Book: Abhilekh -2, 2024 (અભિલેખ -2, 2024)

Index

<<

>>

ટૂંકાક્ષર / સંક્ષિપ્ત શબ્દો / વિશેષ શબ્દોના અર્થ

ટૂંકાક્ષર / સંક્ષિપ્ત શબ્દો / વિશેષ શબ્દોના અર્થ

પરસ્પર સંદર્ભ વિરોધી અર્થ કે ભાવાર્થ ના હોય ત્યારે..

ટૂંકાક્ષાર

=

સંપૂર્ણ સ્વરૂપ

Kutch

=

Kachchh, Cutch, Katch = કચ્છ

o))

=

તિથિ: અમાવાસ્ય / અમાસ / અંધારિયા પક્ષનો છેલ્લો દિવસ

VSA

=

વિક્રમ સંવત અષાઢ (કચ્છી કેલેન્ડર/દિનદર્શિકા) – દરેક અષાઢ સુદ ૧ થી નવું વર્ષ શરૂ થાય.

અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો મહિના VSKથી 1 વર્ષ આગળ હોય.

VSAK

=

VSA અને VSK બન્ને કેલેન્ડર/દિનદર્શિકા પ્રમાણે.

કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ મહિનામાં આવતી તિથિઓ બન્ને કેલેન્ડર પ્રમાણે એકજ વર્ષમાં આવે.

VSC

=

વિક્રમ સંવત ચૈત્ર (અન્ય પ્રાંતનું કેલેન્ડર/દિનદર્શિકા) – ચૈત્ર મહિનાના સુદ ૧ થી નવું વર્ષ શરૂ થાય.

ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો મહિના VSKથી 1 વર્ષ આગળ હોય.

ધ્યાન રહે: અમુક પ્રાંતોમાં વદ 1 થી નવો મહિનો બદલે છે, ત્યારે અમુક પ્રાંતોમાં સુદ 1 થી મહિનો બદલે છે.

VSK

=

વિક્રમ સંવત કારતક (ગુજરાતી કેલેન્ડર/દિનદર્શિકા) – દરેક કારતક સુદ ૧ થી નવું વર્ષ શરૂ થાય.

અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો મહિના VSAથી 1 વર્ષ પાછળ હોય.

Default Calendar / ચોખવટના હોય ત્યારે આ કેલેન્ડર ગણવામાં આવેલ છે.

અ.ભ.ક.ક.પા. સમાજ (A.B.K.K.P. Samaj)

=

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

(જૂનું નામ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ)

ક.ક.પા. (K.K.P.)

=

કચ્છ કડવા પાટીદાર

ક.ક.પા. સમાજ

=

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ

(નવું નામ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ)

કણબી

=

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ

કેન્દ્રીય સમાજ / માતૃ સમાજ / શ્રી સમાજ

=

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ (ક. ક. પા. સનાતન જ્ઞાતિની માતૃ સંસ્થા)

ખાના / ખાનું

=

સતપંથની ધાર્મિક સ્થળ જેનું મૂળ નામ છે; જમાતખાના.

ત્યારબાદ સમયાંતરે અપભ્રંશના કારણે અને તાકીયાનો ઉપયોગ કરીને ધાર્મિક ઓળખ છુપાવવા માટે એને..

જમાતખાના પરથી ખાના,

ખાના પરથી ખાનું.

જગ્યા પરથી જગ્યું,

જ્યોત પરથી જ્યોતિ ધામ, જ્યોતિ મંદિર,

સતપંથ મંદિર,

હજરત મૌલા અલીના સતપંથી નામ એટલે નકલંકી નારાયણ પરથી નકલંકી/નિષ્કલંકી ધામ, નકલંકી/નિષ્કલંકી મંદિર.. વગેરે

.. સમય-સમય પર જુદા જુદા નામો રાખવામાં આવ્યા છે. 

ખેપિઓ

=

એક ગામથી બીજા ગામ સુરક્ષિત આવજવા માટે રસ્તામાં સથવારો આપનાર જિમ્મેદાર વ્યક્તિ.

ગેઢેરા

=

સ્વઘોષિત આગેવાનો/નેતાઓ/લિડરો

જૂનો ધર્મ

=

ક. ક. પા. જ્ઞાતિમાં જૂનો ધર્મ એટલે સતપંથ ધર્મ, પીરાણા પંથ, પીરાણા સતપંથ ધર્મ, ઈમામશાહી મત, કલ્પિત ધર્મ, મામદાહીન્દુ પંથ [45:Page 9], વગેરે નામથી ઓળખતો ધર્મ.

જ્ઞાતિ

=

સંદર્ભ અનુસાર..

કડવા પાટીદાર જ્ઞાતિ, અથવા

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ, અથવા

કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિ

તા.

=

તારીક અથવા તારીખ

દા. ત. / દા.xત.

=

દાખલા તરીકે

દી.

=

દિનાંક

નવો ધર્મ

=

સાચો સનાતન હિન્દુ ધર્મ

પાંચાડો / પાંચાડા

=

વિસ્તાર. કચ્છમાં કણબીઓનો વિસ્તાર ત્રણ પાંચાડામાં વહેંચાયેલ છે. ઉગામણા (પૂર્વ) પાંચાડો, વચલો પાંચાડો અને આથમણો (પશ્ચિમ) પાંચાડો.

એટલે ત્રણ પાંચાડાની જ્ઞાત પણ કહેવામાં આવે છે.

પાંચાડા પ્રમાણે ગામોની યાદી માટે જુઓ અભિલેખ ૧ (૨૦૨૩) પેજ ૨૭૧ થી ૨૭૩. (3rd Parishad)

પાંટીઆ

=

ઘરો ઘર જઈને લોકોને સંદેશો પહોંચાડવાવાળો વ્યક્તિ

પાંટીઓ

=

ઘરોઘર જઈને લોકોને સંદેશો પહોંચાડવાવાળો તેમજ ગામમાં જાહેર હાકલ (public announcement) નાખનાર વ્યક્તિ.

પાનમૂર્તિ

=

ભગવાનની છબી, ચિત્ર, ફોટો, છાયા ચિત્ર

પાવળ / નૂર / અમી

=

હિન્દુ મંદિરમાં દર્શન પછી જેમ ચરણામૃત આપવામાં આવે છે, તેમ સતપંથના ધાર્મિક સ્થળ એટલે ખાનામાં પીરાણાથી આવેલ એક ગોળીને પાણીમાં પિગળાવીને તૈયાર કરેલું પાણી આપવામાં આવે છે. આ ગોળીને પાવળ / નૂર / અમીની ગોળી કહેવામાં આવે છે. P

ભોમવાર

=

મંગળવાર

રા. રા.

=

રાજ્યમાન રાજશ્રી

સનાતન / સનાતની જ્ઞાતિ

=

કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિ

સનાતન / સનાતની સમાજ

=

કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિનો સમાજ

સમાજ

=

કેન્દ્રીય સમાજ, માતૃ સમાજ, અ.ભ.ક.ક.પા. સમાજ, સનાતન સમાજ

 

 

<<

>>

Share this:

Like this: