથી કરાવું. પંચનામા સિવાય મેં અમદાવાદની કચેરીમાં મારા નામની મેં સહી કરાવેલ નથી, પંચનામું તે વરસ તથા પ્રતિવાદીએ લખી આપેલ હતું તે પંચનામું હાલ અમે સૈયદોથી વિરુદ્ધ નથી, સૈયદો લડતા હોય તો ભલે અથવા તે આવવા દેતા નથી. પીર ઈમામશાહ એવું નામ મેં સાંભળ્યું છે. અમે ખાનામાં જઈ બંદગી કરીએ છીએ તે બંદગીમાં સતગોર ઈમામશાહ એમ બોલતા નથી. સતપંથમાં પંથો ઘણા હશે હું જાણતો નથી. સૈયદોનો શું હક્ક અને કાકાનો શું હક્ક તે હું જાણતો નથી. કાકા કેવી રીતે વર્તે અને સૈયદો કેવી રીતે વર્તે તે હું જાણતો નથી. સતપંથના મુખી માણસ ગામો ગામમાં છે. એ ઉપર ઉપરી પણું હતું તે હું જાણતો નથી. અમારો સતપંથ ધર્મ બીજા કોઈના નામથી બોલાય છે કે નહીં તેની મને ખબર નથી. પીર ઈમામશાહ હતા તે હું જાણું છું. પીર ઈમામશાહની સામે કોઈ હક્ક દાવો એવો હતો કે કેમ તેના જવાબમાં કે હું લખમણ કાકાનો મામો નથી. બાકી મોટો છું તેથી મામો કહે છે. સગપણે મામો નથી. લખમણ કાકો અમારી નાતનો છે. પીરાણાનો રહીશ હશે તો તે મને ખબર નથી. કંઈ તકરાર પડે તો ચાર જણ ભેગા થઈ લાંબું ટૂંકું કરી આપીએ તેનું નામ ખુલાસો. લખમણ કાકાના વડીલો મુળ મજુરીનો ધંધો કરતા એવી વખત હશે એમ સાંભળેલ હતું.

          ઉલટ તપાસ, પીરાણે ગયેલ તે મને બરોબર યાદ નથી કે ક્યો હતો હું ભણેલ નથી. તેથી દાવા અરજી કે જવાબ કાંઈ વાંચી ન શકું. પંચનામું કાકાએ તથા સૈયદોએ લખી આપેલું તેની હકીકત બને પક્ષથી સાંભળી નિરાકરણ કરી કોર્ટમાં આપ્યું. પંચનામાનો નિકાલ કરીને જે કોર્ટમાં આપ્યું તે તે ખુલાસો જે પંચનામું કોર્ટમાં રજુ કર્યું તે ફરિયાદ કાકાએ સૈયદો પર કીધી, કે સૈયદોએ કાકા ઉપર કીધી તેની મને ખબર નથી. મારે મોટી અવસ્થાને લીધે જાજા દિવસની વાત ભુલી જાઉં. પીરાણાની જગ્યાનું ગાદીપતિ લખમણ કાકો અને તેની સાથેના તેનો વહેવાર અમે રાખતા નથી. કાકો હિન્દુ અમારો ધર્મ હિન્દુનો જગ્યામાં જોતપાટ છે તે બ્રહ્માનો. ફેર તપાસ. લખમણ કાકો પેલાં કરમશી કાકો હતા. ગાદીપતિ હતો કે તેથી પેલાં કોણ કોણ કાકા ગાદીપતિ હતા તે હું લખાવી ન શકું. પીરાણાની ગાદી ક્યાંથી હાલી આવે છે, તે હું જાણતો નથી. પીરાણાની જગ્યા એ ઈમામશાહની છે કે કેમ તેમાં તેનું સ્થાનક છે. લખમણ કાકો અને કરમશી કાકો ઈમામશાહની જાતના નથી. પંચનામું બે જણાએ લખી આપ્યું તે પંચનામું.

ખીમા જીવરાજની સહી દા.ઠા.વિશ્રામ દેવચંદ ધણીના કહેવાથી

રૂબરૂ સહી માધવજી — કલ્યાણજી નખત્રાણા થાણદાર.

એક જામીન કરનાર          મેતા ભાઈશંકર—રેવાશંકર            ગૌરીશંકર વેલજી

ખરી નકલ                 સહી માધવજી કલ્યાણજી નખત્રાણા થાણાદાર.

વાદીએ નકલ મળવા રીપોર્ટ આપ્યો. શ્રાવણ વદ ૧૨ શુક્રે સાં. ૧૯૮૦ {VSA: 07-Sep-1923}

સ્ટેમ્પ તપાસી પેસ કરી નકલ આપવા હુકમ થયો શ્રાવણ વદ શુક્રે સાં. ૧૯૮૦ {VSA: 07-Sep-1923}

નકલ તૈયાર કરી દરખાસ્તથી આપી શ્રાવણ વદ ૧૩ શની સાં.૧૯૮૦ {VSA: 08-Sep-1923}

સહી માધવજી કલ્યાણજી

નખત્રાણા થાણદાર

 

 

વાદીનો સાક્ષી                      શ્રી નખત્રાણા            કોર્ટ કમિશન

                                                શ્રાવણ વદ ૧૨ શુક્રે સાં.૧૯૮૦ {VSA: 07-Sep-1923}

ધર્મની પ્રતિજ્ઞાથી ખરું લખાવીશ                          

          મારું નામ હીરજી બાપનું નામ ખીમો જાતે કણબી ઉંમર વર્ષ ૫૩ આશરેની ધંધો ખેડનો રહેવાસી મંગવાણા. મુખ્ય હું પીરાણે ગયો હતો. કાકા તથા સાદાતોની તકરાર હતી તે માટે હું ગયો હતો. સાદાતને કાકાના બોલાવવાથી ગયો હતો. સાદાતને કાકા તરફથી આંહી માણસો હતા ને વાતચીત ચાલતી હતી. અમારી નાત પાસે એમણે વાત કરેલી હશે કે ચાર જણા આવી અમારી સમાધાની કરાવી આપો. સાદાત તરફતી પાંચ સાત આસામીયો આવેલ હતા. અમે ગયા તે વખતે કોઈ આવેલ ન હતું. પ્રથમ આવેલા હતા. જે વખતે સાદાત તરફથી પાંચ સાત માણસો આવેલા, તે વખતે કાકા તરફથી માણસ નથુ કાકો આવેલ હતો. પછી અમારી નાતે ભેગા થઈ ઠરાવ કરેલ કે ચાર જણ જાઓ, એટલે ચારથી છ જણાઓ જાઓ. આ ઠરાવ કોટડામાંથી થયેલ હતો, બીજે માનકુવામાં વાતચીત ચાલી હતી. અમદાવાદ પછી ગયા. પ્રથમ પીરાણે ગયા પીરાણામાં પૂછ્યું ત્યારે અમને તેઓએ કહ્યું કે પંચો ફેંસલો કરો, એ અમારે કબુલ છે. સાદાતો તરફથી અબદઅલીમીયાં પુંજામીયાં અમીર સાહેબ અને તે સિવાય બીજા ઘણા માણસો હતા. તેઓનો પંચ ભેગો હતો. કાકા તરફથી નથુ કાકા હતા, પંચનામા ઉપર કોની સહીઓ હતી, તે બધી મને યાદ નથી. પણ જે નામ મેં લખાવ્યાં તેની સહીઓ હતી. કાકા તરફથી પોતે કાકાની જ સહી હતી. જે કામમાં અમે પંચ નીમાયા હતા તે કામ અદાલતમાં ચાલતું હતું. પંચનામું કોઈની પરવાનગી માગી મળેલ હતું. તે પંચનામાની રૂએ દાવા સંબંધીનો નિકાલ કરવાનો હતો કે કઈ બાબતનો તે મોંએથી લખાવી ન શકું. એ કામના વાદીઓ કોણ કોણ હતા તેના નામ લખાવી શકીશ. સૈયદ અહમદહુસેન, સૈયદ અબદલઅલી, સૈયદ અમીર સાહેબ, સૈયદ મીરૂમીયાં, સૈયદ અસરફઅલી, સૈયદ ગુલામહુસેન. વાદીઓએ શું શું દાદ કોર્ટ પાસે માંગેલી હતી, તે મોઢે લખાવી ન શકું. દાવા અરજીમાં હોય તે ખરું, મોઢે યાદ નથી. પ્રતિવાદીના દાવા જવાબની હકીકત હું જાણતો નથી. દાવાના મુદ્દા કેટલા ને ક્યા હતા તે ઘણા દિવસની વાત છે, તેથી યાદ નથી. અમે અમારા પંચનો ખુલાસો અમે જ લખી આપ્યો હતો. મુદ્દાવાર લખ્યો ન હતો જે સંબંધીની તકરાર હતી તે સંબંધી સમજી સમજીને ખુલાસો લખી આપ્યો હતો. હાલ કઈ કઈ બાબતનો ખુલાસો આપેલ તે યાદ નથી. કાગળીયા હોય તો કહી શકું. વાદી તથા પ્રતિવાદીની સાક્ષી કે જુબાની લીધી ન હતી. અમે કાચો ફેંસલો અમારે હાથે કર્યો હતો. ને પાકો ફેંસલો કોર્ટમાં આપ્યો તે લખાવી આપેલ હતો. બીજા પાસે કાચો ફેંસલો અમારામાંથી જે લખ્યો હતો. પાકો ફેંસલો ત્યાંના બીજા માણસ પાસે લખાવેલ હતો તેને ઓળખું નહીં. વાણીયો હતો કે બીજો તે ઓળખું નહીં. એ માણસને અમે પાંચ છ જણા હતા તેમાંથી કોણ બોલાવી લાવેલ તે અમારા મુખીને ખબર મને ખબર નથી. અમારા કાચા ફેંસલા પરથી પાકો ફેંસલો શબ્દે શબ્દ લખ્યો હતો. અમારા ફેંસલામાં સંસ્થા લખેલ છે. તેનો અર્થ સેવકો ધર્મીઓ અમારા ફેંસલામાં બે પંચ એ લખેલ છે. તે બે પંચ એટલે ૧ સાદાતનો પંચ અને એક અમારી નાતનો પંચ સાદાતોનો પંચ. તે સાદાતોમાં જે આગેવાન હોય અને અમારી નાતમાં જે આગેવાન હોય તે પંચ મુકરર પંચના નામની ખબર મને નથી. ફરી લખાવું કે સાદાતોની મને ખબર નથી. બાકી અમારી નાતમાં માનકુવાને નખત્રાણા વિગેરેના આગેવાનો છે. સાદાતોના પંચનું મંડળ અને ધર્મીઓના પંચનું મંડળ, અમારી નાતમાં તકરાર થાય ત્યારે અમારી નાતમાં ભેગાથઈ નિર્ણય કરીએ છીએ. મેં ઉપર જે નામ વાદીઓના લખાવ્યાં તે સિવાય બીજા વાદીઓમાં હતા કે કેમ તે મારા જાણવામાં આવેલ નથી. પંચનામા ઉપર આ છ સિવાય બીજા સૈયદોએ સહી કરેલી હતી કે કેમ તે મારા જાણવામાં નથી. અમે જે ખુલાસો લખ્યો તેવો શબ્દેશબ્દનો ખુલાસો આજે ન લખી શકાય. એ ખુલાસો વાદીને પ્રતિવાદીઓને બોલાવી ખબર આપી વાંચી સંભળાવી સહીઓ લીધેલ ન હતી, કાકાના અધિકારના સંબંધમાં તમારા ફેંસલામાં શું લખ્યું છે, તેના જવાબમાં કે તે હું મોઢેથી કહી શકું નહીં. કાકાના અધિકાર સંબંધમાં કાકાને ગાદીવાળા કાકા કહીએ છીએ, તે સિવાય જાણતો નથી, સૈયદોના હક્કો સંબંધી મોઢેથી મને પુછે માહિતી નથી. મારી પાસે લખેલું નથી, પીરાણાના વહીવટમાં લખેલું હોય તે ખરું. હક્ક સંબંધમાં હમણાં અમે વહીવટ પીરાણાનો જોયો ન હતો. અમે જે દાવાનો નિકાલ કર્યો તેમાં સાદાતોના પંચ તથા ધર્મીઓનું પંચ પક્ષકાર હતા. એટલા માટે તમે તમારા ખુલાસામાં એ બે હું પક્ષકારને અધિકાર આપ્યો છે. તેના જવાબમાં કે આ ખુલાસામાં સાદાતોના પંચ તથા ધર્મીઓના પંચ તે સંબંધમાં હું બરોબર સમજી શકતો નથી. એ ખુલાસો અમે કાચો લખ્યો ત્યારે કોઈની સલાહ લીધી ન હતી. આગળ પેલી લીધી હોય તો ભલે. ક્યા માણસની સલાહ પ્રથમ લીધેલ તે માણસનું નામ હું લેવા જરૂર જાણતો નથી. કાકાએ સલાહ નોતી આપી પીર ઈમામશાહની દરગાહને દરવર્ષે દશોંદ આપીએ છીએ. પીર ઈમામશાહે ચલાવેલ સતપંથને અમે માનીએ છીએ. સૈયદો એટલે સાદાતો. પીર ઈમામશાહના વંશજો છે એમ સૈયદોના કેવાથી જાણું છું. પીર ઈમામશાહનું નામ મેં મારા વડવાઓના મોએથી સાંભળ્યું છે. ઈમામશાહના વખતમાં કાકા અમારા ધર્મમાં હતા. હંમેશથી છે. તે વખતના કાકાનું નામ શાસ્ત્રો ઉપરથી સાણા કાકા હતું. એ હું જાણું છું. તમારા ખુલાસાની કલમ પેલીમાં જે લખ્યું છે. તે સંબંધમાં ગાદીવાળા કાકા છે અને ગાદીવાળા કાકા વહીવટ કરે છે. તેથી લખ્યું છે. ખુલાસાની કલમ બીજીમાં સાદાતોને શું શું આપવું, તે વિશે તમારે મોગમ ખુલાસો કરવાનું કારણ તેના જવાબમાં કે વહીવટમાં લખેલ હોય તેથી મોગમ લખેલ છે. વહીવટના દફતર અમે તપાસ્યાં હતા. પ્રથમ દફતર ન જોયાનું લખાવ્યું છે. ને હાલ દફતર જોયાનું લખાવું છું તે બેમાં જોવાનું લખાવ્યું છે તે ખરું છે. ખાનગી મિલકત ગાદીવાળા કાકાએ કંઈ ન રાખવી એમ જે ઠરાવેલ. મુળ દાવા અરજીમાં એ વાત લખી તે મોઢે યાદ નથી. દાવા અરજીમાં ગાદીવાળા કાકાઓ છે. ને તે જે કરે તો બે પંચ મળી સુચના કરે એવી દાવા અરજીમાં છે કે નહીં તે મોઢે યાદ નથી. પણ મિલ કે શેર કરવાની તકરાર હતી તે ન કરે એ માટે એ કલમમાં લખ્યું છે. ખુલાસાના બંધકારમાં આ દાવા સંબંધીની બીજી તકરારો રદ કરવામાં આવે છે. એમ લખ્યું છે તે કઈ તકરારો તે હમણાં મોઢે કહી શકાય નહીં. રદ કરેલી તકરારો અમે અમારા ખુલાસામાં બાબતવાર લખી નથી. ખુલાસામાં કોઈ વાત વિગતથી લખેલી નથી. મોગમ લખેલી છે. ઉલટ દાવા અરજી મને વાંચી સંભળાવ્યા વગર દાવા અરજીમાં શું શું તકરાર છે, તે ખબર ન પડે તેમ વાંચ્યા સિવાય કહી ન શકું. તેમ અમે પંચોએ કરેલ ફેંસલો જોયા સિવાય શું કરેલ છે તે કહી શકું નહીં. અમે ફેંસલો કર્યો તેમાં કોઈને લાલચ અપાયાનું હું જાણતો નથી તેમ એ ફેંસલો પક્ષપાત થવાનું મારા જાણવામાં આવેલ નથી. અમારો સતપંથ ધર્મ હિન્દુ ધર્મ છે. કાકા હિન્દુ છે અને અમારા જાતભાઈ છે. સાણો કાકો અમારો નાતીલો હતો એમ કહેવાય છે. પીરાણાની ગાદીનો વહીવટ આગળથી કાકા કરતા આવે છે, એમ કહે છે અને હાલ કરે છે.

ફરી તપાસ સતપંથ ધર્મનો ચલાવનાર ઈમામશાહ બાવો છે.

કા. પટેલ હીરજી ખીમાની સહી દા.પોતે

રૂબરૂ સહી માધવજી — કલ્યાણજી

નખત્રાણા થાણદાર.

એક જામીન કરનાર

મેતા ભાઈશંકર                                                  રેવાશંકર ગૌરીશંકર વેલજી

ખરી નકલ

માધવજી કલ્યાણજી                                           નખત્રાણા થાણાદાર.

વાદી તરફથી  નકલ મળવા રીપોર્ટ આપ્યો. શ્રાવણ વદ ૧૨ શુક્રે સાં. ૧૯૮૦ {VSA: 07-Sep-1923}

          સ્ટેમ્પ તપાસી આપવા હુકમ થયો શ્રાવણ વદ ૧૨ શુક્રે સાં. ૧૯૮૦ {VSA: 07-Sep-1923}

          નકલ તૈયાર કરી દરખાસ્તથી આપી શ્રાવણ વદ ૧૩ શની સાં.૧૯૮૦ {VSA: 08-Sep-1923}

સહી માધવ જીકલ્યાણજી

નખત્રાણા થાણદાર

 

 

          નખત્રાણા કોર્ટમાં સાક્ષીઓ જણ ૫ એ જે જુબાની આપી તે આપણે વાંચી ગયા. આ જુબાની ઉપર ટીકા કરવાનું હું વાંચનારાઓ ઉપર છોડું છું. વાસ્તવિક રીતે આપણે સાક્ષીઓ લક્ષમણ કાકા તેમજ સૈયદો તરફથી પંચ તરીકે નીમાયા હતા અને તે પંચોને સૈયદોએ જે દાવો કાકા લક્ષ્મણ ઉપર માંડ્યો છે તેનો ફેંસલો કરવા સોંપેલું પરંતુ દરેક સાક્ષી, પોતાની જુબાનીની દાવા સંબંધી માહિતી નથી એમ જ બોલેલો. ત્યારે એ પંચોએ નિકાલ શો કર્યો? ખરું કહીએ તો એમ કહી શકાય કે, લખમણ કાકાના વહીવટ ઉપર આંખ મીંચામણું કરી સૈયદોએ જે પોતાના હક્કની ફરિયાદ માંડી છે તેના ઉપર લીંપણ વાળ્યું છે. નખત્રાણા કોર્ટમાં સાક્ષીઓએ જે જુબાની આપી તેના ઉપર નિર્ણય કરી ન્યાય આપવાનું કામ અમદાવાદ કોર્ટનું છે. એટલે એ જુબાની ઉપર હું વિશેષ કહી શકતો નથી. મારે તો માત્ર કચ્છના અમારા કણબી જ્ઞાતિના ભાઈઓ જાણી શકે કે લખમણ કાકો કચ્છની કણબી જ્ઞાતિને આંખે પાટા બંધાવી પીરાણા સતપંથને હિન્દુ ધર્મમાં ઘૂસેડી પોતે ગાદીપતિ થવાના લોભે કેવા કેવા અનર્થો તેમજ હિન્દુજ્ઞાતિના ભાઈઓને પીરાણા સતપંથમાં જીવતા દાટી રાખવા અને હિન્દુ ધર્મથી પતિત કરવા અને મુસલમાની ધર્મમાં ભેળવી દેવાના કેવા નીચ પ્રયત્નો કરે છે તેજ બતાવવા મારો આ પ્રયત્ન છે. વળી લખમણ કાકાએ ફેજપુરના એક મુકદમામાં સાક્ષી તરીકે અમદાવાદ કોર્ટમાં જુબાની આપી છે તે ખાસ જાણવા જેવી હોવાથી આ લેખમાં તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

 

 

ફેજપુરવાલો મુકરદમો નીચે પ્રમાણે :—

                                      ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ અમદાવાદ

                                                                   તા.૫—૭—૧૯૨૩

                                      બ ડીવીઝન મેજીસ્ટ્રેટ વર્ગ ૧ જલગામ પૂર્વ ખાનદેશ.

                                                                   ફોજદારી મુ.નં.૧૨ સને ૧૯૨૩

                                      ફરિયાદ આનંદા લાહનુંકીરંગે મુ.ફેજપુર.

                                      તોહમતદાર આત્મનંદ ગુરૂ પ્રેમાનંદ બ્રહ્મચારી મું.ફેજપુર.

                                      ઈન્ડિયન પીનલકોડ કલમ ૪૯૯.

          હું આ ઉપરથી પ્રતિજ્ઞા કરી કહું છું કે મારું નામ કાકા લક્ષ્મણ કરમશી ધર્મે સંતપંથી જાત સાધુ ઉંમર આશરે સાઠ વરસની, ધંધો ધર્મ ઉપદેશનો રહેવાસી ગામ—પીરાણા ડી.અમદાવાદ.

સર તપાસ.

          મારી જાત લેવા પાટીદાર છે. મારો ધર્મ હિન્દુ છે. મારો પંથ સતપંથ કહેવાય છે. હું સતપંથનો ગુરૂ છું. સતપંથના મુળ ગુરૂ ઈમામશાહ છે. ઈમામશાહના વંશજો ગુરૂમાં નહીં સતપંથી લોકો હિન્દુ કહેવાય છે. તેઓ કુરાનને માનતા નથી, સતપંથી લોકો સુનત કરાવતા નથી. તેઓ નમાજ પડતા નથી. હિન્દુઓના વેદ ગ્રંથોને આ લોકો માને છે. તેમ ભાગવત રામાયણને પણ માને છે. આ પંથના લોકો જે ગ્રંથો તરફ માનની લાગણીથી જુવે છે તે શિક્ષાપત્રી મુળબંધ અને ગુરૂવાણી છે. આ ત્રણે પુસ્તકો ઈમામશાહના લખેલા છે. આ ગ્રંથો હસ્ત લેખિત છે. ઈમામશાહના વંશજોએ લખેલા ગ્રંથો ધાર્મિક પુસ્તકો ગણાતાં નથી. તેમજ તેમના અનુયાયીઓ તેને માનતા નથી. અનવરે હિદાયત. અનવરે હિદાયત નામનો અમારો ધર્મગ્રંથ નથી. અમારા પંથના માણસો લગ્ન મરણ પ્રસંગે હિન્દુ રીત—રિવાજો પાળે છે. અમારા પંથના માણસો કેટલાક શબને દાટે છે અને કેટલાક બાળે છે. આના સંબંધમાં જે સુચનાઓ ઈમામશાહે કરેલ છે તે પાળવી જોઈએ તેમ નથી. આ પ્રમાણે નહીં પાળે તે સતપંથી કહેવાય નહીં. બાળવું કે દાટવું તે દેશના રીવાજ મુજબ છે. સતપંથી લોકો રમજાન અને બકરીઈદ અને મોહરમ પાળતા નથી. સતપંથી લોકો એકાદશી, રામનવમી, ગોકુળ આઠમ વિગેરે હિન્દુના તહેવારો પાળે છે. સતપંથી લોકો પૈકી જેની મરજીમાં આવે તે એકાદશી, રામનવમી વિગેરે દિવસે ઉપવાસ કરે છે. સતપંથી લોકો હિન્દુઓની માફક દશ અવતાર માને છે. સતપંથી લોકોને ગાય પાળવાની છે, ગાયોને પૂજ્ય તરીકે ગણે છે અને કસાઈને ત્યાંથી છોડાવાને પુણ્ય ગણે છે અને ગૌમૂત્રને પવિત્ર પ્રાયશ્ચિત વિગેરેમાં માને છે. સતપંથમાં ઘણી કોમના હિન્દુઓ છે. સતપંથમાં બ્રાહ્મણ, વાણીયા, પાટીદાર, સોની, કોળી હોય છે એ લોકો સહુ સહુની જાતથી ઓળખાય છે. સતપંથમાં બ્રાહ્મણ, વાણીયા અંદરો અંદર જમતા નથી. તેમ કન્યા પણ આપતા નથી. તેમની નાતમાં જ બધા વહેવાર થાય છે. સતપંથી બ્રાહ્મણ સિવાયના બ્રાહ્મણ સાથે વહેવાર રાખે છે. જમે છે. કન્યા આપે છે. બ્રાહ્મણ વિશે મેં કહ્યું તેમજ પ્રમાણે બીજી જાતો વર્તે છે. સતપંથમાં કોઈ મુસલમાન નથી, સતપંથી હિંસા ધર્મને માનતા નથી. અહિંસાને માને છે. સતપંથી ગૌભક્ષ છે તેમ કોઈ કહેતું હોય તો તે ખોટું છે. કોઈ મને ગૌભક્ષ કહે તો મને માથું વાઢ્યા બરાબર લાગણી થાય છે.

          એન, એજી. આ સવાલ તોહમતદારના તરફથી વાંધો લેવામાં આવે છે. સતપંથીમાં લોટની ગાય કરીને ખાવાનો રીવાજ નથી. મને બતાવી તે જાહેર ખબર મરાઠીની એકની ત્રણ મેં છપાવી છે. ખાનદેશના સતપંથીઓએ મારી પાસે આવીને તોહમતદારે કાઢેલ જાહેર ખબર બાબત કહ્યું. તેથી મેં અંગ્રેજી નિશાન ૩ની જાહેર ખબર કાઢી મેં આ બાબત ગુલામહુસેનને કહી ને તેણે ચારની જાહેર ખબર પ્રસિદ્ધ કરી ત્રણની હકીકત ખરી છે. ચારની પણ ખરી છે. પીરાણાની દરગાહની પશ્ચિમ તરફના લોઢાના દરવાજા ઉપર અંગ્રેજી બેમાં લખ્યા મુજબ કલમા લખેલા નથી. તેમજ બ્રાહ્મણોની ઈમામશાહે ઉતારી લીધેલી જનોઈઓ દરગાહમાં નથી. સુતરના કટકા બાંધી મૂકવામાં આવે તેના દરગાહમાં પડેલા છે. અહીં જે મોમના લોકો છે તે સતપંથી નથી. સતપંથી લોકો મુમના કહેવાતા નથી. સતપંથી લોકોના સંબંધી તેમની નાતમાં છે. નથી એમ જે કહે છે તે ખોટી વાત છે. કુરાનમાં લખેલું સતપંથી માને છે. તે વાત ખોટી છે. અંગ્રેજી ૨નો જવાબ જે અંગ્રેજી ત્રણમાં આપેલો છે તે મરાઠીમાં છે. હું મરાઠી જાણતો નથી. મી.એ.જી.પંડિત જે એન્જિનિયર છે અને મારા મકાનમાં રહે છે, તેમને મેં ગુજરાતીમાં હકીકત કહી. તે પ્રમાણે તેમણે મરાઠીમાં લખાણ કર્યું. તે પછી મને વંચાવ્યું ને તે પછી મેં ગુજરાતીમાં તેમના ઉપર સહી કરી.

           ઉલટ તપાસ. ઈમામશાહ સતપંથના સ્થાપનાર તેઓ ઈમામોદ્દીન કહેવાતા નહોતા. પીરાણા ગીરમથાની હદમાં આવેલું છે. પીરાણાની આસપાસ કોટ છે. તેની અંદર હાલ પણ ઘણી કબરો છે અને ઈમામશાહની કબર પણ રોજામાં છે. ઈમામશાહની ડાબી બાજુએ ઈમામશાહના વડવા સેદખાનનો રોજો છે, તે દરવાજા ઉપર કલમા છે કે નહી તે હું જાણતો નથી. કારણ કે હું ત્યાં જતો નથી. સેદખાનના રોજાની આથમણી બાજુ વીસ ત્રીસ ફુટના છેટે જેમાં ધાતુનો પંજો છે એ હું જાણતો નથી. ત્રીસેક વર્ષ ઉપર એક ત્રિશુળ ઉપર સુતરના કટકા જોયા હતા તે જનોઈઓ નહોતી આ સુતરના કટકા ઘણા વખતથી છે. બ્રાહ્મણો જનોઈ પહેરે છે તે મેં જોઈ છે. સુતરના કટકા જનોઈ નથી, તે વખતે મેં આ કકડા જોયા હતા તે જનોઈઓ નહોતી. સતપંથીનો વધારે ભાગ કચ્છમાં છે. ગુજરાતના ભાગોમાં પણ છે. ઈમામશાહની ગાદી પીરાણામાં છે. બીજી ત્રણ જગ્યાએ ધર્મશાળા છે. નવસારીમાં પીરાણાની ધર્મશાળા નથી. નવસારીમાં મીરપ્યારે સાહેબ છે તે ત્યાંના સતપંથીના આગેવાન છે. બુરાનપુરમાં પીરાણાની ધર્મશાળા નથી. ફેજપુરમાં એક છે ત્યાં માણસ રહે છે. અમદાવાદમાં ધર્મશાળા છે. અમદાવાદમાં હું આગેવાન છું અને પટાવાળો રહે છે. ઈમામશાહના વંશજો સૈયદ કહેવાય છે. અને તેઓ પીરાણામાં રહે છે. પીરાણાની ઈમામશાહની માલિકી તેઓ ધરાવે છે તે બાબતની તકરાર છે. તેઓ મુસલમાની ધર્મ પાળે છે, સેદખાનના રોજાની આથમણી બાજુએ મસ્જિદ છે. સતપંથમાં પાંચીયા, સાતીયા, આઠીયા નુરશાહી ઈમામશાહી એ રીતે પાંચ પેટા વિભાગો પડેલા છે. પાંચેના નિયમો જુદા જુદા છે. પાંચીયાને સાતીયા ઈમામશાહને માનતા નથી. ઈમામશાહને માનનારા આ પાંચમાં નથી. ઈમામશાહના વંશજોને માનતા નથી. પાંચીયા તેઓ બાલા મહમદશાહને માને છે. સાતીયા બી.બી.રાજે બાઈને માને છે. બને ઈમામશાહના વંશજો છે. કચ્છીઓ ઈમામશાહને માને છે. ગુજરાતના કણબી વિગેરે પાંચીયા સાતીયા વિગેરેની હવેલીને માને છે. ગુજરાતના કણબી મતીયા કહેવાતા નથી. નવસારીના મતીઆ કહેવાય છે. મરણ પ્રસંગની ક્રિયા વખતે કાકા અગર તેના માણસની જરૂર ખરી. અગર લોબાન જલે ફુલ બલા ટળે દીન જાગે કફન માગે. એ શબ્દો બોલતા નથી. ઈમામશાહે કહેલા શબ્દોની પ્રાર્થના કરીએ છીએ. તે ગુજરાતીમાં કરીએ છીએ. બીસમિલ્લા અલ્લા રહેમાન રહીમ, શત ગોર પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ વીસ નવ નીરંજન નરઅલી મહમદશાહ તુમારી દોવા. એ શબ્દોની મને માહિતી નથી. પાપ નિવારણ માટે ક્રિયા કરવામાં આવે છે અને તે અમો કરીએ છીએ. અગર અમારા સાધુ કરે છે.  ક્રિયા કરવામાં તેત્રીસ કરોડ દેવતાને આરાધન કરીને પાણી છાંટવામાં આવે છે, ત્યારથી તે છોકરો પંથનો ગણાય છે. પીરાણાના મકાન અગર કંપાઉન્ડ ઉપર કોઈ પણ અથરવેદ અવતારની મુરતી નથી. કાકા તરીકે મારે નમાજ પડવાની નથી, તાબુત ઉપાડવા હું જતો નથી. રમજાન મહિનામાં ઉપવાસ પણ હું કરતો નથી. મારી જાતના પાટીદાર જેઓ સતપંથી, તેઓની સાથે હું જમ્યો છું, પણ છેલ્લે બે વર્ષમાં નહીં તેથી નામ આપી શકું નહીં. જમ્યા પછી મારી ક્રિયા કરવી પડે છે. સતપંથના પાટીદારો સાથે સતપંથી સિવાયના પાટીદારને કન્યા આપવાનો દાખલો હું આપી શકું તેમ નથી. તેમની સાથે બેસીને જમ્યાનો પ્રસંગ હું બતાવી શકું નહીં, બે ત્રણ વર્ષ પહેલાં આગાખાન સાહેબ સતપંથી અનરીતે જો તકરાર હતી પણ તેનો નિકાલ થઈ ગયો છે. હાલ કંઈ તકરાર નથી. આગાખાનની સાથે તકરાર થઈ નથી. અબુતાલીબના રોજા સાથે તકરાર થઈ હતી. સ્વધર્મ વર્ધક મંડળ નામની સ્થાપનાની મને માહિતી નથી. હું અથરવેદ અને સતપંથને માનું છું. અથરવેદનો કોઈ પણ સિદ્ધાંત સતપંથમાં આવે છે તે હું જોયા સિવાય કહી શકું નહી. કાકા મરી જાય ત્યારે એના શબ ઉપર કબર કરવામાં આવતી નથી. તોમતદારને અમારા ઉપર આક્ષેપ મૂકવા બાબત ફરિયાદ કરવાની નોટીસ આપી. અમો ફેજપુરમાં તોતારામ બદુને હું ઓળખું છું. તે નોટીસ તોતારામે લખી નહતી પણ મીસ્ટર પંડિતે લખી હતી. નોટીસના એક જ પેજ ઉપર ઠેકાણું મી. પંડિતે લખ્યું હતું. એક જ (૨)ની નોટીસ ઉપર મારી સહી છે તેથી તે મારી આપેલી હશે. સતપંથના ધર્મ સંબંધમાં તા.૨૪—૪—૧૯૨૩ના ગુજરાતી પંચમાં આપેલી હકીકત મારા જાણવામાં આવી નથી. ગીરમથાના શીવલાલ ડાહ્યાભાઈને હું ઓળખું છું. શીવલાલ ડાહ્યાભાઈએ છપાવેલી જાહેરાત ૧ મારા જાણવામાં છે. સૈયદોના લાભ માટે પાટીદારોને ખબર આપવા માટે આ જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે. દાવો થયો ત્યારથી આ ધર્મ ઉપર તે મુસલમાની છે એમ આર્ટીકલ થયા છે, તેમ હું જાણું છું. પહેલાં કાંઈ પણ આક્ષેપો થયા નહોતા. ધાર્મિક પુસ્તકો રજુ કરવાને વકીલ માંગણી કરે છે. પણ કોર્ટ ના પાડે છે, રોજામાં પ્રાર્થના થતી નથી. પણ અલગ ઓરડામાં કરવામાં આવે છે. તે ગુપ્ત રીતે કરવામાં આવે છે. એટલે સતપંથીઓને એક જ જગ્યામાં ભેગા કરવામાં આવે છે. પંજેતન મુસકીલકું આસાન કરો, એ મંત્ર સૈયદો બોલે છે, અમે બોલતા નથી. ઈમામશાહનો ધર્મ અમો પાળીએ છીએ તે સૈયદો પાળતા નથી. તેઓ મુસલમાની ધર્મ પાળે છે. કળશ પુજા કરવામાં આવે છે તે વખતે મંત્રો બોલાય છે. સાતીયા લોકો બીસમિલ્લા વિગેરે શબ્દો પૂજા વખતે વાપરે છે. કારણ કે તેઓ શેખ છે. અમે વાપરતા નથી. સાતીયા હિન્દુ છે કે મુસલમાન તે હું જાણતો નથી. દુવાના પેલા શબ્દો આદી નારાયણ આદી બ્રહ્મા વિગેરેથી શરૂ થાય છે, ઉઠતી વખતે હે ઈમામશાહ હે ભગવાન એ શબ્દો બોલવામાં આવે છે. વીસ વર્ષથી હું કાકા તરીકે છું. ચાલીશ વર્ષથી હું ગુજરાતમાં છું. સતપંથી કણબી પાટીદારના સંબંધમાં હું આવેલ છું. બીજાના સંબંધમાં હું નથી આવ્યો. કન્યા આપવા સંબધમાં મારે કોઈ પણ વાટાઘાટ તેમની સાથે કરવાના પ્રસંગમાં આવ્યો નથી.

ફરી તપાસ.

          પીરાણાના રોજામાં અમારે નમાજ પડવાની છેજ નહીં, સતપંથી કચ્છ સિવાય હિન્દુસ્તાનના ઘણા ભાગોમાં છે. નવસારીમાં મીર પ્યારે સાહેબ નુરશાહી રોજાના આગેવાન છે. અમારા નથી. સતપંથ સિવાય તેવા પાટીદારના પરિચયમાં આવેલો છું પણ તેમની સાથે સંબંધમાં આવ્યો નથી.

તા.૫—૭—૧૯૨૩

ડી.મા.સાહેબ

 

          પીરાણાવાળા મુજાવર કાકા લક્ષ્મણ કરમશીએ ફેજપુરવાળા ફોજદારી મું. નાં. ૧૨માં ફરિયાદી આનંદા લાહનુંકીરંગેના સાક્ષી તરીકે અમદાવાદમાં તા.૫—૭—૧૯૨૩ના રોજે ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ પાસે જે સાક્ષી આપી છે તે આપણે વાંચી ગયા. હવે તે સાક્ષીમાં કાકે શું શું કહ્યું છે. તે સતપંથી કણબી ભાઈઓ કચ્છના જાણી શકે એવા હેતુથી અને તે ઘણી જ ઉપયોગી થશે એ ઈરાદે એ પ્રશ્ન નીચે ચર્ચવામાં આવ્યો છે.

          સર તપાસમાં લક્ષમણ કાકો જણાવે છે કે મારી જાત લેવા પાટીદાર. મારો ધર્મ હિન્દુ, હું સતપંથનો ગુરૂ છું. મુળ ગુરૂ ઈમામશાહ હતા. આ શબ્દોમાં સત્ય શું છે, તે આપણે જાણવું જોઈએ. દિલગીરીની વાત તો એ છે કે લખમણ કાકાને સાઠ વર્ષ થયા છે, છતાં તે કઈ જાતના કણબી છે, એ જાણતા નથી હું ખાતરીથી કહું છું કે લક્ષમણ કાકાના પૂર્વજો કડવા પાટીદાર હતા, એ વાત જાણવાની લક્ષમણ કાકાને ઈચ્છા હોય તો હું તેમને બતાવી આપવા તૈયાર છું. કાકા લક્ષમણ કહે છે કે મારો ધર્મ હિન્દુ, મારો પંથ સતપંથ ! આ કેવી નવાઈ? કોઈ પણ હિન્દુ ધર્મવાળા માણસોનો પંથ, ઈમામશાહે બતાવેલો હોઈ શકે ખરો? ઈમામશાહ શું હિન્દુ હતો? નહીં જ, કારણ કે જે પંથમાં માણસ હોય તેજ તેનો ધર્મ કહેવાય. લક્ષમણ કાકો કેવું જુઠું બોલ્યા છે? ઈમામશાહે બતાવેલો સતપંથ, કોઈ કાળે હિન્દુ ધર્મ છે જ નહીં. અને તે વાત અનેક પુસ્તકો તેમજ લેખો વડે પ્રસિદ્ધ થઈ ચૂકેલી છે. વળી લક્ષમણ કાકો એમ પણ જણાવે છે કે સતપંથના મૂળ ગુરૂ ઈમામશાહ હતા, હમણાં પોતે છે એટલે સતપંથીઓએ લક્ષમણ કાકાને ઈમામશાહ જેવા જ માનવા ! આ તે કેવા પ્રકારની ઘટના કહેવાય !  વળી તે જણાવે છે કે હિન્દુઓના વેદગ્રંથોને આ લોકો માને છે. તેમજ ભગવાન રામાયણને પણ માને છે. જેમ ડુબતો માણસ તરણું પકડીને આરે જવાના હવાતીયા મારે, તેમ ઈમામશાહીના આ મુજાવરને ના છુટકે એ પવિત્ર પુસ્તકોના નામનું શરણ લેવું પડ્યું છે. બાકી હિન્દુ ધર્મના એક પણ શાસ્ત્રને પીરાણા સતપંથીઓ માનતા નથી, તેમજ રામાયણ અને ભાગવતના કોઈ પુસ્તકને પીરાણા સતપંથીઓ પુજતા પણ નથી. એ વાત ખાનામાં જનારા ક્યા ભાઈથી અજાણી છે. કાકા લક્ષમણનું આ જુઠાણું તો ગજબ છે. આગળ ચાલતાં જણાવે છે કે અનવરે હિદાયત નામનો અમારો કોઈ ધર્મ ગ્રંથ નથી ! એ વાત કદાચ સાચી હોય તો પણ કચ્છના સતપંથીઓમાં આ ચોપડી પ્રસિદ્ધ છે અને સતપંથના અનુયાયીઓ અનવરે હિદાયત નામના ગ્રંથમાં લખેલી હકીકત પ્રમાણે નમાજ બંદગી કરતા શીખ્યા છે, જેના સેંકડો દાખલા મળી શકે એમ છે. એ વાતના ગુરૂઓ કદાચ સૈયદો હશે પરંતુ તે વાત લક્ષમણ કાકો જાણતા છતાં પોતાના સ્વાર્થની ખાતર જ્ઞાતિ ભાઈઓને મુસલમાની રાહત પર લઈ જવાના પ્રપંચનો પડદો ઉઘડી ન જાય એ ઈરાદે તેમજ પોતાના બચાવ માટે એમ કહી રહ્યા છે, જુબાનીમાં જણાવે છે કે અમારા પંથના કેટલાંક સતપંથને માનનારા માણસો લગ્ન મરણ પ્રસંગે હિન્દુ રીત—રિવાજો પાળે છે. આ વાત તો તદ્દન ખોટી જ છે. મરણ પ્રસંગે દટાય છે અને લગ્ન પ્રસંગે ધોવા પઢવામાં આવે છે. કલમાના જાપ જપાય છે તેમજ ડગલે ને પગલે ફરમાનજી બીસમિલ્લા બોલાય છે અને એમાં જ પીરાણાનો સતપંથ સમાય છે, એ વાત હવે ક્યાં છુપી રહી છે. ઈમામશાહ જે સતપંથના મૂળ ગુરૂ લક્ષમણ કાકો કહે છે તેજ આસામી જનત નામામાં એક ઠેકાણે કહે છે કે ભાઈ રે જેની આ દુનિયામાં માટી (મડદુ) બળે તેના તે મોઢાં કાળાં થાયે એ ઉપદેશને લઈને તો સતપંથીઓને ખાશ દફનાવામાં આવે છે. છતાં લક્ષમણ કાકો કોર્ટ સમક્ષ કેટલું જુઠું બોલે છે. તેનો વાંચનાર ખ્યાલ કરશે જ, છતાં પોતાની જાતના બચાવ અર્થે લક્ષમણ કાકાને કહેવું પડે છે કે અમારા પંથના માણસો કેટલાક દટાય છે અને કેટલાક બળે છે, પરંતુ જે બળે છે તે તો પરદેશમાં. મુંબઈ, કલકત્તા, નાગપુર ઈત્યાદિ સ્થળે, કારણ તેમ ન કરે તો હિન્દુ લોકો મુસલમાનમાં ગણી કાઢે, એ અપવાદથી જ મુડદાં બાળે છે. બાકી કચ્છમાં પીરાણા સતપંથીઓનો જે મોટો ભાગ છે. તે બધાં દટાય છે અને કોઈ બાળવાની વાત કરે તો નાત બહાર થાય એ વાત જગજાહેર છે અને લક્ષમણ કાકો પૂરેપૂરી રીતે જાણે છે અને સમજે છે. સતપંથીઓ રામ નવમી, એકાદશી કે ગોકળ આઠમના ઉપવાસ કરતા નથી, પરંતુ રોજા મહિનામાં ખાસ ઈમાની લોકો થોડા રોજા રાખે છે. એ વાત હવે ક્યાં સુધી છાની રહેવાની છે. પોતાની નિર્લજતાના બચાવમાં હિન્દુમાં ખપવાની જીજ્ઞાસાવાળો લક્ષમણ કાકો જણાવે છે કે સતપંથી લોકો હિન્દુઓની માફક દસ અવતારને માને છે? હું એ વાતની ચોખ્ખી ઘસીને ના પાડું છું. હા દસ અવતારને માને છે, પણ તે હિન્દુઓના નહીં પણ ઈમામશાહે બતાવેલા જેમાં હિન્દુ દેવોનું ખાસ અપમાન કરવામાં આવ્યું છે અને ભોળા હિન્દુઓને ઠગવાનો પ્રપંચ કરવામાં આવ્યો છે. કાકો જણાવે છે કે સતપંથી લોકોને ગાય પાળવાની છે. ગાયોને પૂજ્ય તરીકે ગણે છે. કસાઈવાડેથી છોડવામાં પુન્ય માને છે. ગૌમૂત્રને પવિત્ર પ્રાયશ્ચિત વિગેરેમાં માને છે. આ સંબંધે કહેવાનું કે ગાયને સતપંથીઓ અપવિત્ર માને છે તેનું દૂધ પુજામાં વાપરતા નથી તો પછી ગૌમૂત્રની પવિત્રતાનો સવાલ જ ક્યાં રહ્યો છે?

          ઈમામશાહના કૃત નવમા બુધા અવતારમાં જણાવેલું છે કે “પાંડવોના હાથે બુધ ભગવાને ગૌવધ કરાવ્યો વગેરે હકીકત વિસ્તારથી પીરાણા સતપંથના પોલના પુસ્તકમાં આવશે. માનકુવા ઈત્યાદિ ગામોના સતપંથીઓએ દીકરીને દાનમાં ગાય આપવાના બદલે ભેંસો આપવા ઠરાવેલું અને વળી એ પંથની પુજામાં ગાયનું દૂધ ન વાપરવાના મનાઈ હુકમો ક્યાં ઓછા નીકળ્યા છે. જેવી રીતે કેટલાક અજ્ઞાન મુસલમાનો ગાયના માટે માને છે. તેટલા જે દરજે ધર્મજનુની સતપંથીઓ ગાયના માટે માને છે. બાકી કચ્છના સતપંથી કણબીઓ કદાચ ગાયો રાખે છે. પરંતુ તે રીતે તો મુસલમાનો પણ ગાયો રાખે છે, બાકી ગાયને કે તેના દૂધને તેમજ ગૌમૂત્રને ઈમામશાહી સતપંથી પવિત્ર ગણતો જ નથી. કાકો લક્ષમણ કોર્ટમાં જે એકરાર કરે છે તે તદ્દન ખોટો છે. આગળ ચાલતાં કાકાશ્રી જણાવે છે કે સતપંથ ધર્મને માનનારા મુમના કહેવાતા નથી. હું કહું છું કે કચ્છના પીરાણા સતપંથી કણબીઓને લોકો મુમના કણબી કહે છે. એ વાતની સાક્ષી તો કચ્છમાં વસ્તાં પાંચ લાખ માણસ પુરી શકે તેવી છે. પીરાણાની દરગાહમાં જે જનોઈઓ ટાંગી રાખી છે તેને લક્ષમણ કાકો પોતાના સ્વાર્થ માટે હવે સુતરના કટકા કોર્ટ સમક્ષ કહેવા તૈયાર થાય છે. ત્યારે જે જે યાત્રાળુ લોકો પીરાણે આવે છે, તેને એમ શા માટે કેવામાં આવે છે કે આ તમારી જનોઈઓ બાવાએ ઉતરાવી અને તમને સતપંથ ધર્મ આપ્યો. આજે લખમણ કાકાને ખરા સુતરના કટકા એ કટકા જ લાગ્યા અને તે પણ કોર્ટમાં કહેવું પડ્યું એ એક ઘણા જ આનંદની વાત છે. હું તો કચ્છના કણબી જ્ઞાતિના ભાઈઓ જેઓ સતપંથ ધર્મ માની રહ્યા છે, તેમને જણાવું છું કે હવે તમે સમજ્યા હશો કે જે જનોઈઓ તમારી છે અને તે બાવાએ ઉતરાવી છે, એમ સમજી ત્યાં તમે પૈસા મુકો છો તે હવે મુકશો નહીં. લક્ષમણ કાકો પોતે જ તેને સુતરના કટકા હોવાનું કહે છે. કાકાશ્રી જણાવે છે કે ઈમામશાહની ડાબી બાજુએ ઈમામશાહના વડવા સેદખાનનો રોજો છે. તે દરવાજા ઉપર કલમા છે કે નહીં તે હું જાણતો નથી. કારણમાં જણાવે છે કે હું ત્યાં જતો નથી. સેદખાનના રોજાની આથમણી બાજુ વીસ ત્રીસ ફુટના છેટે જે ધાતુનો પંજો છે એ હું જાણતો નથી. આ તે કેવી નવાઈ. ચાળીસ વર્ષથી લક્ષમણ કાકો પીરાણામાં રહે છે છતાં સેદખાનના રોજાના દરવાજા ઉપર કલમા લખ્યા છે તે દરેક સતપંથી જાણે છે, તેમજ ધાતુનો પંજો પણ મોજુદ છે, છતાં કાકો ચાલીસ વર્ષમાં તે તરફ ગયા નથી એમ કહીને હિન્દુમાં ખપવાનો બચાવ શોધી રહ્યો છે. આગળ બોલતાં લક્ષમણ કાકો પોતાની જુબાનીમાં જણાવે છે કે, બીસમિલ્લ અલ્લા રહેમાન રહીમ સતગોરપાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદવીશનવ નીરંજન નરઅલી મહમદશાહ તમારી દોવા એ શબ્દોની મને માહિતી નથી. કેટલું જુઠું. તમામ સતપંથીઓ સમજી શકશે કે, કાકાશ્રી ખોટું બોલવાની પણ કંઈક હદ હોય તે હદ પણ કાકો કુદાવી ગયો છે. પીરાણા સતપંથની ચોસઠ ક્રિયાની ધોવાઓમાં તેમજ પીરાણા સતપંથના શાસ્ત્રોમાં શરૂઆતમાં ફરમાનજી બીસમિલ્લાહરહેમાન નરરહીમ સતગોરપાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદવીશનવ નીરંજન નરઅલી મહમદશાહ તમારી દોવા અને છેવટે હકલા એલાહા ઈલલ્લાહો મહમદુર રસુલીલ્લાહે આમ ચોખ્ખું બોલાય છે, છતાં લક્ષમણ કાકો એ શબ્દોનો કોર્ટ સમક્ષ ઈનકાર કરે છે. આ ઉપરથી સર્વે સતપંથીઓ જાણી શકશે કે લક્ષમણ કાકાએ પીરાણા સતપંથને પોતાના સ્વાર્થ માટે હિન્દુ ધર્મમાં ખપાવવા કેવાં ફાંફાં મારી રહ્યા છે. એટલું જ નહીં પણ પોતે શું બોલે છે, તેનું પણ કંઈ ભાન રાખ્યું જણાતું નથી. વળી આ ઉપરથી તો લક્ષમણ કાકો એકવાર નહીં હજારવાર નહીં પણ લાખવાર જુઠું બોલે છે, એમ સ્પષ્ટ રીતે સાબિત થઈ ગયું છે.”

          સાક્ષી લખમણ કાકો આગળ બોલતા જણાવે છે કે પાપ નિવારણ માટે ક્રિયા કરવામાં આવે છે અને તે અમો કરીએ છીએ. અગર અમારા સાધુ કરે છે. ક્રિયા કરવામાં તે તૈત્રીસ કરોડી દેવતાને આરાધન કરીને, પાણી છાંટવામાં આવે છે. ત્યારથી તે છોકરો પંથનો ગણાય છે. આમ કાકાશ્રી બોલ્યા છે કે પાપ નિવારણ માટે ક્રિયા કરવામાં આવે છે અને તે અમો કરીએ છીએ. પરંતુ શી રીતે ક્રિયા કરવામાં આવે છે તે જણાવ્યું નથી. માટે દુનિયાના તમામ માણસો જાણી શકે કે પાણી છાંટીને તેત્રીસ કરોડી દેવનું આરાધન પીરાણા સત પંથમાં કેવી રીતે થાય છે અને છોકરો પંથમાં કેવી રીતે ભળે છે તે જાણવા માટે સતપંથ ધર્મમાં મુખીની ક્રિયાની એકાવનમી ક્રિયામાં જણાવેલું તે આ પ્રમાણે :—

દોવા બાળક તથા નવા ધર્મા ને કાંકણ બાંધવાની

          બીસમિલ્લા હર રહેમાન નર રહીમ સતગોર પાત્ર બરમા ઈંદ્ર ઈમામશાહ આદવીસનવ નીરંજન નરઅલી મહંમદ સાહા સતગોર પીર કબીરદીનસતગોરપીર સુદરદીન, સતગોરપીર સાહેબદીન, સતગોરપીર નસીરદીન, સતગોર પીર સમસદીન, સતગોરપીર સલાઉદીન, નર અસલાંમ સાહા નર અલીમહમદ સાહા નરઅલી નીરંજન નામ નબીનુર સતગોર તમારી દોવા. સ્વામી તમે આદ નીરંજન, ધંધુકાર જીવપંડના સુરજનહાર, બરમાવાચા, વીસ નવવાંચા, માહેશ્વર વાંચા, સવસક્તીનીવાચા, શ્રી મચ્છની વાચા, શ્રી કોરંભની વાચા શ્રી વરાહની વાચા, શ્રી નરસીંહની વાચા, શ્રી વામનની વાચા, શ્રી ફરસરામની વાચા, શ્રી રામનીવાચા, શ્રી કરશનની વાચા, શ્રી બુધની વાચા, શ્રી નકળંકી નારાણયની વાચા, હક મલાંણા સાહામુરતજા અલી નબી નુરસતગોર નર અસલામ સાહા વેદવારાનાં મરદ સતગોર ઈમામશાહ નરઅલી મહમદ સાહા સેત્ર સેસત્ર હોસેની કોલ કાયમના પરવાર જાંબુદીપ ભરતખંડે કુંવારકાં ક્ષેત્રમાં હુવા દસમા અવતાર નકળંકી નારાણ પાત્ર બ્રહ્મા નરહરી અથરવેદની કાંડી ભણીને જીવનાં કાંકણ બાંધીએ તો જીવની કાયા નુરાણી થાએ તે જીવ અમરાપર જાએ તે જીવ ફેરાથી છુટે. અમર આસણબેઠો મનમકો અમારો ગજ સંકો તમારો એ જીવને કમળા કુવરની સોબતમાં રાખો. તેત્રીસ કરોડીના મેળા આપો ચાંદસુરજ પવન પાણી જમી આકાર અસટકળ પરબત નવકુળનાગ ચારકુળ મેઘ, ચારખાણ ચારવાણ, ચારવેદ, ચાર કતેલ, તેત્રીસ કરોડીની પુરીસાંખ ત્રિલોકની દીધી વાચા સ્વામી તમારે નીમ કાંકણે તમારે કરમે ધરમે એ જીવને સતપંથના મારગમાં રાખો. ગોરનરના દેદાર આપો, એ જીવના ગુના બકસો અમરાપરમાં વાસ આપો, એ જીવની ચિંતા તમને છે એ જીવને પાકપાવન કરો, સતગોર ઈંદ્રઈમામશાહા નરઅલીમહમદસાહા હકલાએલાહા ઈલલ્લાહો મહમદુર રસુલીલ્લાહે વાંચનાર સમજી શક્યા હશે કે લક્ષમણ કાકાએ કહ્યું તે પ્રમાણે તેત્રીસ કરોડ દેવતાનું  આરાધન — મે જે ધોવા કહી તે પ્રમાણે થાય છે. એમાં હિન્દુ દેવોની અને મુસલમાન પીરોના નામના ખીચડા સિવાય બીજું કાંઈ નજરે પડતું નથી. આગળ બોલતાં કાકા શ્રી જણાવે છે કે પીરાણાના મકાન અગર કંપાઉન્ડ ઉપર કોઈ પણ અથરવેદ અવતારની મૂર્તિ નથી. ક્યાંથી હોય ! કાકા તરીકે મારે નમાજ પડવાની નથી, તાબુત ઉપાડવા હું જતો નથી, રમજાન મહિનામાં ઉપવાસ પણ હું કરતો નથી. ખુદ પીરાણામાં તાબુત કાઢવામાં આવે છે અને છેલ્લા તાબુત થયા ત્યાં સુધીના ખર્ચમાં પીરાણાના વહીવટદાર મુજાવર લખમણ કાકા તરફથી દશોંદના નાણામાંથી તાબુત પેટે રૂા.પાંચ અપાય છે અને રૂા.પાંચ પાંચીયાની હવેલી તરફથી મળે છે અને સાતીયાની દરગાહ તરફથી પણ અપાય છે અને તે પૈસામાંથી જ તાજીયા બંધાય છે. દશે દિવસ ફકીરો જમે છે. જેની નોંધ કાકાના વહીવટના ચોપડામાં છે. તાજીયા ઉપાડવા કાકાઓ આવે છે. ખુદ લખમણ કાકો તાજીયાને ચમર ઢોળે છે. નાળીયેર તથા રોકડા પૈસા કાકો મૂકી પગે લાગે ત્યાર પછી તાબુત ઉપડે છે. એ વાત જાહેર છે છતાં તાબુત ઉપાડવા હું જતો નથી એવો ઈકરાર કરવાથી કંઈ પીરાણા ધર્મ હિન્દુ થઈ જવાનો નથી. અમારા સાંભળવા પ્રમાણે સૈયદોથી બે વર્ષ થયા તકરાર છે. ત્યારથી કેતાં બે વર્ષ પહેલાં ખુદ લખમણ કાકાને બંને ઈદોના દિવસે નમાજ પડવા પણ જવું પડતું હતું, આટલે દરજે કાકાએ પોતાની જાત પરતંત્ર કરેલી છતાં આજે હિન્દુ થવાનો તેમજ પીરાણા સતપંથ ધર્મને હિન્દુ કેવાને કાકો નીકળ્યો છે, એ પણ અજબ જેવું છે, કાકો કહે છે કે મારી જાતના પાટીદાર જેઓ સતપંથી નથી તેઓની સાથે હું જમ્યો છું, પણ છેલ્લાં બે વર્ષમાં નહિ તેથી નામ આપી શકું નહિ આ કેવી વિચિત્ર દલીલ, શું કાકો બે વર્ષમાં પાટીદારને ત્યાં એક જ ભાણે જમેલા એ વાત તેઓ ભુલી ગયા હોય તે કેમ માની શકાય. કદાચ અજાણ્યા માણસોને પોતે લેવા પાટીદાર છે, એમ કહી જમ્યા હશે, પરંતુ પીરાણાપંથી અથવા સતપંથી તરીકે પોતાને ઓળખાવે તો હું ખાતરીથી કહું છું કે કોઈ પણ પાટીદાર કાકાનો છાંટો સરખો પણ લે નહીં.

          સ્વધર્મ વર્ધક મંડળ નામની સ્થાપનાની કાકાશ્રીને ખબર નથી, એ પણ નવાઈની વાત કહેવાય. કાકાશ્રી જણાવે છે કે હું અથરવેદ અને સતપંથને માનું છું. અથરવેદનો કોઈ પણ સિદ્ધાંત સતપંથમાં આવે છે. તે હું જોયા સિવાય કહી શકું નહીં. લ્યો સાંભળો. શરૂઆતમાં કાકાશ્રી કહે છે કે હું સતપંથનો ગુરૂ છું અને સતપંથ એ અથરવેદના વાયકે ચાલે છે, તો પછી એજ પંથના ગુરૂને સતપંથ જોયા સિવાય કહી શકાતું નથી કે સતપંથમાં અથરવેદનું કંઈ રહસ્ય છે કે નહીં? આ વાતમાં પણ કાકે ખાસ ગુલાટ મારી છે, હું ખાત્રીથી કહું છું કે અથરવેદ સંસ્કૃતમાં છે. જ્યારે સતપંથ એ હાથ ઘડાઉ એક ખીચડીઓ પંથ છે તેમાં તે વળી અથરવેદની વાત શી હોય ! કાકાશ્રી પોતે એમ માનતા લાગે છે કે કોર્ટમાં ગમે તેમ બોલી સતપંથને હિન્દુ ધર્મમાં ઘુસાડી દેવું. તેનો કોણ ભાવ પૂછશે ! ખરેખર કાકો એક કાચની કોઠીમાં ભરાઈ બેઠો છે અને મનમાં જાણે છે કે મને કોઈ દેખતું નથી. પરંતુ કાકાશ્રી પોતે તેમજ તેનું હૃદય આરપાર દેખાઈ જાય છે. એ બાબત કાકાશ્રી ભુલી ગયા છે. આગળ બોલતાં કાકો જણાવે છે કે કાકા મરી જાયે ત્યારે એના શબ ઉપર કબર કરવામાં આવતી નથી, ત્યારે શું કરવામાં આવે છે તે કાકાશ્રીએ કેમ ન જણાવ્યું? શાને જણાવે. આ તો કાકાએ હવે હાકે જ રાખ્યું છે. હું ખાત્રીથી કહું છું કે જેટલા જેટલા કાકાઓ પીરાણામાં મુવા છે તે દટાયા છે અને ઘણાની કબરો પણ છે અને ઘણાને કબર નહી કરી હોય તો દાટીને ઉપર પાણો પણ ખોડ્યો છે, એટલું જ નહીં પણ કાકાઓને પીરાણાની જગ્યામાં દાટવા બદલ સૈયદોના પંચને અમુક પૈસા કાકો જે મુજાવર હોય તે આપે, ત્યારે ઘોર ખોદવા દેવામાં આવે છે. જેની નોંધ સં.૧૮૯૨ {Year: 1835-36} ની સાલથી અમને મળી છે. જે જનસમાજ જાણી શકે એવા હેતુથી લખી છે. તેના ઉપર વાંચનારાઓનું હું ધ્યાન ખેંચું છું.

          સંવત ૧૮૯૨ના ભાદરવા વદ ૦)) {અમાસ} {VSA: 22-Sep-1835} સૈયદોના પંચનો હિસાબ જે મુજાવર તથા કાકાઓ મરે તેની કબરની ભોંય સૈયદો પાસેથી વેચાતી લે ત્યારે દાટવા દે આ પ્રમાણે ઠરાવ હોવાથી

નીચે જણાવેલા આસામીઓની કબર માટે સૈયદોએ પૈસા લીધેલા તેની નોંધ.

રૂા.૧૯૦)

કાકા નથુ ઉર્ફે નાથાની કબરના ભોંયના લઈ જમીન આપી છે. સાં.૧૮૯૨ના ભાદરવા વદ ૦))(અમાસ) {VSA: 22-Sep-1835}  

રૂા.૧૮૦)

કાકા નાગજીની કબરના ભોંયના લઈ ભોંય આપી છે. સંવત ૧૮૯૩ના માગસર સુદ {VSAK: 09 to 22-Dec-1836}

રૂા.૧૬૫)

કાકા શામજીની કબર લઈને ભોંય આપી છે. સંવત ૧૯૧૪ના પોષ સુદ—૧૦ {VSAK: 26-Nov-1857}

રૂા.૧૯૦)

કાકા લાલાની કબરના લઈ ભોંય આપી છે. સંવત ૧૯૧૭ના મહા સુદ—૧ {VSAK: 10-Feb-1861}

રૂા.૧૭૫)

કાકા ચંપાની કબરના લઈ ભોંય આપી છે. સંવત ૧૯૨૩ના મહા વદ—૮ {VSAK: 12-Feb-1867}

રૂા.  ૪૫)

કાકા નાગરની કબરના લઈ ભોંય આપી છે. સંવત ૧૯૨૫ના ચૈત્ર સુદ—૫ {VSAK: 18-Mar-1869}

રૂા.  ૩૫)

કાકા જીવાની કબરના લઈ ભોંય આપી છે. હસ્તે મુખી ભાયચંદ ધનજી સંવત ૧૯૨૭ના શ્રાવણ સુદી—૯ બુધવાર {VSK: 26-Jul-1871}

રૂા.૧૦૦)

કાકા ગેલાની કબરના લઈ ભોંય આપી છે. સંવત ૧૯૩૨ના ચૈત્ર વદ—૧૪ {VSAK: 23-Apr-1876}

રૂા.  ૫૫)

કાકા તેજાની કબરના લઈ ભોંય આપી છે. સંવત ૧૯૩૨ના મહા સુદ—૩ {VSAK: 29-Jan-1876}

રૂા. ૧૨॥

ગામ દેવ મરાડીના ખોજા વીશરામની કબરના લઈ ભોંય આપી છે. સંવત ૧૯૩૩ના કારતક સુદ—૭ {VSAK: 24-Oct-1876}

રૂા.૨૫૦)

ગામ નડીયાદના ભગત રણછોડ પ્રભુદાસ. રામજી કાકાના બાપના સંવત ૧૯૫૨ના પહેલો જેઠ વદ—૨ ગુરૂવાર {VSAK: 28-May-1896}ના કબર  માટે ભોંયના લીધા.

રૂા.૭૫૭)

કાકા નાથાની કબરના ભોંયના સંવત ૧૯૫૫ {Year: 1898-99} ની સાલે

રૂા.૫૦૦)

કાકા કરમશીની કબરના ભોંયના સંવત ૧૯૫૮ના કારતક સુદ—૧૦ ગુરૂ {VSAK: 21-Nov-1901} લીધા છે.

રૂા.૨૫૦)

બાઈ કસળ રામજી કાકાની માની કબરના ભોંયના સં.૧૯૬૮ના ફાગણ વદી—૧૨ શુક્રવાર {VSAK: 15-Mar-1912} ના લીધા છે.

રૂા.૫૦૦)

કાકા રામજી કરમશીની કબરના ભોંયના સં.૧૯૭૭ના માગસર સુદ—૨ રવિવાર {VSAK: 12-Dec-1920}

         

તે સિવાય સૈયદોના પંચનો પણ પીરાણાની દરગાહમાં મુડદાંને દાટવા દેવા સંબંધે એક ઠરાવ થયેલો છે. તે આ પ્રમાણે છે.

ઠરાવ કોર્ટનો આંક ૪૯

          અમો નીચે સહીઓ કરનાર હજરતપીર ઈમામશાહ સુત નરઅલી મહમદસાની ઓલાદના જલાલસાહી નુરસાઈ સૈયદો. પીરાણા કાનમ પેટલાદ સુરત વિગેરે પંચ સમસ્ત આ ઠરાવ કરીએ છીએ કે આપણા વડીલની દરગાહની કંપાઉન્ડમાં જે મુડદાં દટાય છે તથા ફુલ દટાય છે. તેમાં જે જમાત તથા કાકાઓના ભોંયભાડાના રૂપિયા જે પેટીઓ વિગેરે પાસેથી લેવામાં આવે છે તે જનરલ પંચના કામ બદલ પાંચ માણસ મળી વાપરવાને તેનો હિસાબ રાખવો ને જ્યારે જનરલ પંચ હિસાબ માગે ત્યારે બતાવે ને પરચુરણ જનરલ પંચનું કામ હોય તો તે પીરાણાવાળા વગર પરવાનગીએ એ રકમમાંથી વાપરે ને જ્યારે પંચનું કામ પડે ત્યારે માત્ર પચીસ રૂા. વાપરે તેનો અમે જનરલ પંચ ઈનકાર કરીએ નહીં. એ અમો નીચે સહીઓ કરનાર કબુલ મંજુર છે, સાં.૧૯૬૮ના જેઠ વદ—૩ રવિવાર  {VSAK: 02-Jun-1912} ના રોજે ઉપર લખેલા સો—બસોની રકમ ઉપર લીટીઓ ત્રણ મારી છે તે ઉપર લખે રૂપિયાની રકમ જે આવે તે શાહુકારને ત્યાં વ્યાજે મુકવામાં આવે. લી.બાવાસાહેબ એહમદ અલી પીરાણા.

સહીઓ

સૈયદ અમીરસાહેબ જાફરઅલીની સહી

દા.પોતે પીરાણા

સૈયદ મીરઅલી  નજરઅલી સહી દા.પોતે  

પીરાણા

સૈયદ પુંજામીયા હુસેનમીયાં સહી દા.પોતે   

પીરાણા

સૈયદ ફતેલી હસનઅલી સહી દા.પોતે       

પીરાણા

સૈયદ ગુલામઅલી અસકરઅલી સહી દા.પોતે        

પીરાણા

સૈયદ સીકન્દરઅલી પીરસાહેબ સહી દા.પોતે

કાનમ

સૈયદ મીરસાહેબ હસનસા સહી દા.પોતે              

કાનમ

સૈયદ અલીમીયાં નુરઅલી સહી દા.પોતે              

કાનમ

સૈયદ અસરફલી કાસમઅલી સહી દા.પોતે           

કાનમ

૧૦

સૈયદ દરવેશઅલી નજફલી સહી દા.પોતે             

કાનમ

૧૧

કાકા લખમણ કરમસીની સહી દા.પોતે               

પીરાણા

૧૨

સૈયદ મીરસાહેબ ડોસામીયાં સહી પોતે               

કાનમ

૧૩

સૈયદ અલીમીયાં નુરસા સહી દા. પોતે

કાનમ

૧૪

સૈયદ મુરતુજા ફતેઅલી સહી દા.પોતે                 

સુરત

૧૫

સૈયદ બાવાસાબ ફતેઅલી સહી દા.પોતે              

પેટલાદ

૧૬

સૈયદ એહમદઅલી મેરઅલી સહી દા.પોતે           

કાનમ

         

ઉપર પ્રમાણેનો ઠરાવ સૈયદોના પંચનો થયેલો છે. આ ઠરાવ ઉપરથી તેમજ કાકાઓ તથા પીરાણા સતપંથીઓમાંથી મરી જાય છે, ત્યારે તેને ખાસ દાટવામાં આવે છે અને તેની કબર પણ કરવામાં આવે છે છતાં લખમણકાકો કોર્ટ સમક્ષ કહે છે કે કાકાઓ મરી જાય છે ત્યારે એના શબ ઉપર કબર કરવામાં આવતી નથી. એ વાત કેટલું સત્ય છે તે વાંચનારાઓ સમજી શક્યા હશે.

 

          કાકાશ્રી લક્ષમણ કરમસી તથા પીરાણા સતપંથમાં અંધ થયેલા કચ્છના પાટીદારો પ્રત્યે જણાવવાનું કે :—

કચ્છના કડવા પાટીદાર છતાં તમારા કહેવા પ્રમાણે લેવા પાટીદાર ઉર્ફે મુમના કણબી સતપંથીઓ ધર્મ હિન્દુ તેમજ તમારો પંથ સૈયદ ઈમામશાહે બતાવેલો પીરાણા સતપંથ છે તે સતપંથ સંબંધી ચોખવટ કરીએ, જેથી એ પીરાણા સતપંથમાં હિન્દુ ધર્મનો કેટલો અંશ નીકળે છે. જે જન સમાજ જાણી શકે.

પીરાણા સતપંથના સ્થાપનાર સૈયદ ઈમામશાહ તેઓ જાતે મુસલમાન તે કોઈ કાળે હિન્દુ ધર્મ બતાવે એ વાત જ સત્યથી વેગળી છે. છતાં કાકાશ્રી લખમણ કરમશી તથા કેટલાક મમતી મુમનભાઈ જે પીરાણા સતપંથ હિન્દુ ધર્મ છે, એવું પૂછડું જાલી રહ્યા છે, તેઓને જણાવવાનું કે તમારા પીરાણા સતપંથની દરેકે દરેક ક્રિયામાં ફરમાનજી બીસમીલ્લા હર રહેમાન નરરહીમ સતગોર પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહા નરઅલી મહમદશાહા તમારી દોવા. એ શરૂઆતમાં અને છેવટના ભાગમાં હકલાએલાહા ઈલલ્લાહો મહમદુર રસુલીલ્લાહે આ પ્રમાણે શબ્દો આવે છે. તેની તો તમે પીરાણા સતપંથીઓ ના પાડી શકો તેમ નથી, છતાં પીરાણા સતપંથ ધર્મ હિન્દુ ધર્મ છે એમ કહેવું એ ચોખ્ખી રીતે ભોળા અને અજ્ઞાન માણસોને ફસાવાની યુક્તિ કર્યા બરોબર જ છે. કાકા સાહેબ લખમણ કરમશીએ પોતાના સ્વમુખે કોર્ટ સમક્ષ આપેલી જુબાનીમાં ચોખ્ખું જણાવેલું છે કે ઈમામશાહને માનનારામાંનો મોટો ભાગ કચ્છમાં છે અને કાકાશ્રી પણ કચ્છના છે. જેથી કચ્છ તરફ પીરાણા સતપંથીઓનું કેવું વર્તણુંક છે તે સંબંધે જ મારી ચોખવટ છે. પીરાણા સતપંથીઓની ધર્મની જગ્યાને ખાનું કહેવામાં આવે છે અને પીરાણા સતપંથીઓ ઈમામશાહના પાટને તેમજ કબરને માને છે, તે ઉપરથી એમ નક્કી થાય છે કે, ખાનું — કબર વિગેરેને પુજવાનું હિન્દુઓને હોય જ નહીં. પીરાણા સતપંથીઓ નુરમાનું બાજનામું રતનનામું નાદલી દુવાએ ગંજુલઅર્શ અને મોરનબુવત જે તમામ મુસલમાની ઈલ્મ છે તેનો પાટ કરે છે. તે સિવાય માળા ફેરવતી વખતે પીરસાહનો જાપ. હકલા એલલ્લાહો મહમદુર રસુલીલ્લાહેનો કલમો અને પીરાણા સતપંથના ધર્મમાં ધર્માન્ધ થયેલા ઘણા સતપંથીઓ તૈયબનો કલમો આ પ્રમાણે પડે છે.

અવલ કલમે તૈયબ. દોહમ કલમે સાહાદત્ત અસોદહેઆન.

હકલા ઈલલ્લાહો મહમદુર રસુલીલ્લાહે વાએદહુઅલ્લા.

શરીકલહુ અસેહેદવન મહમદીન અબ્દહુ વેરસુલહુ.

 

આ કલમાનો જાપ દરેક પીરાણા સતપંથીને અવશ્ય પઠવો જ જોઈએ. તે સિવાય પીરાણા સતપંથીઓમાં કોઈ મરી જાય ત્યારે પીરાણા સતપંથના ધર્મ અને નિયમ પ્રમાણે તેને દફનાવવો જ જોઈએ. દાટી દેવાના માટે પીરાણા સતપંથમાં કહેવામાં આવ્યું છે કે, હેજી દુનિયામાં જેની માટી બળે તેના મોઢાં તે કાળાં થાયે. મરી જવા પછી અગ્નિ સંસ્કાર જેને થાય છે તેના મોઢાં કાળાં થશે અને પીરાણા સતપંથીઓના મોઢાં ઉજળાં રહે એ ખાતર તેને દાટી દેવામાં આવે છે !  પીરાણા સતપંથીઓ લગ્ન પ્રસંગે કોઈ બ્રાહ્મણ પાસે હિન્દુ ક્રિયા કરાવતા નથી. પણ પીરાણા સતપંથ ધર્મને માનનારાઓનો મુખી પીરાણા સતપંથની મુસલમાની ધોવા પડીને લગ્ન કરાવે છે. છતાં પીરાણા સતપંથ હિન્દુ ધર્મ છે. આમ કહેવું એ ચોખ્ખી દુષ્ટતા જ છે. જે ધર્મમાં કબ્રસ્તાનમાં રાંધીને ખાવાનો રીવાજ હોય, મરી જનારના પાછળ ત્રીજે દિવસે જારત થતી હોય કોઈ પણ પ્રકારનું સુતક સનાન ન લાગતું હોય, તેમજ કાળજુ ચીરી નાખે એવા કલમાઓ પડાતા હોય છતાં એવા પાખંડી પીરાણા સતપંથને લખમણ કાકો મારી મચડીને હિન્દુ ધર્મ ઠરાવાની ધૃષ્ટતા કરે છે, એ કેટલું શરમ ભરેલું છે. દરેકે દરેક હિન્દુ જ્ઞાતિઓ જો આ ગુપ્ત પીરાણા સતપંથનું રહસ્ય જાણે તો ખાતરીથી એમ જ કહે કે હિન્દુઓને વટલાવીને મુસલમાન કરવાનું પીરાણા સતપંથ એક કારસ્તાની કારખાનું છે. એમાં જરાપણ સંશય નથી. પીરાણા સતપંથ ધર્મ મુસલમાની છે. ખુદ સૈયદ ઈમામશાહ જે કાકા લખમણ કરમશીના ગોર નર થાય છે તેમણે જ પોતાના સ્વમુખે જનતનામામાં આ પ્રમાણે કહ્યું છે.

         

હિન્દુ ફેરી તેણે મુસલમાન કીધા અને કીધા તે બહુએ અપાર.

તેને મુસલમાન કરી ગુરૂએ બોધીયા તેણે રાખ્યો સાહાસું વહેવાર.

તે વારો હતો શ્રીઈસલામસાહાનો બ્રહ્મા તે પીરહસન કબીરદીન જાણ.

અઢાર ફરજંદ તેના કહીએ તે સાત હુરમથી જાણ.

એક તેની બેટી કહીએ બાઈ બુઢાઈ તેનું નામ.

જાફરી તેનો મહઝબ કહીએ જાફર સાદક ઈમામ.

અલી અમારો દાદો કહીએ અને દાદી તે બીબી ફાતમા જાણ.

હસન હુસેન સાહા અલીનાં કહીએ, આલ ઈમામશાહ તેનો પરિવાર

રસુલ અમારા નાના કહીએ તે અબદલાનો પરિવાર

બીબી અમીના તેની માતા કહીએ તે કહીએ અબદલાની નાર

બીબી ખતીજાં અમારી નાની કહીએ તે જુઓને એલમ વિચાર

સમજુ હશે તે સમજશે અને ભુલ્યા તે મુરખ ગમાર

આલ ઈમામ તેના ગુરૂ જાણ જો તેના તાત પીરહસન કબીરદીન જાણ

ત્યારે નુરસાહની વાર છે. એમ બોલીયા પીર ઈમામશાહ પ્રમાણ

પીર ઈમામશાહે રચેલા જનતનામામાં બીજું આ પ્રમાણે જણાવ્યું છે કે,

સતપંથીના ખોટા કહીએ અને ખોટાં તે સર્વેધામ

જો આલઈમામની સેવીએ તો પોચીએ ભેસ્ત મુકામ

         

કાકા લક્ષ્મણ કરમશીને હવે ખાત્રી થવી જ જોઈએ કે પીરાણા સતપંથ ધર્મ ઈમામશાહે હિન્દુઓને વટલાવીને મુસલમાન કરવા માટે જ ઉભો કર્યો છે. એટલું જ નહીં પણ દુનિયાના બધા ધર્મો અને ધામ ખોટાં છે. ફક્ત ઈમામશાહની આલ કે જેઓ પીરાણાના સૈયદો છે, તેના પગ પુજીએ તો ભેસ્તમાં જવાય. આવી ચોખ્ખી તમારા ગોરનર ઈમામશાહની આજ્ઞા છે. છતાં તમો પીરાણા સતપંથના ગુરૂ થઈને તમારા આધ્યગુરૂ ગોરનરની આજ્ઞાનો ભંગ કરી ફોગટ સૈયદોની સાથે તકરારમાં ઉતર્યા છો. જેથી તમારા ગોરનરની આજ્ઞાનું તમે ઉલ્લંઘન કરો છો. તેથી તમને ભેસ્ત તો નહીં જ મળે. એટલું જ નહીં પણ તમારા ગોરનરની ઈચ્છા હિન્દુઓને વટલાવી મુસલમાન કરવાની હતી તે વાત તમે જાણો છો છતાં તમારા જાતભાઈઓ તેમજ બીજી અનેક હિન્દુ જ્ઞાતિઓ પીરાણા સતપંથને હિન્દુ ધર્મ માની ફસી પડી છે તેને તમો ઈરાદાપૂર્વક ફસાવી રહ્યા છો. એ પાપ જો તમે હિન્દુ ધર્મ કેવડાવતા હો તો ભગવાન જરૂર નહીં જ સાંખે. કાકા લખમણ કરમશીને હું ચેલેન્જ કરીને કહું છું કે પીરાણા સતપંથ ધર્મ હિન્દુ ધર્મ તો નથી જ, પરંતુ મહાન હિન્દુ આર્ય ધર્મનો કટ્ટો વિરોધી, હિન્દુ ધર્મના દેવ—દેવીઓ મંદિરો તીર્થસ્થળો અને મહાન ધર્મ ધુરંધર મહાત્માઓના ઉજ્જવળ ચારિત્રોને કલંકરૂપ બનાવનાર પીરાણા સતપંથ ધર્મ છે. પીરાણા સતપંથ ધર્મમાં હિન્દુ ધર્મનું સત્યનાશ વાળવાના કલમાઓ પડાએ એવા પાખંડી ધર્મને હિન્દુ ધર્મ કહેનારે પોતાની જાત મુસલમાનોને વેચી છે તે સિવાય તેને બીજું કંઈ પણ ન કહેવાય. ઈમામશાહી પીરાણા સતપંથમાં દશમો નકલંકી અવતાર આવે છે, તેમાં ઈમામશાહ જણાવે છે કે

          જે કોઈ આ દુનિયામાં પથ્થર મુરતીની પૂજા કરે તે બહુત પૂજા પાખંડ દેવળ દેરામાં ધરે, હુંડીપત્રીને પથ્થર મૂર્તિની પૂજા કરે તે મુવા પછી સવાપોર લગી છાતી ઉપર લઈને ફરે, જે કોઈ ઈઆં દુનિયામાં તીરથપાણીની જાત્રા કરે, તેણે દિન સવાપોર લગી મુવા પછી નતનત પાણીમાં ડુબી મરે. જે કોઈ આજ આ દુનિયામાં બ્રાહ્મણ જોગી સેવડા સન્યાસીની પૂજા કરે તે મુવા પછી દિન સવાપોર લગી ખાંધે લઈને રડવડતા ફરે. જે કોઈ આજ દુનિયામાં ગાય પીપળાને પૂજશે તે મુવા પછી સવાપોર લગી ગાય અને પીપળાને છાતી ઉપર લઈને ફરશે. જે કોઈ માણસ આ દુનિયામાં વ્રત અને અપવાસ કરશે તે મુવા પછી લાકડાં અને ઘાસ વેંચીને ભુખે મરશે. જે કોઈ આજ દુનિયામાં ગોર ઈમામશાહના જપ પીરસાહની પૂજા કરશે તેને સ્વર્ગમાં અનેરા સુખના ફળ મળશે. જે કોઈ ગોરનીઆલ સૈયદોને જમાડશે અથવા દાન આપશે તેને ગોર ઈમામશાહ ઈઆંને ઈઆં સોગણું પાછું આપે — સહી.

          કાકા લખમણ કરમશી તથા સતપંથના ભાવિક ભક્તોને હું પૂછું છું કે ઉપર બતાવ્યો તે ઈમામશાહે દશમો નકલંકી અવતાર તમારી મુક્તિ માટે રચેલો. એ તમારા નકલંકી અવતારમાં ગાય પીપળો દેવસ્થાન તીરથ સ્થળને ન માનવાનું ચોખ્ખું ફરમાન છે. છતાં તમારો સતપંથ હિન્દુધર્મ છે એમ કેતાં તમે શરમાતા પણ નથી. તે સિવાય આર્ય હિન્દુઓનું સખ્ત અપમાન કરવાવાળો પીરાણા સતપંથનો નવમો બુદ્ધા અવતાર જે તદ્દન ગપગોળાથી ભરપુર તેમજ ધર્માવતાર પાંડવો જેઓ શ્રીકૃષ્ણપર્રભુ ગૌપાલક ગોપાલના જેઓ ખાસ ભક્ત હતા તેમણે પીરાણા સતપંથ ધર્મે કેવી ભુંડી દશામાં ચીતર્યા છે. જે વાંચી એકેએક હિન્દુનું હૃદય કકળી ઉઠ્યા સિવાય રહેજ નહીં, તેવી દશામાં પાંડવોને એ પીરાણા પાખંડી સતપંથમાં કેવી રીતે સંડોવ્યા છે. જેનો ટુંક સાર આ પ્રમાણે છે. ઈમામશાહી બુધા અવતારના સ્વરૂપની ઓળખાણમાં જણાવ્યું છે કે બુધ ભગવાનનું મોઢું ગોળ પગ વાંકા અને શરીરે કદરૂપાનો વેશ લઈ પાંડવો જ્યાં રાયસુયજ્ઞ કરતા હતા ત્યાં આવ્યા. મુખ્ય દરવાજે ભીમની ચોકી હતી તેથી આવા કદરૂપા શરીરવાળા બુધને અટકાવી ભીમે પૂછ્યું કે તું ક્યાં જાય છે? ત્યારે બુદ્ધે જણાવ્યું કે મને ભૂખ લાગી છે. તેથી રાજા ધર્મની પાસે જાઉં છું. ભીમે કહ્યું કે રાજા યજ્ઞ કરાવે છે અને બ્રાહ્મણો વેદ ભણે છે. ત્યાં તારા જેવી અપવિત્ર વ્યક્તિને જવા નહીં આપું. તું કોઈ પાપી માણસ છે. માટે તારે યજ્ઞમાં જવું નહીં, ત્યારે બુદ્ધે કહ્યું કે ભીમ, હું પાપી નથી પરંતુ જે બ્રાહ્મણો યજ્ઞ કરાવે છે, તે બધા અશુદ્ધ અને પાતકી છે. અવતાર પાત્રને જે જાણતા નથી. માત્ર પેટ ભરવાની ખાતર ઠાલા ઠાલા વેદ વાંચે છે. આજે તો હવે બ્રાહ્મણમાંથી બ્રહ્મા ગયા તે ગુરૂ બ્રહ્માજીનું રૂપ તે નબી મહંમદ થયા છે. એ બ્રાહ્મણો અથરવેદને જાણતા નથી અને ત્રણ યુગના વેદને જાણે છે તે આજે ચંડાળ સરખા છે. તે બહુજ વેદ વાંચે ને અડસઠ તીર્થની જાત્રાએ જાય અને નીતનીત ગંગામાં નાય, આજ પથ્થર મૂર્તિની પૂજા કરે તે ચંડાળ પાક શી રીતે થાય? આ પ્રમાણે ભીમ સાથે બુદ્ધે વાત કરવાથી, ભીમને આ બુદ્ધની વાતમાં ભારે શંકા થઈ. ને મનમાં જાણ્યું કે આ કોઈ દેવમૂર્તિ છે. તેથી ભીમે કહ્યું કે મહારાજ તમે ઉભા રહો, હું રાજા ધર્મને તમારી વાત કરું છું. એમ કહી ભીમ તેને દરવાજે ઉભા રાખી ધર્મરાજાની સાથે વાત કરી, કે મહારાજ કોઈ મહાન પુરૂષ દરવાજે ઉભા છે. તે અગમ નીગમની વાતો કરે છે. શરીરે કદરૂપા, પગ વાંકા, ગળતકોડ શરીરે વહે છે. આવી જ્યારે ભીમે વાત કરી, ત્યારે ધર્મરાજાએ પાંચે પાંડવ સાથે સહદેવને પૂછ્યું કે ભાઈ એ કોણ છે. ત્યારે સહદેવ જોશીએ કહ્યું કે બુદ્ધ અવતાર તે શ્રીકૃષ્ણજી થયા છે. માટે તમે જગનને મૂકીને મળવા જાઓ. આવો પ્રસંગ ફરી નહી મળે, આમ જ્યારે સહદેવ જોશીએ કહ્યું ત્યારે સઘળા બ્રાહ્મણો બોલી ઉઠ્યા કે મહારાજ, એવા ચંડાળનું મુખ જોવામાં પાપ છે. માટે તમે ત્યાં ન જશો. એટલે ભીમે બ્રાહ્મણોના હાથ જાલી બાર કાઢ્યા અને પાંડવો તો બુદ્ધ ભગવાનને મળવા ગયા અને બ્રાહ્મણોએ દેવને ઓળખ્યા નહીં. તેથી આજ કળયુગમાં ભીખ માગીને પેટ ભરે છે. પાંડવોએ બુદ્ધનાં દર્શન કર્યા અને સમજ્યાં કે આપણા પાપ સર્વે ગયાં અને આપણો યજ્ઞ પૂરો થયો. ધર્મરાજાને બુદ્ધે કહ્યું કે રાજા ધર્મ, તમે યજ્ઞ શા માટે કરો છો, ત્યારે ધર્મે કહ્યું કે પાપ ઉતારવા માટે. બ્રાહ્મણોના કહેવાથી, ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું, કે જો તમોને પાપ ઉતારવું હોય તો ઈમાન રાખો અને ગાયને વરોધો તો તમે વૈકુંઠમાં જશો. ત્યારે પાંચે પાંડવે સ્વામી બુદ્ધનું કેવું કબુલ કર્યું અને ગાયને કાપ્યાનો વિચાર નક્કી કર્યો એટલે પાંડવો કામધેનું ગાયને લાવ્યા. કામધેનું ગાયે બુદ્ધનું વિકરાળ સ્વરૂપ દેખી પાંડવોને કહ્યું કે તમો આ ચંડાળના કહેવાથી મારો વધ કેમ કરો છો, હિન્દુ આર્યધર્મની સઘળી દુનિયા ગાય બ્રાહ્મણને પુજે છે અને તમે આ પાપીના કહેવાથી મને મારો છો માટે કંઈક વિચાર કરો. ચંડાળ અને પાપી વિગેરે શબ્દો બુદ્ધને કહેવાથી ગાયને બુદ્ધ ભગવાને શ્રાપ આપ્યો કે અત્યારે ગળું કપાવીને કળજુગમાં તું વિષ્ટા ખાજે, આ પ્રમાણે કામધેનું ગાય અને બુદ્ધ ભગવાનનો સંવાદ થયો અને પાંચે પાંડવોએ મળીને ગૌવધ કીધો. ગાયનું માથું રાજા ધર્મે માથે લીધું અને ચાર પગને ચારે ભાઈએ માથે ઉપાડ્યા. ગાયનું ચામડું સતી દ્રોપદીએ ઓઢ્યું, એટલે બુદ્ધે કહ્યું કે તમે હસ્તીનાપુરના બજારમાં નીકળો ગાયનું લોહી વહે જાય છે અને પાંડવો મુખે બુદ્ધ ભગવાનનું નામ જપે જાય છે. હસ્તીનાપુરમાં હોહાકાર થઈ રહ્યો અને પાંડવોની લોકો નિંદા કરવા લાગ્યા. તેથી પાંડવોનું પાપ ઉતરી ગયું અને પાંડવોના મુગટ સોનાના થયા. એથી લોકોને અચંબો થયો કે, આ તો પાંડવોાના મુગટ સોનાના થયા. તેથી પહેલાં બ્રાહ્મણો કે જ્યાં ગાય કાપી હતી ત્યાં ગયા અને ગાયની જે આંતરડી પડી હતી, તે ઉપાડી આવ્યા અને તે આંતરડીની જનોઈ કરીને ગળામાં ઘાલી. તેથી ભાઈઓ આજ કળજુગમાં બ્રાહ્મણની જનોઈ તે ગાયની આંતરડી છે. એમ તમે જાણો. બાકી બ્રાહ્મણની વેળા તો વહી ગઈ. જ્યાં પાંડવોએ ગાય કાપી હતી, ત્યાં યોગી લોકો દોડ્યાં. તેને શીંગડાં હાથ લાગ્યા જેથી જોગીઓ ફોગટ સીંગી ગળામાં નાખે છે. આજ કળજુગમાં જોગીની વેળા તો ચાલી ગઈ છે. ત્યાર પછી જ્યા ગાય પાંડવોએ કાપી હતી ત્યાં અબદુત લોકો દોડ્યા તેને ગૌચાંમ હાથ લાગ્યા તે લાવ્યા. ભાઈ આજ અબદુતની વેળા તો વહી ગઈ બાકી ફોગટ ચાંબડાં કેડે બાંધે છે સહી, ત્યાર પછી જ્યાં પાંડવોએ ગાય કાપી હતી, ત્યાં વૃત પાળવાવાળા લોકો ગયા તેને પૂંછડું અને આંચળ મળ્યા તે આજ કળયુગમાં વૃતની વેળા વહી ગઈ છે. જેથી મૂર્ખ લોકો ગાયના આંચળને અને પૂંછડું દોવરાવે છે. જ્યાં ગાય કપાણી હતી ત્યાં બ્રાહ્મણ અને કણબીની છોકરીઓ દોડી ગઈ, તેને ગાયનું છાણ હાથમાં આવ્યું તેથી આજ કળયુગમાં કણબી તથા બ્રાહ્મણની છોડીઓ છાણ મેળે છે, ત્યાર પછી કેટલાક ક્ષત્રિય અને વૈસ્ય લોકો ગાય કપાણી હતી ત્યાં ગયા, આજ કળયુગમાં ફોગટ ગાયની પૂજા કરે છે અને સંસાર એળે ગુમાવે છે. જો તમે આજ પીરાણા સતપંથ અથરવેદને શોધો તો મળે દેવ દસમો અવતાર નબી મહમદનો ત્યાર પછી પાંડવોએ બુદ્ધ સ્વામીજીને કહ્યું કે કળયુગમાં કળી કાળમાંથી ઉગરવાને અમને રસ્તો બતાવો, ત્યારે બુદ્ધ સ્વામીજીએ કળજુગનું કેટલુંક વર્ણન કર્યું અને કહ્યું કે તમે હેમાળે શરીર ગાળો, ત્યારે પાંડવોએ કહ્યું કે પ્રભુ તમારા વગર અમારાથી કેમ રહેવાય, ત્યારે બુદ્ધે કહ્યું કે કળયુગમાં હું ગુપ્ત રૂપે રહીશ ત્યારે પાંડવોએ કહ્યું કે તમારા ગુપ્ત આવાસનું ઠેકાણું કહો, ત્યારે બુદ્ધે કહ્યું કે પશ્ચિમ દિશામાં આરબદેશ ત્યાં હું દસમો મનુષ્ય અવતાર લઇશ અને ભરતખંડમાં જંબુદીપે કુવારકાં ક્ષેત્રે ઈમામપુરી કેતાં પીરાણામાં ગુરૂ બ્રહ્મા રૂપે હું ગુપ્ત રહીશ. કળયુગમાં ગુરૂ બ્રહ્માનું નામ નબીમહમદ રૂપે છે. તેને ગાફલ દુનિયા નવ જાણે કોય બીજું ઠેકાણું ગુરૂ બ્રહ્માવીસનું મહેશ રૂપે ત્રણે કાળ લઈ ગુરૂ નબી મહંમદ ફરશે સહી. તેને ગાફલ દુનિયા જાણે નહીં, જ્યાં કહ્યા બુદ્ધ સ્વામીએ ગુરૂ બ્રહ્મા, નબી મહમદના ઠામ ત્યારે પાંચે પાંડવ લાગ્યા પાયે, ત્યારે સ્વામી બુદ્ધ દેવ બોલ્યા કે, અમારું ત્રીજું ઠેકાણું જ્યાં ખાનામાં ગત એકાંત જ હોય નીતનીત અમી પીએ જે કોય. ત્યાં નીત્ય નિત્ય વાસ અમારો હોય અને બુદ્ધ સ્વામી બોલ્યા કે, તમે જ્યારે જ્યારે યાદ કરશો ત્યારે તમારી સમીપ હું હાજર રહીશ. એમ કહી પાંડવોને પોતાના આવાસ મોકલ્યા. એટલે બુદ્ધ સ્વામીની પાસે અડસઠ તીર્થ આવ્યા, કે પ્રભુ તમારા વગર અમથી કળયુગમાં કેમ રહેવાય, માટે અમે ક્યાં જઈએ? કારણ કે કળયુગમાં મનુષ્યો પાપ કરીને તીર્થ સ્નાન કરે, તેના પાપ અમ શીર ચડે, તેથી અમે તમારા વગર નહીં રહીએ, ત્યારે બુદ્ધ સ્વામીજીએ કહ્યું કે હું કળયુગમાં પ્રગટ નહીં રહું, પણ ગુપ્તવાસ રહીશ, મારું ઠેકાણું પશ્ચિમ દિશા એરાંકખંડમાં, હું મનુષ્યરૂપે દશમો અવતાર લઈશ. તમો સઘળાં તીર્થ બ્રહ્માજીએ સ્થાપ્યાં છે. માટે તમે કળયુગમાં ગુરૂ બ્રહ્મા નબીમહમદની કળામાં જઈ રહેજો. જંબુદ્વીપ નગરીમાં ગુરૂ હસનશાહ રહે તે ગુરૂ નબીમહમદ અંતે કહે, જે ગુરૂના ગરમાં તપસી ફકીરી તેને જોઈ લેજો. ગાફલ દુનિયા તેને જાણશે નહીં, આજે કળયુગમાં, ઈમામપુરીમાં ગંગુ આ કુવામાં અડસઠ તીર્થ આવી રહ્યા છે. બુદ્ધ સ્વામીના વચન સાંભળી તીર્થ સૌ ખુશી થયા અને ગંગુઆ કુવામાં ગયા, ત્યાર પછી બુદ્ધ સ્વામીજી પાસે ભૈરવ ભુત પ્રેત વિગેરે આવ્યા અને કહેવા લાગ્યા કે પ્રભુ તમે જ્યારે ગુપ્ત રહેશો? ત્યારે અમારું કળજુગમાં શું થાશે? તમારા વગર અમે કેમ રહી શકીએ, ત્યારે બુદ્ધ બોલ્યા કે, આજ કળજુગમાં અડસઠ તીર્થ તથા દેવ મંદિરોમાંથી સૌ ચાલી ગયા છે અને ઈમામપુરીમાં ગયા છે, જેથી તેના ઘર ખાલી છે માટે તમે સૌ ભેરવ ભુતપ્રેત વિગેરે તીર્થસ્થળમાં જાઓ અને પરચા પુરજો, ભોળી દુનિયા તમને માનશે. આજ કળજુગના ભૂલ્યા લોકો ફોગટ તીર્થ જાત્રાએ જાય છે. દંડ મુંડ દેવરાવી ફોગટ હેરાન થાય છે. પથ્થર મૂર્તિ દેવળ દેરામાં જે પુજા થાય તે સર્વે સ્થાને ભૂત પ્રેતની પૂજા થાય છે. આજ કળયુગમાં સતપંથ અથરવેદની રચના વિના જે પુજા થાય છે તે સર્વે ભૂત પ્રેત ખાઈ જાય છે. આજ કળયુગમાં ગુરૂ નબીમહમદ હાજર ઈમામને ગાફેલ દુનિયા નવ જાણે કોય અને ફોગટ ફાંફાં મારે છેઅને પથ્થર મૂર્તિ અને મંદિરોમાં ઠાલા ઠાલા સમજ્યા વિના ભૂતપ્રેતોને પગે લાગે છે. પરંતુ સાચા સતગોરના ગરને કોઈ જાણતું નથી આ પ્રમાણે બુધ ભગવાને કહીને ભૈરવ ભૂત પ્રેતાદીને રવાના કર્યા.

          આ પ્રમાણે હિન્દુ ધર્મ કર્મનું, તેમજ હિન્દુઓના દેવ તેમજ તીર્થસ્થળનું, ભારેમાં ભારે અપમાન કરનારો પીરાણા સતપંથનો કહેવાતો બુદ્ધાઅવતારનો તો આ ટુંક સાર મેં કહ્યું જે ઉપરથી દરેક હિન્દુ ભાઈઓ, તેમજ અમારા જ્ઞાતિ ભાઈઓને ઉપરની હકીકતથી એટલી તો સમજણ પડી જ હશે કે પીરાણાનો ધર્મ એ હિન્દુ ધર્મ તો નથી જ. એ પંથની કોઈ પણ ધાર્મિક ક્રિયાઓમાં હિન્દુ ધર્મનો છાંટો સરખો પણ દેખાતો નથી. ક્યાંથી હોય? હિન્દુઓને પોતાના પંથમાં ટાળી દઈ મુસલમાની રાહત ઉપર કેમ સરળતાથી લઈ જવાય અને તેમને બાદશાહી સત્તાના જુલ્મી દોરથી વટલાવી ન શકાય તો બીજો માર્ગ ક્યો હોઈ શકે એનો ઈમામશાહે બહુ વિચાર કરેલો અને એ બીજા માર્ગની યોજના એનું નામ જ પીરાણા સતપંથનો ધર્મ અને એ સતપંથના શાસ્ત્રો પણ એજ અને એની ક્રિયા પણ કોઈ પણ જાતના જોર જુલમ સિવાયની ભોળા હિન્દુઓને માટે, બંધબેસતી આવે તેવી. તે ઉપરાંત એક ખાસ વેપારી દૃષ્ટિ પણ ઈમામશાહે વાપરી છે. ઈમામશાહના જમાનામાં ગુલામીનો ધંધો ચાલતો ત્યારે ગુલામ ખરીદનાર શેઠ લોકો ગુલામ મેળવી આપનાર દલાલોને, ગુલામની કિંમત કરતાં દલાલીની રકમ ઘણી ભારે આપતા, એજ પ્રમાણે પોતાનો હિન્દુ ધર્મ છોડી મુસલમાની રાહતના વાડામાં પુરાવાનું કોઈ માણસો પસંદ કરે નહિ. ત્યારે તે વાડામાં હિન્દુઓને હાંકી લાવનાર લોકોને આગેવાની આપવી અને તેમનું પણ પેટ સારી રીતે ભરાય તો જ પીરાણા પંથની જમાવટ થાય, એ વાત ઈમામશાહને બરાબર સમજાયેલી અને એ વાત કેવી સ્પષ્ટ રીતે જણાઈ આવે છે? જુઓ તો ખરા ! સૈયદો અને ઘણા લેખકો ખુલ્લી રીતે કહે છે કે પીરાણા પંથ એ હિન્દુ ધર્મ નથી. પીરાણા સતપંથને માનનારા હિન્દુ નથી પણ મુમના છે ! છતાં ઈમામશાની યોજનાના પ્રતાપે પેટ ભરી ચલાવતા અને જ્ઞાતિભાઈઓના ઉપર એ મુમનાપણાના ડામ દેવા, નિમાયેલા ખાનાના મુખીઓ અને તેમના સાથીઓ કહે છે કે, પીરાણા ધર્મ હિન્દુ ધર્મ છે? આ ડામ દેનાર મુખીઓના શિરોમણી કાકાશ્રી કોર્ટોમાં, પોતાના બચાવ અર્થે કેટલું હડહડતું જુઠું બોલે છે એ તો આપણે જોઈ ગયા. એક વાત વાંચકો સમક્ષ મારે ખાસ કહેવી જોઈએ. બિચારો કાકો કોર્ટમાં કહે છે કે સ્વધર્મ વર્ધક મંડળ જેવું કોઈ મંડળ છે કે નહિ તેની એને ખબર નથી ! દરેકે દરેક ભાઈઓ જાણે છે કે સુધારાવાળાને પાછા હઠાવવા અને તે સુધારાવાળા જે મંડળને પોતાના ગુરૂ મંડળ જેવું માને છે તે મંડળને પછાત પાડવા એજ લખમણ કાકો કચ્છમાં આવીને કેટલીવાર ઉઘરાણાં કર્યા છે, છતાં એ સ્વધર્મ વર્ધક મંડળની તેને જે ભીતી માની લીધી છે તે તો દિવસે દિવસે વધતી જ જાય છે અને સુધારકોના પ્રહારથી બિચારા કાકાની એવી સ્થિતિ ઉભી થઈ છે, કે હવે પીરાણામાં ઈમામશાહના બેટા થઈને બેસવાનો જમાનો એના માટે વહી ગયો છે, કાકા જાતે કણબી હોવાનું જણાવે છે છતાં ખાય છે કાછીયા, ગોલા, કોળી, ખારવા વગેરે જેવી ઉતરતી કોમોનું? ત્યારે એ કણબી નથી એ તો ચોક્કસ જ છે. બિચારાને એવું તો કહી દેવું જ પડ્યું અને તે પણ કોર્ટમાં કે :— કણબી સાથે બેસીને જમવાનું હમણાંથી તો મને યાદ નથી ! પણ જેનું તેનું ખાઈને આ ઉતરી ગયેલ કાકો, કચ્છના અજ્ઞાન કણબીઓ સાથે બેસીને જમે છે અને કણબીને મુમનાપણાની સણંદો આપતો જાય છે. એ ક્યા ભાઈથી જોઈ શકાય ! કોઈ પણ ભાઈ એ વાત ખુશીથી તો નજ સહન કરી શકે ત્યારે આ પોલ નભે છે કેમ કે તેનો એક જ જવાબ છે અને તે એ કે સ્વાર્થી આગેવાનોના દબાણથી તેમની સહેથી અને ગમે તેવા ડાહ્યા શાણા ધંધાદારી કે નોકરીયાત દેશપરદેશમાં જઈ આવેલા છતાં નાતના આગેવાનોની આગળ ગુલામી દશા ભોગવતા ભાઈઓના મનની નબળાઈથી જ. કાકા લખમણને સુધારકોને પાછા હઠાવવાના બહાને નાતમાંથી નાણાં કઢાવવાનું એક નવું બહાનું હાથ આવ્યું છે. મુખીઓ અને આગેવાનો તો નાતમાંથી નાણાં ઉઘરાવવાનો પ્રસંગ જ શોધતા બેઠા હોય છે ! કાકાની સાથે વાત મેળવી કે તુરત ઉઘરાણું શરૂ થાય અને તેમાં કાકા ભત્રીજાના પેટ ભરાય ! આ સ્થિતિ બીજાઓને ગમે તે પ્રકારે સહન થઈ શકતી હોય પરંતુ તેને હું અંતઃકરણથી મારા ભાઈઓ જ સમજું છું તેમને મુમના બનાવી રાખવા ઉપરાંત તેમની મિલકતો ઉપર જે આ પ્રકારે એ લોકો હક્ક, લાગા ઠોકતા જાય છે તે મારાથી જોયું જતું નથી એટલું જ નહિ પરંતુ મુશ્કેલીએ પોતાનું ગુજરાન ચલાવતા ભાઈઓને કુટુંબના માણસોની ખાસ જરૂરી ચીજો લેવાનું મુલત્વી રાખી એ લાગા ભરવાની ભીતીમાં ફસાયેલા જોઉ છું ત્યારે તો ખરેખર મારા દુઃખનો અવધિ આવી જાય છે.

          બંધુઓ ! પોલનું પુસ્તક તો હું બહાર પાડવાની તૈયારીમાં જ છું પરંતુ કેટલાક ભાઈઓ તો એ પુસ્તકનો લાભ સીધી રીતે લઈ શકે તેમ નથી, તેમના માટે મારે તાકીદે શું કરવું જોઈએ તેનો મને ખ્યાલ આવવાથી, આ એક પ્રાસ્તાવિક નિબંધ બહાર પાડવાની મને જરૂર દેખાઈ છે અને તે સાથે :

 

લક્ષ્મણકાકાને નીચે પ્રમાણે હું ચેલેન્જ કરું છું કે,

તમે જન્મ વખતે કદાચ કડવા પાટીદાર હશો પણ હવે કણબી કે પાટીદારની નાતમાંથી વટલીને તમે ઉતરી ગયેલા છો, મુમના સિવાયના કચ્છ કે ગુજરાતના કણબીઓ તમને કોઈ દિવસ સાથે બેસાડી જમાડે જ નહિ એટલે તમારા કહેવા પ્રમાણે તમે કડવા કે લેવા કણબી હવે નથી રહ્યા.

પીરાણા ધર્મ એ હિન્દુ ધર્મ નથી. હિન્દુ ધર્મની અનેક શાખાઓ છે તેના ધર્મ ગુરૂઓ પણ છે અને તે કોઈ ઈમામશાહ ચલાવેલા તમારા પંથને હિન્દુ ધર્મ તરીકે સ્વીકારતા જ નથી.

જે કણબીઓને તમારા ઈમામી મિશનની પુરેપુરી માહિતી નથી તેમને તમે પીરાણા પંથ એ હિન્દુ ધર્મ છે એમ ખોટી રીતે મનાવો છો અને કચ્છના અમારા જ્ઞાતિ ભાઈઓના પૈસાની એ મુમના પંથમાં ઉપયોગ કરો છો, તે ઘણી વખતે તમારું કાકાપણું ટકાવી રાખવા અને કચ્છના કણબીઓને મુમના બનાવા અને મુસલમાની રાહત ઉપર લઈ જવા જ અત્યાર સુધી વાપરતા આવ્યા છો.

ઉપર જણાવેલા ત્રણે આક્ષેપ તદ્દન જુઠા છે એવું તમે કોર્ટ મારફત અથવા સનાતન હિન્દુ ધર્મના આચાર્યો મારફતે એટલે હિન્દુ ધર્મ શાસ્ત્રોની રાહે સાબિત કરી આપો તો હું રૂા.૧૦૦૦૦ (દશ હજાર) આપને આપવા તૈયાર છું અને એ વાત તમે જો ન સાબિત કરી શકો તો રૂપિયા દસ હજાર તમારે મને આપવા માટેની જવાબદારી માંથે સ્વીકારીવી જોઈશે. નહીં તો હવે પછી :—

         

ઉપર જણાવેલા આક્ષેપો તમને કબુલ છે એમ અમારા સુધારકો અને અમારું મંડળ માનતું આવ્યું છે તે વાત તમને જાહેર રીતે માન્ય છે એમ દરેક જણને માનવાનું ચોક્કસ થઈ જશે. આ ચેલેન્જનો જવાબ આ નિબંધ તમને પહોંચ્યા પછી એક મહિના સુધીમાં આપવાની તમને છુટ છે.

          વાંચક બંધુઓને કદાચ મારી આ ચેલેન્જમાં મારું કંઈક ગર્વ પણું કે ઉદ્ધતપણું ન દેખાય તે ખાતર એક જ્ઞાતિ સેવક તરીકે મારે લખમણ કાકાને કંઈક વિનંતી કરવાની છે અને તે એકે—અત્યાર સુધીમાં તમે જાતે અને બીજાઓની મારફત કણબી ભાઈઓના ઉપર જે કંઈ માઠી રીતભાત ચલાવી હોય તેનો પશ્ચાતાપ કરી એક સાચા હિન્દુ તરીકે હિન્દુ શાસ્ત્રોક્ત રીતે તમારે માટે જે કંઈ પ્રાયશ્ચિત હોય તે લેવું અને ભવિષ્યને માટે કચ્છના કણબીઓનો ઉદ્ધાર થાય અને અન્ય વિભાગના પોતાના જ્ઞાતિ ભાઈઓ સાથે બેસીને જમી શકે, હળીમળી અનેક પ્રકારના સંબંધોથી જોડાઈ શકે એ પ્રકારની તેમને સગવડ કરી આપવાના દરેક પ્રયત્નો કરવા એમાં આપનું ભુષણ છે એજ સન્માર્ગ છે, કણબી જ્ઞાતિમાં આપે જન્મ ધારણ કરવાનું એજ સાર્થક છે. આપ એ વાત જો ધારો તો કરી શકો તેમ છો. આપને શું એ વાત મારે કહેવાની કે સમજાવવાની હોય કે પીરાણા પંથ અને ઈમામશાહી ગાદી કે કબરો રોજા અથવા સૈયદોનો ભેળી સાળો કણબી જ્ઞાતિમાં કેવી રીતે ઘટાવી શકાય ! ખાનાની ક્રિયાઓને હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કેવી રીતે ઘટાવાય? શું તેમાં એક અંશ પણ હિન્દુપણું ક્યાંય છે ! ક્યાંય નથી. ચોખ્ખી રીતે હિન્દુઓને વટલાવવા જે એ બધા માર્ગો તમારા પવિત્ર થયેલા હૃદયમાં દેખાવા જોઈએ અને આપને એમજ દેખાય એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું.

          સાથે સાથે મારે દિલગીરીપૂર્વક અમે પણ આપને ના છુટકે બળતા હૃદયે કહેવું પડે છે કે જો આપ એટલું ન કરી શકો તો તમે જે પંથને માનો છો અને મનાવો છો તે હિન્દુ ધર્મ નથી અને ચોખ્ખો મુસલમાની રાહત ઉપર લઈ જવાનો ધર્મ છે, એમ તમારા સંબંધમાં જે કોઈ આવે તેને સમજાવવું અને તેવો ખુલ્લી રીતે ઈકરાર કરી દેવો.

 

કચ્છ દેશમાંના કડવા પાટીદાર જ્ઞાતિમાં કહેવાતા આગેવાનો પ્રત્યે

          કચ્છના પીરાણા સતપંથી કણબી જ્ઞાતિમાંના કહેવાતા જુલ્મી આગેવાનોને મારી નમ્રતાપૂર્વક વિનંતી એ છે કે, તમોએ પીરાણા પંથના નામે જ્ઞાતિના ગરીબ ભાઈઓ પાસેથી જોર જુલ્મથી ધર્માદા દશોંદ નામે નાણાં ઉઘરાવી એ નાણાંનો તમોએ તમારા પોતાના ખાનગી કામકાજોમાં તેમજ તમારા સ્વાર્થ માટે તમો કેટલો બધો દુરુપયોગ કરી રહ્યા છો, તે હવે તમો આ લેખથી તો જરૂર સમજ્યા હશો. તમને કદાચ સમજવું ઠીક ન લાગે કારણ કે તમારો સ્વાર્થ ટળી જાયે એમ છે પરંતુ દુનિયાના લોકો તો જરૂર સમજશે જ અને તમારા પાપી કાર્યોને ધિક્કાર છે જ. તમોએ જ્ઞાતિની પટેલાય કરવામાં તેમજ આગેવાન ગેઢેરા થવામાં જ્ઞાતિના એક પણ ભાઈનું ભલું કર્યું છે? અથવા તો જ્ઞાતિને શુદ્ધ ન્યાય આપ્યો છે. એવો એક પણ દાખલો તમારી કારકિર્દીના ઈતિહાસમાં શોધ્યો મળે તેમ નથી. તમોએ જ્ઞાતિમાં ચુકાવેલા ન્યાયના નાટકોમાં એક પણ વાત ભલમનસાહીની કે નીતિની નજરે પડતી નથી. તમારા કુકર્મોના ઈતિહાસોના પાના વાંચતા કંપારી છૂટે છે. આવા દેખાતા જમાનામાં અત્યારે સ્વતંત્રતા અને સ્વમાનની લડતો ચાલે છે ત્યારે તમો હજુ તમારા સ્વાર્થ માટે પીરાણાના પાખંડી મનને બળબરીથી જ્ઞાતિને પળાવવામાં કેવો જુલ્મ કરો છો. જ્ઞાતિનો કોઈપણ ભાઈ સતપંથની અમુક ક્રિયા કરવાની ના કહે અથવા તો પીરાણા સતપંથમાં વપરાતી ભ્રષ્ટાચારવાળી ગોળી પીવાની ના કહે, તેને તમે તરત નાત બહાર કરો છો. તમારું મન ન મનાવ્યું હોય અને કોઈ જ્ઞાતિના ભાઈએ પુનર્લગ્ન કર્યું હોય તો તમે તોડાવી નાખો છો અથવા હજારો કોરીઓ દંડ પણ લો છો. એ કચ્છની કણબી જ્ઞાતિની ગુલામી દશાની પણ અવધિ છે.

          તમોએ આજ દિવસ સુધીમાં ઘણા અન્યાયો અને જુલ્મનો ત્રાસ જ્ઞાતિ ઉપર વર્તાવ્યો છે. તેમાં પણ મુખ્ય નખત્રાણાવાળા લધા નાગજીનું ઘર ધોળે દિવસે ફાડીને ચોર ડાકુ પણ એવું કામ ન કરી શકે તેવું તમોએ નખત્રાણા કોર્ટની દરકાર કર્યા સિવાય રાજ્યની સમાધાની તોડવાના ગુનાને ભુલાવી દે તેવો ગુનો કરી લધા નાગજીની મેડી ફાડીને કન્યાનું હરણ કરેલું એ વાત જગજાહેર છે. લધા નાગજીને વિરાણીના ખાનામાં કેદ કર્યો. લધાના છોકરાને ગધેડે બેસાડી વિરાણી ગામની બજારમાં બળજબરીથી ફેરવ્યો એટલું જ નહીં પણ બળજબરીથી લધા નાગજી પાસેથી કોરી ૩૫૦૦) દંડ લીધો અને છેવટે આ ગુનાની ફરિયાદ લધા નાગજી કોર્ટમાં ન કરે એવું તમે લધા નાગજી પાસેથી લખાવી પણ લીધું. તમો આગેવાનોએ કણબી જ્ઞાતિને નીચું જોવડાવાના કાર્યોમાં બળજબરીથી દેરવટાં કરાવ્યા અને તોડાવ્યા. તમો કહેવાતા આગેવાનોએ નાતના સખ્ત વિરોધ છતાં કરમશી ગેઢેરાની સરદારી નીચે એકજ કુટુંબી ભાઈ બેનના લગ્ન જોડ્યા અને તોડ્યા. તમો કહેવાતા આગેવાનોમાંના એકને કોટડા ગામમાં એક હજામ સાથે તકરાર થવાથી કોટડા ગામની હજામની નાતને એક જ માણસના મમતથી બોયકોટ કીધી. તેથી કણબી ભાઈઓની હજામત કરવા કણબીઓને જ હજામનો ધંધો ફરજિયાત કરવાની તમે બળજબરીથી ફરજ પાડી. હજામતના હથિયારોની ભાની બગલમાં ગાલી કણબીઓ વાડીએ વાડીએ વત્તાં કરવા નીકળ્યા એ તમારા જ પાપે. તમો આગેવાનોના મિથ્યા અભિમાને પીરાણા કબ્રસ્તાની પંથને જ્ઞાતિ ઉપર શીરજોરીથી કાયમ કરવા ખાતર લખમણ કાકાનો બળદીયો રવાપરમાં મરી ગયો તેને જ્ઞાતિના ભાઈઓના હાથે ઉપડાવી દફનાવી દેવામાં તમે પીરાણા પંથને જીવતો રાખ્યો. તમારા જુલ્મ ત્રાસ અને પાપે કેટલીક કણબી જ્ઞાતિની અબળાએ કુવામાં પડી આપઘાત કર્યો છે. તમો કહેવાતા આગેવાનોએ પાડાના વાંકે પખાલીને ડામ એ હિસાબે ગામ લુડવાવાળા વીરજી દેવશીએ એક હકીકત રાજના ગુનાની જાહેર કરી તેથી તેને તમે નાત બહાર કર્યો, છતાં એ ભાઈએ નાત બહાર થયાની પરવા કરી નહીં તેથી તમોએ તેની ગેરહાજરીમાં તેની બે દીકરીઓ મરી ગઈ તેને સ્મશાન ન પહોંચાડવાના મનાઈ હુકમ જ્ઞાતિમાં તમો કહેવાતા આગેવાનોમાંનાએ કર્યા અને એ છોકરાઓના દાદા તથા મામા સ્મશાને લઈ ગયા તેને તમે દંડ કર્યો અને તમારી વેરની વસુલાત કરી, તમો આગેવાનોની મલિન બુદ્ધિએ ચાલતાં ઘર તમે તોડાવી છૂટકા કર્યા. ધણી હયાત છતાં બળજબરીથી છોકરીના માબાપોની સંમતિ વગર છોકરીઓને તમોએ બીજે પરણાવાના અમાનુષિક દાખલાઓ તમે ઉભા કર્યા. અને તને પરિણામે જ્ઞાતિમાં મારકુટ અને ખુનામરકી પણ તમારા જ પાપે થઈ એટલું જ નહીં પણ તમારા જ મમતે, એક ભાઈનું ખુન પણ થયું. તમારું મન ન મનાવે તો જ્ઞાતિમાં થયેલા વેવિશાળ તમે તોડાવી નાખી કારમો કેર વર્તાવી રહ્યા છો. આ બધી હકીકત, રિપોર્ટ દ્વારા પ્રસિદ્ધ થઈ ચુકી છે. તે સિવાય તમો કહેવાતા આગેવાનોના અંગત ચારિત્રો ઉપર પણ જ્ઞાતિ સુધારકોએ ભારે પ્રકાશ પાડ્યો છે. તેમાં અમુક આગેવાને પોતાના સગા ભાઈની વહુ સાથે તો અમુક આગેવાને પોતાના દીકરાની વહુ સાથે તો અમુક આગેવાને પોતાની દીકરી સાથે વ્યભિચાર કર્યાના અમાનુષિક દાખલાઓ જ્ઞાતિના ચોપડે પણ મોજુદ છે અને ઉપર બતાવ્યા તેવા આસામીઓને દંડ પણ થયા છે. આવી નાલાયકી કર્યા છતાં નાતના પટેલ અને આગેવાન તરીકે દેખાવ કરવામાં તમે શરમાતા પણ નથી. એ પણ એક ભારે નફ્ફટાઈ તમે જાળવી રહ્યા છો. આ તમારી જિંદગીની જાહોજલાલી જ્ઞાતિના ગરીબ ભાઈઓ ઉપર પટલાઈ ભોગવતા આગેવાનોના કીર્તિ સ્થંભોની જાદગીરીના ઈતિહાસના કાળા પાનાં ચિતરવાં એ પણ એક શરમની વાત છે. પરંતુ નિરૂપાએ તે ચિતરવા સિવાય તેમજ દુનિયાની જનતાને સમજાવ્યા સિવાય હવે બીજો કોઈ રસ્તો જ નથી. આ લેખથી પહેલાં અનેક લેખોમાં સભાઓમાં પરિષદોના રિપોર્ટમાં તમારા કાળાં કુકર્મોની નોંધ અનેક વખત લેવાણી છે. છતાં તમને હજુ જરા પણ લાજ કે શરમ નથી આવતી તેથી સાબિત થાય છે કે, પરમકૃપાળુ પરમાત્માનો મહાન કોપ તમારા ઉપર ઉતર્યો છે. આખી દુનિયા તરફ તમે નજર ફેરવશો તો પણ તમને તમારા હાથે જ્ઞાતિની થતી પાયમાલીના ઝુલ્મી દાખલાનો જોટો બીજે ક્યાંય પણ મળશે નહીં. આગળના ઈતિહાસોમાં કોઈપણ જુલ્મી બાદશાહોના રાજ્યમાં પણ કોઈ બાદશાહ કે કોઈપણ રાજા મહારાજાએ તમારા જેવા દુઃખો પ્રજાને આપ્યા નથી, તમારા દુઃખને ત્રાસથી આજે કચ્છની કણબી જ્ઞાતિની પ્રજા ત્રાય ત્રાય પુકારી રહી છે. એ ગરીબોના કકળતા આંતરડાની હાય, તમારું સત્યાનાશ વાળી નાખશે, માટે હજીએ ચેતો તો સારું અને જ્ઞાતિના ભાઈઓ તેમજ બેનો ઉપર જુલ્મ કરવાનું બંધ કરો. હું તમને ચેતાવું છું. તમારો કુટીલ મોભો અને માન હવે કેટલે દરજ્જે રહ્યા છે. તેનો જ વિચાર કરીને માણસાઈપણું રાખો તો સારું. નહીં તો સમજજો કે થોડા જ વખતમાં તમારી જુલ્મી જોહુકમી સત્તા જમીન દોસ્ત થવાની છે. તમારી નિષ્ઠુરતા અને નાલાયકીનો પવન એટલો બધો જોશભેર ફુંકવાનો છે કે તેને કોઈ રોકી શકે તેમ નથી અને એ પવનના સપાટાની ઝપાટમાં તમે જરૂર આવી જ જવાના. માટે ઈશ્વરથી ડરીને હજુ પણ પાપકર્મો કરતાં અટકો તો સારું. ફરીથી તમને ચેતાવું છું કે આખી દુનિયાની પ્રજા જાણી ચુકી છે અને કદાચ નહીં જાણતી હોય તો, છેવટે આ લેખથી તો જરૂર જાણશે જ કે કચ્છના કણબી જ્ઞાતિના ઉપર પીરાણા કબ્રસ્તાની પંથને જોરજુલ્મથી કણબી જ્ઞાતિના કહેવાતા આગેવાનો પોતાના સ્વાર્થની ખાતર લાખો કોરીઓ લુંટી ખાવાની ખાતર બળજબરીથી એ પાખંડીપંથ પળાવે છે. એવો એક પણ દેશ નથી કે જેમાં ધર્મની સ્વતંત્રતા ન હોય. ખુદ બ્રિટિશ સરકાર અને આપણા દેશી રાજામહારાજાઓ પણ કોઈના ધર્મ કે પંથના માટે કોઈ ઉપર બળજબરી કરતા નથી. છતાં તમો પામર અજ્ઞાન અભણ કચ્છના કણબી જ્ઞાતિના કહેવાતા આગેવાનો, પોતાના જાતભાઈઓને હિન્દુ ધર્મમાંથી ટાળીને મુસલમાન કરાવવા માટે પીરાણાના કબ્રસ્તાની પંથમાં ફરજિયાત દાટી રાખી પોતાનો સ્વાર્થ સાધવા માટેનો તમારો પ્રયત્ન, તમને જ ભારી પડવાનો છે. એ ખાતરીથી માનજો. તમો જેમ જેમ જ્ઞાતિ ઉપર વધુ જુલ્મો કરતા ગયા તેમ તેમ કણબી જ્ઞાતિની પ્રજા હવે તમારું માનવા કે તમારી ગુલામી કરવાના જુલ્મીદોરથી દબાઈ રહેવા બિલકુલ તૈયાર નથી, એ તમે સમજી શકો તો સમજાય તેમ છે. તે સિવાય તમો જ્યાં જ્યાં જાવ છો ત્યાં બીજી દરેકે દરેક કોમ તમને કેવા અલંકારોથી વધાવે છે, એ વાત હવે કહેવાની જરૂર રહી નથી, કારણ કે તમો જ્યાં જાવ છો ત્યાં હડધૂત થાવ છો. એ વાત હવે દરરોજની થઈ પડી છે. એટલે જણાવવાની કશી જરૂર નથી માટે આટલા ઉપર સમજી જઈ, તમોએ કરેલા પાપનું પ્રાયશ્ચિત જલદી કરો તો સારું, મને ખાત્રી છે કે ઉદાર ચિતવાળા આપણી જ્ઞાતિના સુધારકો કે જેઓ જુવાન છે, છતાં તેમનું હૃદય તેમની પવિત્રતા જ્ઞાતિની દાઝ અને રગેરગમાં ફરતું લોહી તમારા કરતાં ઠરેલ છે. તેમની સાથે મળીને જ્ઞાતિનું ભલું થાય એવી વાટાઘાટ કરો અને ભુલોની માફી માગો. પાપોનું પ્રાયશ્ચિત કરો અને ફરીથી સ્વાર્થ કે, નાદાનીયત ભરેલા જુલ્મના રસ્તે ન જવાના તેમજ જ્ઞાતિના ઉપર પીરાણાના પાખંડી મતનું કાળું કલંક કાઢી નાખવાના સોગંદ લો. તો હું ખાત્રીપૂર્વક જણાવું છું કે, ઉદાર ચિતવાળા જ્ઞાતિ સુધારકો તમોએ કરેલા અન્યાય અને જુલ્મોને જરૂર ભુલી જઈને ફરીથી તમોને મુરબ્બી તરીકે માનશે, માટે વેળાસર ચેતીને ચાલવામાં જ્ઞાતિનું તમારું અને સુધારકોનું ભલું છે. ઈશ્વર સૌને સદ્‌બુદ્ધિ આપે એવી મારી પ્રાર્થના છે.

          કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિમાંના સુધારકો તથા જ્ઞાતિભાઈઓ અને બહેનોને મારી નમ્રતાપૂર્વક વિનંતી એ છે કે આ લેખમાં કચ્છના કણબી જ્ઞાતિમાંના કહેવાતા જુલ્મી આગેવાનોના ચાલુ કુકર્મોના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડી કણબી જ્ઞાતિને કહેવાતા આગેવાનો પોતાના સ્વાર્થ માટે બળજબરીથી, પીરાણા સતપંથના નામે લાખો કોરીઓ ઉઘરાવી તેની કેવી વ્યવસ્થા કરે છે અને જ્ઞાતિના ભાઈઓ તેમજ બહેનોને પીરાણા સતપંથમાં શા માટે જકડી રાખવા પ્રયત્નો કરે છે એ સંબંધે ઘણું કહેવામાં આવ્યું છે. તેથી તમો હવે જરૂર સમજ્યા જ હશો કે, આ બધી સ્વાર્થની વાત છે. પીરાણાવાળો લક્ષમણ કાકો તથા અન્ય કાકાઓ, પોતાના સ્વાર્થ માટે પીરાણા પંથ કે જે તદ્દન હિન્દુઓને વટલાવી મુસલમાની રાહત ઉપર લઈ જવાનું એક કારસ્તાન છે અને તેના પુરાવામાં ખુદ ઈમામશાહના વંશના સૈયદો ખુલ્લી રીતે પોકાર કરીને કહે છે કે, પીરાણા સતપંથ એ મુસલાની ધર્મ છે. છતાં લક્ષમણ કાકો, તમારી જ જ્ઞાતિનો તે જનસમાજ આગળ તેમજ કોર્ટ સમક્ષ પીરાણા સતપંથ હિન્દુ ધર્મ છે એવો એકરાર કરતાં શરમાતો નથી. તેનું કારણ એ છે કે, કચ્છની કણબી જ્ઞાતિના પૈસે તેને પીરાણાની ગાદિના અધિપતિ થવું છે. એ લોભ છે. જે કોઈ તેને પૈસા ના આપે તો કાલે જ એ કાકો મુસલમાની ધર્મનો સ્વાર્થની ખાતર જે વેચાણ થયો છે તેજ કાકો લક્ષમણ પોકારી ઉઠે કે આ તો મુસલમાની ધર્મ છે, પણ તમે જ્યાં સુધી તેને પૈસા આપતા રહેશો ત્યાં સુધી એ કોઈ કાળે સમજે તેમ નથી. અત્યારે લક્ષમણ કાકો લોભવૃત્તિને આધિન થઈ સૈયદો સાથે તકરારમાં ઉતર્યો છે. તેમાં કાકાની વૃત્તિ પીરાણા જાગીર તેમજ પીરાણાની મિલકત જે ઈમામશાહના વંશજોની છે, તેના માલિક થવામાં સૈયદ ઈમામશાહના વારસ થવામાં ઈજ્જત અને આબરૂ માની, કાકો કણબીઓના લોહીના ટીપે ભેગા કરેલા પૈસા કોર્ટોમાં વાપરી હિન્દુ જાત અને પોતે હિન્દુ ધર્મ પાળે છે એવા શબ્દોની કેવી નઠારી કિંમત કરાવી રહ્યો છે. એટલું જ નહિ પણ લક્ષમણ કાકો આપણી કચ્છની કણબી જ્ઞાતિને કેવી રીતે ભ્રષ્ટાચારમાં ઉતારીને હલકી વર્ણો સાથે પોતે ભોજન વહેવાર કરી કચ્છના કડવા પાટીદારને ભ્રમણામાં નાંખી વટલાવી રહ્યો છે તે પણ ખુલાસાવાર આ લેખમાં જણાવવામાં આવ્યું છે. માટે કાકાશ્રીની તેમજ કહેવાતા આગેવાનોની લેશપણ પરવા કર્યા સિવાય જે ધર્મ પાળવાથી હિન્દુપણું મટી જતું હોય તદુપરાંત જે ધર્મમાં વટાલ હોય તેવા ધર્મનું કલંક સાચો હિન્દુ એક પલવાર પણ પોતા માથે કેમ રાખી શકે? માટે જ હું પીરાણાના કાકાઓ તેમજ કચ્છના તમામ સતપંથી કણબી ભાઈઓને તેમજ કચ્છ સિવાય અન્ય દેશોમાં જે હિન્દુ ભાઈઓ આ પીરાણા સતપંથમાં ગમે તે રીતે સ્વાર્થમાં લોભાઈ સ્વર્ગમાં હીરા માણેકથી જડીત મહેલોની લાલચે અથવા ૫૦ હુરાંઓ (અપ્સરાઓ)ની સાથે રંગરાગ ભોગવવાની લાલચે ફસાયા હોય એ ખોટી ફસામણમાંથી નીકળીને, પોતે હિન્દુ છે અને તેનો ધર્મ પણ હિન્દુ હોવો જોઈએ એવું સમજી જઈને તરતમાં જ દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરાવી નાંખવું જોઈએ. એમ દરેક સમજુભાઈઓ તેમજ બહેનોને મારી નમ્રતાપૂર્વક પ્રાર્થના છે. હું આશા રાખું છું કે આ મારી નિર્દોષ પ્રાર્થનાને માટે હિન્દુસ્તાન દેશમાં પહેલા હિન્દુ ધર્મના ધર્મગુરૂઓ, વિદ્વાનો પંડિતો અને મર્ધના આચાર્યો પણ સંમત થઈ પીરાણા સતપંથમાં ફસાયેલા હિન્દુઓનો ઉદ્ધાર કરવા પોતાથી બનતો પ્રયત્ન જરૂર કરશે જ. પીરાણાં સતપંથના પાખંડી મતમાંથી કચ્છના કણબી ભાઈઓ તેમજ બહેનોએ પ્રાયશ્ચિત કરી શુદ્ધ વૈદિક ધર્મની દીક્ષા લીધાની નોંધ આ લેખમાં છે તે ઉપરથી વિરાણી કરાંચી અને ઘાટકોપરમાં વસતા જ્ઞાતિ સુધારકો માંહેલા કે, જેઓએ હજુ સુધી દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવ્યું નથી છતાં પીરાણા સતપંથ ઉપર સંપૂર્ણ અભાવ છે તેવાઓને મારી વિનંતી છે કે હવે કોઈની પણ રાહ જોયા સિવાય તમારાથી એક દિવસ પણ પીરાણા સતપંથનું કાળું કલંક લઈ દુનિયામાં ફરવું તે તમારા માટે ઘણું શરમ ભરેલું છે. માટે તે વાતનો વિચાર કરી તુરતમાં દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લઈ હિન્દુ ધર્મનું અભિમાન રાખવું અને રખાવવું એવી ચોખ્ખી ફરજ તમારા ઉપર ઉભી છે તેનો જલ્દીથી અમલ કરવા પ્રભુ તમને સદ્‌બુદ્ધિ આપે. આટલું જણાવ્યા પછી કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિમાં એક એવો પણ વર્ગ છે કે જે તદ્દન અજ્ઞાન અને આળસુ અને બેદરકારપણામાં જીવન ગાળે છે. દુનિયામાં શું થાય છે તેમજ આપણું સ્થાન ક્યાં છે તેની તો સમજણ જ શાની હોય? પરંતુ માત્ર એટલું જ જાણે છે કે અમે કણબી છીએ અને અમે હિન્દુ કહેવાઈએ છીએ એથી વધારે કાંઈ સમજતા નથી. એવા ભાઈઓ તેમજ બહેનોને મારી વિનંતી છે કે જરા આંખ ઉઘાડીને જુઓ કે તમે હિન્દુ છો તેમ જાણો છો છતાં પીરાણા સતપંથ ધર્મના ઈજારદાર કણબી જ્ઞાતિમાં કહેવાતા આગેવાનોના તમે રમકડાં થઈ તમારી પોતાની જ પાયમાલી કરી રહ્યા છો. તમારા છોકરાં છૈયાના પણ તમે માલિક રહ્યા નથી. ગેઢેરા પોતાની શીરજોરીથી તમારા છોકરાઓના સંબંધ તોડી નાખી પોતાની મરજીમાં આવે ત્યાં આપી દે છે તેનું તમને દુઃખ થાય છે. પણ તેનો ઉપાય તમને સુજતો નથી. તમને કોઈ રસ્તો બતાવે તેનું તમે માનતા નથી. આગેવાનોથી ડરી જાઓ છો. તેમજ પીરાણા સતપંથને જ ખરો હિન્દુ ધર્મ છે એમ માની તમને ખરો તેમજ હિન્દુધર્મનો ઉપદેશ કરે તેને જ ગાળો દીધા કરશો ત્યાં સુધી તમારો ઉદય થવાનો નથી એ ખાત્રીથી માનશો. આટઆટલું તમારા ભલાના માટે કહેવામાં આવે છે છતાં તમારા હૃદયમાં હિંમત નહિ હોય તેમજ સારું ખોટું સમજવાની દરકાર પણ તમે નહિ કરો, પોતાનું હિત થાય છે કે અહિત થાય છે એટલું એ સમજવામાં તમારી સાધારણ બુદ્ધિનો ઉપયોગ નહિ કરો તો પછી તમારા માટે જ્ઞાતિના કેટલાએ ભાઈઓ જે બળતરા કરી રહ્યા છે તેને નિરાશ થયા સિવાય બીજું કંઈ છે જ નહિ. પોતાના ખર્ચે અને જોખમે જે ભાઈઓ તમને સુખી કરવા ઈચ્છે છે તેનું ન માનતા તમે આજ દિવસ સુધી એવું જ માની બેઠા છો કે અમારું જીવન ગેઢેરાઓના હાથમાં છે અને હવે પછી પણ તમારું જીવન કહેવાતા જુલ્મી આગેવાનોના શરણમાં જ રાખવાનું પસંદ કરશો તો, આ દુનિયામાં ગુલામી જીવન સિવાય બીજું કાંઈ તમારા માટે છે જ નહિ. માટે સમજીને એ ગુલામી જીવનમાંથી ઉદ્ધાર કરવો હોય, સુખી થવું હોય, તેમજ શુદ્ધ હિન્દુ થવાની તમારી ઉમેદ હોય તો સ્વાર્થી આગેવાનો, કાકાઓ અને પીરાણા સતપંથનો સત્વર ત્યાગ કરો. અન્ય હિન્દુ જ્ઞાતિઓમાં પીરાણા પંથના કલંકને લઈ ઘણું શરમાવું પડે છે. માટે એવા પાખંડી ધર્મને ત્યાગો તેમાં જ પ્રભુની તમારા ઉપર મીઠી નજર થશે અને તમો સુખી અને સ્વતંત્ર થઈ શકશો. એ ઉમેદે મેં તમને જાગ્રત કરવા આ જાહેર લેખ લખ્યો છે. પરમકૃપાળુ પરમાત્મા અમારા કણબી ભાઈઓના હૃદયમાં વાસ કરી તેમના દુઃખો અને પીરાણા પંથનું કલંક જલ્દીથી ધોઈ નાંખવાની સદ્‌બુદ્ધિ આપે એજ પરમાત્મા પ્રત્યે મારી નમ્ર પ્રાર્થના છે.

 

 

Leave a Reply

Share this:

Like this: